Skip to main content

Posts

Showing posts with the label Business Divya Bhaskar

નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં દેશની દિગ્ગજ કંપનીઓના પરિણામો એક દાયકામાં સૌથી ખરાબ રહ્યાં

કોરોના વાયરસને પગલે નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમા દેશની દિગ્ગજ કંપનોના પરિણામો એક દાયકામાં સૌથી ખરાબ રહ્યા છે. પરંતુ તેમ છતાં 2/3 કંપનીઓના પ્રદર્શન અપેક્ષા કરતાં સારા રહ્યા છે. કંપનીઓ પોતાનો ખર્ચ ઘટાડવામાં સફળ રહી છે. એનએસઈ નિફ્ટી50 ઈન્ડેક્સની 47 કંપનીઓમાંથી 40 કંપનીઓની જૂન મહિનામાં પૂરા થયેલા ક્વાર્ટરમાં આવક 40 ટકા ઘટી છે. તેમ છતાં, આમાંની બે તૃતીયાંશ કંપનીઓએ પ્રોફિટ વિશ્લેષકોના અંદાજ કરતાં વધુ તેમજ સારા પરિણામો મેળવ્યા છે. આઇઆઇએફએલના રિસર્ચ હેડ અભિમન્યુ સોફતે જણાવ્યું હતું કે, વાસ્તવમાં અમે આ ક્વાર્ટરને રાઈટ ઓફ કરી હતી. પરંતુ નિફ્ટીની મોટાભાગની કંપનીઓએ ધારણા કરતા સારા પરિણામ આપ્યા છે. બ્લૂમબર્ગના એક અહેવાલ મુજબ, ભારતીય કંપનીઓનું પ્રદર્શન એટલું ખરાબ નથી જેટલું અપેક્ષિત હતું. ટેકનોલોજીની વધતી માંગ વચ્ચે પાંચ સૌથી મોટી ટેક્નોલોજી કંપનીઓમાંથી ચાર કંપનીની આવક વધવાની અપેક્ષા છે. 2013 બાદનો આ સેક્ટર માટે સૌથી મોટો ઉછાળો છે. તેવી જ રીતે ફૂડ કંપનીઓ, બેંકો, ટેલિકોમ અને ઓટો કંપનીઓએ પણ આવકથી આશ્ચર્યચકિત કર્યા છે. આગામી વર્ષે કંપનીઓની આવકમાં સંભવિત વૃદ્ધિને પગલે માર્કેટ એડજસ્ટ થઈ ચૂક્યાં ...

ટિકટોકના એક તૃતિયાંશથી વધુ યુઝર્સની વય 14 વર્ષથી ઓછી, બિલ ગેટ્સે કહ્યુ- કોઈ પણ ખરીદનાર માટે ટિકટોક ઝેરનો પ્યાલો છે

અમેરિકામાં ચીની એપ ટિકટોકને જો માઈક્રોસોફ્ટ કે કોઈ અન્ય કંપની ખરીદે છે તો તેને સમર્પિત પ્રશંસકોની મોટી સંખ્યા મળશે. એપના એક તૃતિયાંશથી વધુ યુઝર કિશોર વયના છે. ન્યૂયોર્ક ટાઈમ્સે કંપનીના આંતરિક દસ્તાવેજોનો અભ્યાસ કર્યા પછી જણાવ્યું છે કે, અમેરિકામાં જુલાઈમાં ટિકટોકના 4 કરોડ 90 લાખ યુઝર 14 વર્ષ કે તેનાથી નાની વયના હતા. 14 વર્ષથી વધુ વયના યુઝરની સંખ્યા લગભગ 2 કરોડ છે. બાકી અમેરિકન યુઝરની ઉંમરની કોઈ વિગતો પ્રાપ્ત થઈ નથી. ટિકટોકનો ઉપયોગ કરવાની લઘુત્તમ ઉંમર 13 વર્ષ છે. ટિકટોકના એક પૂર્વ કર્મચારીએ બાળકોનાં વીડિયોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તેમાંથી અનેક યુઝર નક્કી થયેલી ઉંમર કરતાં ઓછી વયના છે. એટલે કે, કંપની વયના નિયમોનું પાલન કરતી નથી. ઉલ્લેખનીય છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચીની એપ પર પ્રતિબંધ લગાવાની જાહેરાત કરી ચુક્યા છે. સરકારનું માનવું છે કે, ટિકોટ અને તેની માલિક કંપની બાઈટડાન્સ ચીનની સત્તાધારી કમ્યુનિસ્ટ પાર્ટીને અમેરિકનોની અંગત માહિતી મેળવવામાં મદદ કરી શકે છે. ટ્રમ્પે કહ્યું છે કે, સુરક્ષા સંબંધિત ચિંતાઓ દૂર કરવા તેઓ માઈક્રોસોફ્ટ કે કોઈ અન્ય અમેરિકન કંપની દ્વારા ટિકટોકની...

નિષ્ણાતો પાસે જાણો શું છે ચાર્ટર, શું છે તમારા અધિકાર અને કર્તવ્ય, ટેક્સપેયર્સનું ચાર્ટર લાવનાર ભારત વિશ્વનો ચોથો દેશ

CA નવીન ગુપ્તા અને CA કીર્તિ જોષીના જણાવ્યા અનુસાર અગાઉ બજેટમાં ટેક્સપેયર્સ ચાર્ટર લાવવાની જાહેરાત કરી હતી. લગભગ છ મહિનામાં સરકારે તેને નક્કર આકાર આપ્યો છે. આ સાથે ભારત ટેક્સપેયર્સનું ચાર્ટર લાવનાર વિશ્વનો ચોથો દેશ બન્યો છે. ભારત અગાઉ અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયાએ તેનો અમલ કર્યો છે. ટેક્સપેયર્સ ચાર્ટર નિર્ધારિત કરે છે કે, જ્યાં સુધી કરદાતાએ કરચોરી અથવા ગેરરીતિ આચર્યા છે. તર્કસંગત વર્તનનો અધિકાર આવકવેરા વિભાગે તમામ કરદાતાઓ સાથે સૌજન્ય, આદર સાથે વર્તન કરવુ પડશે.સત્યનિષ્ઠા અને પ્રમાણિક વ્યવહારો થશે. કાયદા અનુસાર વાજબી અને ન્યાયી નિર્ણય લેવા પડશે. પ્રામાણિકતા તરીકે માન આપવુ જ્યાં સુધી કોઈની સામે પુરાવા ન મળી આવે ત્યાં સુધીકરદાતાને પ્રમાણિક ગણવામાં આવશે. અને તેણે આપેલી માહિતી સંપૂર્ણ અને સાચી છે. માહિતીની તપાસમાં સમય લઈ રહ્યો હોય તો તેનો અર્થ એ નથી કે, તમે અપ્રમાણિક છો. નિશ્ચિતતાનો અધિકાર તમને કર અંગેની મુશ્કેલીઓ વિશે માહિતી પ્રદાન કરવી, શક્ય તેટલી વહેલી તકે માહિતી આપવી. પૂછપરછ અને તપાસ સંબંધિત કરદાતાના ઇન્ટરવ્યુ માટે યોગ્ય સમય અને સ્થાન પ્રદાન કરાવવુ. માહિતી લેવાનો અધિકાર કરદાત...

રશિયાએ કોરોના વાયરસ વેક્સીનની જાહેરાતના પગલે સોના-ચાંદીમાં તેજીના વળતા પાણી, સોનું રૂપિયા 1600, ચાંદી 2500 તૂટી

સોના-ચાંદીમાં આવેલી ઝડપી એકતરફી તેજીને બ્રેક લાગી છે. રશિયા દ્વારા સૌ પ્રથમ કોરોના વાયરસ વેકસીનની જાહેરાતના અહેવાલે આજે વૈશ્વિક બજારમાં સોનામાં ઝડપી ઘટાડો આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ઝડપી 50 ડોલર ગબડી 2000 ડોલરની અંદર 1992 ડોલર ક્વોટ થઇ રહ્યું છે. જેના પગલે અમદાવાદ ખાતે સોનામાં રૂ.1600નો જંગી ઘટાડો થઇ 56000ની સપાટી અંદર 55900 બોલાયું હતું. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીએ 28 ડોલરની સપાટી જાળવી રાખી છે. પરંતુ અમદાવાદ ખાતે ચાંદી ઝડપી રૂ.2500ના ઘટાડા સાથે 70000ની સપાટીએ પહોંચી છે. સેફહેવન ગણાતા એવા રોકાણકારોને સોનાએ છેલ્લા 5 માસમાં 40 ટકા, ચાંદીમાં બમણું રિટર્ન આપ્યું છે. કોરોના મહામારીને અંદાજે સાતેક મહિનાનો સમય વિત્યા બાદ પહેલી વેકસીન રશિયા દ્વારા શોધ કરાઇ છે જેના કારણે વૈશ્વિક બજારોમાં મોટી મૂવમેન્ટ જોવા મળી હતી. સેફહેવન ગણાતા એકમાત્ર સોના-ચાંદીમાં કોરોના સમયમાં એટલે કે માર્ચથી અત્યાર સુધીમાં સોનામાં 40 ટકા અને ચાંદીમાં 90ટકાથી વધુ ઉછળી છે. અમદાવાદ ખાતે રૂ.73500 અને સોનાએ રૂ.58000ની સપાટીએ પહોંચ્યા બાદ નિરૂત્સાહી ટ્રેન્ડ જોવા મળ્યો છે. કોરોના વાયરસ વેકસીનની શોધ થતા આગામ...

શાળાઓ બંધ થતાં સ્ટેશનરી વેપારીઓને ઝાટકો, વેપાર એપ્રિલ-જૂન દરમિયાન 80 ટકા જેટલો ઘટ્યો

કોરોના મહામારીના લીધે શાળાઓ બંધ થતાં સ્ટેશનરી વેપારને માઠી અસર થઈ છે. ઓનલાઈન અભ્યાસના લીધે દેશભરના સ્ટેશનરી વેપારીઓનો આશરે રૂ. 1600 કરોડનો સ્ટોક વખારોમાં જ પડ્યો રહ્યો છે. એપ્રિલ,મે, અને જૂનમાં સ્ટેશનરી વેપારની સિઝન ગણાય છે. દરવર્ષે આ સમયગાળામાં 4000 કરોડનો વેપાર થાય છે. પરંતુ આ વખતે માત્ર 400 કરોડનો વેપાર જ નોંધાયો છે. આ 3 મહિનાનો વાર્ષિક બિઝનેસમાં 50 ટકા હિસ્સો હતો. દિલ્હી સ્ટેશનર્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી શ્યામ રસ્તોગી અનુસાર, સ્ટેશનરી મામલે દિલ્હી દેશનુ સપ્લાય હબ છે. દેશભરમાં અહીંથી માલ સપ્લાય થાય છે. મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ સહિત અનેક રાજ્યોમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો હોવાથી આ રાજ્યોમાંથી વેપાર બંધ થયો છે. સ્ટેશનરીમાં 3 સેગમેન્ટમાં વેપાર થાય છે. પ્રથમ સ્ટેશનરી, બીજુ બુક અને ત્રીજુ ફાઈલ્સ છે. સ્ટેશનરીમાં સ્કૂલ બેગ, બોટલ, પેન્સિલ બોક્સ, જ્યોમેટ્રી બોક્સ, સેલોટેપ, ગમસ્ટીક, બુક્સમાં નોટબુક, ચોપડાઓ અને ફાઈલ્સમાં તમામ પ્રકારની ફાઈલ સામેલ છે. વેપારીઓએ 3 મહિનાની સિઝનની તૈયારી કરી વેપારીઓ આ 3 મહિનાની સીઝનની તૈયારી જાન્યુઆરીથી શરૂ કરે છે. આ માટે તેઓ વ્યાજ પર લોન લે છે. વેપા...

અમદાવાદમાં 2500 કરોડના રોકાણ સાથે 7 લક્ઝુરિયસ હોટલ્સ લોન્ચ થશે

ફાર્મા, ટેક્સટાઇલ, કેમિકલ્સ, ઓટોથી માંડીને એગ્રીકલ્ચર ક્ષેત્રે હબ બની રહેલું ગુજરાત ધીરે ધીરે હોટલ અને ટુરિઝમ ઇન્ડસ્ટ્રીમાં પણ હરણફાળ ભરી રહ્યું છે. સાંસ્કૃતિક, પ્રાકૃતિક, ધાર્મિક, આર્થિક અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓથી ધમધમતા અમદાવાદ-તેની આસપાસના વિસ્તારમાં તાજ, કોર્ટયાર્ડ મેરિયોટ્સ સહિત નેશનલ અને ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સની સાત લક્ઝુરિયસ હોટલ્સના પ્રોજેક્ટ્સ આકાર લઇ રહ્યા છે. વિદેશી મૂડીરોકાણ પ્રવાહ અને સતત વધતો વિદેશી પ્રવાસીઓનો પ્રવાહ જોતાં એકથી દોઢ વર્ષમાં અંદાજિત કુલ રૂ. 2500 કરોડનું મૂડીરોકાણ ધરાવતાં તમામ પ્રોજેક્ટ લોન્ચ થઇ જશે. 1200 નવા રૂમ્સ ઉમેરાવા સાથે કુલ કેપેસિટી 4000 રૂમ્સ થઇ જવાની ધારણા છે. સિંધુભવન રોડ ઉપર તાજ હોટલ અને કોર્ટયાર્ડ બાય મેરિયોટ્સ, આઇટીસી નર્મદા તેમજ ગાંધીનગરની લીલા વર્ષાન્ત સુધીમાં લોન્ચ થવાની ધારણા છે. અમદાવાદનો હોટલ ઉદ્યોગ એટ એ ગ્લાન્સ છેલ્લા પાંચ વર્ષમાં અમદાવાદમાં હોટલ માર્કેટ 51 ટકાના દરે ગ્રોથ કરી રહ્યું છે. અન્ય નાની મોટી 360થી પણ વધુ હોટલ્સ ધરાવે છે અમદાવાદ 2013-14માં 1500 ક્લાસિફાઇડ હોટલ રૂમ્સ હતાં તે સંખ્યા 2018ના અંત સુધીમાં બમણી એટલેકે 3000 આસપાસ થઇ...

SGSTના વળતરોને ડી-લિન્ક કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય, સ્ટાર્ટ અપને સહાય 20 લાખથી વધારીને 30 લાખ, MSMEને ફોરેન ટેક્નોલોજી માટે સપોર્ટ

ગુજરાત સરકારે શુક્રવારે નવી ઉદ્યોગ નીતિની જાહેરાત કરી હતી. નવી નીતિનો આશય વધુ રોજગાર સર્જનનો તથા મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં નવા ઇનોવેશન્સને તથા સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવાનો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવી ઉદ્યોગ નીતિની જાહેરાત કરતા જણાવ્યું હતું કે દેશમાં 2019માં થયેલા પ્રસ્તાવિત મૂડી રોકાણમાં 51 ટકા માત્ર ગુજરાતમાં થયાં હતાં. નવી નીતિનો આશય ગુજરાતના વેપાર-ઉદ્યોગ જગતને આત્મનિર્ભર બનાવવાનો છે. વધુમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર્સ સ્થાપવા માટે ખાનગી કંપનીઓ અને સંસ્થાઓને 5 કરોડની સહાય નવી પોલિસી મુજબ મળશે. વૈશ્વિક સ્તરે રાજ્યની નવી ઉદ્યોગ નીતિ પર વિશેષ કવરેજ... હાઇલાઇટ્સ દેશમાં પ્રસ્તાવિત મૂડી રોકાણ 48 ટકા તો ગુજરાતમાં 333 ટકા વધ્યું રાજ્યમાં બેરોજગારીનો દર દેશમાં સૌથી ઓછો નવી ઉદ્યોગ નીતિની વિશેષતાઓ કોર સેક્ટર અને સનરાઇઝ સેક્ટર્સ માટેની જોગવાઈઓ મૂડી રોકાણના 12 ટકાના ધોરણે કેપિટલ સબસિડીની મોટી ઘોષણા MSMEસેક્ટર માટેની જાહેરાતો સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન ઉદ્યોગ નીતિની મહત્ત્વની બાબતો ઇન્ડસ્ટ્રીઝને પ્રોત્સાહનથી બેરોજગારી દર નીચો, MSMEનો પૂરતો સપોર્ટ દેશના તમામ રાજ્યોની તલુનાએ...

ફ્યૂચર બ્રાન્ડ ઈન્ડેક્સમાં પ્રથમ વખત ભારતની બે બ્રાન્ડ, રિલાયન્સ એન્ટ્રી લેતાંની સાથે જ સીધી બીજા ક્રમે પહોંચી, ટીસીએસ 65મા નંબરે

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ફ્યૂચર બ્રાન્ડ ઈન્ડેક્સ 2020માં રિલાયન્સ પ્રથમ વખત સ્થાન મેળવી સીધા બીજા ક્રમે પહોંચી છે. દિગ્ગજ બ્રાન્ડ્સને પાછળ પાડી રિલાયન્સ વિશ્વની બીજા નંબરની સૌથી મોટી બ્રાન્ડ બની છે. ઈન્ડેક્સમાં બીજી ભારતીય કંપની તાતા કન્સલ્ટન્સી(ટીસીએસ) છે. જેણે પ્રથમ વખત 65મું સ્થાન હાંસલ કર્યુ છે. અગાઉ 2018ના ઈન્ડેક્સમાં એપલ ચોથા નંબરે હતી. આ વખતે નંબર વન બની છે. મુખ્ય વાત એ છે કે ટોપ-10ની અન્ય બ્રાન્ડની તુલનાએ રિલાયન્સની માર્કેટકેપ સૌથી ઓછી છે. ઈન્ડેક્સમાં નોંધ– આગામી વખતે રિલાયન્સ નંબર વન પર આવશે રિલાયન્સની ઉપલબ્ધિ પર ઈન્ડેક્સમાં લખવામાં આવ્યું છે કે, આ વર્ષનું નવું સભ્ય સૌથી વિશિષ્ટ છે. ભારતમાં સૌથી વધુ નફો ધરાવતી કંપનીઓમાં રિલાયન્સ સન્માનિત અને નૈતિક રૂપે વ્યવહારિક કંપનીના રૂપે જોવામાં આવી રહી છે. જે ગ્રોથ, ઈનોવેટિવ પ્રોડક્ટ, અને સર્વશ્રેષ્ઠ કસ્ટમર સર્વિસ માટે પણ જાણીતી છે. લોકો તેની સાથે મજબૂત ભાવનાત્મકતા સાથે જોડાયેલા છે. જેની સફળતાનો શ્રેય મુકેશ અંબાણીના ફાળે જાય છે. અંબાણીએ એક એવી ડિજિટલ કંપની સ્થાપી છે કે, જે ગ્રાહકોન...

કોરોના સંકટમાં અર્થવ્યવસ્થાને ટેકો આપતી ગ્રામીણ માગ પ્રભાવિત થવાની શક્યતા, હવે વરસાદ પર મદાર

કોરોના કાળમાં અર્થવ્યવસ્થાની કથળતી સ્થિતિને ટેકો આપવામાં મહત્વની ભૂમિકા ધરાવતા મોનસુનનો સહારો પણ દૂર થઈ રહ્યો છે. જૂનમાં વરસાદ સારો રહ્યો હતો. હવામાન વિભાગે ચોમાસુ સામાન્ય રહેવાની આગાહી કરી હતી. પરંતુ જુલાઈમાં અનેક જિલ્લાઓમાં દુષ્કાળની સ્થિતિ રહી. હવે ગ્રામીણ માગનો આધાર ઓગસ્ટમાં થનારા વરસાદ પર નક્કી થશે. જો ઓગસ્ટમાં પણ સ્થિતિ યથાવત રહી તો અર્થવ્યવસ્થામાં વી શેપની રિકવરીમાં મુશ્કેલીઓ નોંધાઈ શકે છે. જૂનમાં, દેશના 20 ટકા હિસ્સામાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થયો હતો, 50 ટકા હિસ્સામાં સામાન્ય અને 30 ટકા હિસ્સામાં વધુ વરસાદ પડ્યો હતો. પરંતુ સૌથી વધુ વરસાદ ધરાવતા જુલાઈમાં સામાન્ય કરતા 10 ટકા ઓછો વરસાદ પડ્યો હતો. એટલે કે, પાક માટે પરિસ્થિતિ ખૂબ જ નાજુક છે. ફિચ રેટિંગ્સ લિમિટેડના સ્થાનિક એકમ, ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચના મુખ્ય અર્થશાસ્ત્રી દેવેન્દ્રકુમાર પંતે જણાવ્યું હતું કે, વરસાદનું ભૌગોલિક અને સ્થાનિક વિતરણ ખૂબ મહત્વનું છે. જ્યારે આપણે આમાંના કેટલાક ક્ષેત્રોને જોઈએ ત્યારે પરિસ્થિતિ થોડી ચિંતાજનક છે. તેથી, હવે એ જોવાની જરૂર છે કે, જુલાઈમાં રહેલા વરસાદની અછત ઓગસ્ટમાં પૂર્ણ થશે કે કેમ.   જ્...

ભારતીય અર્થવ્યવસ્થાની ગાડી પાટા પર, પરંતુ કોરોનાના વધતા કેસો અને લોકલ લૉકડાઉન મોટા પડકારો

દેશની અર્થવ્યવસ્થા એપ્રિલ બાદ સતત રિકવર થઈ રહી છે. જે યોગ્ય માર્ગે આગળ વધી રહી છે. પરંતુ કોરોના વાયરસના વધતા કેસો અને રાજ્ય સરકાર દ્વારા લાગૂ લોકડાઉન આ રિકવરી માટે મોટુ જોખમ બન્યા છે. કેન્દ્રીય નાણા મંત્રાલય અને જાપાની ફાઈનાન્સિયલ કંપની નોમુરા દ્વારા જારી રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. નાણાં મંત્રાલયે મંગળવારે જાહેર કરેલા જુલાઈના અહેવાલમાં જણાવ્યુ છે કે, એપ્રિલના ઘટાડા પછી ભારતીય અર્થવ્યવસ્થા સ્થિર રિકવરી થઈ રહી છે. સરકાર અને રિઝર્વ બેંક દ્વારા લેવામાં આવેલા પગલા મદદ કરી રહ્યા છે. રાજ્યોમાં કોરોના વાયરસના વધતા જતા કેસો અને “તૂટક તૂટક” સ્થાનિક લોકડાઉનને કારણે ભારતની આર્થિક સ્થિતિની રિકવરી નબળી પડી રહી છે. જેના પર સતત દેખરેખ રાખવાની જરૂર છે. અહેવાલમાં જણાવાયું છે કે, કોવિડ -19 ભારતના વિકાસમાં ફાળો આપનારા ટોચના 12 રાજ્યોમાં 85 ટકા હિસ્સો ધરાવે છે. તેમાં ટોચનાં બે રાજ્યો એટલે કે મહારાષ્ટ્ર અને તામિલનાડુમાં 40% કેસો છે. રિપોર્ટ અનુસાર, અર્થતંત્ર માટે સૌથી ખરાબ તબક્કો પસાર થઈ ગયો હોય તેમ લાગે છે, કારણ કે એપ્રિલ અને મેની તુલનામાં જૂન-જુલાઇમાં જીએસટી કલેક્શન, વીજ વપરાશ, રેલ નૂર અને મુસ...

મુંબઈની જ્વેલરી કંપનીએ SBI સાથે રૂ. 387ની કરોડ છેતરપિંડી કરી, ઓરો ગોલ્ડના અમૃતલાલ જૈન અને રિતેશ જૈન સામે CBIએ ગુનો દાખલ કર્યો

મુંબઈ સ્થિત જ્વેલરી ટ્રેડિંગ કંપની ઓરો ગોલ્ડ જ્વેલરી પ્રા. લિ. અને તેના ડાયરેક્ટરો અમૃતલાલ જૈન અને રિતેશ જૈને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા સાથે રૂ. 387 કરોડની છેતરપિંડી કરી હોવાની સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એસબીઆઈ દ્વારા સીબીઆઈના એસપી અને એન્ટી કરપ્શન શાખાને પણ છેતરપિંડી અને સંકળાયેલી પાર્ટીઓની વિગતો આપવામાં આવી છે. અમૃતલાલ અને રિતેન સાથે ફરિયાદમાં અન્ય ત્રણ લોકોનાં નામ પણ નોંધવામાં આવ્યાં છે. 10 સપ્ટેમ્બર, 2014ના રોજ ફોરેન્સિક ઓડિટ રિપોર્ટમાં આ છેતરપિંડીનો કિસ્સો બહાર આવ્યો હતો. આ છેતરપિંડી મુંબઈમાં 2011- 2-15 વચ્ચે થઈ હતી. આરોપીઓએ બેન્કના ભંડોળના ખર્ચે ગેરકાનૂની રીતે લાભ મેળવવા માટે અકાઉન્ટ્સ અને દસ્તાવેજોમાં ચેડાં કર્યાં હતાં, એમ ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે. હીરાના વેપારી અને ઓરો ગોલ્ડ જ્વેલરી કંપનીના માલિક રિતેશ જૈન સામે બોગસ કંપનીઓ થકી રૂ. 1478 કરોડનો મની લોન્ડરિંગનો કેસ પણ છે. માર્ચમાં તે દુબઈથી આવતાં મુંબઈ પોલીસે તેને ઝડપી લીધો હતો. તે ડિસેમ્બર 2016થી ફરાર હતો.મુંબઈમાં એલટી માર્ગ પોલીસ સ્ટેશનમાં પણ જૈન સામે છેતરપિંડી અને ફોજદારી કાવત...

યુઝર્સના ડેટા સાથે ચેડાં કરવા બદલ ટિ્વટરે 1,878 કરોડ રૂપિયાનો દંડ

સોશિયલ મીડિયા કંપની ટિ્વટરે ખુલાસો કર્યો હતો કે તેણે જાહેરાત મારફતે લાભ મેળવવાની લાલચમાં યુઝર્સના ફોન નંબર અને ઈ-મેલ આઈડીનો દુરુપયોગ કર્યો હતો અને હવે તેના લીધે એક તપાસ મામલે અમેરિકી ફેડરલ ટ્રેડ કમિશન(એફટીસી)ને 1,878 કરોડ રૂપિયાનો દંડ ચૂકવવો પડી શકે છે. ટિ્વટરને એફટીસીએ 28 જુલાઈએ ફરિયાદ કરી હતી, જેમાં કહ્યું હતું કે કંપનીએ એફટીસીની સાથે 2011માં થયેલા સંમતિના આદેશનો ભંગ કર્યો છે. 2011ની સંમતિ અનુસાર યુઝર્સની અંગત માહિતીઓની સુરક્ષા વિશે કંપની યુઝર્સને ગેરમાર્ગે નહીં દોરે. ટિ્વટરે સોમવારે તેની બીજા ત્રિમાસિકના નાણાકીય ફાઈલિંગમાં કહ્યું હતું કે આ આરોપ 2013થી 2019 દરમિયાન જાહેરાત માટે કંપનીના ફોન નંબર અને ઈમેલ આઈડી સંબંધિત ડેટાના દુરુપયોગ અંગેનો હતો. ટિ્વટરે કહ્યું કે કંપનીને અંદાજે આ મામલે સંભવિત નુકસાન 1,125 કરોડ રૂપિયાથી 1,875 કરોડ રૂપિયા(15 કરોડ ડોલરથી 25 કરોડ ડોલર) વચ્ચે થઈ શકે છે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today પ્રતિકાત્મક તસવીર. from Divya Bhaskar https://ift.tt/3k6uaA1

દેશમાં 11.5 લાખ કરોડના મોબાઈલ બનશે, 12 લાખને રોજગારી મળશે, લૉકડાઉન પછી 1.8 કરોડ મોબાઈલ ફોન વેચાયા

કોરોના સંકટના કારણે સર્જાયેલા આર્થિક પડકારો વચ્ચે રોજગાર ક્ષેત્રે સારા સમાચાર આવ્યા છે. 22 સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય કંપનીઓએ આગામી પાંચ વર્ષમાં દેશમાં આશરે રૂ. 11.5 લાખ કરોડના મોબાઈલ ફોન બનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. બીજી તરફ લૉકડાઉન પછી દેશમાં 1.8 કરોડ મોબાઈલ ફોન વેચાયા. જેથી દેશમાં સ્માર્ટફોન યુઝર્સ 50 કરોડને પાર થઈ ગયા છે. કેન્દ્રિય ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી રવિશંકર પ્રસાદના કહેવા પ્રમાણે, આ યોજનાથી 12 લાખ લોકોને રોજગારી મળશે, જેમાં 3 લાખ પ્રત્યક્ષ અને 9 લાખ અપ્રત્યક્ષ હશે. કેન્દ્રની રૂ. 41 હજાર કરોડની પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ (પીએલઆઈ) યોજના હેઠળ આ આવેદન આવ્યા છે. આ કંપનીઓમાં આઈફોન બનાવનારી કંપની ફોક્સકોન, વિસ્ટ્રોન અને પેગાટ્રોન સિવાય સેમસંગ, લાવા અને માઈક્રોમેક્સ પણ સામેલ છે. આ પ્રસ્તાવ મંજૂર થશે તેના આધારે આ કંપનીઓ હજારો કરોડનું રોકાણ કરશે. જૂનના આખરી સપ્તાહમાં કસ્ટમમાં તપાસના નામે આયાત રોકાતા ઉત્પાદન પર અસર પડી. એપલ પ્રોડક્શનનો 20% હિસ્સો ભારતમાં શિફ્ટ કરશે પીએલઆઈનો લાભ લેવા માટે એપલ ભારતમાં ઉત્પાદન વધારશે. કંપની સ્માર્ટફોનનું 20% ઉત્પાદન ભારતમાં શિફ્ટ કરવાની યોજના ...

દેશમાં 82% બિઝનેસમેનોએ સ્વીકાર્યુ - કોવિડ-19થી બિઝનેસમાં અવરોધ, ગાડી પાટા પરથી ઊતરી નથી, જૂન પહેલાં બધું સારું થશે

કોરોના કાળમાં વૈશ્વિક અર્થતંત્ર ભલે મંદ પડ્યું હોય પણ ભારતીય બિઝનેસમેનો આગામી વર્ષના જૂન મહિના પહેલાં એટલે કે એક વર્ષથી પણ ઓછા સમયમાં ફરી પોતાના પગ પર ઊભા થઈ જશે. ભારતીય બિઝનેસ ફરી વેગવંતા થવાની આશા દર્શાવતી આ તસવીર ગુરુવારે પ્રાઈઝ વૉટર હાઉસ કૂપર્સ(પીડબ્લ્યુસી)એ રજૂ કરી હતી. પીડબ્લ્યુસી દુનિયાની સૌથી મોટી પ્રોફેશનલ સર્વિસિઝ ફર્મમાંથી એક અને ચાર સૌથી મોટી એકાઉન્ટિંગ ફર્મ પૈકી સૌથી મોટી ફર્મ છે. ‘વેલ્યૂ કન્ઝર્વેશન ટુ વેલ્યૂ રિકવરી’ નામના રિપોર્ટમાં પીડબ્લ્યુસીએ દેશના 225 સીએક્સઓ(ચીફ એક્સપિરિન્યસ ઓફિસર) સાથે વાતચીત કરી હતી. તેમાં 82% કંપનીઓએ સ્વીકાર્યુ કે કોવિડ-19ને લીધે બિઝનેસમાં અવરોધ તો જરૂર આવ્યો પણ ગાડી પાટા પરથી ઊતરી નથી. જૂન-2021 પૂર્વે બિઝનેસમાં ફરી રિકવરી થઈ જશે. સરવે દરમિયાન બે તૃતીયાંશથી વધુ કંપનીઓએ સ્વીકાર્યુ કે આગામી સમય ડિજિટલ કાયાપલટ કરશે અને બિઝનેસમાં હરીફાઈ વધશે. આ કારણે જ આગળ વધવા ટેક્નોલોજી અપનાવવી પડશે. જ્યારે એક તૃતીયાંશથી પણ ઓછાએ ક્ષમતાઓ વધારવા માટે બિઝનેસને લગતી સમજૂતીઓ કરવાની જરૂર પર ભાર મૂક્યો હતો.વાતચીતમાં કન્ઝ્યુમર આધારિત સેક્ટરે જ્યાં કોરોનાને લીધે બિઝનેસમાં ...

ચીની કંપની સામે વધુ એક પગલું, કલર ટીવીની આયાત પર સરકારનો પ્રતિબંધ

કેન્દ્ર સરકારે ગુરુવારે રંગીન ટેલિવિઝનની આયાત પર પ્રતિબંધ મૂકી દીધો છે. તેનો ઉદ્દેશ ડોમેસ્ટિક ઉત્પાદનને વધારવાનો અને ચીન જેવા દેશમાંથી બિનજરૂરી વસ્તુની આયાત ઓછી કરવાનો છે. એક અંદાજ પ્રમાણે ભારતનું ટીવી માર્કેટ 917 અબજ રૂપિયાનું મનાય છે. ડીજીએફટીએ આ અંગેનું એક જાહેરનામું પણ બહાર પાડી દીધું છે. જાહેરનામામાં જણાવાયું છે કે રંગીન ટીવીની આયાતનીતિમાં ફેરફાર કરાયો છે. તેની આયાત પ્રતિબંધિત કરાઈ છે. કોઈપણ વસ્તુની આયાતને પ્રતિબંધિતની શ્રેણીમાં મૂકવાનો અર્થએ છે કે જે તે વસ્તુ માટે આયાતકારે તેની આયાત માટે ડીજીએફટી પાસેથી લાઈસન્સ લેવું પડશે. ચીન ભારતમાં ટીવી સેટની મોટાપાયે નિકાસ કરે છે. ચીનની કંપનીઓને આ આદેશથી આંચકો લાગી શકે છે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today પ્રતિકાત્મક તસવીર. from Divya Bhaskar https://ift.tt/3hWM2Lx

મેક્સિકો-લેટિન અમેરિકામાં માઇનિંગ ઠપ, સપ્લાય ચેન ખોરવાતા ચાંદીમાં તોફાની તેજી, 9 વર્ષ બાદ 65,000: સોનુ 55,000 નજીક

સોના-ચાંદીમાં તેજીનો માહોલ જામ્યો છે. કોરોના મહામારીના કારણે સોના-ચાંદીના સપ્લાય અટક્યા હોવાથી તેમજ મેક્સિકો અને લેટિન અમેરિકામાં માઇનિંગ કામગીરી ઠપ હોવાના કારણે ચાંદીમાં ધુંઆધાર તેજી થઇ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી ઉછળી 25 ડોલર તરફ કૂચ કરી 24.40 ડોલર ક્વોટ થઇ રહી છે. જ્યારે સ્થાનિક બજારમાં ચાંદી નવ વર્ષ બાદ ફરી રૂ.65000ની સપાટી પહોંચી છે. સપ્ટેમ્બર 2011માં ચાંદી 65000 થયા બાદ ફરી રૂ.1500ના સુધારા સાથે રૂ.65000 બોલાઇ ગઇ છે. ચાંદીની સાથે સોનું પણ ચમક્યું છે. અમદાવાદ ખાતે સોનું રૂ,500 ઉછળી 55000 નજીક 54700 બોલાઇ ગયું છે. કોરોના સામે લડવા મોટા ભાગના દેશો બીજા સ્ટીમ્યુલસ પેકેજની યોજના ઘડી રહ્યાં છે જેના કારણે સલામત રોકાણ માટે હેજફંડ્સ, HNI ઇન્વેસ્ટર્સ, સેન્ટ્રલ બેન્કોની ખરીદી સોના-ચાંદી તરફ ડાઇવર્ટ થઇ છે. હાજર બજારની સાથે વાયદામાં પણ તોફાની તેજી જોવા મળી છે. એમસીએક્સ ખાતે ચાંદી ડિસેમ્બર વાયદો 67000ની સપાટી કુદાવી 67204 જ્યારે સપ્ટેમ્બર વાયદો 65398 ક્વોટ થઇ રહ્યો છે. જ્યારે ઓગસ્ટ સોનું રૂ.52792 ક્વોટ થતો હતો. વૈશ્વિક બજારમાં દિવાળી સુધીમાં ચાંદી 27 ડોલર તથા સ્થાનિકમાં રૂ.75000 સુધી જઇ ...

અનિલ અંબાણીના નેતૃત્વ હેઠળના ADAGના વડામથક પર યસ બેન્કે કબજો કર્યો

અનિલ અંબાણીના નેતૃત્વ હેઠળના ADAG જૂથના વડામથક પર યસ બેન્કે કબજો કરી લીધો છે. બેન્કે 2892 કરોડ નહીં ચૂકવવાને કારણે આ કાર્યવાહી કરી છે. સાન્તાક્રુઝ સ્થિત કંપનીનું આ વડુ મથક 21 હજાર ફૂટમાં ફેલાયેલું છે. આ સાથે જ દક્ષિણ મુંબઈ સ્થિત નાગિન મહલના બે માળ પણ કબજે કર્યા છે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today અનિલ અંબાણીની ફાઇલ તસવીર. from Divya Bhaskar https://ift.tt/2BKaRuY

બે બ્રોકરેજ હાઉસે રિલાયન્સનો શેર મોંઘો દર્શાવી ડાઉનગ્રેડ કર્યો

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના જોરદાર પ્રદર્શન વચ્ચે કેટલાક બ્રોકરેજીસ હવે આ શેરને બદલાયેલા દ્રષ્ટિકોણથી જોઈ રહ્યા છે. રિલાયન્સના શેરને મોંઘા ગણાવીને બે બ્રોકરેજ હાઉસે સ્ટોકની ભલામણ ડાઉનગ્રેડ કરી છે. બંને બ્રોકરેજ હાઉસે અગાઉ તેને ખરીદવાની સલાહ આપવામાં આવી હતી, પરંતુ એક હવે તેમાં હોલ્ડ કરવાનુ કહે છે. તેમજ રિલાયન્સનો શેર આઉટપર્ફોર્મ સ્ટોક દર્શાવાઈ રહ્યો છે. એડવાઇઝ ફાઇનાન્શિયલ સર્વિસે અમેરિકન ટેક કંપનીઓ ફેસબુક, એપલ, એમેઝોન, નેટફ્લિક્સ અને ગુગલની સરખામણીએ રિલાયન્સના શેર મોંઘા થયા છે તેમ કહીને કંપનીના શેર હોલ્ડ કરવાનુ સૂચન કર્યું છે. જ્યારે રિલાયન્સની આવક હજી પેટ્રોકેમિકલ અને રિટેલ બિઝનેસમાં આવી રહી છે. બંને સેગમેન્ટમાં કોરોના કાળની વિપરિત અસર થઈ છે. બ્રોકરેજ ફર્મે કહ્યું છે કે, રિલાયન્સના શેરમાં વધારો જિયોમાં ફેસબુક, ગુગલ વગેરેના રોકાણને કારણે છે. પરંતુ હવે કંપની પાસે કોઈ મોટી જાહેરાતો બાકી નથી. તેથી, હવે તેમાં સાવચેત રહેવું જોઈએ. કંપનીનું રિઝલ્ટ 30 જુલાઈના રજૂ થશે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે 23 જુલાઈના પ્રથમ ત્રિમાસિક પરિણામો રજૂ કરવાની જાહેરાત કરી હતી. પરંતુ બાદમાં તારીખ લંબાવી 30 જુલાઈ છે. 30 જુલ...

શેર વેચ્યાના બે દિવસ પછી જ નવા શેરની ખરીદી થઈ શકશે, કેશ સેગ્મેન્ટમાં પણ અપફ્રન્ટ માર્જિન લાગશે

શેરબજારમાં કેશ સેગમેન્ટમાં પણ અપફ્રન્ટ માર્જિન લાગુ પાડવાનો નવો નિયમ સેબી લાગુ પાડી રહી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. તે અનુસાર કેશ સેગમેન્ટમાં ઓછામાં ઓછું 22 ટકા માર્જિન ચૂકવવાનું રહેશે. સોમવારે શેર વેચ્યા હશે તો T+2 સેટલમેન્ટ પછી જ શેરધારકોને મળશે પૈસા અને તેનો ઉપયોગ ફરી બજારમાં રોકવા માટે કરી શકાશે. અર્થાત્ આજે એક શેરના વેચાણ પેટેના નાણામાંથી તમે બુધવારે જ શેર્સ ખરીદી શકશો. મોટાભાગના બ્રોકર્સે આનો આકરો વિરોધ કરતાં જણાવ્યું કે, આ નિયમથી બીટીએસટી કે એસટીબીટી (આજે ખરીદી કાલે વેચો અથવા આજે વેચી કાલે ખરીદો)ના વોલ્યૂમને ફટકો પડી શકે છે. તમારા ડિમેટ એકાઉન્ટમાં શેર્સ પડ્યા હોય તો પણ માર્જિન લાગી શકે છે. તા. 1 ઓગસ્ટથી આ નવો નિયમ લાગુ પાડવામાં આવશે તેવી વાત હતી. પરંતુ બ્રોકર્સના ભારે વિરોધના કારણે સેબી દ્રારા ફેર વિચારણા કરાય તેવી શક્યતા હોવાનું અને બજારમાં એવું ચર્ચાઇ રહ્યું છે. બ્રોકર્સે વ્યક્ત કરી ચિંતા બ્રોકર્સ અને ગ્રાહકો વચ્ચે ઘર્ષણ વધશે માર્જિન કલેક્શનમાં મુશ્કેલી વધશે ડિમેટ એકાઉન્ટમાં શેર્સ હોવા છતાં માર્જિન લેવાની વાત ગેરવ્યાજબી નાના રોકાણકારો માટે રૂ. 5 લાખ સુધીના સોદા ઉપર માર્જિ...

સોનું ઓલટાઇમ હાઇ રૂ. 54300, ચાંદી રૂ. 64000 પહોંચી, માર્ચમાં ચાંદી 32 હજારના સ્તરે, સોનુ 41 હજારના સ્તરે હતું

સોના-ચાંદીમાં તેજીનો ચળકાટ વધી રહ્યો છે. અમેરિકા-ચીન વચ્ચે વધી રહેલી તંગદિલી, કોવિડ મહામારીમાં ઉગરવા બીજા સ્ટીમ્યુલસ પેકેજની સંભાવના, ડોલર ઇન્ડેક્સમાં સતત ઘટાડો, ગોલ્ડ-સિલ્વર માઇનિંગ બંધ તથા પુરવઠો ખોરવાઇ જવાના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનુ સપ્ટેમ્બર 2011 બાદ 1970 ડોલર પહોંચ્યું છે જેના પગલે અમદાવાદમાં આજે વધુ પ્રતિ 10 ગ્રામ 1200 ઉછળી 54300 બોલાયું છે. જ્યારે ચાંદીમાં તેજીની સર્કિટ સાથે 24 ડોલરની સપાટી કુદાવતા અમદાવાદ ખાતે રૂ.3000 ઉછળી 64000 બોલાઇ છે. વાયદા બજારમાં ચાંદી એમસીએક્સ ખાતે ચાર માસમાં બમણી ઊંચકાઇ છે. MCX ચાંદી 18 માર્ચે રૂ.33580 હતી જે અત્યારે 66000 ક્રોસ થઇ સપ્ટેમ્બર વાયદો રૂ.66164 જ્યારે ડિસેમ્બર વાયદો 67513 થયો હતો. અમદાવાદમાં ચાર માસમાં ચાંદીમાં રૂ.29000નો ઉછાળો આવ્યો છે. કોરોના મહામારીના કારણે રોકાણકારો સલામત રોકાણ તરીકે સોના-ચાંદીને પસંદ કરી રહ્યાં છે. આંતરરાષ્ટ્રીય બજારમાં HNI ઇન્વેસ્ટર, હેજફંડની આક્રમક ખરીદીના કારણેખુલતા બજારમાં6 ટકાની તેજી સાથે 24 ડોલરની નજીક 23.37 ડોલર ક્વોટ થવા લાગી છે. ચાંદી 2013 બાદની ટોચે છે. વૈશ્વિક સ્તરેસ્ટીમ્યુલસ પેકેજનો સહારો તેમજ અમેર...