સોનું ઓલટાઇમ હાઇ રૂ. 54300, ચાંદી રૂ. 64000 પહોંચી, માર્ચમાં ચાંદી 32 હજારના સ્તરે, સોનુ 41 હજારના સ્તરે હતું
સોના-ચાંદીમાં તેજીનો ચળકાટ વધી રહ્યો છે. અમેરિકા-ચીન વચ્ચે વધી રહેલી તંગદિલી, કોવિડ મહામારીમાં ઉગરવા બીજા સ્ટીમ્યુલસ પેકેજની સંભાવના, ડોલર ઇન્ડેક્સમાં સતત ઘટાડો, ગોલ્ડ-સિલ્વર માઇનિંગ બંધ તથા પુરવઠો ખોરવાઇ જવાના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનુ સપ્ટેમ્બર 2011 બાદ 1970 ડોલર પહોંચ્યું છે જેના પગલે અમદાવાદમાં આજે વધુ પ્રતિ 10 ગ્રામ 1200 ઉછળી 54300 બોલાયું છે. જ્યારે ચાંદીમાં તેજીની સર્કિટ સાથે 24 ડોલરની સપાટી કુદાવતા અમદાવાદ ખાતે રૂ.3000 ઉછળી 64000 બોલાઇ છે. વાયદા બજારમાં ચાંદી એમસીએક્સ ખાતે ચાર માસમાં બમણી ઊંચકાઇ છે. MCX ચાંદી 18 માર્ચે રૂ.33580 હતી જે અત્યારે 66000 ક્રોસ થઇ સપ્ટેમ્બર વાયદો રૂ.66164 જ્યારે ડિસેમ્બર વાયદો 67513 થયો હતો. અમદાવાદમાં ચાર માસમાં ચાંદીમાં રૂ.29000નો ઉછાળો આવ્યો છે.
કોરોના મહામારીના કારણે રોકાણકારો સલામત રોકાણ તરીકે સોના-ચાંદીને પસંદ કરી રહ્યાં છે. આંતરરાષ્ટ્રીય બજારમાં HNI ઇન્વેસ્ટર, હેજફંડની આક્રમક ખરીદીના કારણેખુલતા બજારમાં6 ટકાની તેજી સાથે 24 ડોલરની નજીક 23.37 ડોલર ક્વોટ થવા લાગી છે. ચાંદી 2013 બાદની ટોચે છે. વૈશ્વિક સ્તરેસ્ટીમ્યુલસ પેકેજનો સહારો તેમજ અમેરિકા વધારાનું પેકેજ જાહેર કરશે તેવા અહેવાલે હેજફંડોનું આકર્ષણ વધ્યું છે. આ ઉપરાંત વૈશ્વિક ડિલિવરીની શોર્ટેજ અને માઇનિંગ ધટવા સામેઔદ્યોગિક માંગ ખુલી છે.
સોના કરતાં ચાંદીમાં રોકાણ શ્રેષ્ઠ સાબીત થઇ શકે
કેડિયા એડવાઇઝરીના ડાયરેક્ટર અજય કેડિયાએ જણાવ્યું કે, સોના-ચાંદીમાં નવી તેજીનો સંચાર થયો છે. સોનું ઓલટાઇમ હાઇ છે ત્યારે હવે રોકાણકારો ચાંદીને પ્રાધાન્ય આપી રહ્યાં છે. દરેક ઘટાડે ચાંદીમાં રોકાણ આગામી સમયમાં સારૂ રિટર્ન અપાવી શકે છે. વૈશ્વિક બજારમાં દિવાળી સુધીમાં ચાંદી 27 ડોલર તથા સ્થાનિકમાં રૂ.75000 સુધી જઇ શકે છે. માર્ચમાં ચાંદીએ વર્ષનું તળિયું દર્શાવ્યા બાદ સરેરાશ બમણી વધી છે. સપ્લાઇ ચેઇન ખોરવાતા ફંડામેન્ટલ તેજીના છે. સોનું ઝડપી 57000 સુધી જઇ શકે છે.
દિવાળી સુધીમાં સોનું 57000, ચાંદી 72000 થશે
કોરોના મહામારીના કારણે ગોલ્ડ-સિલ્વર માઇનિંગ કામગીરી અટકી હોવાથી તેમજ ડિલિવરી તથા આયાત ઠપ રહેવાના કારણે ભાવ ઝડપી ઉછળી રહ્યાં છે. સલામત રોકાણ તરીકે સોના-ચાંદીને રોકાણકારો પહેલી પસંદ આપી રહ્યાં છે. જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ઝડપી 1970-2030 ડોલર અને ચાંદી 24-26 ડોલર થવા સાથે દિવાળી સુધીમાં સ્થાનિક બજારમાં સોનું પ્રતિ 10 ગ્રામ રૂ.56000 થી 57000 જ્યારે ચાંદી કિલોગ્રામ દીઠ રૂ.70000-72000 થઇ શકે છે.
અશોક ચોક્સી, બીડી જ્વેલર્સ
છેલ્લા ચાર માસનો ટ્રેન્ડ
વિગત | 16-3-20 | 27-7-20 | તફાવત |
સ્થા.સોનુ | 41500 | 54300 | 12800 |
સ્થા.ચાંદી | 32000 | 64000 | 32000 |
વૈશ્વિક સોનુ | 1488 | 1967 | 479 |
વૈશ્વિક ચાંદી | 12.97 | 24.37 | 11 |
ડોલર | 74.25 | 74.83 | 1 |
(નોંધ: સ્થાનિક ભાવ રૂપિયામાં, વૈશ્વિક ભાવ ડોલરમાં)
તેજીના મુખ્ય પાંચ ફેક્ટર
- અમેરિકા-ચીન વચ્ચે વધી રહેલું રાજકીય દબાણ
- યુરોપિયન યુનિયન દ્વારા વધારાની કોવિડ રાહત
- મેક્સિકો, લેટિન અમેરિકામાં કોવિડના કારણે માઇનિંગ બંધ
- વૈશ્વિક સ્તરે કોવિડથી ડિમાન્ડ-સપ્લાય ખોરવાયા
હવે શું થશે? સલામત રોકાણને કારણે ભાવ વધશે
- 1970-2000 ડોલર ઝડપી આંતરરાષ્ટ્રીય સોનું થઇ શકે
- 2250 ડોલર આગામી વર્ષ 2021 સુધીમાં જઇ શકે
- રૂ. 57000 સોનું સ્થાનિકમાં દિવાળી સુધીમાં જઇ શકે
- રૂ. 2000-3000 ચાંદીમાં પ્રોફિટબુકિંગ આવી શકે
70000ના ભાવે ચાંદીમાં રોકનારને પૂરતા ભાવ છૂટશે
ચાંદી 2011માં આંતરરાષ્ટ્રીય બજારમાં ઓલટાઇમ હાઇ 50 ડોલર સુધી જ્યારે સ્થાનિક બજારમાં 2012માં રેકોર્ડ 75000 સુધી પહોંચી હતી. ચાંદીની આક્રમક તેજીથી રોકાણકારો 50000-55000માં દાખલ થયા હતા પરંતુ ત્યાર બાદ સતત મંદીના કારણે આજે રોકાણકારો વળતર મળતા 60000થી ઉપરમાં પ્રોફિટ બુકિંગ આવી રહ્યું છે. એકતરફી તેજીમાં ચાંદીમાં 70000ના ભાવે અનેક રોકાણકારો દાખલ થયા હતા જેમને 9 વર્ષ બાદ રોકાણ છૂટશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3f51DqE
Comments