Skip to main content

Posts

Showing posts with the label SportDivya Bhaskar

IPL ટાઈટલ સ્પોન્સરશિપની રેસમાં પતંજલિ સામેલ નથી, ટી-20 લીગના ટાઈટલ સ્પોન્સર અંગે આજે જાહેરાત કરાશે

પતંજલિ આઈપીએલના મુખ્ય સ્પોન્સર તરીકે પ્રબળ દાવેદાર મનાતી હતી પણ બાબા રામદેવ કહે છે કે કંપની ત્યારે જ સ્પોન્સરશિપ માટે આગળ આવશે જ્યારે કોઈ અન્ય ભારતીય કંપની આગળ નહીં આવે. તેમણે એ દાવાને નકારી કાઢ્યો કે પતંજલિએ સ્પોન્સરશિપ માટે બોલી લગાવી છે. બાયજૂ, અન-એકેડમી, તાતા સન્સ અને ડ્રીમ ઈલેવન જેવી કંપનીઓ રેસમાં છે. બોર્ડ 18 ઓગસ્ટે નવા સ્પોન્સરની જાહેરાત કરશે, જેનો કરાર ફક્ત આ સિઝન માટે જ હશે. અફઘાનિસ્તાનમાં શાપેજા ક્રિકેટ લીગ 6થી 18 સપ્ટેમ્બર સુધી રમાશે. એટલા માટે અફઘાની ખેલાડી પણ આઇપીએલની શરૂઆતની મેચોમાં બહાર રહી શકે છે. દુબઈ નહીં અબુધાબીમાં હશે કેકેઆરનું બેઝ કેકેઆર ટીમ 20 કે 21 ઓગસ્ટે યુએઈ રવાના થશે. તેનો બેઝ અબુધાબીની ધ રિટ્ઝ-કાર્લટન હોટેલ હશે. આ હોટેલમાં કેકેઆરના માલિક શાહરુખ ખાનની ભાગીદારી છે. ખેલાડી બાયો-સિક્યોર બબલમાં રહેશે. સ્મિથની ગેરહાજરીમાં ઉનડકટ કેપ્ટન્સી કરશે જયદેવ ઉનડકટ નિયમિત સુકાની સ્મિથની ગેરહાજરીમાં રાજસ્થાન રોયલ્સની કેપ્ટન્સી કરશે. સ્મિથ આઈપીએલના શરૂઆતનાં અઠવાડિયામાં નહીં રમે કેમ કે તે સમયે તે આઈસોલેશનમાં રહેશે. Download Dainik Bhaskar App to read Latest Hindi News To...

320 કિમીની સ્પીડ સાથે અથડાઈ બાઈક, દિગ્ગજ રોસીનો ચમત્કારિક બચાવ

ઓસ્ટ્રેલિયન મોટોજીપી દરમિયાન ફ્રેન્કો મોબ્રિડેલી અને જોહાન જર્કીની બાઈક સામ-સામે અથડાઈ ગઈ. એ સમયે તેમની સ્પીડ 320 કિમી પ્રતિ કલાકની હતી. અથડામણ એટલી ભયાનક હતી કે, બાઈકર્સ અને બાઈક હવામાં ઉછળીને દૂર જઈને પડ્યા. જોકે, કોઈને ગંભીર ઈજા થઈ નથી. આ દુર્ઘટનાથી ઈટાલીના રેસર વેલેન્ટિનો રોસીનો પણ ચમત્કારિક બચાવ થયો. અથડામણ પછી એક બાઈક કૂદતી રોસીની નજીકમાંથી પસાર થઈ હતી. જો એ તેની બાઈક સાથે અથડાતી તો મોટી દુર્ઘટના થઈ શકતી હતી. ડુકાટીના આન્દ્રેયા ડોવિજિયોસો પ્રથમ, સુઝુકીના જોઆન મિર બીજા અને ડુકાટીના જેક મિલર ત્રીજા સ્થાને રહ્યા. ફ્રેન્કો મોર્બિડેલી- જોહાન જર્કીને ટ્રેકની બાજુમાં જ તાત્કાલિક સારવાર અપાઈ. આથી રેસ થોડા સમય માટે રોકવામાં આવી. રોસીએ કહ્યું, ‘મોર્બિડેલીની બાઈક મારી જ નાખતી. જર્કોની બાઈક સાથે પણ માંડ-માંડ બચ્યો.’ યામાહાનો રોસી 5મા સ્થાને રહ્યો. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today 320 કિમીની સ્પીડ સાથે બાઈક અથડાઈ. from Divya Bhaskar https://ift.tt/3138PzW via

લિયોનેલ મેસી 20 વર્ષ પછી બાર્સેલોના છોડી શકે છે, માનચેસ્ટર સિટી સાથે જોડાઈ શકે છે

ચેમ્પિયન્સ લીગમાં બાયર્ન મ્યુનિખ સામે 2-8ના કારમા પરાજય પછી સ્પેનિશ ફૂટબોલ ક્લબ બાર્સેલોના પોતાની ટીમના મોટાભાગના ખેલાડીઓને વેચી શકે છે. જોકે, તે એક ખેલાડીને હજુ પણ પોતાની સાથે રાખવા માગે છે અને તે છે લિયોનેલ મેસી. જોકે, મેસી તાત્કાલિક ક્લબ છોડવા માગે છે. બ્રાઝીલ સ્પોર્ટ્સ ચેનલ એસ્પોર્ટે ઈન્ટેરેટિવોના રિપોર્ટ અનુસાર, મેસી બીજી ક્લબમાં જવા માગે છે. જો આમ થયું તો મેસી 20 વર્ષમાં પ્રથમ વખત તે બાર્સેલોના છોડશે. મેસીએ સપ્ટેમ્બર, 2000માં 13 વર્ષની ઉંમરે એક પેપર નેપકિન પર બાર્સિલોના સાથે કરાર કર્યો હતો. તેણે 2004થી સીનિયર ટીમમાં રવાનું શરૂ કર્યું હતું. મેસીના ઈંગ્લિશ ક્લબ માન્ચેસ્ટર સિટી કે ફ્રેન્ચ ક્લબ પીએસજી સાથે જોડાવાના સમાચાર છે. આ ક્લબોમાં મેસીને ખરીદવાની સ્પર્ધા માનચેસ્ટર સિટી : ઈંગ્લિશ ક્લબ માન્ચેસ્ટર સિટી પણ ચેમ્પિયન્સ લીગમાં ફેંકાઈ ગઈ છે. તે આ વખતે ઘરેલુ પ્રીમિયર લીગ પણ જીતી શકી નથી. કોચ પેપ ગુઆર્ડિઓલા અગાઉ બાર્સિલોનાને કોચિંગ આપી ચુક્યા છે. તેઓ મેસીને ક્લબ સાથે જોડીને માન્ચેસ્ટર સિટીને ચેમ્પિયન બનાવવા માગે છે. ઈન્ટર મિલાન : ઈટાલિયન ક્લબ છેલ્લા અનેક વર્ષોથી મેસીને પોતાની સાથ...

ઈન્ડોનેશિયાની ઓળખ બની ચુકી છે બેડમિન્ટન, ઓલિમ્પિકના તમામ 7 ગોલ્ડ મેડલ આ જ રમતમાં, દેશમાં 10 લાખથી વધુ એક્ટિવ ખેલાડી

ઈન્ડોનેશિયા ઓલિમ્પિક સમિતિના અધ્યક્ષ રાજા સાપ્તા ઓક્ટોહારીએ કહ્યું, ‘તમે જ્યારે બેડમિન્ટન બોલો છો, તમે ઈન્ડોનેશિયા બોલો છો.’ આ રમત દેશનો એક ભાગ છે. ઈન્ડોનેશિયાને તમામ 7 ઓલિમ્પિક ગોલ્ડ આ રમતમાં જ મળ્યા છે. આગામી ઓલિમ્પિક માટે ખેલાડીઓએ મહેનત શરૂ કરી દીધી છે. જકાર્તાના ટ્રેનિંગ સેન્ટર અને કોર્ટ મહિનાથી બંધ હતા. દેશના મુખ્ય ખેલાડીઓ વચ્ચે ઈન્ટરનેશનલ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું છે. અધિકારીએ કહ્યું કે, ‘તેનું લક્ષ્ય ખેલાડીઓને કંટાળાની સ્થિતિથી બચાવવા અને ટ્રેનિંગ પ્રોગ્રામના પરિણામ દેખાડવાનું હતું.’ બેડમિન્ટન 1992માં પ્રથમ ‌વખત ઓલિમ્પિકમાં સામેલ થયું 1972 મ્યુનિચ ઓલિમ્પિકમાં બેડમિન્ટનને પ્રદર્શન રમત તરીકે સામેલ કરાઈ હતી. 1991 બાર્સિલોના ઓલિમ્પિકમાં બેડમિન્ટનને પૂર્ણ રમત તરીકે સામેલ કરાઈ. સુસી સુસાંતી મહિલા સિંગલ્સ જીતીને ઓલિમ્પિક ગોલ્ડ જીતનારી દેશની પ્રથમ ખેલાડી બની હતી. આ વખતે મેડલ પણ મળ્યો અને દેશનો ઝંડો પણ લહેરાવ્યો. આ દરમિયાન બધાનું ધ્યાન સુસાંતીની આંખમાંથી નિકળતા અશ્રુ પર હતું. થોડા દિવસ પછી તેના મિત્ર(હવે પતિ) એલન બુડીકુસુમાએ પુરુષ સિંગલ્સનો ગોલ્ડ જીત્યો. સુસાંતી સારી ટ્રેનિંગ માટે બ...

IPLમાં સૌથી સફળ ભારતીય છું, પરંતુ કોઈ ચર્ચા કરતું નથી, કેટલાક યુવાનો એક સિઝન સારી રમીને ટીમમાં આવી જાય છે : અમિત મિશ્રા

લેગ સ્પિનર અમિત મિશ્રા અનેક વખત ટીમ ઈન્ડિયામાં અંદર-બહાર થયો છે. તેણે છેલ્લી મેચ 2017માં ઈંગ્લેન્ડ સામે રમી હતી. ત્રણ વર્ષથી નેશનલ ટીમમાંથી બહાર રહેલા 37 વર્ષના અમિતને હજુ પણ ટીમ ઈન્ડિયામાં પુનરાગમનની આશા છે. અમિતે 2003માં ડેબ્યુ કર્યું હતું. દિલ્હી કેપિટલ્સના અમિતે કહ્યું કે, તે IPLનૌ સૌથી સફળ ભારતીય બોલર છે, પરંતુ કોઈ ચર્ચા કરતું નથી, જ્યારે કેટલાક યુવાનો એક સિઝન રમીને ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવી લે છે. તેની સાથેની વાતચીતના અંશ... સવાલ: તમે લીગમાં બીજો સૌથી સફળ બોલર છો, પરંતુ તમને એ શ્રેય મળતું નથી? અમિત મિશ્રા: તમે પ્રથમ વ્યક્તિ છો, જેણે મને આ રીતે સંબોધિત કર્યો છે. અગાઉ કોઈએ મારો પરિચય IPLમાં ભારતના સૌથી સફળ બોલર તરીકે આપ્યો નથી. જો મને તક મળતી તો મારા નામે વિકેટો વધુ હોત. સવાલ: તમે જે સન્માનના હકદાર હતા, એ નથી મળ્યું. શું આ વાત પર નિરાશા થાય છે? અમિત મિશ્રા: બિલકુલ. હું છેલ્લા બે વર્ષથી IPLમાં સારું રમું છું. આ દરમિયાન હું ભારતીય ટીમથી બહાર રહ્યો છું, પરંતુ કોઈ ચર્ચા કરતું નથી. અનેક વખત યુવાન ખેલાડી IPLની એક સિઝનમાં સારું રમીને ટીમ ઈન્ડિયામાં આવી જાય છે. છેલ્લા બે દાયકાથી રમ...

30% ખેલાડીએ કહ્યું કે- તેઓ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ, 53%એ સ્વીકાર્યું, તેમને ક્લબ-ગવર્નિંગ બોડીનું ફંડ નથી મળતું

બ્રિટનની એલીટ મહિલા ખેલાડીઓએ કહ્યું કે, સોશિયલ મીડિયા પર તેમને અનેક વખથ અભદ્ર ટિપ્પણીનો સામનો કરવો પડ્યો છે. 30% મહિલા ખેલાડીએ સ્વીકાર્યું કે, તે સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો ભોગ બની છે. તેમને સેક્સિસ્ટ કોમેન્ટ સહન કરવી પડી છે. તેમના રમવાના અધિકાર પર સવાલ ઉઠાવાય છે. તેમને રમતમાં પણ રેસિઝમથી વધુ સેક્સિઝમનો ભોગ બનવું પડ્યું છે. આ નિષ્કર્ષ બીબીસીના મહિલા ખેલાડીઓ પર થયેલા સરવેમાં બહાર આવ્યો છે. એડમિનિસ્ટ્રેશનના સપોર્ટ કરવાના સવાલ પર અડધાથી વધુ મહિલા ખેલાડીએ કહ્યું કે, તેમને ક્લબ અને ગવર્નિંગ બોડી તરફથી સમર્થન મળવાની આશા ઓછી છે. 53.3%એ કહ્યું કે, તેમને ક્લબ કે ગવર્નિંગ બોડી પાસેથી ફંડ મળતું નથી, જ્યારે 21.9%એ કહ્યું કે, તેમને 100% ફંડ મળે છે. 48.5%એ સ્વીકાર્યું કે, તેમને ગવર્નિંગ બોડી તરફથી પુરુષ ખેલાડીઓ જેવો સપોર્ટ મળતો નથી. 45.3%એ કહ્યું કે, તેમની સાથે સમાન વ્યવહાર થાય છે. 84%ને લાગે છે કે, તેમને તેમની પ્રતિભા મુજબ પુરતી ચુકવણી કરાતી નથી અને તેના હિસાબે પ્રાઈઝ મની અપાતી નથી. 36% મહિલાએ કહ્યું, માતા બન્યા પછી કમબેક કરવા ક્લબ કે એસો.થી સપોર્ટ મળ્યો નહીં. ખેલાડીઓએ મીડિયા કવરેજ પર સવા...

IPL દરમિયાન ચીનની કંપનીઓની જાહેરાત નહીં જોવા મળે, ગયા વર્ષે જાહેરાતથી 2200 કરોડની રેવન્યુ મળી હતી

ચીનની મોબાઈલ કંપની વીવો આઈપીએલના ટાઈટલ સ્પોન્સરમાંથી ખસી ગઈ છે. હવે ટૂર્નામેન્ટ દરમિયાન ચીનની કંપનીઓની જાહેરાત ટીવી અને ડિજિટલ પ્લેટફોર્મ પર પણ જોવા નહીં મળે. ચીન પ્રત્યે લોકોના નકારાત્મક વલણના કારણે વિવિધ કંપનીઓએ આ નિર્ણય લીધો છે. ગયા વર્ષે ટીવી અને ડિજિટલ જાહેરાતથી સ્ટાર ઈન્ડિયાને રૂ. 2200 કરોડની આવક થઈ હતી. વીવો અને ઓપોએ ગયા વર્ષે ટૂર્નામેન્ટ દરમિયાન જાહેરાત પાછળ રૂ.240 કરોડ ખર્ચ્યા હતા. બાર્કના રિપોર્ટ મુજબ ગયા વર્ષે આઈપીએલ દરમિયાન ટો-10 સૌથી વધુ જાહેરાત આપનારી કંપનીઓના લિસ્ટમાં આ બંને કંપની છે. જોકે, તહેવારોની સિઝનના કારણે રૂ.1500થી 1700 કરોડની જાહેરાતો બ્રોડકાસ્ટરને મળી શકે છે. ધોનીએ પ્રેક્ટિસ શરૂ કરી, ટીમ 22મીએ રવાના થશે આઈપીએલની ટીમો 20 ઓગસ્ટ પછી યુએઈ રવાના થશે. ચેન્નઈ સુપર કિંગ્સ 22મીએ રવાના થશે. અનેક ફ્રેન્ચાઈઝીએ અલગ-અગલ શહેરોમાં રહેતા પોતાનાં ખેલાડીઓના કોવિડ-19 ટેસ્ટ કરાવવાનું શરૂ કરી દીધું છે. બોર્ડના એક અધિકારીએ કહ્યું કે, નેગેટિવ રિપોર્ટની સાથે ખેલાડીઓનું આગમન સારું છે. ત્યાર પછી એસઓપી અંતર્ગત યુએઈ જતાં પહેલા દરેકના બે ટેસ્ટ થશે. જોકે, અનેક ફ્રેન્ચાઈઝી ચાર ટેસ્ટ કરાવી ...

બાયજુ, કોકાકોલા, એમેઝોન અને રિલાયન્સ ટાઈટલ સ્પોન્સરની રેસમાં, જોકે 440 કરોડ રૂપિયા મળવા મુશ્કેલ

BCCI આઈપીએલની વર્તમાન સીઝનના ટાઈટલ સ્પોન્સર માટે ટૂંક સમયમાં જ અરજીઓ મગાવી શકે છે. બોર્ડે વીવોને ખસેડવાની ગુરુવારે આધિકારીક જાહેરાત કરી છે. જોકે, કરાર 2022 સુધીનો છે. હવે કંપની સાથે આગામી સીઝનમાં નવેસરથી કરાર થઈ શકે છે. વીવો દર વર્ષે સ્પોન્સર તરીકે રૂ.440 કરોડ આપે છે. નવા ટાઈટલ સ્પોન્સરની રેસમાં બાયજુ, એમેઝોન, રિલાયન્સ જિયો અને કોકાકોલા ઈન્ડિયા છે. જોકે, કોરોનાના કારણે અત્યાર કંપનીઓ આર્થિક મંદીમાં છે. આથી નવા કરારમાં બોર્ડને 440 કરોડ મળવા મુશ્કેલ છે. બાયજુ ટીમ ઈન્ડિયાની પહેલાથી જ સ્પોન્સર છે. થોડા દિવસો અગાઉ કંપનીએ વિવિધ રોકાણકારો પાસેથી રૂ.3700 કરોડ મેળવ્યા છે. બાયજુના અધિકારીએ કહ્યું કે, કંપનીએ ડીલ માટે રૂ.300 કરોડ રાખ્યા છે. કોકાકોલા ઈન્ડિયાએ કહ્યું કે, અમે ક્રિકેટમાં સતત રોકાણ કરતા રહેવા માગીએ છીએ. કોઈ અંતિમ નિર્ણય પર પહોંચતા પહેલા અમે વધુ માહિતીની રાહ જોઈ રહ્યા છીએ. ફ્રેન્ચાઈઝી ગેટ મની અને સ્પોન્સરશિપથી થનારા નુકસાનની ભરપાઈ ઈચ્છે છે બોર્ડ એક બાજુ વીવોના સ્થાને બીજો સ્પોન્સર શોધી રહ્યું છે, બીજી તરફ અનેક ફ્રેન્ચાઈઝીએ પોત-પોતાની માગ મુકી છે. એક ફ્રેન્ચાઈઝી ગેટ મનીથી થનારા નુકસાનન...

વિરાટ કોહલીએ ઈન્ટરનેશનલની તુલનાએ લીગમાં 214 ટકા વધુ કમાણી કરી

આઈપીએલ ન ફક્ત બીસીસીઆઈ માટે પણ ખેલાડીઓની દૃષ્ટિએ પણ મહત્ત્વપૂર્ણ છે. બે મહિના ટુર્નામેન્ટમાં ઊતરી ખેલાડીઓ ઈન્ટરનેશનલની તુલનાએ વધુ પૈસા કમાઈ લે છે. 2008માં તેની શરૂઆત થઇ હતી. ટુર્નામેન્ટની 13મી સિઝન કોરોનાને લીધે દેશની બહાર રમાશે. 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર વચ્ચે લીગ મેચો યુએઈમાં રમાશે. ભારતીય સુકાની વિરાટ કોહલી, મહેન્દ્રસિંહ ધોની અને રોહિત શર્મા 120 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી ચૂક્યા છે. આ ઈન્ટરનેશનલ મેચ અને કોન્ટ્રાક્ટથી મળતી રકમથી 200 ટકા વધુ છે. કોહલીએ 214 ટકા વધુ કમાણી કરી છે. આ કારણે જ દુનિયાભરના ખેલાડીઓ આ લીગમાં રમવા માગે છે. આ રીતે ઈન્ટરનેશનલ મેચની રકમ નક્કી કરાઈ વર્તમાન સમયમાં ટેસ્ટ રમતા બોર્ડ તરફથી 15 લાખ, વન-ડે રમતાં 6 લાખ અને એક ટી-20 મેચ રમવા પર 3 લાખ રૂપિયા મેચ ફી ચૂકવાય છે. 2008થી અત્યાર સુધી ત્રણેય ખેલાડીઓની રમતની સંખ્યાના આધારે કુલ રકમ નક્કી કરવામાં આવી. તેમાં સેન્ટ્રલ કોન્ટ્રાક્ટથી મળેલી 13 વર્ષની રકમ પણ ઉમેરવામાં આવી. મહેન્દ્રસિંહ ધોની(સુકાની ચેન્નઈ): આઈપીએલમાં એક મેચના 72 લાખ મળે છે, સૌથી વધુ મહેન્દ્રસિંહ ધોનીએ 2008થી અત્યાર સુધી 67 ટેસ્ટ, 254 વન-ડે અને 89 ટી-2...

ઈંગ્લેન્ડની ટીમે 13 કલાકમાં બે ઈન્ટરનેશનલ મેચ રમીને બનાવ્યો નવો રેકોર્ડ, પહેલા વનડે, પછી ટેસ્ટ મેચ રમવા ઉતરી

ઈંગ્લેન્ડે બુધવારે પાકિસ્તાન વિરુદ્ધ પ્રથમ ટેસ્ટમાં મેદાન પર ઉતરતા જ નવો રેકોર્ડ બનાવી દીધો. ટીમે 13 કલાકના અંદર બે ઈન્ટરનેશનલ મેચ રમી. આ એક નવો રેકોર્ડ છે. ભારતના સમયાનુસાર રાત્રે 2.20 કલાકે ઈંગ્લેન્ડ અને આયર્લેન્ડ વચ્ચેની ત્રીજી વનડે પુરી થઈ. આયર્લેન્ડે 49.5 ઓવરમાં 3 વિકેટે રૂ.329 રન બનાવીને મેચ જીતી. પાકિસ્તાન સામે બુધવારે બપોરે 3.30થી ટેસ્ટ મેચ શરૂ થઈ ત્યાર પછી બુધવારે બપોરે 3.30 કલાકે ઈંગ્લેન્ડની ટીમ પાકિસ્તાન સામે ટેસ્ટ રમવા ઉતરી. ત્રણ મેચની ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને બેટિંગનો નિર્ણય લીધો. સમાચાર લખાયા સુધી પાકિસ્તાને બે વિકેટે 121 રન બનાવી લીધા હતા. ઈંગ્લેન્ડે ટેસ્ટ અને વનડે બંનેની અલગ-અલગ ટીમ બનાવી છે. આ અગાઉ 2017માં ઓસ્ટ્રેલિયાએ 15 કલાકના અંદર ટી20 અને ટેસ્ટ મેચ રમી હતી. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today આયર્લેન્ડ સામે વનડે મંગળવારે રાત્રે 2.20 પર પુરી. from Divya Bhaskar https://ift.tt/3ftWYip via

1940 પછી પ્રથમ વખત આ દાયકામાં સૌથી ઓછી ટેસ્ટ રમાઈ, પ્રથમ વખત વનડે પણ ઓછી રમાઈ

ઓસ્ટ્રેલિયા-વેસ્ટઈન્ડીઝ વચ્ચે ઓક્ટોબરમાં યોજાનારી ત્રણ મેચની ટી20 સીરિઝ સ્થગિત થઈ છે. હવે 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર વચ્ચે યોજાનારી IPL દરમિયાન કોઈ ઈન્ટરનેશનલ મેચ રમાઈ ન હતી. ટી20 લીગ શરૂ થયા પછી ઈન્ટરનેશનલ ક્રિકેટના કાર્યક્રમ પર પણ તેની અસર દેખાઈ છે. 1940 પછી પ્રથમ વખત આ દાયકા એટલે કે, 2010થી 2019 વચ્ચે સૌથી ઓછી ટેસ્ટ રમાઈ. આટલું જ નહીં, વનડેની મેચમાં પ્રથમ વખત ઘટાડો નોંધાયો નથી. લીગમાં ખેલાડીઓને મોટી આવક થાય છે. જેના કારણે આ બંને ફોર્મેટને બચાવા માટે આઈસીસીએ 2019થી ‘વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ’ અને 2020થી ‘વર્લ્ડ કપ સુપર લીગ’ની શરૂઆત કરી છે. જોકે, ટી20 ઈન્ટરનેશનલમાં 700 ટકાનો ઉછાળો ટી20 લીગના કારણે ભલે ટેસ્ટ અને વનડે મેચ ઓછી રમાતી હોય, પરંતુ ટી20 ઈન્ટરનેશનલ મેચમાં ઘટાડો થયો નથી. 2000ના દાયકામાં 16 ટીમ વચ્ચે કુલ 127 ટી20 ઈન્ટરનેશનલ રમાઈ હતી. જ્યારે 2010ના દાયકામાં ટીમોની સંખ્યા વધીને 72 મેચની સંખ્યા વધીને 897 થઈ છે. 2008માં IPLની સફળતાએ અન્ય દેશોને તક આપી2008માં BCCIએ IPLની શરૂઆત કરી. આજે બોર્ડને 90% રેવેન્યુ IPLથી થાય છે. આઈપીએલની જો વર્તમાન સીઝન ન રમાતી તો બીસીસીઆઈને લગભગ 4 હજાર કરો...

રમતોમાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું ઉલ્લંઘન, પ્રીમિયર લીગ ક્લબોને બ્રિટિશ સરકારની ચેતવણી, હંગેરીએ કહ્યું - હવે નિયમ તોડ્યો તો જેલ થશે

3 મહિના પછી આખરે દુનિયામાં સ્પોર્ટ્સની શરૂઆત થઈ છે. રગ્બી, બેઝબોલ, ફૂટબોલ, ક્રિકેટ, મિક્સ્ડ માર્શલ આર્ટ્સની સાથે-સાથે ફોર્મ્યુલા-1 ઈવેન્ટ શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો તૂટી રહ્યા છે. સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવા સ્ટેડિયમમાં પ્રશંસકોનો પ્રવેશ બંધ છે. ઈંગ્લેન્ડમાં પ્રોજેક્ટ રી-સ્ટાર્ટ અંતર્ગત પ્રીમિયર લીગ 17 જૂનથી શરૂ થઈ છે. જેમાં ખેલાડીઓને તમામ નિયમ જણાવાયા હતા. તેમ છતાં વોટર બ્રેક અને ગોલ સેલિબ્રેશન દરમિયાન ખેલાડીઓ નિયમનું પાલન કરતા જોવા મળ્યા નથી. લીગના આયોજકોને પહેલા જ કહી દેવાયું છે કે અનાવશ્યક સંપર્ક ઓછો કરો. હવે પ્રીમિયર લીગનીતમામ 20 ક્લબોને સરકારે ચેતવણી આપી છે કે, ખેલાડી અને કોચ વોટર બ્રેક અને ગોલની ઉજવણી કરતા સમયે નિયમોનું પાલન નથી કરી રહ્યા. હંગરી ગ્રાંપ્રીમાં 13 લાખનો દંડ, રવિવારે યોજાશે ફોર્મ્યુલા-1 રેસ હંગરી ગ્રાંપ્રી ફોર્મ્યુલા-1 રેસ રવિવારે યોજાવાની છે. ત્યાંની સરકારે ફોર્મ્યુલા વન ડ્રાઈવર અને ટીમોને આદેશ આપ્યો છે કે, તેઓ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું સખતાઈથી પાલન કરે. જો તેઓ આમ કરતા નથી તો જેલની સજા થઈ શકે છે. સાથે જ રૂ.13 લાખનો દંડ થઈ શકે છે. ઈ...

જર્મનીમાં ક્લબ ક્રિકેટ એક મહિના પહેલાં જ શરૂ, ઈંગ્લેન્ડમાં હજુ સરકારનો પ્રતિબંધ છે

કોરોનાના લીધે આખી દુનિયામાં ક્લબ ક્રિકેટ લગભગ બંધ છે. ઈંગ્લેન્ડમાં પણ હજુ તેની શરૂઆત થઈ નથી. 1 ઓગસ્ટથી કાઉન્ટી ક્રિકેટની શરૂઆત થઈ શકે છે. આપણાં દેશમાં પણ હજુ ખેલાડીઓની ટ્રેનિંગ શરૂ થઈ શકી નથી. આ બધાની વચ્ચે જર્મનીમાં એક મહિનાથી ક્લબ ક્રિકેટની શરૂઆત થઈ ચૂકી છે. જોકે, અહીં વન-ડે આયોજન બંધ છે, જેના કારણે ટી20 લીગ મેચ રમાઈ રહી છે. દેશના 16માંથી 14 રાજ્યમાં ક્રિકેટ શરૂ થઈ ચૂક્યું છે. જેમાં 8 ટીમને સામેલ કરાઈ છે. મેચને ઘરેલુ મેદાન પર જ રમાડવામાં આવી રહી છે, જેથી ખેલાડીઓને વધુ મુસાફરી ન કરવી પડે. જર્મનીમાં ક્રિકેટને કોન્ટેક્ટ સ્પોર્ટ્સમાં સામેલ કરાઈ નથી. આથી, તેના આયોજનની મંજૂરી મળી ગઈ છે. દેશમાં છેલ્લા 6 વર્ષમાં ક્લબની સંખ્યામાં 5 ગણો વધારો થયો છે. જર્મની ક્રિકેટ ફેડરેશનના ચીફ એક્ઝીક્યુટિવ બ્રાયન મેન્ટલેએ કહ્યું, ‘અમારા વિશેષજ્ઞોએ જણાવ્યું કે, આ સ્પોર્ટ્સથી કોરોના ફેલાવાની આશંકા નથી. અમારે ત્યાં ક્રિકેટને નોન-કોન્ટેક્ટ સ્પોર્ટ્સમાં સામેલ કરાઈ છે. અમે આયોજન માટે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમ પણ બનાવ્યા છે’. દેશમાં ક્રિકેટનું ચલણ વધી ગયું છે. અહીં ખેલાડીઓ મોટાભાગે હેલમેટ બદલતા હતા, પરંતુ હવે તે...

રામોસે સતત 21મી પેનલ્ટી પર ગોલ કર્યો, રિયલ મેડ્રિડનો સતત છઠ્ઠો વિજય

સ્પેનિશ ફૂટબોલ લીગ લા લિગામાં રિયલ મેડ્રિડે ગેટાફેને 1-0થી હરાવીને સતત છઠ્ઠો વિજય મેળવ્યો થે. આ સિઝનમાં ટીમનો 22મો વિજય છે. કેપ્ટન સર્જિયો રામોસે 79મી મિનિટમાં પેનલ્ટી પર ગોલ કર્યો. તેણે સતત 21મી વખત પેનલ્ટી પર ગોલ કર્યો છે. રિયલના 33 મેચમાં 74 પોઈન્ટ છે અને તે ટોપ પર છે. બીજા નંબરે બાર્સેલોનાના આટલી જ મેચમાં 70 પોઈન્ટ છે. બંને ટીમની 5-5 મેચ થઈ છે. આથી, રિયલે ટાઈટલની રેસમાં ખુદને આગળ કરી લીધી. આ બાજુ ઈંગ્લિશ પ્રીમયિર લીગનું ટાઈટલ જીતી ચુકેલી લિવરપુલની ટીમે માન્ચેસ્ટર સિટીને 4-0થી હરાવી છે. તેના કેવિન ડી બ્રુઈન, રહીમ સ્ટર્લિંગ અને ફિલિપ ફોડેને ગોલ કર્યા હતા. લિવરપુલના ચેમ્પરલેને 66મી મિનિટમાં ઓઉન ગોલ કર્યો હતો. મેસી બાર્સેલોના સાથે કરાર લંબાવવા ઈચ્છુક નથી મીડિયા રિપોર્ટ અનુસાર આર્જેન્ટિનાનો સ્ટાર ખેલાડી લિયોનેલ મેસી બાર્સેલોના સાથેનો કરાર લંબાવવા ઈચ્છુક નથી. તેનો કરાર 2021માં સમાપ્ત થઈ રહ્યો છે. 33 વર્ષના મેસને મેનેજર સાથે વિવાદ રહ્યો છે. તાજેતરમાં જ મેસીએ કારકિર્દીના 700 ગોલ પુરા કર્યા છે અને તે દુનિયાનો 7મો ખેલાડી બન્યો છે. Download Dainik Bhaskar App to read Latest Hindi News T...

લૉકડાઉન પછી પહેલી ક્રિકેટ ટુર્નામેન્ટ, વિન્ડીઝ ઈંગ્લેન્ડના પ્રવાસે, આઠમીથી ત્રણ ટેસ્ટની સીરિઝ

કોરોનાને પગલે દુનિયાભરમાં ક્રિકેટ સહિતની સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ રદ કરવાની ફરજ પડી હતી. હવે લૉકડાઉન પછી પહેલીવાર ક્રિકેટ રસિયાઓ માટે આનંદના સમાચાર છે. આઠમી જુલાઈથી ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે ત્રણ ટેસ્ટની શ્રેણી શરૂ થઈ રહી છે. હેન્ડ સેનેટાઇઝરનો ઉપયોગ કરી રહેલ ખેલાડી આ ટુર્નામેન્ટ માટે કોરોના વાઈરસના પગલે કડક નીતિનિયમો પણ લાગુ કરવામાં આવ્યા છે. જેમ કે, આ વખતે ખેલાડીઓ એકબીજા સાથે હાથ નહીં મિલાવે, હાઈ-ફાઈવ નહીં કરે અને ભેટશે પણ નહીં, પરંતુ કોણી ટકરાવશે, જ્યારે બોલરો બોલ પર થૂંક નહીં લગાવી શકે. આ ઉપરાંત ત્રણેય મેચના સ્થળ બાયો-સિક્યોર એન્વાયર્મેન્ટને ધ્યાનમાં રાખીને પસંદ કરાયા છે. આ સિરીઝમાં વેસ્ટ ઈન્ડિઝ પછી ઈંગ્લેન્ડે પણ ‘બ્લેક લાઈવ્સ મેટર’ લોગો ધરાવતી ટી-શર્ટ પહેરીને રંગભેદનો વિરોધ કરવાનો નિર્ણય કર્યો છે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today હાથની કોણીથી અભિવાદન. from Divya Bhaskar https://ift.tt/2ZBkeVw via

CAએ વધુ 40 કર્મીને બહાર કર્યા, બજેટમાં 200 કરોડનો કાપ મુકાશે

ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ)એ કોરોના વાઈરસના કારણે નુકસાનને ઘટાડવા માટે વધુ 40 કર્મચારીઓને છૂટા કર્યા છે. સીએ દ્વારા બજેટમાં 200 કરોડનો કાપ મુકવામાં આવશે. સીએ અને અન્ય સ્ટેટ એસોસિએશન દ્વારા અત્યારસુધીમાં 200 લોકોને છૂટા કરવામાં આવ્યા. કેવિન રૉબર્ટ્સના સ્થાને સીએના વચગાળાના સીઈઓ બનનાર હૉકલે નવી યોજના સાથે આવ્યા છે. તેમણે કહ્યું કે,‘કર્મચારીઓ સામે રજૂ કરવામાં આવેલી યોજનામાં વાર્ષિક બજેટમાં 200 કરોડના કાપ સંબંધિત ખર્ચાની ઓળખ કરવામાં આવી. જેથી કોવિડ-19ની અસરને ઘટાડી શકાય.’ શેફિલ્ડ શીલ્ડ, માર્શ કપ, મહિલા ક્રિકેટ લીગ, બિગ બેશ લીગ, મહિલા બીગ બેશ લીગને યથાવત્ રાખવામાં આવી છે. અંડર-15, અંડર-17 અને ઓસ્ટ્રેલિયા-એ આગામી વર્ષ સુધી વિદેશ પ્રવાસે નહીં જાય. સ્ટીવ વૉના મેનેજરે દિવ્યાંગ ક્રિકેટરો માટે ફંડ ભેગુ કર્યું ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ વૉના મેનેજર હર્લે મેડકાફે ભારતીય દિવ્યાંગ ક્રિકેટરોની મદદ માટે 1.5 લાખ રૂપિયાનું ફંડ ભેગુ કર્યું. એસોસિએશનના સચિવ રવિ ચૌહાણે જણાવ્યું કે, મેડકાફની મદદના ભાગ રુપે 1.5 લાખનું ફંડ ભેગુ કરાયું. આ રકમ 30 જરૂરિયાતમંદ ખેલાડીઓને મોકલાયા. દરેક ખેલાડીને 5-5 હજાર રૂપિ...

બાયર્ન સતત આઠમી વખત જર્મન લીગ ચેમ્પિયન, ખાલી સ્ટેડિયમમાં ઉજવણી કરી

જર્મન ફૂટબોલ ક્લબ બાયર્ન મ્યૂનિખે સતત આઠમી વાર હોમ લીગનું ટાઈટલ જીત્યું. બાયર્ન મ્યૂનિખે બુંદેસલીગામાં વેર્ડર બ્રેમેનને 1-0થી હરાવ્યું. રૉબર્ટ લેાનડોસ્કીએ 43મી મિનિટે ગોલ કર્યો. તેના લીગની સિઝનમાં 31 ગોલ થઈ ગયા છે. બાયર્નની લીગમાં 2 મેચ બાકી છે. ટીમ પહેલા જ ચેમ્પિયન બની હતી. જીત્યા બાદ ખેલાડીઓએ 42 હજારની ક્ષમતાવાળા ખાલી સ્ટેડિયમમાં ઉજવણી કરી હતી. જર્મનીમાં સ્પોર્ટ્સ ઈવેન્ટ શરૂ થઈ ચૂકી છે. પરંતુ ફેન્સની એન્ટ્રી પર પ્રતિબંધ છે. આ બાયર્નની સિઝનમાં સતત 11મી જીત છે. તેના 32 મેચમાં 76 પોઈન્ટ છે. તે બીજા નંબરે રહેલી બોરુસિયા ડૉર્ટમંડ (66)થી 10 પોઈન્ટ આગળ છે. બાયર્ન બીજી ટીમ બની જેણે યુરોપની કોઈ પણ ટોપ-5 લીગમાં સતત 8 ટાઈટલ જીત્યા હોય. આ અગાઉ યુવેન્ટ્સે ઈટાલિયન લીગ સીરી-એમાં આમ કર્યું હતું. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today ખેલાડીઓની ખાલી સ્ટેડિયમમાં ઉજવણી. from Divya Bhaskar https://ift.tt/2YM0PAN via

પૂર્વ ફૂટબોલ કેપ્ટન ગૌરમાંગી ખેતી કરી રહ્યો છે, કહ્યું- મેન્ટલ ફિટનેસ માટે આ સારો વિકલ્પ

ભારતીય ફૂટબોલ ટીમના પૂર્વ કેપ્ટન ગૌરમાંગી સિંહ લૉકડાઉનના કારણે ઘરે જ છે. રમત બંધ હોવાના કારણે તેઓ ઓર્ગેનિક ખેતી કરી રહ્યાં છે. ઘરની પાસે જ તેમનું એક એકર જેટલું કિચન ગાર્ડન છે. તેઓ 2 વર્ષથી ખેતી કરી રહ્યાં છે. તેમણે કહ્યું-‘લૉકડાઉન દરમિયાન મે અને મારા પરિવારે સાથે મળી આ કામને આગળ વધાર્યું. અમે મરચા, હળદર, અદરક, મકાઈ, દૂધી ઉગાળવાનું કામ કર્યું. ’ હાલ હીરો સેકન્ડ ડિવિઝન લીગ એફસી બેંગલુરુ યુનાઈટેડના મુખ્ય કોચ ગોરમાંગીએ આ સમયગાળાને પોઝિટિવ અનુભવ ગણાવ્યો. તેમણે કહ્યું-‘હું રોજ ઘણા કલાકો સુધી કામ કરું છું. તેનાથી હું મેન્ટલ અને ફિઝિકલ રીતે પોતાને ફિટ રાખી શકું છું. લૉકડાઉન દરમિયાન મારો ખેતીમાં રસ વધ્યો અને ભવિષ્યમાં આ ફિલ્ડમાં વધુ કામ કરવા માગીશ.’ Download Dainik Bhaskar App to read Latest Hindi News Today Former football captain Gaurangi is farming, said- this is a good option for mental fitness from Divya Bhaskar https://ift.tt/2YA2LME via

3 મહિનામાં ઈ-સ્પોર્ટ્સ પર સટ્ટાબાજીમાં 40 ગણાનો વધારો નોંધાયો, આ વર્ષે રેવન્યૂ 1 લાખ કરોડ જેટલી રહી શકે છે

કોરોના વાઈરસના કારણે સ્પોર્ટ્સ ઈવેન્ટ માર્ચથી રદ છે. જોકે ધીમે-ધીમે ઈવેન્ટ્સ ફરી શરૂ થવા લાગી છે. આ દરમિયાન લોકોનો રસ ઈ-સ્પોર્ટ્સમાં વધ્યું છે. રમત પર સટ્ટો રમતા લોકો હવે ઈ-સ્પોર્ટ્સ પર ધ્યાન આપવા લાગ્યા છે. સ્પોર્ટ્સ બુક પિનકલના ટ્રેડિંગ ડિરેક્ટર માર્કો બ્લૂમે કહ્યું કે,‘અમેરિકામાં ઈ-સ્પોર્ટ્સ પર સટ્ટાબાજીનો પ્રારંભ 2010માં થયો હતો. તે સમયે અઠવાડિયામાં 100 ડૉલર (7600 રૂપિયા)નો સટ્ટો લાગતો.’કોરોનાને કારણે અંદાજે 38 લાખ કરોડ રૂપિયાની ગ્લોબલ ગેમ્બલ ઈન્ડસ્ટ્રી ઈ-સ્પોર્ટ્સ પર નિર્ભર થઈ. માર્ચથી બુકમેકર્સની ઈ-સ્પોર્ટ્સ પર બેટિંગમાં 40 ગણાનો વધારો થયો છે. સમગ્ર વિશ્વમાં ઈ-સ્પોર્ટ્સની ગેમ્બલ રેવન્યૂ વર્ષના અંતસુધીમાં બમણી થઈ અંદાજે 1 લાખ કરોડની થઈ શકે છે. કમાણી માટે ઘણા રાજ્યો સટ્ટાબાજીને મંજૂરી આપશે કેસિનો મેનેજમેન્ટ કંપની ફિફ્થ સ્ટ્રીટ ગેમિંગના મુખ્ય કાર્યકારી અધિકારી સેઠ શોએરે કહ્યું કે,‘મને આશા છે કે ઉત્તરી અમેરિકામાં આગામી 5-10 વર્ષમાં ઈ-સ્પોર્ટ્સ બેટિંગ કરવા મામલે એનએફએલ અને એનબીએ મામલે ત્રીજા સ્થાને આવી જશે.’ ટેક્સની કમાણી વધારવા માટે ઘણા અન્ય રાજ્યો ઈ-સ્પોર્ટ્સ પર સટ્ટાબાજીને મંજૂર...

મેસ્સીએ સતત 12મી સિઝનમાં 20મો ગોલ કર્યો, નવો રેકોર્ડ

લા લિગામાં ટોપ પર ચાલી રહેલી બાર્સેલોનાએ ત્રણ મહિના બાદ કમબેક કરતા પ્રથમ મેચમાં જ રિયલ મલોરકાને 4-0થી માત આપી. સ્પેનિશ ફૂટબોલ લીગમાં બાર્સેલોના તરફથી અર્તુરો વિડાલે બીજી, માર્ટિન બ્રેથવેટે 37મી, જૉર્ડી અલ્બાએ 79મી અને લિયોનેલ મેસ્સીએ 90+3મી મિનિટે ગોલ કર્યા. મેસ્સીએ 98 દિવસ બાદ મેદાન પર કમબેક કર્યું. તે લીગમાં સતત 12મી સિઝનમાં 20 કે તેથી વધુ ગોલ કરનાર પ્રથમ ખેલાડી બન્યો. મેસ્સીએ 2 આસિસ્ટ પણ કર્યા. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today લિયોનેલ મેસ્સી. from Divya Bhaskar https://ift.tt/2MYni8q via