ઈંગ્લેન્ડની ટીમે 13 કલાકમાં બે ઈન્ટરનેશનલ મેચ રમીને બનાવ્યો નવો રેકોર્ડ, પહેલા વનડે, પછી ટેસ્ટ મેચ રમવા ઉતરી
ઈંગ્લેન્ડે બુધવારે પાકિસ્તાન વિરુદ્ધ પ્રથમ ટેસ્ટમાં મેદાન પર ઉતરતા જ નવો રેકોર્ડ બનાવી દીધો. ટીમે 13 કલાકના અંદર બે ઈન્ટરનેશનલ મેચ રમી. આ એક નવો રેકોર્ડ છે. ભારતના સમયાનુસાર રાત્રે 2.20 કલાકે ઈંગ્લેન્ડ અને આયર્લેન્ડ વચ્ચેની ત્રીજી વનડે પુરી થઈ. આયર્લેન્ડે 49.5 ઓવરમાં 3 વિકેટે રૂ.329 રન બનાવીને મેચ જીતી.
ત્યાર પછી બુધવારે બપોરે 3.30 કલાકે ઈંગ્લેન્ડની ટીમ પાકિસ્તાન સામે ટેસ્ટ રમવા ઉતરી. ત્રણ મેચની ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને બેટિંગનો નિર્ણય લીધો. સમાચાર લખાયા સુધી પાકિસ્તાને બે વિકેટે 121 રન બનાવી લીધા હતા. ઈંગ્લેન્ડે ટેસ્ટ અને વનડે બંનેની અલગ-અલગ ટીમ બનાવી છે. આ અગાઉ 2017માં ઓસ્ટ્રેલિયાએ 15 કલાકના અંદર ટી20 અને ટેસ્ટ મેચ રમી હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3ftWYip
via
Comments