Skip to main content

Posts

Showing posts with the label international Divya Bhaskar

ડેમોક્રેટ સામે ટક્કર લેવા ટ્રમ્પ ડિજિટલ પ્રચાર પાછળ ચાર દિવસમાં 75 કરોડનો ખર્ચ કરશે

કોરોના સંકટના કારણે અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી પ્રચારની પદ્ધતિ બદલાઈ ગઈ છે. રેલીઓ, ફંડ એકઠું કરવા સભાઓ અને ચૂંટણી મુદ્દા પર ચર્ચા જેવા કાર્યક્રમ લગભગ રદ્દ થઈ ચૂક્યા છે. ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઈડેને અત્યાર સુધી એક પણ રેલી કરી નથી. અગાઉ રાષ્ટ્રપતિ ચૂંટણી માટે ઓગસ્ટના મધ્ય સુધી પાર્ટીઓનાં કાર્યકર્તા વોટરોનાં દરવાજે ટકોરા મારી દેવાતા હતા. આ વર્ષે આમ થયું નથી. ચૂંટણીમાં બંને પાર્ટીઓનું નેશનલ કન્વેન્શન મહત્ત્વનું હોય છે. અહીં પાર્ટીઓ ઉમેદવારોનું નામાંકન સ્વીકારે છે. ચાલુ વર્ષે ડેમોક્રેટિક પાર્ટીનું નેશનલ કન્વેન્શન એપ્રિલમાં યોજાવાનું હતું, જેને લંબાવીને જુલાઈ અને પછી 17 ઓગસ્ટ કરવું પડ્યું છે. ટ્રમ્પને પણ ફ્લોરિડામાં કન્વેન્શન રદ્દ કરવું પડ્યું છે. તે ચારલોટના કન્વેન્શનમાં પણ સામેલ નહીં થાય. આટલું જ નહીં ટ્રમ્પ વોશિંગટન ડીસીના એન્ડ્ર્યુ મેલન ઓડિટોરિયમમાં નોમિનેશન સ્વીકારશે, પરંતુ ભાષણ વ્હાઈટ હાઉસમાંથી આપશે. ચારલોટ કન્વેન્શનમાં 400 પાર્ટી ડેલિગેટ્સ ભાગ લેશે. આ વખત પ્રત્યક્ષ રેલીઓ, ઘરે-ઘરે પહોંચીને પ્રચાર જેવી ગતિવિધિઓનું સ્થાન ડિજિટલ માધ્યમે લીધું છે. પાર્ટિઓ વેબસાઈટ, યુટ્યુબ વ...

બ્રાઝિલના જંગલોમાં વસતા હજારો આદિવાસીઓમાં સરકાર સામે રોષ, કહ્યુ- અમને પણ કોરોનાથી બચાવો

બ્રાઝિલના જંગલોમાં વસતા હજારો આદિવાસીઓએ સરકાર સામે રોષ વ્યક્ત કરવા એમેઝોનના હાઈ વે બ્લોક કરી દીધા હતા. તેમની માંગ છે કે, જંગલમાં વસતા વિવિધ આદિવાસી સમાજના લોકોને કોરોના વાઈરસથી મરતા અટકાવવા બ્રાઝિલ સરકાર તેમને પણ પૂરતી મદદ કરે. ‘કાયાપો મેકરાગ્નોતિર’ અને ટૂંકમાં ‘કાયાપો’ તરીકે જાણીતા આદિવાસી છે. કોરોનાના કારણે અત્યાર સુધી ચાર આદિવાસીના મૃત્યુ થયા છે, જ્યારે અનેક પોઝિટિવ આવ્યા છે. વિશ્વની સૌથી જૂની ગણાતી આદિવાસી પ્રજામાંની એક કાયાપો લોકોની વસતી ફક્ત 400 છે. તેઓ જુદા જુદા 15 લોકોના જૂથમાં વસે છે. અત્યાર સુધી બ્રાઝિલમાં 20 હજાર આદિવાસીઓને કોરોનાનો ચેપ લાગી ચૂક્યો છે. કાયાપો અગ્રણીઓએ દાવો કર્યો છે કે, કોરોનાથી બચવા સરકારે અમારા માટે કોઈ દવા, ડોક્ટર, હોસ્પિટલ કે માસ્કની સુવિધા ઊભી નથી કરી. જોકે, બ્રાઝિલમાં કોરોનાનો ભોગ બનેલા અન્ય આદિવાસી સમાજનો કુલ આંકડો ખૂબ મોટો છે. બ્રાઝિલ આરોગ્ય વિભાગના આંકડા પ્રમાણે જ, અત્યાર સુધી બ્રાઝિલમાં 20 હજાર આદિવાસીઓને કોરોનાનો ચેપ લાગી ચૂક્યો છે, જ્યારે 338ના મૃત્યુ થયા છે. જોકે, નિષ્ણાતો કહે છે કે, આદિવાસીઓના મૃત્યુનો આંકડો બમણાથી પણ વધુ હોઈ શકે છે. Dow...

અમેરિકામાં કોલેજોના ઓનલાઈન અભ્યાસના ભારેખમ ખર્ચનો વિરોધ, એક કોલેજની વાર્ષિક ફી 48 લાખ રૂપિયા!

અમેરિકામાં મહામારીના પ્રકોપથી પહેલા જ બેચલર ડિગ્રીના ભારેખમ ખર્ચનો વિરોધ થઈ રહ્યો હતો. હવે આ વિરોધ વધી ગયો છે. દેશમાં કોરોનાના ઝડપી ફેલાવા વચ્ચે મોટાભાગની કોલેજો કેમ્પસ ખોલવા માગતા નથી. વિદ્યાર્થી અને તેમનાં વાલીઓ પ્રત્યક્ષ શિક્ષણના બદલે વધતા ઓનલાઈન અભ્યાસના વિરોધમાં છે. તેમણે સરકારને ફીમાં કાપ અને વધુ આર્થિક મદદની માગ કરી છે. દક્ષિણ કેલિફોર્નિયાની ઓરેન્જ કાઉન્ટીમાં ચેપમેન કોલેજની એક વર્ષની ટ્યુશન ફી રૂ.48 લાખ છે. રગટર્સ યુનિવર્સિટીમાં 30 હજારથી વધુ લોકોએ જુલાઈમાં એક અરજી પર હસ્તાક્ષર કર્યા હતા. જેમાં ટ્યુશન ખર્ચમાં 20% અને અન્ય ખર્ચ નાબૂદ કરવાની માગ કરાઈ છે. નોર્થ કેરોલિના યુનિવર્સિટીના 40 હજાર વિદ્યાર્થીઓ, વાલીઓએ કોવિડ-19માં કોલેજ બંધ હોવાને લીધે હાઉસિંગ ખર્ચ પાછો આપવાની માગ કરી છે. કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટીએ ઓનલાઈન અભ્યાસનો નિર્ણય લીધો છે, એટલે ત્યાં કેમ્પસ ખર્ચમાં કાપની માગ ઉઠી છે. હાર્વર્ડમાં ફર્સ્ટ યરના 340 વિદ્યાર્થીઓએ ઓનલાઈન ખર્ચ બચાવવા એડમિશન જ લીધું નથી. ગયા મહિને વાલીઓએ ફેસબુક પર એક ગ્રૂપ બનાવીને સરકારને ટ્યુશન ફી ઘટાડવા અને ગેરહાજરીના નિયમોને હળવા કરવા કહ્યું છે. અને...

અમેરિકામાં કોરોનાકાળમાં 40 રાજ્યની 2,900 છોકરીઓએ બિઝનેસ સ્કિલ શીખી, હવે ડર્યા વિના મોટા નિર્ણયો લઇ રહી છે

બધા માતા-પિતાની જેમ પેજ કર્ટિને પણ તેમની 12 વર્ષની દીકરી માટે શૈક્ષણિક વર્ષ પૂરું થતાં સમર ટ્રેનિંગની યોજના ઘડી હતી પણ તે કોરોનાના કારણે પૂરી ન થઇ શકી. એવામાં તેમને ‘ગર્લ્સ વીથ ઇમ્પેક્ટ’ પ્રોગ્રામ અંગે જાણ થઇ, જે અંતર્ગત છોકરીઓને ફાયનાન્સિયલ, બિઝનેસ અને મની મેનેજમેન્ટ સંબંધી સ્કિલ શીખવવામાં આવે છે. તેમણે દીકરીને તેની સાથે જોડી, તે માસ્ક અવેરનેસ કેમ્પેન સાથે જોડાઇ. આ પ્રોગ્રામની સીઇઓ અને વૉલ સ્ટ્રીટ એક્ઝિક્યુટિવ રહી ચૂકેલી જેનિફર ઓપેંશૉના જણાવ્યાનુસાર અમે સાબિત કરવા માગીએ છીએ કે અમેરિકાની યુવતીઓ હુન્નરમંદ છે અને તેમને જરૂરી ટ્રેનિંગ અપાય તો તેઓ બિઝનેસ કે અન્ય ક્ષેત્રોમાં બહેતર કરી શકે છે. આ તેમના માટે સારું છે અને દેશના ભવિષ્ય માટે પણ. કોરોના મહામારી ફેલાયા બાદથી અમેરિકાના 40 રાજ્યની 2,900થી વધુ છોકરીઓને આ પ્રોગ્રામ દ્વારા બિઝનેસ સ્કિલ્સ શીખવવામાં આવી ચૂકી છે. હવે તેઓ તેમના પેશનને ઉદ્યમમાં ફેરવવા જઇ રહી છે. આ પ્રોગ્રામમાં 12થી 18 વર્ષની વિદ્યાર્થિનીઓને બિઝનેસ જગતની હસ્તીઓ અને ઇન્સ્ટ્રક્ટર્સના નેતૃત્ત્વમાં બિઝનેસની યોજના ઘડવાની અને તેને અમલી બનાવવાની તાલીમ અપાઇ. એક્સપર્ટ્સનું માનવું છે...

દક્ષિણ કોરિયામાં સરકાર વિરુદ્ધ 10 હજાર લોકો રસ્તા પર ઊતર્યા, વિરોધમાં ડિસ્ટન્સિંગ જ ભૂલી ગયા

દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલમાં 10 હજારથી વધુ લોકોએ શનિવારે સરકાર વિરુદ્ધ રેલી યોજી હતી. જોકે કોરોનાના વધતાં કેસને ધ્યાનમાં રાખી અહીં પણ કડકાઈ લાગુ છે છતાં તંત્ર નારાજ લોકોને રોકવામાં નિષ્ફળ રહ્યું. કોરોના પર કાબૂ મેળવવામાં નિષ્ફળ રહેવા તથા સરકારના અનેક નેતા-અધિકારીઓના કૌભાંડો સામે આવતાં લોકો રોષે ભરાયા હતા. તેમણે રાષ્ટ્રપતિ મૂન-જે-ઈન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો અને સરકારના રાજીનામાંની માગ કરી હતી. દેશના ડૉક્ટરો પણ સરકારની નીતિઓથી નારાજ છે. અઠવાડિયામાં બીજી વખત હડતાળ પર ઊતર્યા, વિરોધમાં રેલી પણ યોજી. ચર્ચે આગ્રહ કર્યો એટલે ભીડ એકઠી થઈ આ રેલીમાં હાજરી આપવા સોશિયલ મીડિયા પર ચર્ચના પાદરીએ લોકોને અપીલ કરી હતી. પરિણામે આશા કરતાં પણ વધુ લોકો રેલીમાં ઉમટી પડ્યાં. સિયોલમાં તાજેતરમાં કોરોનાના 146 કેસ સામે આવ્યા હતા. તેમાં 107 સારંગ ઝીલ ચર્ચ સંબંધિત હતા. આ ચર્ચના વડા પાદરી જૂન ક્વાંગ હેંગ છે. આ ચર્ચ પણ શિનજિયોન્જી ચર્ચની જેમ વિવાદિત રહ્યું છે. રિપોર્ટમાં કહેવાયું છે કે જૂન ક્વાંગના આગ્રહ બાદ જ હજારો લોકો ઉમટી પડ્યા હતા. કોરોનાની બીજી લહેરનું જોખમ તંત્રએ લોકોને રોકવા 6000 પોલીસકર્મી તહેનાત...

વેક્સિનમાં ગરબડથી નારાજ એથિક્સ કાઉન્સિલના વરિષ્ઠ ડોક્ટરનું રાજીનામું, કહ્યું - ના ટ્રાયલ, ના નૈતિકતાનું પાલન

કોરોનાવાઈરસ અંગે દુનિયામાં સૌ પ્રથમ વેક્સિન બનાવવાનો દાવા કરનારા રશિયાને વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વેક્સિન પર સવાલ ઉઠાવાયા પછી હવે પોતાના જ દેશમાં વિરોધ સહન કરવો પડી રહ્યો છે. વેક્સિન બનાવવામાં ગરબડ અને મેડિકલ એથિક્સનું પાલન ન કરવાથી નારાજ આરોગ્ય મંત્રાલયની નેશનલ કાઉન્સિલના સભ્ય અને વરિષ્ઠ ડોક્ટર એલેક્ઝેન્ડર કુશલિને પદ પરથી રાજીનામું આપી દીધું છે. શ્વાસ રોગના જાણીતા નિષ્ણાત ડો. કુશલિને વેક્સિન બનાવવાની પ્રક્રિયા સામે વાંધો ઉઠાવીને રાજીનામું આપ્યું છે. તેમણે કહ્યું કે, વેક્સિન બનાવવામાં મેડિકલ એથિક્સનું ગંભીર ઉલ્લંઘન થયું છે. ડો. કુશલિને કહ્યું કે, ‘રાજકીય દબાણમાં વેક્સિનની ઉચિત ટ્રાયલ થઈ નથી કે કોઈ મેડિકલ જર્નલમાં વેક્સિન સાથે જોડાયેલી માહિતી પ્રકાશિત કરાઈ છે.’ બે ડોક્ટર્સ પર લગાવ્યા આરોપ ડો. કુશલિને કહ્યું કે, આખી પ્રક્રિયામાં બે ડોક્ટર મુખ્ય રીતે સામેલ હતા. ગામાલિયા સેન્ટર ફોર એપિડેમોલોજી એન્ડ માઈક્રોબાયોલોજીના ડિરેક્ટર પ્રો. એલેક્ઝેન્ટર ગિન્ટ્સબર્ગ અને રશિયાના આર્મીના ટોચના વાઈરોલોજિસ્ટ પ્રો. સર્ગેઈ બોરિશેવિક. આ બંનેની ટીમે જ વેક્સિન તૈયાર કરી છે અને મંજૂરી આપનારી ટીમમાં પણ તે હ...

દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલમાં તાવ હશે તો બસ સ્ટોપ પર પ્રવેશ નહીં મળે

કોરોનાથી બચવા દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલમાં ગ્લાસ પેનલથી એવું બસ સ્ટોપ બનાવાયું છે કે તેના દરવાજા પર લગાવાયેલા થર્મલ કેમેરા તાપમાનની તપાસ કરશે. તાવ હશે તે વ્યક્તિ બસ સ્ટોપમાં પ્રવેશ કરી શકશે નહીં. તેમાં યુવી સ્ટર લાઈઝર પણ હશે. વાઈફાઈ, ચાર્જિંગની પણ સુવિધા હશે. તાવ હશે તે વ્યક્તિ બસ સ્ટોપમાં પ્રવેશ કરી શકશે નહીં. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલમાં ગ્લાસ પેનલથી બનેલ બસ સ્ટોપ. from Divya Bhaskar https://ift.tt/3ar25Pf via IFTTT

UAEમાં દર બીજી વ્યક્તિનો કોરોના ટેસ્ટ કરાવાયો, 90% દર્દી સાજા થયા, વિદેશી યાત્રીઓ માટે એરપોર્ટ પર ટેસ્ટની વ્યવસ્થા

સંયુક્ત અરબ અમીરાત (યુએઈ)એ કોરોના સંકટનો સારી રીતે સામનો કર્યો છે. લગભગ 98.9 લાખની વસ્તીવાળા આ દેશમાં 29 જાન્યુઆરીના રોજ કોરોનાનો પ્રથમ દર્દી મળ્યો હતો. સરકાર અત્યાર સુધી 57.70 લાખ લોકો એટલે કે દેશના દર બીજા વ્યક્તિનો કોરોના ટેસ્ટ કરી ચુકી છે. લૉકડાઉન, રાતના કરફ્યુ, ઉડ્યન પર રોક, સ્કૂલ-કોલેજોમાં ઓનલાઈન શિક્ષણ, સેનિટાઈઝેશન અને જાહેર સ્થળોએ કોવિડ-19 સેન્ટર જેવા પગલાંએ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. યુએઈમાં 57,193 એટલે કે, 90% દર્દી સાજા થઈ ગયા છે. અત્યાર સુધી 63,212 દર્દી મળ્યા છે અને 358 મોત થયા છે. યુએઈ મધ્ય-પૂર્વમાં છે. ખાસ વાત એ છે કે, આ ક્ષેત્રમાં સૌથી વધુ કોરોના સંક્રમિત દેશ ઈરાનથી વધુ ટેસ્ટ યુએઈમાં કરાયા છે. ઈરાનમાં 27.88 લાખ ટેસ્ટ કરાયા છે. ઈરાનની વસ્તી 8.38 કરોડ છે. અહીં કોરોનાના 3,36,324 દર્દી મળ્યા છે અને 19,162નાં મોત થયા છે. યુએઈમાં વિદેશી યાત્રીઓ માટે એરપોર્ટ પર ટેસ્ટની વ્યવસ્થા છે. સરકારે કહ્યું કે, જેમનો રિપોર્ટ નેગેટિવ આવશે, તે દેશમાં ગમે ત્યાં ફરી શકશે. 150 હોટલોને કોવિડ સેફનો દરજ્જો અપાયો છે. વિદેશી પ્રવાસી અહીં નિશ્ચિંત બનીને રોકાઈ શકે છે. હોટલનાં વિશેષજ્ઞ પાલ બ્...

એક કરોડ કેસ થતા 180 દિવસ લાગ્યા, માત્ર 43 દિવસમાં વધીને 2 કરોડ થયા; અમેરિકા, બ્રાઝિલ અને ભારતમાં જ 50% દર્દી

દુનિયામાં રવિવારે કોરોના વાઈરસના સંક્રમણનો આંકડો 2 કરોડ થઈ ગયો છે. 31 ડિસેમ્બરે પહેલો કેસ સામે આવ્યા પછી 1 કરોડ કેસ થવામાં 180 દિવસ લાગ્યા હતા. માત્ર 43 દિવસમાં જ 1 કરોડથી વધીને કેસ 2 કરોડનો આંકડો વટાવી ગયા છે. કુલ કેસમાં માત્ર અમેરિકા, બ્રાઝિલ અને ભારતમાં જ 50% એટલે કે 1 કરોડથી વધુ દર્દી છે. ઉત્તર અમેરિકામાં 85% સંક્રમિત માત્ર USમાં દુનિયામાં હાલ સૌથી સંક્રમિત મહાદ્વીપ ઉત્તર અમેરિકામાં છે. અહીંયા સંક્રમણના 60 લાખ 62 હજાર 281 કેસ નોંધાયા છે. જેમાંથી 32 લાખ 30 હજાર 863 લોકો સાજા થઈ ચુક્યા છે, જ્યારે 2 લાખ 33 હજાર 895 લોકોના મોત થઈ ચુક્યા છે. અહીંયા 85% સંક્રમિત માત્ર અમેરિકામાં છે. દક્ષિણ અમેરિકામાં બ્રાઝિલમાં સૌથી વધુ દર્દી દક્ષિણ અમેરિકામાં સંક્રમણના અત્યાર સુધી 47 લાખથી વધુ કેસ નોંધાયા છે. જેમાં 20 લાખ 94 હજાર 293 લોકો સાજા થઈ ચુક્યા છે. સાથે જ 1 લાખ 58 હજાર 387 લોકોના મોત થયા છે. અહીંયા સૌથી સંક્રમિત બ્રાઝિલ છે, જ્યાં 30 લાખ 13 હજારથી વધુ દર્દી છે. એશિયામાં સૌથી વધુ કેસ ભારતમાં એશિયામાં 49 લાખ 57 હજાર 753 દર્દી છે. જેમાંથી 43% કેસ માત્ર ભારતમાં છે. અહીંયા સંક્રમણના 21 લાખથ...

ટ્રમ્પે કહ્યું - હવે અમેરિકા આત્મનિર્ભર બનશે, બીજા દેશો પાસેથી દવા નહીં મગાવે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, અમેરિકા દવાઓ અને ચિકિત્સા પુરવઠા માટે ચીન તથા અન્ય દેશો પર પોતાની નિર્ભરતા સમાપ્ત કરશે. કોરોના અંગે ચીનથી નારાજ ટ્રમ્પનો ચીનને આ નવો ઝટકો છે. ટ્રમ્પ અને અનેક દેશોના નેતા ચીન પર માહિતી છુપાવવાનો આરોપ લગાવતા રહ્યા છે. જેના કારણે આખી દુનિયામાં મોટી સંખ્યામાં લોકોનાં મોત થયા અને આર્થિક સંકટ પણ પેદા થયું છે. તેની સાથે જ ટ્રમ્પે એ આદેશ પર પણ હસ્તાક્ષર કરી દીધા છે, જેમાં કેટલીક જરૂરી દવાઓ અમેરિકાની સરકારે વિદેશી કંપનીઓના બદલે અમેરિકાના નિર્માતાઓ પાસેથી જ ખરીદવાના આદેશ અપાયા છે. અમેરિકામાં વેચાતી દર ત્રીજી ગોળી ભારતીય, 40 હજાર કરોડ પર અસર ચીન અને અમેરિકાના ઝઘડાનું નુકસાન ભારતને પણ થઈ શકે છે. કેમ કે, ભારત મોટા પ્રમાણમાં અમેરિકાને દવા નિકાસ કરે છે. એવું કહેવાય છે કે, અમેરિકામાં વેચાતી દર ત્રીજી ગોળી ભારતીય છે. ભારતની કુલ નિકાસમાંથી 28% અમેરિકાને થાય છે. દેશમાંથી દર વર્ષે લગભગ દોઢ લાખ કરોડની દવાઓ અલગ-અગલ દેશોમાં નિકાસ કરાય છે. જેમાંથી રૂ. 40 હજાર કરોડની દવા તો માત્ર અમેરિકાને મોકલવામાં આવે છે. આથી જો અમેરિકા જાતે જ દવા તૈયાર કરે છે તો તેનાથી ...

અફઘાનિસ્તાનમાં પાકિસ્તાન વિરુદ્ધ ભારે દેખાવો, પાકિસ્તાનના ગોળીબારમાં બે ડઝનથી વધુનાં મોત થયાં હતાં

અફઘાનિસ્તાનના કંધાર અને હેલમંડ પ્રાંતના હજારો લોકોએ ગુરુવારે પાકિસ્તાન વિરુદ્ધ દેખાવો કર્યા. હજારો પશ્તૂન લોકોએ પાકિસ્તાન નજીકની ચમન-સ્પિન બોલ્ડાક સરહદ પર પાકિસ્તાની સુરક્ષાદળોના નિર્દોષ લોકો પર ફાયરિંગ સામે રોષ વ્યક્ત કર્યો હતો. સરહદી વિસ્તારોમાં રહેતી પશ્તૂન વસતી જ્યારે ગત અઠવાડિયે ઈદના પ્રસંગે ખરીદી માટે નીકળી હતી ત્યારે પાક. તરફથી ગોળીબાર કરાયો હતો. અફઘાનિસ્તાને કહ્યું કે પાક.દળોએ તોપથી નાગરિકોના વિસ્તારોમાં ગોળીબાર કર્યો હતો. વિદેશ મંત્રાલયે પણ આ કૃત્ય સામે નારાજગી વ્યક્ત કરી હતી. વિસ્તારમાં બંને તરફથી લાંબા સમયથી સરહદ ખોલવાની માગ કરાઈ રહી છે. તેનાથી તે પોતાના સંબંધીઓને મળી શકે અને ખરીદી પણ કરી શકે, પરંતુ પાકિસ્તાની સુરક્ષાદળ એવું કરવાની છૂટ આપતા નથી. ગત અઠવાડિયે અફઘાન લોકો જ્યારે સરહદ પાર કરવા એકઠા થયા હતા તો થોડીક બોલાચાલી બાદ પાકિસ્તાની સુરક્ષાદળોએ તેમના પર ગોળીબાર કરી દીધો હતો. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today અફઘાનિસ્તાનમાં પાકિસ્તાન વિરુદ્ધ ભારે દેખાવો. from Divya Bhaskar https://ift.tt/3icXMdc via IFTTT

બે વર્ષમાં મહિલાનું પેટ વધીને 19 કિલોનું થયું, ઊંઘ પણ આવતી નથી કે ચાલી શકતી નથી, ડોક્ટર પણ બીમારી વિશે અજાણ છે

ચીનમાં રહેતી મહિલા હુઆંગ ગુઓશિયાન અલગ જ પ્રકારની બીમારીથી પીડિત છે. છેલ્લા બે વર્ષમાં તેનું પેટ વધીને 19 કિલો વજનનું થઇ ગયું છે. હુઆંગે કહ્યું કે, મારું પેટ એટલું વધારે ભારે થઇ ગયું છે કે હું રાતે સૂઈ કે હલન-ચલન કરી શકતી નથી. મારા બાળકોનું ધ્યાન પણ રાખી શકતી નથી. પેટનો આકાર પણ સતત વધી જ રહ્યો છે. હુઆંગ બે બાળકોની માતા છે. તેણે કહ્યું કે, મારું વજન 54 કિલોગ્રામ છે, તેમાં 19 કિલો પેટનું વજન સામેલ છે. તે શરીરના 36 ટકા જેટલું છે. છેલ્લા 2 વર્ષથી હું આ વજન સહન કરી રહી છું. બે વર્ષ પહેલાં પેટમાં પીડા થતા મેં ડોક્ટરની સલાહ લીધી હતી. દવાઓથી પેટની પીડા તો ઓછી થઇ ગઈ પણ તેની સાઈઝ વધતી જ રહે છે. આર્થિક તંગીનો પણ સામનો કરી રહેલી હુઆંગ ઘણી હોસ્પિટલના પગથિયાં ચડી ચૂકી છે, પણ કોઈ ફાયદો થયો નથી. હવે તે દેશના અગ્રણી ડોક્ટર સાથે સારવાર કરાવવા માગે છે આ માટે તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ મૂકી છે. પોસ્ટને કારણે તેને સવા ત્રણ લાખ રૂપિયાનું ફંડ મળ્યું છે. તેને આશા છે કે, આટલા રૂપિયામાંથી સારવાર થઇ જશે. હુઆંગ આની પહેલાં લિવર સિરોસિસ, ઓવેરીયન કેન્સર અને ટ્યુમર સામે પણ લડી ચૂકી છે. હજુ સુધી કોઈ ડોક્ટરને તે...

કોરોના કાળમાં અંતર મજબૂરી, ઘરની યાદ અને માતાએ બનાવેલા ભોજનની કમી અનુભવતા અમેરિકનોની આંખ ભીની થઈ રહી છે

કોરોના કાળમાં મોટી મુશ્કેલી એવા લોકોને થઈ છે જે નોકરી કે બિઝનેસ મામલે ઘરેથી દૂર રહે છે. પહેલાં તે ગમે ત્યારે માના હાથે રંધાયેલા ભોજનનો સ્વાદ માણી લેતા હતા પણ હવે મહિના થઈ ગયા અને તે ઘરે જઈ શક્યા નથી. એથેન્સમાં રહેતી 42 વર્ષીય ટિફૈની શુરમૈનને તેની માતા દ્વારા મોકલવામાં આવેલું પેકેટ બે મહિના પછી હવે મળ્યું છે. તે કહે છે કે મારી માતા ડલાસમાં રહે છે. કોરોનાને લીધે આશરે એક વર્ષથી પરિવાર સાથે હું મળી શકી નથી. એપ્રિલથી મધ્ય જૂન વચ્ચે દરરોજ પેકેટની રાહ જોઇ. પેકેટ મળતાં જ તે ભાવુક થઈ ગઈ. તેમાં માએ જાતે રાંધેલ ચેક્સ મિક્સ, વેલવીટા ચીઝ તથા નવું ક્રેડિટકાર્ડ પણ મોકલ્યું હતું. આ એ વસ્તુઓ હતી જે મારી માતાએ જાતે બનાવી હતી. અનેક અમેરિકીઓની જેમ ટિફૈનીને પણ લાગે છે કે હજુ તે અનેક મહિનાઓ સુધી પોતાના પરિવારને નહીં મળી શકે. ખરેખર માર્ચના મધ્યમાં સ્ટેટ ડિપાર્ટમેન્ટે લેવલ-4ની એડવાઈઝરી જારી કરી અમેરિકી નાગરિકોને કહ્યું હતું કે તે અમેરિકા પાછા ન ફરે. તેના બાદથી અમેરિકામાં ચેપના કેસ સતત વધી રહ્યા છે. સ્વાસ્થ્યનાં જોખમ, સરહદો અનિશ્ચિત સમય માટે બંધ હોવી, આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ રદ કરવાને લીધે અનેક લોકોએ અમેરિકા પ...

રામમંદિરની ટિ્વટ સેન્સર, પરંતુ વિરોધીઓનું કન્ટેન્ટ ચાલવા દીધું

માઇક્રો-બ્લોગિંગ સાઇટ ટિ્વટર વાંધાજનક કન્ટેન્ટ પર રોક લગાવવાના નામે બેવડું વલણ અપનાવી રહી છે. તેનું ઉદાહરણ બુધવારે રાત્રે જોવા મળ્યું કે જ્યારે ટિ્વટરે ભગવાન શ્રીરામ અને અયોધ્યામાં બની રહેલા રામમંદિરને સંભવિત સંવેદનશીલ કન્ટેન્ટ ગણાવી એક વીડિયો સેન્સર કરી દીધો જ્યારે ઇસ્લામિક જૂથ દ્વારા હિન્દુ ધાર્મિક સ્થળ વિરુદ્ધ દેખાવો અને વાંધાજનક નારા દર્શાવતી તસવીર કોઇ જ ચેતવણી વિના બેધડક ચાલવા દીધી. બન્યું એવું કે અમેરિકામાં રામજન્મભૂમિ શિલાન્યાસ ઉત્સવ સમિતિના અધ્યક્ષ જગદીશ સિહાનીએ ન્યુયોર્કના ટાઇમ્સ સ્ક્વેર પરના એક ડિસ્પ્લેનો 9 સેકન્ડનો વીડિયો ટિ્વટ કર્યો હતો. તેમણે ટિ્વટમાં કહ્યું, ‘આજે ટાઇમ્સ સ્ક્વેર પર આપણા રામમંદિર અને રામજીને જોઇને મને ઘણું ગૌરવ થયું. આવો, આજે રાત્રે 7.30 વાગ્યે આ લાઇફટાઇમ ઇવેન્ટનો ઉત્સવ મનાવીએ.’ ટિ્વટરે એવા મેસેજ સાથે આ વીડિયો હટાવી દીધો કે આ મીડિયાની સામગ્રી સંભવિતપણે સંવેદનશીલ છે. ટાઇમ્સ સ્ક્વેર પર વીડિયો ડિસ્પ્લે ઇસ્લામિક જૂથો તથા અન્ય લોકોના વિરોધ બાદ બંધ કરી દેવાયું. જોકે, અમેરિકી મુસ્લિમ કાઉન્સિલે બુધવારે ટાઇમ્સ સ્ક્વેર પર વિરોધ કર્યો અને તેની તસવીરો ટિ્વટર પર પોસ્...

ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેર પર પર પણ શ્રીરામને ખાસ સ્થાન, અમેરિકામાં વિરોધ છતાં મોટા LED સ્ક્રીન પર બતાવ્યું રામ મંદિરનું મોડલ

અમેરિકામાં ન્યૂયોર્કના પ્રસિદ્ધ ટાઈમ્સ સ્ક્વેરના બિલબોર્ડ પર રામ મંદિરનું મોડલ અને ભગવાન રામની તસવીર હાઈ રિઝોલ્યુશન એલઈડી સ્ક્રીન પર બતાવાઈ હતી. કેટલાક સંગઠનોના વિરોધ છતાં આ કાર્યક્રમ થયો. અમેરિકન ઈન્ડિયન પબ્લિક અફેર કમિટીના અધ્યક્ષ જગદીશ સેવહાનીએ કહ્યું કે, આ કાર્યક્રમના આયોજનથી માલુમ પડે છે કે, અમેરિકામાં ભારતીયો કેટલા સફળ છે. અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિ પૂજન સદીની સૌથી મોટી ઘટના છે. આજે ભારતીય-અમેરિકન સમાજ ખુશ છે. જ્યારે કાર્યક્રમનો વિરોધ કરનારા સંગઠનોએ ન્યૂયોર્ક સિટીના મેયર બિલ ડે બ્લાસિયોને પત્ર લખીને કહ્યું કે, આ કાર્યક્રમ ભારતના મુસ્લિમોની વિરુદ્ધ છે. ઈન્ડિયન માઈનોરિટીઝ એડવોકેસી નેટવર્કના અધ્યક્ષ શેખ ઉબૈદે કહ્યું કે, આ કાર્યક્રમ બુરાઈ અને ક્રૂર કૃત્યનું મહિમામંડન કરે છે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેર પર પર પણ શ્રીરામને ખાસ સ્થાન. from Divya Bhaskar https://ift.tt/30xr9kA via IFTTT

અયોધ્યામાં પૂજન શરૂ થતાં જ સીતા જન્મસ્થળે શોભાયાત્રા યોજાઈ, જાનકીમંદિરના મહંત ચાંદીની પાંચ ઈંટ લઈને ભૂમિપૂજનમાં અયોધ્યા આવ્યા

સરયૂ નદીના કિનારે બુધવારે ઊઠેલા શ્રીરામના જયઘોષની ગૂંજ સરહદ પાર 500 કિ.મી. દૂર માતા જાનકીના વતન એટલે કે નેપાળના જનકપુર સુધી પહોંચી હતી. કાઠમંડુથી 123 કિ.મી. દૂર સ્થિત જનકપુરના જાનકી મંદિરમાં બુધવારે ઉત્સવનો માહોલ હતો. જે સમયે અયોધ્યામાં મંત્રોચ્ચાર સાથે રામલલ્લાના મંદિરનું ભૂમિપૂજન ચાલતું હતું, ત્યારે જાનકીમંદિર સહિત નેપાળનાં અનેક મંદિરોમાં પણ વિશેષ આયોજન હતાં. જાનકીમંદિર ટ્રસ્ટે કહ્યું કે મંદિરના મહંત રામ તપેશ્વર દાસ એક કિલો ચાંદીની પાંચ ઈંટ લઈને ભૂમિપૂજનમાં અયોધ્યા ગયા છે. જાનકીમંદિરમાં અખંડ રામાયણના પાઠ કરાયા. ભારતના અયોધ્યા અને નેપાળના જનકપુર વચ્ચે સદીઓ જૂનો સંબંધ છે. જાનકીમંદિરથી 2018માં વડાપ્રધાન મોદીએ નેપાળ પ્રવાસની શરૂઆત કરી હતી. રામ જન્મભૂમિ પર મંદિર નિર્માણના શુભારંભની ખુશી સમગ્ર નેપાળમાં મનાવાઈ. કાઠમંડુના પશુપતિનાથ મંદિરના મુખ્ય પૂજારી મૂલ ભટ્ટના નેતૃત્વમાં સંહિતા શાસ્ત્રી અર્જુનપ્રસાદ બાસ્તોલાએ રુદ્રાભિષેક કર્યો. આ ઉપરાંત અહીં પૂર્વાંચલ સરહદ નજીકના રૂપનદેહી, નવલપરાસીથી લઈને કાઠમંડુ સુધી લોકોએ આતશબાજી કરી. ગૌતમ બુદ્ધના જન્મ સ્થળ લુમ્બિનીમાં લોકોએ ઘર બહાર નીકળીને આનંદ વ્યક...

પરમાણુ બોમ્બના હુમલાને 75 વર્ષ, 1.36 લાખ પીડિત બચ્યા, જીવનભર આ માટે લોકોને જાગૃત કર્યા, કોરોનાથી અડચણ

જાપાનના હિરોશિમા પર 75 વર્ષ પહેલાં 6 ઓગસ્ટ, 1945ના રોજ અમેરિકાએ પરમાણુ બોમ્બ ‘લિટલ બોય’ ઝીંક્યો હતો. તેમાં 1.40 લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ત્યારે આડઅસરનો સામનો કરી રહેલી પેઢી હવે લુપ્ત થવાની અણીએ છે. જાપાનમાં ફક્ત 1,36,700 જ એવા લોકો છે જે એ વિનાશની સાક્ષી પૂરે છે. આ બધા 80થી 90 વર્ષના છે. આ તમામ લોકો કોઈ ને કોઈ અસાધ્ય રોગથી પીડિત છે. તાજેતરમાં એક સરવેમાં 78 ટકા પીડિતોએ સ્વીકાર્યુ કે જીવનભર તેઓ પોતાના અનુભવ જણાવી દુનિયાને પરમાણુ હુમલાનું નુકસાન જણાવતા રહ્યા પણ હવે તેમની વયને લીધે ઊભા થયેલા પડકારો તથા મર્યાદાઓને લીધે તેઓ આવું કરી શકી રહ્યા નથી. જ્યારે 63.1 ટકા પીડિતોએ કહ્યું કે કોરોનાને લીધે પરમાણુ નિ:શસ્ત્રીકરણ અભિયાન જોરશોરથી ચાલી રહ્યું નથી. મોટી વાત તો એ છે કે પીડિત હોવા છતાં જાપાનના લોકો જ નથી ઈચ્છતા કે તેમનો દેશ પરમાણુ શસ્ત્રોને પ્રોત્સાહન આપે. સરવેમાં 71.4 ટકા પીડિતોએ સ્વીકાર્યું કે જાપાને પણ પરમાણુ નિ:શસ્ત્રીકરણ સંધિને મંજૂરી આપવી જોઈએ. દર વર્ષે વૉર મેમોરિયલ પર મૃત લોકોને શ્રદ્ધાંજલિ અપાય છે અને પરમાણુમુક્ત દુનિયાનો સંકલ્પ લેવાય છે. મૌન રખાય છે. ચાલુ વર્ષે કોરોનાના ચેપ...

H-1B વિઝાધારકોને US ફેડરલ એજન્સીમાં હવે નોકરી નહીં મળે

અમેરિકામાં નોકરીનું સપનું જોઇ રહેલા ભારતીયોને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એક પછી એક ઝાટકા આપી રહ્યા છે. તેમણે હવે H-1B વિઝા અંગે એક નવો કાર્યકારી આદેશ જારી કર્યો છે, જે અંતર્ગત અમેરિકાની ફેડરલ એજન્સીઓ H-1B વિઝા પર હાયરિંગ નહીં કરી શકે. ટ્રમ્પે સોમવારે એક કાર્યકારી આદેશ પર સહી-સિક્કા કર્યા છે, જેમાં જણાવાયું છે કે અમેરિકી ફેડરલ એજન્સીઓ વિદેશી- ખાસ કરીને H-1B વિઝા પર અમેરિકા આવતા વર્કર્સને કોન્ટ્રાક્ટ કે સબ-કોન્ટ્રાક્ટ પર નોકરી પર નહીં રાખી શકે. ટ્રમ્પે વ્હાઇટ હાઉસની તેમનીઓવલ ઓફિસમાં આ આદેશ પર સહી-સિક્કા કરતા પહેલાં મીડિયા સમક્ષ કહ્યું, આજે હું એક કાર્યકારી આદેશ પર સહી કરી રહ્યો છું, જેથી એ સુનિશ્ચિત થઇ શકે કે ફેડરલ સરકાર એક સરળ નિયમ પર ચાલશે- અમેરિકી નાગરિક સૌથી ઉપર. ટ્રમ્પે આ અગાઉ ગત 23 જૂને એક આદેશમાં H-1B સહિત અન્ય ઘણા ફોરેન વર્ક વિઝા ડિસેમ્બર, 2020 સુધી રદ કરી દીધા હતા. ટ્રમ્પના આ નિર્ણયોને નવેમ્બરમાં યોજાનારી પ્રમુખપદની ચૂંટણી સાથે જોડીને જોવામાં આવી રહ્યા છે. નોંધનીય છે કે H-1B વિઝાની ભારતીય આઇટી પ્રોફેશનલ્સમાં સૌથી વધુ માગ રહે છે. H-1B વિઝા એક નોન-ઇમિગ્રન્ટ વિઝા છે, જે અંતર્...

15 દેશના કેબિનેટ મંત્રીઓના વજનનો અભ્યાસ, ચોંકાવનારા પરિણામ મળ્યાઃ સરકાર જેટલી ભારે, દેશમાં તેટલો વધુ ભ્રષ્ટાચાર

દક્ષિણ ઇંગ્લેન્ડના બકિંગહામશાયરના હાઇ વાયકોમ્બે શહેરના સાંસદ, મેયર અને કોર્પોરેટર દર વર્ષે જાહેરમાં પોતાનું વજન કરાવતા હતા, જનતાને એ જણાવવા માટે કે ટેક્સના નાણાનો ઉપયોગ કરતા કરતા તેમનું વજન વધ્યું નથી. કોઇ નેતાનું વજન થોડુંય વધેલું જણાય તો ટોળું હોબાળો મચાવી દેતું. વર્ષો જૂની આ કવાયતની વર્તમાન સંદર્ભમાં પ્રાસંગિકતા જાણવા ફ્રાન્સની મોન્ટેપેલિયર બિઝનેસ સ્કૂલના સંશોધક પાવ્લો બ્લાવસ્કીએ રસપ્રદ અભ્યાસ કર્યો. તેમણે 15 દેશની સરકારોના કેબિનેટ મંત્રીઓના વજનનો અભ્યાસ કર્યો, જેના પરિણામ ચોંકાવનારા રહ્યા. તે દર્શાવે છે કે સરકાર જેટલી ભારે ભરખમ છે તે દેશમાં તેટલો જ વધુ ભ્રષ્ટાચાર છે. જ્યાં મેદસ્વીતા વધુ ત્યાં ભ્રષ્ટાચાર વધુ હોવાનો દાવો બ્લાવસ્કીએ 300 કેબિનેટ મંત્રીની તસવીર પરથી તેમના બૉડી-માસ ઇન્ડેક્સ (બીએમઆઇ)નો અંદાજ બાંધ્યો. તેને મિલાન વર્લ્ડ બેન્ક અને ટ્રાન્સપેરન્સી ઇન્ટરનેશનલના આંકડા સાથે મેળવ્યા. તેમણે નોંધ્યું કે જે દેશોના મંત્રીઓનો બીએમઆઇ વધુ હતો તે વધુ ભ્રષ્ટ દેશોમાં સામેલ હતા. એસ્ટોનિયા, લિથુઆનિયા, લાત્વિયા અને જ્યોર્જિયા ઓછા ભ્રષ્ટ દેશ હતા. આ 4 દેશની કેબિનેટ પણ સૌથી સુડોળ હતી જ્યારે તા...

કોરોનાકાળમાં જન્મેલા બાળકોને જોવા કેબિન બસ, પરિવારજનો બાળકને જોઈ શકે તે માટે બનાવી સ્પેશિયલ બસ

મેક્સિકોના મોર્ટેરેરે શહેરમાં કોરોનાકાળમાં જન્મેલા બાળકો માટે સ્પેશિયલ કેબિન વાળી બસ બનાવાઈ છે. જેથી સંબંધીઓ અને પરિવારજનો બાળકોને જોઈ શકે. તેને બેબી કેબિન પરેડ નામ અપાયું છે. બસમાં બાળક સાથે માત્ર માતા-પિતા હાજર રહી શકશે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today Cabin bus to see babies born in Corona period, special bus made for family to see baby from Divya Bhaskar https://ift.tt/39O09A0 via IFTTT