કોરોના કાળમાં અંતર મજબૂરી, ઘરની યાદ અને માતાએ બનાવેલા ભોજનની કમી અનુભવતા અમેરિકનોની આંખ ભીની થઈ રહી છે
કોરોના કાળમાં મોટી મુશ્કેલી એવા લોકોને થઈ છે જે નોકરી કે બિઝનેસ મામલે ઘરેથી દૂર રહે છે. પહેલાં તે ગમે ત્યારે માના હાથે રંધાયેલા ભોજનનો સ્વાદ માણી લેતા હતા પણ હવે મહિના થઈ ગયા અને તે ઘરે જઈ શક્યા નથી.
એથેન્સમાં રહેતી 42 વર્ષીય ટિફૈની શુરમૈનને તેની માતા દ્વારા મોકલવામાં આવેલું પેકેટ બે મહિના પછી હવે મળ્યું છે. તે કહે છે કે મારી માતા ડલાસમાં રહે છે. કોરોનાને લીધે આશરે એક વર્ષથી પરિવાર સાથે હું મળી શકી નથી. એપ્રિલથી મધ્ય જૂન વચ્ચે દરરોજ પેકેટની રાહ જોઇ. પેકેટ મળતાં જ તે ભાવુક થઈ ગઈ. તેમાં માએ જાતે રાંધેલ ચેક્સ મિક્સ, વેલવીટા ચીઝ તથા નવું ક્રેડિટકાર્ડ પણ મોકલ્યું હતું. આ એ વસ્તુઓ હતી જે મારી માતાએ જાતે બનાવી હતી. અનેક અમેરિકીઓની જેમ ટિફૈનીને પણ લાગે છે કે હજુ તે અનેક મહિનાઓ સુધી પોતાના પરિવારને નહીં મળી શકે.
ખરેખર માર્ચના મધ્યમાં સ્ટેટ ડિપાર્ટમેન્ટે લેવલ-4ની એડવાઈઝરી જારી કરી અમેરિકી નાગરિકોને કહ્યું હતું કે તે અમેરિકા પાછા ન ફરે. તેના બાદથી અમેરિકામાં ચેપના કેસ સતત વધી રહ્યા છે. સ્વાસ્થ્યનાં જોખમ, સરહદો અનિશ્ચિત સમય માટે બંધ હોવી, આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ રદ કરવાને લીધે અનેક લોકોએ અમેરિકા પાછા ફરવાની યોજના હાલપૂરતી ટાળી છે. ઉત્તર નોર્વેમાં છેલ્લાં 11 વર્ષથી રહેતી 35 વર્ષીય રાશિ રોહતગી કહે છે કે અહીં બ્યૂટી કોસ્મેટિક્સની રેન્જ ખૂબ જ મર્યાદિત છે. નોર્વેમાં રહેવું ખૂબ જ મોંઘું છે. એટલું જ નહીં કન્ઝ્યૂમર ગુડ્સ પણ ઘણું મોંઘું છે એટલા માટે અમેરિકા જતા જ તમામ મનપસંદ વસ્તુઓ ખરીદી લઉં છું, પણ કોરોનાને લીધે તે પણ થઈ શકી રહ્યું નથી.
ચોકલેટ ચિપ્સ કુકીઝથી લઇને રીઝ પીનટ બટર સુધી
અમેરિકાથી બહાર રહેતા અનેક લોકોને હવે ખાણી-પીણીની વસ્તુઓની યાદ આવી રહી છે, જે હાલ તેમને મળી શકી રહી નથી. 4 વર્ષથી મ્યુનિકમાં રહેતી 33 વર્ષીય લૉરેન કુલવિકિ કહે છે કે મારું ઘર ઓહાયોમાં છે. જર્મનીમાં હું અત્યાર સુધી ચોકલેટ ચિપ્સ કુકીઝનો અસલ સ્વાદ માણતી. અહીં ગ્રોસરી સ્ટોરમાં બ્રાઉન શુગર અને વેનિલા એક્સટ્રેક્ટ દુર્લભ છે. અહીં મળતી ચોકલેટ ચિપ્સની ફ્લેવર મને નથી ભાવતી. જ્યારે 6 વર્ષથી લંડનમાં રહેતી 37 વર્ષીય નિકોલ ટ્રિલિવાસ કહે છે કે જ્યારે પણ પીનટ બટર એગ્ઝ ખાવાની ઈચ્છા થાય, ત્યારે મને ઘરની યાદ આવે છે પરંતુ હવે એ ફક્ત યાદો છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3kl2xU0
via IFTTT
Comments