ભાજપ-કોંગ્રેસની 'હેટ સ્પીચ' વચ્ચે ફેસબુકની નિષ્પક્ષતા અંગે સ્પષ્ટતા,આજે ફાઇનલ યર અને સેમેસ્ટરની પરીક્ષા અંગે ચુકાદો
શુભ પ્રભાત. આજે મંગળવાર 18 ઓગસ્ટ છે. જો તમે ગઈકાલે અગત્યના સમાચાર ચુકી ગયા હોય અથવા આજે કયાં સમાચાર અગત્યના હશે તે જાણવા ઈચ્છતા હોય તો આપના માટે અમારી આ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ પ્રસ્તુત છે... સૌથી પહેલા જાણીએ કે આજે કઈ ઘટના આકાર લેવાની છે.... સુપ્રીમ કોર્ટમાં નક્કી થશે કે ડિગ્રી માટે અંતિમ વર્ષ (Final Year) અને સેમેસ્ટરના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવી પડશે કે નહીં. કોર્ટ UGCની ગાઈડલાઈન સામે વિદ્યાથીઓની અરજી પર સુનાવણી કરી રહી છે. સુશાંત સિંહ રાજપૂત કેસમાં CBIએ પોતાના અધિકાર ક્ષેત્ર અંગે સ્પષ્ટતા ઈચ્છે છે. આ માટે તેણે સુપ્રીમ કોર્ટમાં એક અરજી પણ દાખલ કરી છે. આ અરજી પર પણ આજે સુનાવણી થશે. રાષ્ટ્રીય રમત-ગમત પુરસ્કાર માટે સ્પોર્ટ મંત્રાલયની ખાસ સમિતિની આજે બીજો અને અંતિમ દિવસ છે. આજે જ અર્જુન તથા ખેલ રત્ન પુરસ્કારની જાહેરાત થઈ શકે છે. BCCI આજે IPLના નવા ટાઈટલ સ્પોન્સરની જાહેરાત કરશે. આ રેસ (RACE)માં ટાટા સન્સ સૌથી આગળ છે. માલદીવ અને ભારત વચ્ચે આજથી ટ્રાવેલ બબલ (Travel Bubble) એટલે કે હવાઈ યાત્રાની શરૂઆત થશે. ટ્રાવેલ બબલ બન્ને દેશ વચ્ચે હવાઈ સેવા માટે તૈયાર કરવામાં આવેલો એર કોરિડોર હોય છે....