પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથી નિમીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ આપી છે. વડાપ્રધાને એક ટ્વિટ કરીને કહ્યું કે, દેશની પ્રગતિની દિશામાં અટલ બિહારી વાજપેયીનું અમૂલ્ય યોગદાન હંમેશા યાદ રહેશે.
Tributes to beloved Atal Ji on his Punya Tithi. India will always remember his outstanding service and efforts towards our nation’s progress. pic.twitter.com/ZF0H3vEPVd
— Narendra Modi (@narendramodi) August 16, 2020
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આજે બીજી પુણ્યતિથી છે. 2018માં દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં લાંબી બિમારી પછી 93 વર્ષની ઉંમરમાં વાજપેયીનું નિધન થયું હતું.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સવારે અટલ બિહારી વાજપેયીના સમાધિ સ્થળ ‘સદૈવ અટલ’ પહોંચ્યા અને તેમને પુષ્પાજંલિ અર્પણ કરી. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ અને રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ સમાધિ સ્થળ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/314U2F3
Comments