Skip to main content

Posts

Showing posts with the label TOP NEWS Divya Bhaskar

દિલ્હીમાં 13 લાખ, મુંબઈમાં 6.5 લાખની સરખામણીએ અમદાવાદમાં 2.16 લાખ લોકોના કોરોના ટેસ્ટ કરાયા

અમદાવાદ શહેરમાં 17 માર્ચે કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો. આ પછી 15 ઓગસ્ટ સુધીમાં મ્યુનિ. હેલ્થ વિભાગે કુલ 216592 ટેસ્ટ કર્યા છે. જે શહેરની કુલ વસતીના 3.43 ટકા જ થાય છે. દિલ્હીમાં અત્યાર સુધી 13 લાખ અને મુંબઈમાં 6.51 લાખ ટેસ્ટ થયા હોવાનું જાણવા મળ્યું છે. દિલ્હીની વસતી અંદાજે 3.02 કરોડ છે અને કુલ ટેસ્ટ 13 લાખની આસપાસ થયા છે. વસતીની ટકાવારી પ્રમાણે જોઈએ તો ટેસ્ટનું પ્રમાણ 4.31 ટકા છે. આમ અમદાવાદની સરખામણીએ દિલ્હીમાં વધુ ટેસ્ટ થાય છે. મુંબઈની વસતી અંદાજે 2.04 કરોડ છે. અહીં લગભગ 6.50 લાખ ટેસ્ટ થયા છે. વસતીની ટકાવારી પ્રમાણે આ રેશિયો 3.19 ટકા આવે છે. આમ મુંબઈની સરખામણીએ અમદાવાદમાં વધુ ટેસ્ટ થયા છે. શહેરમાં માર્ચ મહિનામાં કોરોનાનો પોઝિટિવિટી રેટ 6.86 ટકા હતો જે એપ્રિલમાં 11.54 અને મેમાં 19.77 થયો હતો. જ્યારે જૂનથી 15 ઓગસ્ટ સુધીમાં આ રેટ લગભગ સરખો અંદાજે 22 ટકા સુધી પહોંચ્યો છે. જો કે બીજી તરફ સારી બાબત એ છે કે, અમદાવાદમાં રિકવરી રેટ માર્ચ મહિનામાં 10 ટકા હતો તે વધીને 15 ઓગસ્ટ સુધીમાં 83 ટકા સુધી પહોંચી ગયો છે. જ્યારે મૃત્યુદર 10.34 ટકાથી ઘટીને 5.98 ટકા સુધી પહોંચ્યો છે. પાંચ મહિનામાં સૌથી...

ડેમોક્રેટ સામે ટક્કર લેવા ટ્રમ્પ ડિજિટલ પ્રચાર પાછળ ચાર દિવસમાં 75 કરોડનો ખર્ચ કરશે

કોરોના સંકટના કારણે અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી પ્રચારની પદ્ધતિ બદલાઈ ગઈ છે. રેલીઓ, ફંડ એકઠું કરવા સભાઓ અને ચૂંટણી મુદ્દા પર ચર્ચા જેવા કાર્યક્રમ લગભગ રદ્દ થઈ ચૂક્યા છે. ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઈડેને અત્યાર સુધી એક પણ રેલી કરી નથી. અગાઉ રાષ્ટ્રપતિ ચૂંટણી માટે ઓગસ્ટના મધ્ય સુધી પાર્ટીઓનાં કાર્યકર્તા વોટરોનાં દરવાજે ટકોરા મારી દેવાતા હતા. આ વર્ષે આમ થયું નથી. ચૂંટણીમાં બંને પાર્ટીઓનું નેશનલ કન્વેન્શન મહત્ત્વનું હોય છે. અહીં પાર્ટીઓ ઉમેદવારોનું નામાંકન સ્વીકારે છે. ચાલુ વર્ષે ડેમોક્રેટિક પાર્ટીનું નેશનલ કન્વેન્શન એપ્રિલમાં યોજાવાનું હતું, જેને લંબાવીને જુલાઈ અને પછી 17 ઓગસ્ટ કરવું પડ્યું છે. ટ્રમ્પને પણ ફ્લોરિડામાં કન્વેન્શન રદ્દ કરવું પડ્યું છે. તે ચારલોટના કન્વેન્શનમાં પણ સામેલ નહીં થાય. આટલું જ નહીં ટ્રમ્પ વોશિંગટન ડીસીના એન્ડ્ર્યુ મેલન ઓડિટોરિયમમાં નોમિનેશન સ્વીકારશે, પરંતુ ભાષણ વ્હાઈટ હાઉસમાંથી આપશે. ચારલોટ કન્વેન્શનમાં 400 પાર્ટી ડેલિગેટ્સ ભાગ લેશે. આ વખત પ્રત્યક્ષ રેલીઓ, ઘરે-ઘરે પહોંચીને પ્રચાર જેવી ગતિવિધિઓનું સ્થાન ડિજિટલ માધ્યમે લીધું છે. પાર્ટિઓ વેબસાઈટ, યુટ્યુબ વ...

કેજરીવાલે કહ્યું- ટેસ્ટ ભૂલી જાઓ, પહેલાં 6 હજાર દર્દી આવતા હતા, હવે હજારથી પણ ઓછા, યુપી સહિત જ્યાં તક મળશે ત્યાં ચૂંટણી લડીશું

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજકાલ ચર્ચામાં છે. આ વખતે તેઓ એલજીના નિવાસસ્થાને ધરણાં કે કેન્દ્ર સરકાર સાથેની ટક્કરના કારણે નહીં, કોરોના સામે લડવાના દિલ્હી મોડલને લઈને ચર્ચામાં છે. મોદીએ પોતાના સંબોધનમાં દિલ્હી મોડલનાં વખાણ કર્યાં હતાં. કોરોના ટેસ્ટિંગની બદલાયેલી પદ્ધતિ સામે સવાલ ઊઠી રહ્યા છે. બિહારની ચૂંટણી માથે છે અને આવતા વર્ષે ઉત્તરપ્રદેશમાં પણ ચૂંટણી છે. કોરોનાની લડાઇના દિલ્હી મોડલના પ્રચારથી આશાન્વિત આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ રાષ્ટ્રીય સ્તરે પક્ષના વિસ્તરણની શક્યતા જુએ છે. જોકે, બિહારની ચૂંટણી માટે તેઓ સમયનો અભાવ હોવાનું કહે છે પણ યુપીના ચૂંટણીજંગમાં ઝુકાવવાની પૂરી તૈયારી છે. આ અંગે કેજરીવાલ સાથેની વાતચીતના મુખ્ય અંશ.. સવાલ: દિલ્હીમાં કોરોનાના દર્દી ઘટી રહ્યા છે. શું અહીં પિક આવી ચૂક્યું છે કે હજુયે ઉપર-નીચે થશે? કેજરીવાલ: કોરોના અંગે કશું પણ કહી ના શકાય. અમે કોઈ કામમાં કચાશ રાખવા નથી માંગતા. જ્યાં સુધી સંપૂર્ણ કામ ના થઈ જાય ત્યાં સુધી તૈયારી પણ ઓછી કરવાનો નિર્ણય ના લઈ શકાય. કોરોનાના મામલામાં દેશ કરતાં દિલ્હીમાં સ્થિતિ સારી છે. આશા છે કે, ભવિષ્યમાં પણ આવી સ્થ...

​​​​​​​સુપ્રીમકોર્ટ નક્કી કરશે કે જજો સામે જાહેરમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવી શકાય કે નહીં?

વકીલ પ્રશાંત ભૂષણ સામેના કોર્ટના અનાદરનાં 11 વર્ષ જૂના કેસમાં સુપ્રીમકોર્ટે સોમવારે 2 મોટા સવાલ નક્કી કર્યા. આ અંગે સુનાવણી કરી રહેલી કોર્ટ નક્કી કરશે કે જજો સામે સાર્વજનિક ધોરણે ભ્રષ્ટાચારનો આરોપ લગાવી શકાય કે નહીં? જસ્ટિસ અરુણ મિશ્રાના વડપણ હેઠળની બેન્ચ એ પણ નક્કી કરશે કે આ મુદ્દો સુનાવણી માટે લાર્જર બેન્ચને મોકલવો કે નહીં? વધુ સુનાવણી 24 ઓગસ્ટે થશે. પ્રશાંત ભૂષણ વતી સિનિયર એડવોકેટ રાજીવ ધવને સુપ્રીમકોર્ટ સમક્ષ કહ્યું કે જજો સામે ભ્રષ્ટાચારનો આરોપ લગાવવો એ કોર્ટનો અનાદર નથી. કોર્ટે આરોપોના સંદર્ભમાં પરિસ્થિતિઓ પર વિચાર કરવો જોઇએ. સુનાવણી દરમિયાન જસ્ટિસ મિશ્રાએ રિટાયર્ડ જસ્ટિસ જે. એસ. વર્માનો એક ચુકાદો ટાંકતાં કહ્યું, ‘સુપ્રીમકોર્ટનો આ ચુકાદો કહે છે કે જજો સામે ભ્રષ્ટાચારનો આરોપ સીધો પહેલી વારમાં જાહેર ન કરી શકાય. તે પહેલાં કોર્ટના વહીવટી વિભાગમાં આંતરિક તપાસ માટે મૂકવા જરૂરી છે.’ આ તબક્કે સિનિયર એડવોકેટ શાંતિ ભૂષણે કહ્યું કે કોર્ટે નિયમિતપણે સુનાવણી શરૂ થયા બાદ જ આ મામલો સાંભળવો જોઇએ. જવાબમાં જસ્ટિસ મિશ્રાએ કહ્યું કે તેઓ મામલો ખતમ કરવા ઇચ્છતા હતા પણ આમાં બે મહત્ત્વના સવાલ ઊભા થયા ...

ભારતે ખાનગી ક્ષેત્રમાં તૈયાર કરી એન્ટિ ટેન્ક મિસાઈલ, 12 મહિનામાં પરીક્ષણ થશે, રેન્જ અઢી કિલોમીટર

સંરક્ષણ ઉત્પાદન મામલે ભારતના ખાનગી ક્ષેત્રમાંથી મોટા સમાચાર મળ્યા છે. ખાનગી ક્ષેત્રએ પ્રથમ મિસાઈલ તૈયાર કરી લીધી છે. ત્રીજી પેઢીની આ એન્ટિ ટેન્ક મિસાઈલ પરીક્ષણ માટે તૈયાર છે. 12 મહિનાની અંદર તેનું પરીક્ષણ કરવાની આશા છે. ખાનગી ક્ષેત્રમાં મિસાઈલ તૈયાર કરાયાના સમાચાર પણ એવા સમયે આવ્યા છે જ્યારે સંરક્ષણ મંત્રાલયે દેશમાં હથિયાર અને સંરક્ષણ ઉપકરણોના મોટા પાયે ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે અઠવાડિયા પૂર્વે જ 101 સંરક્ષણ ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી હતી. આ સંકલ્પને સાકાર કરવા સોમવારે ભારતીય સેનાના ટોચના અધિકારીઓ, સંરક્ષણ ઉત્પાદન વિભાગ અને ખાનગી ક્ષેત્રના દિગ્ગજો વચ્ચે ચર્ચા-વિચારણા થઈ હતી. તેના ઉદ્ઘાટન સત્રમાં જ ખાનગી ક્ષેત્રની મિસાઇલ તૈયાર થયાનો ખુલાસો કરાયો હતો. સેનાના વાઈસ ચીફ લેફ્ટનન્ટ જનરલ એસ.કે.સૈનીએ ઉદ્યમીઓ વચ્ચે જ જાહેરાત કરી હતી કે સેના સ્વદેશી હથિયારો સાથે જ યુદ્ધ લડીને જીતશે. પણ આપણે ધ્યાન રાખવું પડશે કે ભવિષ્યનાં યુદ્ધ કંઇક અલગ જ પ્રકારનાં હશે. આપણે હથિયાર છોડી નવી ટેક્નોલોજી પર ફોકસ કરવું પડશે. રાજકીય માધ્યમોથી સંરક્ષણ નિકાસને પ્રોત્સાહન આપવાની પણ તૈયારી ભાર...

હજી 5 દિવસ ભારે વરસાદની અગાહી, રાજ્યમાં 80% વરસાદ, ગુજરાતમાં અત્યાર સુધી 26 ઈંચ વરસાદ, ચોમાસાના 26 દિવસ બાકી

સુરત જિલ્લામાં ફરી મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે. જિલ્લાના માંડવી તાલુકામાં 10 કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબકી ગયો છે. જ્યારે મહુવામાં 9 ઇંચ, બારડોલીમાં 6 ઇંચ સાથે ચોર્યાસી-પલસાણામાં 5-5 ઇંચ વરસાદ નોંધાયો છે. સુરત જિલ્લામાં ધોધમાર વરસાદથી સુરત શહેરના પરવટપાટિયા-લિંબાયતમાં ખાડીપૂરના પાણી ઓસર્યા બાદ ફરી ખાડીપૂરનું સંકટ તોળાતા લોકોમાં ચિંતાનો માહોલ છવાયો છે. હાલમાં મીઠીખાડી સ્થિર તો સીમાડા અને ભેદવાડ ખાડીના સ્તર વધ્યા છે. રાજ્યમાં ઝોન પ્રમાણે વરસાદના આંકડા નવસારી જિલ્લામાં પણ સાર્વત્રિક 3થી 7 ઇંચ વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રના 3 જિલ્લા પર મેઘો મંડાયો હતો. જેમાં ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડામાં દોઢ ઇંચ, ઊનામાં 1 ઇંચ, તાલાલા ગ્રામ્યમાં 12 ઇંચ અને તાલાલા ગિરમાં 8 ઇંચ, કોડીનારમાં 2 ઇંચ અને વેરાવળમાં 1 ઇંચ પાણી પડી ગયું હતું. આ ઉપરાંત જૂનાગઢ જિલ્લાના કેશોદમાં દોઢ ઇંચ, જૂનાગઢ પોણો ઇંચ, ભેંસાણ પા ઇંચ, મેંદરડા દોઢ ઇંચ, માંગરોળ 2 ઇંચ, માણાવદર અડધો ઇંચ, માળિયા હાટીના દોઢ ઇંચ, વંથલી 1 ઇંચ અને વિસાવદરમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો. અમરેલી જિલ્લાના રાજુલામાં પોણો ઇંચ અને બગસરામાં અડધો ઇંચ વરસાદ થયો હતો...

સરોદવાદક ઉસ્તાદ અમજદ અલી ખાને કહ્યું- ઇશ્વર ગાતા હોત તો તેમનો અવાજ પણ આવો જ હોત...

પદ્મવિભૂષણથી સન્માનિત સરોદવાદક ઉસ્તાદ અમજદ અલી ખાને કહ્યું- પંડિત જસરાજની વિદાય શાસ્ત્રીય સંગીતની દુનિયા માટે બહુ મોટી ખોટ તો છે જ, મારું અંગત નુકસાન પણ છે. તેઓ મારા મોટા ભાઇ હતા. 1960-61ના દાયકામાં અમે બન્ને ઘણા પ્રોગ્રામ-ફેસ્ટિવલમાં સાથે પ્રસ્તુતિ આપતા હતા. ક્યારેક અમે તેમનાથી પહેલાં, ક્યારેક તેઓ અમારાથી પહેલાં. પદ્મશ્રી સન્માન પણ 1975માં અમને બન્નેને સાથે જ મળ્યું. સંગીત સુંદર બગીચા જેવું હોય છે, જેમાં જુદા-જુદા રંગના, જુદી-જુદી સુગંધના ફૂલો હોય છે. બગીચામાંથી જે ફૂલ જતું રહે છે તે પાછું નથી આવતું, હવે બીજા જસરાજ પેદા નહીં થઇ શકે. પંડિત જસરાજ સ્વભાવે પણ બહુ સારા અને મિલનસાર હતા. તેમનો એક પરિવાર મુંબઇમાં છે અને એક અમેરિકામાં. તેઓ અડધો સમય અમેરિકામાં વીતાવતા અને અડધો સમય મુંબઇમાં રહેતા. તેમના શિષ્યોની લાંબી શૃંખલા છે. તેઓ માત્ર શીખવતા નહોતા, વ્યક્તિગત ધોરણે મદદ પણ કરતા. તેમના શિષ્યો તેમની ગાયિકીની પરંપરાને ચોક્કસપણે આગળ વધારશે. અમદાવાદ-ગુજરાત સાથે તેમનો બહુ જૂનો નાતો હતો. હૈદરાબાદમાં તેમના પૂર્વજોની સમાધિ વગેરે છે. આ શહેરો સાથે પણ તેમનો ગાઢ સંબંધ રહ્યો. તેઓ પોતાને મેવાતી ઘરાનાના કહે...

રાજ્યમાં કુલ 13,12,824 ટેસ્ટમાંથી 78,783 કેસ પોઝિટિવ, અત્યારસુધીમાં કુલ 61,484 દર્દી ડિસ્ચાર્જ અને 2787ના મોત

રાજ્યમાં કોરોના મહામારી યથાવત છે. દરરોજ 1100થી વધુ નવા કેસ તેમજ 20થી વધુ દર્દીના મોત થયા છે. અત્યારસુધીમાં ગુજરાતમાં કુલ 13,12,824 ટેસ્ટ થયા છે. જેમાથી 78,783 કેસ પોઝિટિવ સામે આવ્યા છે. ત્યારે કુલ 61,484 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે અને મૃત્યુઆંક 2787 થયો છે. હાલમાં 14,500 એક્ટિવ કેસ છે, જેમાંથી 82 વેન્ટિલેટર પર છે જ્યારે 14,418 દર્દીની હાલત સ્થિર છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં નવા 1120 કેસ અને 20 મૃત્યુ થયા છે. જ્યારે 959 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં નવા કેસ, કુલ કેસ અને એક્ટિવ 30 મેથી 16 ઓગસ્ટ સુધી રાજ્યમાં નોંધાયેલા કેસ, મોત અને ડિસ્ચાર્જનો આંકડો તારીખ નવા નોંધાયેલા કેસ મૃત્યુ ડિસ્ચાર્જ 30 મે 412 27 621 31 મે 438 31 689 1 જૂન 423 25 861 2 જૂન 415 29 1114 3 જૂન 485 30 318 4 જૂન 492 33 455 5 જૂન 510 35 344 6 જૂન 498 29 313 7 જૂન 480 30 319 8 જૂન 477 31 321 9 જૂન 470 33 409 10 જૂન 510 34 370 11 જૂન 513 38 366 12 જૂન 495 31 392 13 જૂન 517 33 390 ...

અમેરિકામાં કોલેજોના ઓનલાઈન અભ્યાસના ભારેખમ ખર્ચનો વિરોધ, એક કોલેજની વાર્ષિક ફી 48 લાખ રૂપિયા!

અમેરિકામાં મહામારીના પ્રકોપથી પહેલા જ બેચલર ડિગ્રીના ભારેખમ ખર્ચનો વિરોધ થઈ રહ્યો હતો. હવે આ વિરોધ વધી ગયો છે. દેશમાં કોરોનાના ઝડપી ફેલાવા વચ્ચે મોટાભાગની કોલેજો કેમ્પસ ખોલવા માગતા નથી. વિદ્યાર્થી અને તેમનાં વાલીઓ પ્રત્યક્ષ શિક્ષણના બદલે વધતા ઓનલાઈન અભ્યાસના વિરોધમાં છે. તેમણે સરકારને ફીમાં કાપ અને વધુ આર્થિક મદદની માગ કરી છે. દક્ષિણ કેલિફોર્નિયાની ઓરેન્જ કાઉન્ટીમાં ચેપમેન કોલેજની એક વર્ષની ટ્યુશન ફી રૂ.48 લાખ છે. રગટર્સ યુનિવર્સિટીમાં 30 હજારથી વધુ લોકોએ જુલાઈમાં એક અરજી પર હસ્તાક્ષર કર્યા હતા. જેમાં ટ્યુશન ખર્ચમાં 20% અને અન્ય ખર્ચ નાબૂદ કરવાની માગ કરાઈ છે. નોર્થ કેરોલિના યુનિવર્સિટીના 40 હજાર વિદ્યાર્થીઓ, વાલીઓએ કોવિડ-19માં કોલેજ બંધ હોવાને લીધે હાઉસિંગ ખર્ચ પાછો આપવાની માગ કરી છે. કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટીએ ઓનલાઈન અભ્યાસનો નિર્ણય લીધો છે, એટલે ત્યાં કેમ્પસ ખર્ચમાં કાપની માગ ઉઠી છે. હાર્વર્ડમાં ફર્સ્ટ યરના 340 વિદ્યાર્થીઓએ ઓનલાઈન ખર્ચ બચાવવા એડમિશન જ લીધું નથી. ગયા મહિને વાલીઓએ ફેસબુક પર એક ગ્રૂપ બનાવીને સરકારને ટ્યુશન ફી ઘટાડવા અને ગેરહાજરીના નિયમોને હળવા કરવા કહ્યું છે. અને...

68 વર્ષના સંસદીય ઇતિહાસમાં પહેલી વાર રાજ્યસભા-લોકસભા સાથે નહીં ચાલે, સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો સાથેનું આ પ્રકારનું પહેલું સત્ર

કોરોના વાઇરસના બે હાથના અંતરે ભારતીય સંસદનો ચહેરો પણ બદલી નાખ્યો છે. સંસદનું આ વખતનું ચોમાસુ સત્ર મહામારીની મજબૂરીઓનું ઉદાહરણ સાબિત થશે, કેમ કે 1952 બાદ 68 વર્ષના સંસદીય ઇતિહાસમાં પહેલી વાર બન્ને ગૃહ જુદા-જુદા સમયે ચાલશે. સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઇ શકે તે માટે રાજ્યસભાના સાંસદો લોકસભામાં અને દીર્ઘાઓમાં પણ બેસશે. લોકસભા માટે પણ આ જ વ્યવસ્થા અપનાવાશે. તે માટે સંસદમાં હાલ જોરશોરથી કામ ચાલી રહ્યું છે. રાજ્યસભા સવારે, લોકસભા સાંજે ચાલી શકે છે નવી બેઠક ક્ષમતા પ્રમાણે રાજ્યસભાના 60 સાંસદ ગૃહમાં અને 51 દીર્ઘાઓમાં બેસશે. બાકીના 132 સાંસદને લોકસભાની ચેમ્બરમાં બેસાડાશે. આ કારણથી જ બન્ને ગૃહ એક સાથે નહીં પણ જુદા-જુદા સમયે ચાલશે. રાજ્યસભા સવારે જ્યારે લોકસભા સાંજે ચાલી શકે છે. બંને ગૃહ મોટી સ્ક્રીન પર દેખાશે, જેથી કાર્યવાહીમાં ગૃહ સાથે દેખાય. રાજ્યસભાની મુખ્ય ચેમ્બરમાં વડાપ્રધાન, ગૃહના નેતા અને વિપક્ષના નેતા બેસશે. તમામ પક્ષોના ગૃહના નેતા પણ ચેમ્બરમાં જ બેસશે. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, એચ. ડી. દેવગૌડા, રામવિલાસ પાસવાન, રામદાસ અઠાવલે માટે સીટો રખાઇ છે. કાર્યવાહી દરમિયાન વિપક્ષ કોલાહલ કે હોબા...

અમેરિકામાં કોરોનાકાળમાં 40 રાજ્યની 2,900 છોકરીઓએ બિઝનેસ સ્કિલ શીખી, હવે ડર્યા વિના મોટા નિર્ણયો લઇ રહી છે

બધા માતા-પિતાની જેમ પેજ કર્ટિને પણ તેમની 12 વર્ષની દીકરી માટે શૈક્ષણિક વર્ષ પૂરું થતાં સમર ટ્રેનિંગની યોજના ઘડી હતી પણ તે કોરોનાના કારણે પૂરી ન થઇ શકી. એવામાં તેમને ‘ગર્લ્સ વીથ ઇમ્પેક્ટ’ પ્રોગ્રામ અંગે જાણ થઇ, જે અંતર્ગત છોકરીઓને ફાયનાન્સિયલ, બિઝનેસ અને મની મેનેજમેન્ટ સંબંધી સ્કિલ શીખવવામાં આવે છે. તેમણે દીકરીને તેની સાથે જોડી, તે માસ્ક અવેરનેસ કેમ્પેન સાથે જોડાઇ. આ પ્રોગ્રામની સીઇઓ અને વૉલ સ્ટ્રીટ એક્ઝિક્યુટિવ રહી ચૂકેલી જેનિફર ઓપેંશૉના જણાવ્યાનુસાર અમે સાબિત કરવા માગીએ છીએ કે અમેરિકાની યુવતીઓ હુન્નરમંદ છે અને તેમને જરૂરી ટ્રેનિંગ અપાય તો તેઓ બિઝનેસ કે અન્ય ક્ષેત્રોમાં બહેતર કરી શકે છે. આ તેમના માટે સારું છે અને દેશના ભવિષ્ય માટે પણ. કોરોના મહામારી ફેલાયા બાદથી અમેરિકાના 40 રાજ્યની 2,900થી વધુ છોકરીઓને આ પ્રોગ્રામ દ્વારા બિઝનેસ સ્કિલ્સ શીખવવામાં આવી ચૂકી છે. હવે તેઓ તેમના પેશનને ઉદ્યમમાં ફેરવવા જઇ રહી છે. આ પ્રોગ્રામમાં 12થી 18 વર્ષની વિદ્યાર્થિનીઓને બિઝનેસ જગતની હસ્તીઓ અને ઇન્સ્ટ્રક્ટર્સના નેતૃત્ત્વમાં બિઝનેસની યોજના ઘડવાની અને તેને અમલી બનાવવાની તાલીમ અપાઇ. એક્સપર્ટ્સનું માનવું છે...

દક્ષિણ કોરિયામાં સરકાર વિરુદ્ધ 10 હજાર લોકો રસ્તા પર ઊતર્યા, વિરોધમાં ડિસ્ટન્સિંગ જ ભૂલી ગયા

દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલમાં 10 હજારથી વધુ લોકોએ શનિવારે સરકાર વિરુદ્ધ રેલી યોજી હતી. જોકે કોરોનાના વધતાં કેસને ધ્યાનમાં રાખી અહીં પણ કડકાઈ લાગુ છે છતાં તંત્ર નારાજ લોકોને રોકવામાં નિષ્ફળ રહ્યું. કોરોના પર કાબૂ મેળવવામાં નિષ્ફળ રહેવા તથા સરકારના અનેક નેતા-અધિકારીઓના કૌભાંડો સામે આવતાં લોકો રોષે ભરાયા હતા. તેમણે રાષ્ટ્રપતિ મૂન-જે-ઈન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો અને સરકારના રાજીનામાંની માગ કરી હતી. દેશના ડૉક્ટરો પણ સરકારની નીતિઓથી નારાજ છે. અઠવાડિયામાં બીજી વખત હડતાળ પર ઊતર્યા, વિરોધમાં રેલી પણ યોજી. ચર્ચે આગ્રહ કર્યો એટલે ભીડ એકઠી થઈ આ રેલીમાં હાજરી આપવા સોશિયલ મીડિયા પર ચર્ચના પાદરીએ લોકોને અપીલ કરી હતી. પરિણામે આશા કરતાં પણ વધુ લોકો રેલીમાં ઉમટી પડ્યાં. સિયોલમાં તાજેતરમાં કોરોનાના 146 કેસ સામે આવ્યા હતા. તેમાં 107 સારંગ ઝીલ ચર્ચ સંબંધિત હતા. આ ચર્ચના વડા પાદરી જૂન ક્વાંગ હેંગ છે. આ ચર્ચ પણ શિનજિયોન્જી ચર્ચની જેમ વિવાદિત રહ્યું છે. રિપોર્ટમાં કહેવાયું છે કે જૂન ક્વાંગના આગ્રહ બાદ જ હજારો લોકો ઉમટી પડ્યા હતા. કોરોનાની બીજી લહેરનું જોખમ તંત્રએ લોકોને રોકવા 6000 પોલીસકર્મી તહેનાત...

કોંગ્રેસના ભરતસિંહ 55 દિવસથી કોરોના સામે જંગ લડી રહ્યા છે, તબિયત સ્થિર, શરીર એટલું ઊતર્યું કે ઓળખવા મુશ્કેલ

કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીને કોરોનાનો ચેપ લાગતા તેમને 22મી જૂને વડોદરા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાંથી વધુ સારવાર માટે તેમને અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને હજુ પણ સિમ્સ હોસ્પિટલમાં જ સારવાર લઇ રહ્યા છે. હાલમાં તેમની તબિયત સુધારા પર છે. હાલનો તેમનો ફોટો જોતા તેમને ઓળખવા મુશ્કેલ પડે તેવી તેમના શરીર પર અસર થઇ છે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીની હાલની તસવીર અને ઇનસેટમાં તેમની ફાઇલ તસવીર. from Divya Bhaskar https://ift.tt/2Y25kYD via

ભારત-નેપાળ વચ્ચે મિત્રતા માટે વાતચીત યોજાશે, 6 મહિનાથી બંધ વૈષ્ણોદેવી મંદિરના દર્શન શરૂ; કોરોનાને વધતો અટકાવવા દવા મળી

શુભ પ્રભાત. આજે સોમવાર છે. સપ્તાહની શરૂઆત પોઝિટિવ સમાચાર સાથે કરીએ. આજે ભારત અને નેપાળ વચ્ચે શાંતિની પહેલ થશે, જેથી બન્ને દેશ વચ્ચે તણાવ ઓછો કરી શકાય. વિદેશ મંત્રાલયના અધિકારી કાઠમંડુમાં વાટાઘાટ કરશે. આ વાટાઘાટમાં નેપાળના વિદેશ સચિવ શંકર દાસ બૈરાગી અને ભારત તરફથી નેપાળમાં રાજદૂત વિનય મોહન ક્વાત્રા હશે.હવે અન્ય અગત્યના સમાચારો તરફ આગળ વધશુ..... કોરોના સામે વૈજ્ઞાનિકોને વધુ એક સફળતા મળી વિશ્વમાં કોરોના સામેની લડાઈમાં વૈજ્ઞાનિકોને સફળતા મળતી દેખાઈ રહી છે. અમેરિકાના વૈજ્ઞાનિકોએ એક એવી દવા શોધી લીધી છે કે જે સંક્રમણ બાદ શરીરમાં કોરોના વાઈરસની સંખ્યા વધતા (રેપ્લિકેટ) અટકાવશે. જોકે આ દવા અગાઉથી જ ઉપલબ્ધ છે. પણ હવે આ દવાનો ઈલાજ કોરોના માટે પણ થશે. દવાનું નામ એબ્સેલેન છે. તેનો ઉપયોગ બાયપોલર ડિસઓર્ડર તથા સાંભળવાની ક્ષમતા ઘટવા (હિયરિંગ ડિસઓર્ડર)ના ઈલાજ માટે કરવામાં આવે છે. સુશાંતના મૃત્યુના દિવસનો એક વીડિયો મળ્યો છે સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુની તપાસ બે કેન્દ્રીય તપાસ એજન્સી CBI અને ED કરી રહી છે. દરમિયાન એક ન્યૂઝ ચેનલે અભિનેતાના મૃત્યુના દિવસનો અત્યાર સુધીમાં નહીં જોવા મળેલો એક વીડિયો મળ્યો...

બંને હાથ નથી, પગની આંગળીથી બ્રશ પકડી પેઇન્ટિંગ બનાવી વેચી રહી છે જેથી દિવ્યાંગ બાળકો માટે આર્ટ્સ સ્કૂલ ખોલી શકે

મુશ્કેલી કોના જીવનમાં નથી આવતી, ભગવાન મારા બંને હાથ બનાવવાનું ભૂલી ગયા પરંતુ મેં પગથી જીવવાનું શીખી લીધું. 21 વર્ષીય પ્રિન્સી ગોગોઈ જ્યારે આ વાત કરે છે ત્યારે તેની આંખ અતૂટ વિશ્વાસથી ચમકવા લાગે છે. આસામના નાના શહેર સોનારીમાં જન્મેલી પ્રિન્સીના જન્મથી જ બે હાથ નથી. હાલમાં તે ગુવાહાટીની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં ફ્રન્ટડેસ્ક એક્ઝિક્યુટિવની નોકરી કરી ઘરખર્ચ પૂરો કરી રહી છે. પ્રિન્સીએ પગથી લખીને ધોરણ-12ની પરીક્ષા પાસ કરી છે. પ્રિન્સીને પેઈન્ટિંગ, સિંગિગ અને સ્પોર્ટ્સનો શોખ છે. પગની આંગળીથી બ્રશ પકડી પ્રિન્સીએ હાલમાં જ ગણેશનું પેઈન્ટિંગ કર્યું જે 30 હજાર રૂપિયામાં વેચાયું. તે દિવ્યાંગ બાળકો માટે આર્ટ્સ સ્કૂલ શરૂ કરવા માંગે છે. પ્રિન્સી ગોગોઈ. માનસિક બીમાર કહી સ્કૂલે પ્રવેશ આપ્યો નહોતો પ્રિન્સીએ કહ્યું કે, તેને એક સરકારી શાળામાં ધોરણ-5માં એટલા માટે પ્રવેશ મળ્યો નહોતો કેમકે તેના બંને હાથ નહોતા. એક શિક્ષકે માતાને કહ્યું કે તેઓ માનસિક રોગી બાળકોને પ્રવેશ આપતા નથી. પરંતુ એક દરવાજો બંધ થાય છે તો ઈશ્વર બીજો ખોલી નાંખે છે. ગામની જ એક વ્યક્તિની મદદથી મારો પ્રવેશ એક ખાનગી શાળામાં થયો. ત્યાંથી મેં...

ગુજરાતના બનાસકાંઠામાં કોરોનાને ભૂલી લોકોએ નદીમાં નહાવાની મજા માણી

રાજસ્થાનમાં ગયા સપ્તાહે ભારે વરસાદને કારણે જયપુર સહિતના અનેક શહેરોમાં પાણી ભરી વળ્યાં હતા. રાજસ્થાનના વરસાદને પગલે ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં પણ નવું પાણી આવી રહ્યું છે. રાજસ્થાનમાં થઈ રહેલા વરસાદથી બનાસ નદીમાં પાણી આવ્યું છે અમીરગઢના ઇકબાલગઢ નજીક વિસ્વેશ્વર મહાદેવ પાસેના પટમાં નહાવા માટે અનુકૂળ પટ હોવાથી રવિવારે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. કોરોના કાળ ચાલતો હોવા છતાં કોઈ પણ પ્રકારના સંક્રમણના ભય વિના લોકોએ નાહવાની મજા માણી હતી. જો કે કોરોનાને કારણે કોઈ સાવચેતી ન રખાતા જો વાઈરસ મજા માણવા ગયેલા લોકોને લાગશે તો બનાસકાંઠામાં કોરોનાના કેસ વધી જવાની પૂરી સંભાવના છે. સરકાર દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવે છે છતાં લોકો દ્વારા કોઈપણ પ્રકારની સાવધાની રાખવામાં આવતી નથી. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today અમીરગઢના ઇકબાલગઢ નજીક વિસ્વેશ્વર મહાદેવ પાસેના પટમાં નહાવા માટે અનુકૂળ પટ હોવાથી રવિવારે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા.  from Divya Bhaskar https://ift.tt/3h2NL1T via

તિરુઅનંતપુરમમાં ધો.12ના વિદ્યાર્થી કાર્તિકે પથ્થરમાંથી વાંસળી બનાવી

ધો.12ના વિદ્યાર્થી કાર્તિકે પથ્થરમાંથી નાદસ્વરમ (વાંસળી) બનાવવામાં સફળતા મેળવી છે. સામાન્ય રીતે તે વાંસમાંથી બને છે. કાર્તિક તિરુઅનંતપુરમની પી.કે.એન.શાળામાં ભણે છે. તેના પિતા મૂર્તિકાર છે. કોરોનાને કારણે પ્રતિબંધ આવતા તે રોજ એક કલાક પોતાના પિતાના ઓનલાઈન ક્લાસમાં હાજર રહી મૂર્તિ બનાવવામાં મદદ કરતો હતો. તેણે પોતે પણ કેટલીક મૂર્તિ બનાવી છે. ત્યારપછી તેને પથ્થરમાંથી નાદસ્વરમ (વાંસળી) બનાવવાનો વિચાર આવ્યો. લગભગ એક મહિનાની મહેનતથી તે તૈયાર કરવામાં તેને સફળતા મળી. તે કહે છે કે તેમાં સૌથી મુશ્કેલ કામ યોગ્ય જગ્યાએ સાત કાણા બનાવવાનું હતું. હવે તેમાંથી વાંસની વાંસળીની જેમ મધુર સ્વર કાઢી શકાય છે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today પ્રતિકાત્મક તસવીર. from Divya Bhaskar https://ift.tt/2Y6EBdc via

મેઘ તાંડવના પગલે અલગ-અલગ જગ્યાએ આવેલા પૂરમાં 12 લોકો તણાયા, 4 મોત, 8 લાપતા

ગુજરાતમાં મેઘમહેર હવે મેઘતાંડવમાં ફેરવાતી જાય છે. રાજ્યમાં ઠેર ઠેર વ્યાપક વરસાદ થયો છે. અનેક ઠેકાણે પૂર આવ્યા છે. સૌથી વધુ ખરાબ સ્થિતિ સુરત શહેરની છે. સુરત શહેરની ત્રણ ખાડીમાં પાણી આવતા શહેરના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વડોદરામાં વિશ્વામિત્રી નદીની સપાટી 20.50 ફૂટ થતાં શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. આજવા ડેમની સપાટી પણ ઘટીને 212.10 ફૂટ થઈ છે. સુરતના બલેશ્વર ગામે કેડસમા પાણીમાં મહિલાનો જનાજો કાઢવાની ફરજ પડી હતી. આ બાજુ વલ્લભીપુરની નસીતપુરની કેરી નદીમાં પણ ઘોડાપૂર આવ્યા હતા. બીજી બાજુ સમગ્ર રાજ્યમાં 6 ઇંચ સુધીનો વરસાદ થવા પામ્યો છે. આ સાથે જ દક્ષિણ ગુજરાતના બીલીમોરા નજીક પોંસરી ગામે કાવેરી નદીના સંગમ પર એક હોડીમાં જઈ રહેલા 5 લોકો હોડી પલટી ખાવાથી તણાઈ ગયા હતા. તેમાંથી 3ને બચાવાયા હતા. એક મહિલાનું મોત થયું હતું. જ્યારે હજુ એક લાપત્તા છે. તેવી જ રીતે રાણાવાવ નજીક મોકરના રણમાં પાણી ભરાતા 4 યુવાનો તેમાં તણાઈ ગયા હતા. એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. એક યુવાન બચી ગયો છે જ્યારે બાકીના બેની એનડીઆરએફની ટીમ શોધખોળ કરી રહી છે. દ્વારકાની હડમતિયા નદીમાં ઘોડાપૂર આવતા 3 યુવાનો જી...

વૈષ્ણોદેવી મંદિર ચાર મહિના પછી ખુલ્યું, ગુફા મંદિરમાં વિશેષ પૂજા સાથે શ્રીગણેશ, 200 લોકો પહોંચ્યા, દરેકનું ટેસ્ટિંગ

લગભગ 5 મહિના પછી રવિવારે માતા વૈષ્ણોદેવી તીર્થ યાત્રા માર્ગ ‘જય માતા દી’ના નારાથી ગુંજી ઉઠ્યો. યાત્રા શરૂ કરતા પહેલા શ્રાઈન બોર્ડે પવિત્ર ગુફામાં વિશેષ પૂજા રાખી હતી. પ્રથમ દિવસે જમ્મુ-કાશ્મીરના વિવિધ ભાગોમાંથી આવેલા 200 શ્રદ્ધાળુ જ દર્શન માટે પહોંચ્યા. 13 કિમીના માર્ગમાં પ્રવેશ ગેટ (બાણગંગા પાસે) દરેક શ્રદ્ધાળુનો કોવિડ-19 એન્ટીજન ટેસ્ટ કરાયો. રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી જ યાત્રાની મંજુરી અપાઈ. અખનૂરથી દર્શન માટે આવેલા વિદ્યાર્થીઓના ગ્રૂપે જણાવ્યું કે, તેઓ લાંબા સમયથી માતાના દર્શનની રાહ જોતા હતા. મંદિર ખુલવાની માહિતી મળતાં જ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું અને આવી ગયા. મંદિર માર્ગમાં ઠેર-ઠેર ઓડિયો સિસ્ટમ લગાવાઈ છે, જે શ્રદ્ધાળુઓને માસ્ક પહેરવા અને લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરે છે. એ જ રીતે હાથને સેનિટાઈઝ કરવાના પણ પોઈન્ટ બનાવાયા છે. જમ્મુથી આવેલા નવપરિણિત યુગલે કહ્યું કે, તેઓ લગ્ન પછી માતા વૈષ્ણોદેવીના દર્શન કરવા માગતા હતા, પરંતુ લૉકડાઉનના કારણે શક્ય બન્યું ન હતું. આજે અમે પવિત્ર ગુફામાં માતાના દર્શન કરવા અને આશિર્વાદ લેવા જઈ રહ્યા છીએ. શ્રદ્ધાળુઓની સુવિધા માટે બેટરી સંચાલિત વાહન...

બોલિવૂડ અભિનેતા કપિલ ઝવેરીના વિલા પર રેવ પાર્ટી, પોલીસે દરોડા પાડી 23ની ધરપકડ કરી

ગોવા પોલીસે રેવ પાર્ટી કરનારા 23 લોકોની ધરપકડ કરી છે. સાથે જ નવ લાખ રૂપિયાનું ડ્રગ્સ પણ જપ્ત કરી લીધું છે. ધરપકડ કરાયેલા લોકોમાં ત્રણ વિદેશી મહિલાઓ પણ સામેલ હતી. આ પાર્ટી વાગાટોર બીચ વિલેજ નજીક ફ્રેન્ગિપેની નામના એક વિલામાં રાખવામાં આવી હતી. આ વિલા બોલિવૂડમાં કામ કરી ચૂકેલા કપિલ ઝવેરીનું છે. ઝવેરીની ધરપકડ કરાઈ છે. ઝવેરીએ દિલ પરદેશી હો ગયા અને ઈશ્ક-વિશ્ક જેવી ફિલ્મોમાં કામ કર્યુ હતું. તેને અને ત્રણેય વિદેશી મહિલાઓને પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દેવાઈ છે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today કપિલ ઝવેરીની ફાઇલ તસવીર. from Divya Bhaskar https://ift.tt/321bU2L via