Skip to main content

ભારતે ખાનગી ક્ષેત્રમાં તૈયાર કરી એન્ટિ ટેન્ક મિસાઈલ, 12 મહિનામાં પરીક્ષણ થશે, રેન્જ અઢી કિલોમીટર

સંરક્ષણ ઉત્પાદન મામલે ભારતના ખાનગી ક્ષેત્રમાંથી મોટા સમાચાર મળ્યા છે. ખાનગી ક્ષેત્રએ પ્રથમ મિસાઈલ તૈયાર કરી લીધી છે. ત્રીજી પેઢીની આ એન્ટિ ટેન્ક મિસાઈલ પરીક્ષણ માટે તૈયાર છે. 12 મહિનાની અંદર તેનું પરીક્ષણ કરવાની આશા છે. ખાનગી ક્ષેત્રમાં મિસાઈલ તૈયાર કરાયાના સમાચાર પણ એવા સમયે આવ્યા છે જ્યારે સંરક્ષણ મંત્રાલયે દેશમાં હથિયાર અને સંરક્ષણ ઉપકરણોના મોટા પાયે ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે અઠવાડિયા પૂર્વે જ 101 સંરક્ષણ ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી હતી.

આ સંકલ્પને સાકાર કરવા સોમવારે ભારતીય સેનાના ટોચના અધિકારીઓ, સંરક્ષણ ઉત્પાદન વિભાગ અને ખાનગી ક્ષેત્રના દિગ્ગજો વચ્ચે ચર્ચા-વિચારણા થઈ હતી. તેના ઉદ્ઘાટન સત્રમાં જ ખાનગી ક્ષેત્રની મિસાઇલ તૈયાર થયાનો ખુલાસો કરાયો હતો. સેનાના વાઈસ ચીફ લેફ્ટનન્ટ જનરલ એસ.કે.સૈનીએ ઉદ્યમીઓ વચ્ચે જ જાહેરાત કરી હતી કે સેના સ્વદેશી હથિયારો સાથે જ યુદ્ધ લડીને જીતશે. પણ આપણે ધ્યાન રાખવું પડશે કે ભવિષ્યનાં યુદ્ધ કંઇક અલગ જ પ્રકારનાં હશે. આપણે હથિયાર છોડી નવી ટેક્નોલોજી પર ફોકસ કરવું પડશે.

રાજકીય માધ્યમોથી સંરક્ષણ નિકાસને પ્રોત્સાહન આપવાની પણ તૈયારી
ભારત સરકારે દેશમાં તૈયાર મિલિટરી પ્લેટફોર્મ્સ અને હથિયારોની નિકાસને પ્રોત્સાહન આપવાનો રોડમેપ તૈયાર કર્યો છે. સંરક્ષણ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે તેના માટે રાજકીય ચેનલ્સની પણ મદદ લેવાશે. સંરક્ષણ સચિવ રાજકુમારે એક વેબિનારમાં જણાવ્યું કે ઘરેલુ સંરક્ષણ ઉદ્યોગ મિત્ર દેશોના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરીને જાણવાનો પ્રયાસ કરશે કે તેમને કયા પ્રકારનાં પ્લેટફોર્મ્સની જરૂર છે.

પ્રહાર કરવા ટ્રાઈપોડની જરૂર નહીં પડે
આ મિસાઈલ હૈદરાબાદની વીઈએમ ટેક્નોલોજીએ તૈયાર કરી છે. ડીઆરડીઓએ પણ આવી જ એન્ટિ ટેન્ક મિસાઈલ તૈયાર કરી હતી. આ મિસાઈલ તેનાથી હળવી છે. 18 કિલોની આ મિસાઈલને સૈનિકો સરળતાથી પોતાની સાથે લઈ જઈ શકશે. તેના વજનમાં 6 કિલોનું લોન્ચ યુનિટ પણ સામેલ છે. પ્રહાર કરવા માટે ટ્રાઈપોડની જરૂર નહીં પડે. મિસાઈલ થર્મોગ્રાફિક કેમેરાથી સજ્જ છે. તેનું ઈન્ફ્રારેડ સીકર કોઈ પણ એક્સપ્લોઝિવ રિએક્ટર આર્મર એટલે કે રાસાયણિક ઊર્જાથી પ્રૂફ બખ્તરિયા વાહનને પણ નષ્ટ કરી શકે છે. તેને એન્ટિ ટેરર ઓપરેશનમાં પણ ઉપયોગમાં લઈ શકાશે. તેની રેન્જ 2.5 કિમીની છે.

સેનાએ દેશમાં હથિયાર નિર્માણના ફાયદા ગણાવ્યા

  • આયાત પર શત્રુની નજર હોય છે પણ દેશમાં હથિયાર અને વિસ્ફોટક તૈયાર થશે તો શત્રુ આપણા ભંડાર વિશે જાણી નહીં શકે.
  • વિસ્ફોટકનો સ્ટોક રાખવાની જરૂર નથી. ફક્ત ક્ષમતા પ્રાપ્ત કરવી જરૂરી. જરૂરિયાત મુજબ તાત્કાલિક ઉત્પાદન સંભવ.
  • હથિયારોના સુનિશ્ચિત સપ્લાયની ગેરન્ટી. બાહ્ય હથિયારોનો સપ્લાય બીજા દેશ પર નિર્ભર.
  • આયાત પર નિર્ભરતાથી બીજા દેશ પર રણનીતિક-કૂટનીતિક દબાણની સ્થિતિ નહીં.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/3h64HEJ
via

Comments

Popular posts from this blog

करोड़ों की मालकिन हैं कातिल फिगर वाली निया शर्मा, एक एपिसोड के लिए लेती हैं इतनी फीस

सोशल मीडिया पर एक्टिव रहने वाली निया शर्मा (Nia Sharma) आए दिन अपनी पर्सनल और प्रोफेशनल लाइफ की तस्वीरें शेयर करती रहती हैं. from Zee News Hindi: Entertainment News https://ift.tt/39c4YDJ

Imlie Spoiler Alert: इमली के खुशियों की दुश्मन बनेगी उसकी बहन, छीन लेगी पति, मां बनने का रचेगी ढोंग

टीवी शो 'इमली' (Imlie) इमली और आदित्य जब से एक हुए हैं, उनकी जिंदगी में बवाल आता ही जा रहा है. इमली की बहन मालिनी खुद अब उसके जीवन में जहर घोलने का काम कर रही है.  from Zee News Hindi: Entertainment News https://ift.tt/2VHPG6M via IFTTT

लाल सिंह चड्ढा शूटिंग: हॉस्पिटल गाउन में दिखीं करीना कपूर, ऐसा था आमिर खान का लुक

आमिर और करीना (Aamir and Kareena) की ये फिल्म पिछले काफी वक्त से पेंडिंग पड़ी हुई है. कोविड के पहले तक फिल्म की शूटिंग आधी से ज्यादा पूरी हो चुकी थी. from Zee News Hindi: Entertainment News https://ift.tt/394pLJE