
અમેરિકામાં મહામારીના પ્રકોપથી પહેલા જ બેચલર ડિગ્રીના ભારેખમ ખર્ચનો વિરોધ થઈ રહ્યો હતો. હવે આ વિરોધ વધી ગયો છે. દેશમાં કોરોનાના ઝડપી ફેલાવા વચ્ચે મોટાભાગની કોલેજો કેમ્પસ ખોલવા માગતા નથી. વિદ્યાર્થી અને તેમનાં વાલીઓ પ્રત્યક્ષ શિક્ષણના બદલે વધતા ઓનલાઈન અભ્યાસના વિરોધમાં છે. તેમણે સરકારને ફીમાં કાપ અને વધુ આર્થિક મદદની માગ કરી છે. દક્ષિણ કેલિફોર્નિયાની ઓરેન્જ કાઉન્ટીમાં ચેપમેન કોલેજની એક વર્ષની ટ્યુશન ફી રૂ.48 લાખ છે.
રગટર્સ યુનિવર્સિટીમાં 30 હજારથી વધુ લોકોએ જુલાઈમાં એક અરજી પર હસ્તાક્ષર કર્યા હતા. જેમાં ટ્યુશન ખર્ચમાં 20% અને અન્ય ખર્ચ નાબૂદ કરવાની માગ કરાઈ છે. નોર્થ કેરોલિના યુનિવર્સિટીના 40 હજાર વિદ્યાર્થીઓ, વાલીઓએ કોવિડ-19માં કોલેજ બંધ હોવાને લીધે હાઉસિંગ ખર્ચ પાછો આપવાની માગ કરી છે. કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટીએ ઓનલાઈન અભ્યાસનો નિર્ણય લીધો છે, એટલે ત્યાં કેમ્પસ ખર્ચમાં કાપની માગ ઉઠી છે. હાર્વર્ડમાં ફર્સ્ટ યરના 340 વિદ્યાર્થીઓએ ઓનલાઈન ખર્ચ બચાવવા એડમિશન જ લીધું નથી. ગયા મહિને વાલીઓએ ફેસબુક પર એક ગ્રૂપ બનાવીને સરકારને ટ્યુશન ફી ઘટાડવા અને ગેરહાજરીના નિયમોને હળવા કરવા કહ્યું છે. અનેક કોલેજો સામે કરાર તોડવા માટે અદાલતોમાં દાવા માંડ્યા છે.
આ મુદ્દે યુનિવર્સિટીઓની પ્રતિક્રિયા અલગ-અલગ છે. કેટલીક યુનિવર્સિટીએ ડિસ્કાઉન્ટની ઓફર કરી છે, પરંતુ મોટાભાગની તેના વિરોધમાં છે. ઉચ્ચ શિક્ષણ ટ્રેડ ગ્રૂપ અમેરિકન એજ્યુકેશન કાઉન્સિલના વાઈસ પ્રેસિડન્ટ ડેરી હાર્ટલે કહ્યું કે, આ અસાધારણ સમય છે. પરિવારોને કોલેજમાં એડમિશન માટે વધુ સહાયની જરૂર છે, પરંતુ કોલેજોએ પણ અસ્તિત્વ ટકાવવાનો છે.
બીજી તરફ મોટી સંખ્યામાં કોલેજોને ખોલવાનો વિચાર સ્થગિત કરાયો છે. છેલ્લા બે સપ્તાહમાં મેરીલેન્ડ યુનિવર્સિટી, પેનસિલ્વેનિયા યુનિવર્સિટી, સધર્ન કેલિફોર્નિયા યુનિવર્સિટી, વર્જિનિયા યુનિવર્સિટી, પ્રિન્સ્ટન અને અનેક કોલેજોએ કોવિડ-19ની ચિંતા સાથે મોટાભાગના ક્લાસ ઓનલાઈન શરૂ કરવાની જાહેરાત કરી છે. દેશની 5 હજારમાંથી માત્ર એક ચતુર્થાંસ કોલેજોએ જ આંશિક કે સંપૂર્ણપણે પ્રત્યક્ષ શિક્ષણનો ઈરાદો વ્યક્ત કર્યો છે. મૂડી ઈન્વેસ્ટર્સ સર્વિસે ઉચ્ચ શિક્ષણ સેક્ટરનું રેટિંગ ઘટાડી દીધું છે. મહામારી પહેલા 30 ટકા યુનિવર્સિટીઓ નુકસાનમાં ચાલી રહી હ તી. હવે કેમ્પસ બંધ થતાં આવક સંપૂર્ણ બંધ થઈ છે.
કોલેજોએ રૂ.5.25 લાખ કરોડ ખર્ચવા પડશે
ચેપમેન યુનિવર્સિટીના પ્રેસિડન્ટ ડેનિએલે કહે છે, યુનિવર્સિટીઓ તમામ સેમેસ્ટરમાં ટેક્નોલોજી, આરોગ્ય સહિત અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા રૂ.150 કરોડ ખર્ચ્યા છે. અમેરિકન એજ્યુકેશન કાઉન્સિલનું અનુમાન છે કે, ચાલુ વર્ષે સપ્ટેમ્બર, ઓક્ટોબરમાં સત્ર શરૂ થતા પહેલા કોલેજોના ખર્ચમાં 10%નો વધારો થશે. દેશની 5 હજાર કોલેજો અને યુનિવર્સિટીઓ પર કુલ રૂ.5.25 લાખ કરોડથી વધુના ખર્ચનો બોજો આવશે. યુનિવર્સિટી સેન્ટરની ફાઉન્ડર સારા ગોલ્ડરિક જણાવે છે કે, તેમના સેન્ટર પાસે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને મદદની માગ આવી રહી છે. તેઓ ભાડું અને ખાવાનો ખર્ચ પણ ઉઠાવી શકતા નથી. મહામારીના પ્રકોપને કારણે મે મહિનામાં 30% વિદ્યાર્થીઓની નોકરી જતી રહી હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Q0Hzvs
via
Comments