એક કરોડ કેસ થતા 180 દિવસ લાગ્યા, માત્ર 43 દિવસમાં વધીને 2 કરોડ થયા; અમેરિકા, બ્રાઝિલ અને ભારતમાં જ 50% દર્દી
દુનિયામાં રવિવારે કોરોના વાઈરસના સંક્રમણનો આંકડો 2 કરોડ થઈ ગયો છે. 31 ડિસેમ્બરે પહેલો કેસ સામે આવ્યા પછી 1 કરોડ કેસ થવામાં 180 દિવસ લાગ્યા હતા. માત્ર 43 દિવસમાં જ 1 કરોડથી વધીને કેસ 2 કરોડનો આંકડો વટાવી ગયા છે. કુલ કેસમાં માત્ર અમેરિકા, બ્રાઝિલ અને ભારતમાં જ 50% એટલે કે 1 કરોડથી વધુ દર્દી છે.
ઉત્તર અમેરિકામાં 85% સંક્રમિત માત્ર USમાં
દુનિયામાં હાલ સૌથી સંક્રમિત મહાદ્વીપ ઉત્તર અમેરિકામાં છે. અહીંયા સંક્રમણના 60 લાખ 62 હજાર 281 કેસ નોંધાયા છે. જેમાંથી 32 લાખ 30 હજાર 863 લોકો સાજા થઈ ચુક્યા છે, જ્યારે 2 લાખ 33 હજાર 895 લોકોના મોત થઈ ચુક્યા છે. અહીંયા 85% સંક્રમિત માત્ર અમેરિકામાં છે.
દક્ષિણ અમેરિકામાં બ્રાઝિલમાં સૌથી વધુ દર્દી
દક્ષિણ અમેરિકામાં સંક્રમણના અત્યાર સુધી 47 લાખથી વધુ કેસ નોંધાયા છે. જેમાં 20 લાખ 94 હજાર 293 લોકો સાજા થઈ ચુક્યા છે. સાથે જ 1 લાખ 58 હજાર 387 લોકોના મોત થયા છે. અહીંયા સૌથી સંક્રમિત બ્રાઝિલ છે, જ્યાં 30 લાખ 13 હજારથી વધુ દર્દી છે.
એશિયામાં સૌથી વધુ કેસ ભારતમાં
એશિયામાં 49 લાખ 57 હજાર 753 દર્દી છે. જેમાંથી 43% કેસ માત્ર ભારતમાં છે. અહીંયા સંક્રમણના 21 લાખથી વધુ કેસ નોંધાયા છે. સાથે જ એશિયામાં અત્યાર સુધી 1 લાખથી વધુ લોકોના મોત પણ થયા છે. ભારત પછી સૌથી વધુ 3 લાખ 24 કેસ ઈરાનમાં છે.
યૂરોપમાં સંક્રમણની સ્થિતિ
યૂરોપમાં સંક્રમણના 30 લાખથી વધુ કેસ નોંધાયા છે. જેમા 18 લાખ 16 હજાર 547 લોકો સાજા થઈ ચુક્યા છે. સાથે જ 2 લાખ 5 હજાર 948 લોકોના મોત થયા છે. અહીંયા માર્ચમાં મે મહિનામાં સ્પેન, ઈટલી અને ફ્રાન્સમાં ઝડપથી કેસ વધ્યા હતા. હાલ, અહીંયા સૌથી વધુ સંક્રમિત દેશ રશિયા છે. જ્યાં 8 લાખ 82 હજારથી વધુ દર્દી છે.
આફ્રીકામાં સંક્રમણના 10 લાખથી વધુ કેસ
આફ્રીકામાં સંક્રમણનો આંકડો 10 લાખને પાર થઈ ગયો છે. અહીંયા 4 લાખ લોકો સાજા પણ થઈ ચુક્યા છે, જ્યારે લગભગ 23 હજાર લોકોના મોત થયા છે. અહીંયા સૌથી સંક્રમિત દેશ સાઉથ આફ્રિકા છે. દેશમાં 5.53 લાખ સંક્રમિત છે. UNના એક રિપોર્ટ પ્રમાણે, મહામારી આફ્રિકાના વિકાસ માટે એક મોટું જોખમ છે. જે ઘણા લોકોને ગરીબીમાં ધકેલી શકે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/31DM6cy
via IFTTT
Comments