ધો.12ના વિદ્યાર્થી કાર્તિકે પથ્થરમાંથી નાદસ્વરમ (વાંસળી) બનાવવામાં સફળતા મેળવી છે. સામાન્ય રીતે તે વાંસમાંથી બને છે. કાર્તિક તિરુઅનંતપુરમની પી.કે.એન.શાળામાં ભણે છે. તેના પિતા મૂર્તિકાર છે.
કોરોનાને કારણે પ્રતિબંધ આવતા તે રોજ એક કલાક પોતાના પિતાના ઓનલાઈન ક્લાસમાં હાજર રહી મૂર્તિ બનાવવામાં મદદ કરતો હતો. તેણે પોતે પણ કેટલીક મૂર્તિ બનાવી છે. ત્યારપછી તેને પથ્થરમાંથી નાદસ્વરમ (વાંસળી) બનાવવાનો વિચાર આવ્યો. લગભગ એક મહિનાની મહેનતથી તે તૈયાર કરવામાં તેને સફળતા મળી. તે કહે છે કે તેમાં સૌથી મુશ્કેલ કામ યોગ્ય જગ્યાએ સાત કાણા બનાવવાનું હતું. હવે તેમાંથી વાંસની વાંસળીની જેમ મધુર સ્વર કાઢી શકાય છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Y6EBdc
via
Comments