અમેરિકામાં કોરોનાકાળમાં 40 રાજ્યની 2,900 છોકરીઓએ બિઝનેસ સ્કિલ શીખી, હવે ડર્યા વિના મોટા નિર્ણયો લઇ રહી છે

બધા માતા-પિતાની જેમ પેજ કર્ટિને પણ તેમની 12 વર્ષની દીકરી માટે શૈક્ષણિક વર્ષ પૂરું થતાં સમર ટ્રેનિંગની યોજના ઘડી હતી પણ તે કોરોનાના કારણે પૂરી ન થઇ શકી. એવામાં તેમને ‘ગર્લ્સ વીથ ઇમ્પેક્ટ’ પ્રોગ્રામ અંગે જાણ થઇ, જે અંતર્ગત છોકરીઓને ફાયનાન્સિયલ, બિઝનેસ અને મની મેનેજમેન્ટ સંબંધી સ્કિલ શીખવવામાં આવે છે. તેમણે દીકરીને તેની સાથે જોડી, તે માસ્ક અવેરનેસ કેમ્પેન સાથે જોડાઇ.
આ પ્રોગ્રામની સીઇઓ અને વૉલ સ્ટ્રીટ એક્ઝિક્યુટિવ રહી ચૂકેલી જેનિફર ઓપેંશૉના જણાવ્યાનુસાર અમે સાબિત કરવા માગીએ છીએ કે અમેરિકાની યુવતીઓ હુન્નરમંદ છે અને તેમને જરૂરી ટ્રેનિંગ અપાય તો તેઓ બિઝનેસ કે અન્ય ક્ષેત્રોમાં બહેતર કરી શકે છે. આ તેમના માટે સારું છે અને દેશના ભવિષ્ય માટે પણ. કોરોના મહામારી ફેલાયા બાદથી અમેરિકાના 40 રાજ્યની 2,900થી વધુ છોકરીઓને આ પ્રોગ્રામ દ્વારા બિઝનેસ સ્કિલ્સ શીખવવામાં આવી ચૂકી છે. હવે તેઓ તેમના પેશનને ઉદ્યમમાં ફેરવવા જઇ રહી છે. આ પ્રોગ્રામમાં 12થી 18 વર્ષની વિદ્યાર્થિનીઓને બિઝનેસ જગતની હસ્તીઓ અને ઇન્સ્ટ્રક્ટર્સના નેતૃત્ત્વમાં બિઝનેસની યોજના ઘડવાની અને તેને અમલી બનાવવાની તાલીમ અપાઇ. એક્સપર્ટ્સનું માનવું છે કે આ પ્રોગ્રામથી મળેલી શીખથી છોકરીઓને 20 વર્ષની ઉંમરમાં મોટા નિર્ણયો લેવામાં મદદ મળે છે. તેઓ કાર ખરીદવી, કોલેજમાં એડમિશન, દેવું મેનેજ કરવું કે નાણાકીય જેવા મોટા નિર્ણયો ડર્યા વિના લઇ શકે છે, કોઇના પર નિર્ભર નથી રહેતી.
15 વર્ષની સ્ટુડન્ટની ડિવાઇસ 6 ફૂટ દૂરથી એલર્ટ કરે છે
ગર્લ્સ વીથ ઇમ્પેક્ટ સાથે જોડાઇને પેનસિલ્વેનિયાના મેકનિક્સબર્ગની 15 વર્ષીય વિદ્યાર્થિની નેહા શુક્લાએ એવું સેન્સર બનાવ્યું છે કે જે પહેરનારને એલર્ટ કરે છે કે તેનાથી 6 ફૂટ કે તેથી ઓછા અંતરે કોઇ શખસ છે. નેહાના દાદા-દાદીને કોરોના સંક્રમણનું જોખમ હતું. તેમને જ ધ્યાનમાં રાખીને તેણે ડિવાઇસ બનાવી, જેને કેપ કે માસ્કમાં પણ લગાવી શકાય છે. હવે નેહા તેની ડિઝાઇન સરળ બનાવવા કંપનીઓ સાથે મળીને કામ કરી રહી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3iMkskF
via
Comments