બંને હાથ નથી, પગની આંગળીથી બ્રશ પકડી પેઇન્ટિંગ બનાવી વેચી રહી છે જેથી દિવ્યાંગ બાળકો માટે આર્ટ્સ સ્કૂલ ખોલી શકે
મુશ્કેલી કોના જીવનમાં નથી આવતી, ભગવાન મારા બંને હાથ બનાવવાનું ભૂલી ગયા પરંતુ મેં પગથી જીવવાનું શીખી લીધું. 21 વર્ષીય પ્રિન્સી ગોગોઈ જ્યારે આ વાત કરે છે ત્યારે તેની આંખ અતૂટ વિશ્વાસથી ચમકવા લાગે છે. આસામના નાના શહેર સોનારીમાં જન્મેલી પ્રિન્સીના જન્મથી જ બે હાથ નથી. હાલમાં તે ગુવાહાટીની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં ફ્રન્ટડેસ્ક એક્ઝિક્યુટિવની નોકરી કરી ઘરખર્ચ પૂરો કરી રહી છે.
પ્રિન્સીએ પગથી લખીને ધોરણ-12ની પરીક્ષા પાસ કરી છે. પ્રિન્સીને પેઈન્ટિંગ, સિંગિગ અને સ્પોર્ટ્સનો શોખ છે. પગની આંગળીથી બ્રશ પકડી પ્રિન્સીએ હાલમાં જ ગણેશનું પેઈન્ટિંગ કર્યું જે 30 હજાર રૂપિયામાં વેચાયું. તે દિવ્યાંગ બાળકો માટે આર્ટ્સ સ્કૂલ શરૂ કરવા માંગે છે.
માનસિક બીમાર કહી સ્કૂલે પ્રવેશ આપ્યો નહોતો
પ્રિન્સીએ કહ્યું કે, તેને એક સરકારી શાળામાં ધોરણ-5માં એટલા માટે પ્રવેશ મળ્યો નહોતો કેમકે તેના બંને હાથ નહોતા. એક શિક્ષકે માતાને કહ્યું કે તેઓ માનસિક રોગી બાળકોને પ્રવેશ આપતા નથી. પરંતુ એક દરવાજો બંધ થાય છે તો ઈશ્વર બીજો ખોલી નાંખે છે. ગામની જ એક વ્યક્તિની મદદથી મારો પ્રવેશ એક ખાનગી શાળામાં થયો. ત્યાંથી મેં ધોરણ-10 પાસ કર્યું.
સફળતાનો મંત્ર: રોજ પોતાને પૂછો- હું આ કામ કેવી રીતે વધુ સારી રીતે કરી શકું...
- એવું કોઈ કામ નથી કે જે થઈ ના શકે. જ્યારે તમે એવો વિશ્વાસ વ્યક્ત કરો કે તમે કોઈપણ કામ કરી શકો છો તો તમારું મગજ એ પૂરું કરવાની રીત શોધી કાઢે છે. આનો કોઈ રસ્તો છે. આવું વિચારવાથી રસ્તો નીકળી આવે છે.
- પોતાના શબ્દ ભંડોળથી અસંભવ, આ કામ નહીં થઈ શકે, હું આ નહીં કરી શકું, પ્રયત્ન કરવાથી કોઈ ફાયદો નથી... જેવા વાક્યો કાઢી નાંખો.
- પોતાની જાતને રોજ પૂછો કે ‘હું કંઈ રીતે વધુ સારી રીતે કામ કરી શકું છું? જ્યારે તમે પોતાની જાતને આ પૂછો છો ત્યારે તેનો સારો જવાબ સામે આવશે.’ કરી જુઓ.
- પોતાના કામની ગુણવત્તા સુધારો. રોજ જેટલું કામ કરતા હો તેનાથી વધુ કરો.
- પૂછવાની અને સાંભળવાની ટેવ પાડો. યાદ રાખો મોટા લોકો સતત સાંભળે છે, નાના લોકો સતત બોલે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/345USDi
via
Comments