Skip to main content

ભારત-નેપાળ વચ્ચે મિત્રતા માટે વાતચીત યોજાશે, 6 મહિનાથી બંધ વૈષ્ણોદેવી મંદિરના દર્શન શરૂ; કોરોનાને વધતો અટકાવવા દવા મળી

શુભ પ્રભાત. આજે સોમવાર છે. સપ્તાહની શરૂઆત પોઝિટિવ સમાચાર સાથે કરીએ. આજે ભારત અને નેપાળ વચ્ચે શાંતિની પહેલ થશે, જેથી બન્ને દેશ વચ્ચે તણાવ ઓછો કરી શકાય. વિદેશ મંત્રાલયના અધિકારી કાઠમંડુમાં વાટાઘાટ કરશે. આ વાટાઘાટમાં નેપાળના વિદેશ સચિવ શંકર દાસ બૈરાગી અને ભારત તરફથી નેપાળમાં રાજદૂત વિનય મોહન ક્વાત્રા હશે.હવે અન્ય અગત્યના સમાચારો તરફ આગળ વધશુ.....
કોરોના સામે વૈજ્ઞાનિકોને વધુ એક સફળતા મળી
વિશ્વમાં કોરોના સામેની લડાઈમાં વૈજ્ઞાનિકોને સફળતા મળતી દેખાઈ રહી છે. અમેરિકાના વૈજ્ઞાનિકોએ એક એવી દવા શોધી લીધી છે કે જે સંક્રમણ બાદ શરીરમાં કોરોના વાઈરસની સંખ્યા વધતા (રેપ્લિકેટ) અટકાવશે. જોકે આ દવા અગાઉથી જ ઉપલબ્ધ છે. પણ હવે આ દવાનો ઈલાજ કોરોના માટે પણ થશે. દવાનું નામ એબ્સેલેન છે. તેનો ઉપયોગ બાયપોલર ડિસઓર્ડર તથા સાંભળવાની ક્ષમતા ઘટવા (હિયરિંગ ડિસઓર્ડર)ના ઈલાજ માટે કરવામાં આવે છે.

સુશાંતના મૃત્યુના દિવસનો એક વીડિયો મળ્યો છે
સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુની તપાસ બે કેન્દ્રીય તપાસ એજન્સી CBI અને ED કરી રહી છે. દરમિયાન એક ન્યૂઝ ચેનલે અભિનેતાના મૃત્યુના દિવસનો અત્યાર સુધીમાં નહીં જોવા મળેલો એક વીડિયો મળ્યો હોવાનો દાવો કર્યો છે. આ વીડિયોમાં જે એક વ્યક્તિ તથા મહિલા જોવા મળે છે તે શંકાસ્પદ હોવાની માહિતી મળી છે. આ વીડિયોમાં બ્લેક ડ્રેસમાં એક વ્યક્તિ સુશાંતની બોડી પાસે કાળા રંગની એક બેગ પકડીને દેખાય છે. તે સુશાંતનો હાઉસ મેનેજર દીપેશ સાવંત તરીકે ઓળખ થઈ છે. આ વ્યક્તિ અને મિસ્ટ્રી વુમનને લઈ સુશાંતના પરિવારે પણ પ્રશ્ન કર્યો છે.

દલાઈ લામા સામે ષડયંત્ર
11 ઓગસ્ટના રોજ દિલ્હીમાંથી ધરપકડ કરવામાં આવેલ ચીનના નાગરિક લુઓ સાંગને લઈ નવો ખુલાસો થયો છે. ચાર્લી પેંગના બનાવટી નામથી મજનૂ કા ટીલા વિસ્તારમાં રહેતો પેંગ તિબેટના લામાઓને પૈસા આપી તેમના દલાઈ લામા અંગે જાણકારી મેળવવાનો પ્રયત્ન કરતો હતો. આવક વેરા વિભાગે સાંગને મની લોન્ડરીંગના આરોપમાં ધરપકડ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર 2018માં પણ સાંગની ધરપકડ કરવામાં આવી હતી. તે સમયે તેની ઉપર જાસૂસીનો આરોપ લાગ્યો હતો.

વૈષ્ણોદેવી માતાના દર્શન શરૂ
કોરોના વાઈરસને લીધે ભક્તો માટે આશરે 6 મહિના બાદ માતા વૈષ્ણોદેવી મંદિર 16 ઓગસ્ટના રોજ ખુલી ગયું છે. શરૂઆતી દિવસોમાં ફક્ત 2 હજાર લોકો દર્શન કરી શકશે. કોરોના અગાઉ તે એક દિવસમાં 50-60 હજાર શ્રદ્ધાળુઓ આવતા હતા. દર્શન માટે ઓનલાઈન નોંધણી કરાવવી પડશે.

જો બિડેન જીતશે તો ભારતને ફાયદો
નવેમ્બરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજાવા જઇ રહી છે. આ અગાઉ ડેમોક્રેટ પાર્ટીએ પોલિસી અંગે એક નિવેદન જારી કર્યું હતુ. જે બિડેન તેમના રાષ્ટ્રપતિ તથા કમલા ઉપરાષ્ટ્રપતિ પદ માટેના ઉમેદવાર છે. ડેમોક્રેટ પાર્ટીએ સ્પષ્ટપણે કહ્યું છે કે ભારત સાથે સારા સંબંધને પ્રાથમિકતા આપવામાં આવશે. દક્ષિણ એશિયામાં સીમા પર જે આંતકવાદી ઘટનાઓ બને છે તે સહન કરવામાં આવશે નહીં.

સોમવારનું રાશિફળ
17 ઓગસ્ટ, સોમવારના રોજ તિથિ, વાર તથા નક્ષત્ર મળતા સર્વાર્થસિદ્ધિ યોગ બની રહ્યો છે. આ શુભ યોગનો સીધો ફાયદો વૃષભ, કર્ક, સિંહ, તુલા, મકર, કુંભ તથા મીન રાશિવાળા લોકોને મળશે. એસ્ટ્રોલોજર ડો.અજય ભામ્બીના મતે આ 7 રાશિવાળા લોકોને જોબ તથા બિઝનેસમાં નસિબનો સાથ મળી શકે છે. અટકી પડેલા કાર્યો પૂરા થશે અને ધન લાભના યોગ છે. મેષ, મિથુન, વૃશ્ચિક, ધન તથા મકર રાશિવાળા લોકો માટે એકંદરે આજનો દિવસ સામાન્ય રહેશે. ફક્ત કન્યા રાશિવાળા લોકો માટે દિવસ મુશ્કેલીભર્યો બની શકે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Talks for friendship between India and Nepal will be held, darshan of Vaishnodevi temple closed for 6 months started; Corona found medication to stop the growth


from Divya Bhaskar https://ift.tt/2Y5tyB8
via

Comments

Popular posts from this blog

करोड़ों की मालकिन हैं कातिल फिगर वाली निया शर्मा, एक एपिसोड के लिए लेती हैं इतनी फीस

सोशल मीडिया पर एक्टिव रहने वाली निया शर्मा (Nia Sharma) आए दिन अपनी पर्सनल और प्रोफेशनल लाइफ की तस्वीरें शेयर करती रहती हैं. from Zee News Hindi: Entertainment News https://ift.tt/39c4YDJ

એક કરોડ કેસ થતા 180 દિવસ લાગ્યા, માત્ર 43 દિવસમાં વધીને 2 કરોડ થયા; અમેરિકા, બ્રાઝિલ અને ભારતમાં જ 50% દર્દી

દુનિયામાં રવિવારે કોરોના વાઈરસના સંક્રમણનો આંકડો 2 કરોડ થઈ ગયો છે. 31 ડિસેમ્બરે પહેલો કેસ સામે આવ્યા પછી 1 કરોડ કેસ થવામાં 180 દિવસ લાગ્યા હતા. માત્ર 43 દિવસમાં જ 1 કરોડથી વધીને કેસ 2 કરોડનો આંકડો વટાવી ગયા છે. કુલ કેસમાં માત્ર અમેરિકા, બ્રાઝિલ અને ભારતમાં જ 50% એટલે કે 1 કરોડથી વધુ દર્દી છે. ઉત્તર અમેરિકામાં 85% સંક્રમિત માત્ર USમાં દુનિયામાં હાલ સૌથી સંક્રમિત મહાદ્વીપ ઉત્તર અમેરિકામાં છે. અહીંયા સંક્રમણના 60 લાખ 62 હજાર 281 કેસ નોંધાયા છે. જેમાંથી 32 લાખ 30 હજાર 863 લોકો સાજા થઈ ચુક્યા છે, જ્યારે 2 લાખ 33 હજાર 895 લોકોના મોત થઈ ચુક્યા છે. અહીંયા 85% સંક્રમિત માત્ર અમેરિકામાં છે. દક્ષિણ અમેરિકામાં બ્રાઝિલમાં સૌથી વધુ દર્દી દક્ષિણ અમેરિકામાં સંક્રમણના અત્યાર સુધી 47 લાખથી વધુ કેસ નોંધાયા છે. જેમાં 20 લાખ 94 હજાર 293 લોકો સાજા થઈ ચુક્યા છે. સાથે જ 1 લાખ 58 હજાર 387 લોકોના મોત થયા છે. અહીંયા સૌથી સંક્રમિત બ્રાઝિલ છે, જ્યાં 30 લાખ 13 હજારથી વધુ દર્દી છે. એશિયામાં સૌથી વધુ કેસ ભારતમાં એશિયામાં 49 લાખ 57 હજાર 753 દર્દી છે. જેમાંથી 43% કેસ માત્ર ભારતમાં છે. અહીંયા સંક્રમણના 21 લાખથ...

23મી માર્ચે લગ્ન, 25મીએ લૉકડાઉન, જાન 52 દિવસ સુધી ફસાઈ, પછી ક્વોરન્ટીન કરી, 71 દિવસ પછી ગૃહપ્રવેશ

હિમાચલપ્રદેશના ઉના જિલ્લાના સુનીલકુમાર જાન લઈને કોલકાતા ગયા હતા. ધૂમધામથી લગ્ન થયાં, પરંતુ તેમને ખબર ન હતી કે લગ્ન થતાં જ કોરોના વાઈરસ તેમની જિંદગીને 71 દિવસ માટે લૉક કરી દેશે. સુનીલકુમાર 20મી માર્ચે 18 જાનૈયાને લઈને ટ્રેનમાં કોલકાતા ગયા હતા. 23મી માર્ચે બંગાળી રીતરિવાજથી સુનીલ, સુનિપ્તાના લગ્નનાં બંધનમાં બંધાયાં. 25મી માર્ચે રિટર્ન ટ્રેન હતી, એ જ દિવસે લૉકડાઉન જાહેર થયું. પછી સમગ્ર જાન કોલકાતાથી કાશીપુરમાં જ છોકરીવાળાને ત્યાં ફસાઈ ગઈ. આ સ્થિતિમાં પાછું આવવું મુશ્કેલ હતું કારણ કે, તમામ વાહનવ્યવહાર સેવા બંધ હતી. આ સ્થિતિમાં મૂંઝાઈ ગયેલા જાનૈયા જિલ્લા તંત્ર અને રાજ્ય સરકારને વિનંતી કરતા રહ્યા. જોકે, તેમનું ઘરે જવું શક્ય ના બન્યું. લગ્નનાં કપડાંમાં ઠાઠમાઠથી ગયેલા જાનૈયાઓએ એક રૂમમાં રહેવું પડ્યું. છોકરીવાળાના ઘરે રાશન પણ ખતમ થઈ ગયું. છેવટે ઉના જિલ્લા તંત્રે અને હિમાચલ સરકારના કાને વાત પહોંચી અને ભોજન-પાણીની વ્યવસ્થા થઈ. તમામ જાનૈયાને ડિસ્ચાર્જ સ્લીપ આપી આ દરમિયાન રાહતના સમાચાર આવ્યા કે સોલનમાં એક બસ કોલકાતાથી આવી છે. એટલે જાનૈયાએ જિલ્લા તંત્રનો સંપર્ક કર્યો અને તેમણે પણ ફસાયેલા લોકો માટ...