Skip to main content

હજી 5 દિવસ ભારે વરસાદની અગાહી, રાજ્યમાં 80% વરસાદ, ગુજરાતમાં અત્યાર સુધી 26 ઈંચ વરસાદ, ચોમાસાના 26 દિવસ બાકી

સુરત જિલ્લામાં ફરી મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે. જિલ્લાના માંડવી તાલુકામાં 10 કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબકી ગયો છે. જ્યારે મહુવામાં 9 ઇંચ, બારડોલીમાં 6 ઇંચ સાથે ચોર્યાસી-પલસાણામાં 5-5 ઇંચ વરસાદ નોંધાયો છે. સુરત જિલ્લામાં ધોધમાર વરસાદથી સુરત શહેરના પરવટપાટિયા-લિંબાયતમાં ખાડીપૂરના પાણી ઓસર્યા બાદ ફરી ખાડીપૂરનું સંકટ તોળાતા લોકોમાં ચિંતાનો માહોલ છવાયો છે. હાલમાં મીઠીખાડી સ્થિર તો સીમાડા અને ભેદવાડ ખાડીના સ્તર વધ્યા છે.

રાજ્યમાં ઝોન પ્રમાણે વરસાદના આંકડા

નવસારી જિલ્લામાં પણ સાર્વત્રિક 3થી 7 ઇંચ વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રના 3 જિલ્લા પર મેઘો મંડાયો હતો. જેમાં ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડામાં દોઢ ઇંચ, ઊનામાં 1 ઇંચ, તાલાલા ગ્રામ્યમાં 12 ઇંચ અને તાલાલા ગિરમાં 8 ઇંચ, કોડીનારમાં 2 ઇંચ અને વેરાવળમાં 1 ઇંચ પાણી પડી ગયું હતું. આ ઉપરાંત જૂનાગઢ જિલ્લાના કેશોદમાં દોઢ ઇંચ, જૂનાગઢ પોણો ઇંચ, ભેંસાણ પા ઇંચ, મેંદરડા દોઢ ઇંચ, માંગરોળ 2 ઇંચ, માણાવદર અડધો ઇંચ, માળિયા હાટીના દોઢ ઇંચ, વંથલી 1 ઇંચ અને વિસાવદરમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો. અમરેલી જિલ્લાના રાજુલામાં પોણો ઇંચ અને બગસરામાં અડધો ઇંચ વરસાદ થયો હતો.

સૌથી વધારે અને સૌથી ઓછા વરસાદના જિલ્લાવાર આંકડા

ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં સતલાસણામાં 2 ઇંચ, વિસનગર-કડીમાં 1-1 ઇંચ વરસાદ પડ્યો હતો જ્યારે બનાસકાંઠા જિલ્લામાં અમીરગઢમાં 3, ડીસામાં 2 અને દાંતીવાડા-ધાનેરામાં 1-1 ઇંચ જ્યારે સાબરકાંઠાના વડાલી અને ઇડરમાં 3 ઇંચ વરસાદ પડ્યો હતો.

ક્યાં કેટલો વરસાદ

તાલુકો વરસાદ (ઇંચ)
તાલાલા (ગ્રામ્ય) 12
માંડવી (સુરત) 10
ડોલવણ 9
મહુવા (સુરત 9
વાંસદા 7
નવસારી 6
બારડોલી 6
વાલોડ 6
વઘઈ 5.5
ગણદેવી 5
પલસાણા 5
વ્યારા 4.5
આહવા 4.5
નખત્રાણા 4.5
ચીખલી 4.5
જોડિયા 4.5
કડી 4

રાજ્યના ડેમની સ્થિતિ

  • 206 ડેમમાં પાણી 60 ટકા 79 ડેમમાં 100 ટકા પાણી
  • 94 ડેમ હાઈ એલ ઉપર એટલે કે 90%થી વધુ ભરાયા.
  • 10 ડેમ એલર્ટ ઉપર એટલે કે 80થી 90% ભરાયા
  • 74 ડેમ વોર્નિંગ ઉપર એટલે કે 70થી 80% ભરાયા
  • સરદાર સરોવર ડેમ 54% ભરાયો
  • અન્ય ડેમો 70%થી ઓછા ભરાયા


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ભારે વરસાદને કારણે ઘોડાપૂરમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા.


from Divya Bhaskar https://ift.tt/3203rg9
via

Comments

Popular posts from this blog

करोड़ों की मालकिन हैं कातिल फिगर वाली निया शर्मा, एक एपिसोड के लिए लेती हैं इतनी फीस

सोशल मीडिया पर एक्टिव रहने वाली निया शर्मा (Nia Sharma) आए दिन अपनी पर्सनल और प्रोफेशनल लाइफ की तस्वीरें शेयर करती रहती हैं. from Zee News Hindi: Entertainment News https://ift.tt/39c4YDJ

Imlie Spoiler Alert: इमली के खुशियों की दुश्मन बनेगी उसकी बहन, छीन लेगी पति, मां बनने का रचेगी ढोंग

टीवी शो 'इमली' (Imlie) इमली और आदित्य जब से एक हुए हैं, उनकी जिंदगी में बवाल आता ही जा रहा है. इमली की बहन मालिनी खुद अब उसके जीवन में जहर घोलने का काम कर रही है.  from Zee News Hindi: Entertainment News https://ift.tt/2VHPG6M via IFTTT

लाल सिंह चड्ढा शूटिंग: हॉस्पिटल गाउन में दिखीं करीना कपूर, ऐसा था आमिर खान का लुक

आमिर और करीना (Aamir and Kareena) की ये फिल्म पिछले काफी वक्त से पेंडिंग पड़ी हुई है. कोविड के पहले तक फिल्म की शूटिंग आधी से ज्यादा पूरी हो चुकी थी. from Zee News Hindi: Entertainment News https://ift.tt/394pLJE