Skip to main content

68 વર્ષના સંસદીય ઇતિહાસમાં પહેલી વાર રાજ્યસભા-લોકસભા સાથે નહીં ચાલે, સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો સાથેનું આ પ્રકારનું પહેલું સત્ર

કોરોના વાઇરસના બે હાથના અંતરે ભારતીય સંસદનો ચહેરો પણ બદલી નાખ્યો છે. સંસદનું આ વખતનું ચોમાસુ સત્ર મહામારીની મજબૂરીઓનું ઉદાહરણ સાબિત થશે, કેમ કે 1952 બાદ 68 વર્ષના સંસદીય ઇતિહાસમાં પહેલી વાર બન્ને ગૃહ જુદા-જુદા સમયે ચાલશે. સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઇ શકે તે માટે રાજ્યસભાના સાંસદો લોકસભામાં અને દીર્ઘાઓમાં પણ બેસશે. લોકસભા માટે પણ આ જ વ્યવસ્થા અપનાવાશે. તે માટે સંસદમાં હાલ જોરશોરથી કામ ચાલી રહ્યું છે.

રાજ્યસભા સવારે, લોકસભા સાંજે ચાલી શકે છે

  • નવી બેઠક ક્ષમતા પ્રમાણે રાજ્યસભાના 60 સાંસદ ગૃહમાં અને 51 દીર્ઘાઓમાં બેસશે. બાકીના 132 સાંસદને લોકસભાની ચેમ્બરમાં બેસાડાશે. આ કારણથી જ બન્ને ગૃહ એક સાથે નહીં પણ જુદા-જુદા સમયે ચાલશે. રાજ્યસભા સવારે જ્યારે લોકસભા સાંજે ચાલી શકે છે.
  • બંને ગૃહ મોટી સ્ક્રીન પર દેખાશે, જેથી કાર્યવાહીમાં ગૃહ સાથે દેખાય.
  • રાજ્યસભાની મુખ્ય ચેમ્બરમાં વડાપ્રધાન, ગૃહના નેતા અને વિપક્ષના નેતા બેસશે. તમામ પક્ષોના ગૃહના નેતા પણ ચેમ્બરમાં જ બેસશે. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, એચ. ડી. દેવગૌડા, રામવિલાસ પાસવાન, રામદાસ અઠાવલે માટે સીટો રખાઇ છે.
  • કાર્યવાહી દરમિયાન વિપક્ષ કોલાહલ કે હોબાળો નહીં કરી શકે. દીર્ઘામાં બેસેલા સાંસદો પણ ગૃહના મધ્યભાગમાં નહીં આવી શકે.
  • એક વિપક્ષી સાંસદે કહ્યું કે બેઠક વ્યવસ્થા છતાં કોઇ પણ સાંસદ પોતાના અધિકારનો ઉપયોગ કરીને મેઇન ચેમ્બરમાં જઇ શકે છે. તે દીર્ઘામાંથી નીકળીને એક મિનિટમાં જ સીડીઓ ઉતરીને મેઇન ચેમ્બરમાં પહોંચીને કર્તવ્ય નિભાવી શકે છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
લોકસભાની ફાઇલ તસવીર.


from Divya Bhaskar https://ift.tt/3g0A4PF
via

Comments

Popular posts from this blog

Bigg Boss की पूर्व कंटेस्टेंट रश्मि देसाई की फोटो इंटरनेट पर मचा रहीं धमाल, देखें फोटोज

रश्मि देसाई ने लाल रंग की बंगाली साड़ी के साथ एक बड़ी नथ पहनी हुई है. वह सिंदूर, बिंदी और लाल चूड़ियों में काफी जच रही हैं. देखें फोटो- from Zee News Hindi: Entertainment News https://ift.tt/31xMZV4

Virat और Samrat को करीब देख Pakhi हुई कनफ्यूज, दोनों का साथ छोड़कर किसी और का थामा हाथ

'गुम है किसी के प्यार में' (Ghum Hai Kisikey Pyaar Meiin) पाखी का रोल निभाने वाली ऐश्वर्या शर्मा असल जिंदगी में सोशल मीडिया पर काफी एक्टिव रहती हैं. हाल ही में उन्होंने एक वीडियो शेयर किया है, जिसमें वो यह नहीं समझ पा रहीं कि उन्हें विराट को चुनना चाहिए या सम्राट को. from Zee News Hindi: Entertainment News https://ift.tt/3z2LhZL

Anupama Spoiler Alert: अनुज और अनुपमा की दोस्ती पर उंगली उठाएगी राखी दवे! वनराज के भरेगी कान

Anupama Spoiler Alert: टीवी सीरियल 'अनुपमा' (Anupama) में इन दिनों अनुज कपाड़िया ने सबका ध्यान खींचा हुआ है. वहीं अब राखी दवे अनुपमा और अनुज की दोस्ती पर लांछन लगाने वाली है.  from Zee News Hindi: Entertainment News https://ift.tt/3C1yYi5 via IFTTT