દેશમાં શુક્રવારે કોરોના વાઈરસના 62,425 નવા દર્દી મળ્યાં. તેની સાથે જ કુલ ચેપગ્રસ્તોની સંખ્યા વધીને 25,18,498એ પહોંચી ગઈ હતી. જ્યારે એક દિવસમાં 56,291 સ્વસ્થ થયા હતા. રાહતના સમાચાર એ છે કે કોરોનાને હરાવી સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા વધીને 17,98,354 થઈ ચૂકી છે. 976 નવા મૃત્યુથી કોરોનાથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 50 હજારથી ફક્ત 46 જ ઓછી 49,054 થઈ ગઈ છે પણ ચિંતાની વાત એ છે કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલ પણ કોરોના પોઝિટિવ થઈ ગયા છે. તેમણે ખુદ ટ્વિટ કરીને આ માહિતી આપી હતી.
1996 બેચના આંધ્રપ્રદેશ કેડરના IAS અધિકારી અગ્રવાલે લખ્યું કે મારો કોરોના વાઇરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને ગાઇડલાઇન્સ અનુસાર હું હોમક્વૉરન્ટાઈનમાં છું. બીજી બાજુ દિલ્હીમાં 1192 નવા દર્દી સામે આવતાની સાથે અહીં કોરોના ચેપગ્રસ્તોનો આંકડો દોઢ લાખને વટાવી 1,50,652 થઈ ગયો છે. અહીં 4178 લોકોએ આ મહામારીમાં જીવ ગુમાવ્યાં છે.
ભાજપ સાંસદે કાદવથી ઈમ્યૂનિટી વધારી કોરોનાથી બચવાની સલાહ આપી
રાજસ્થાન ટૉંક-સવાઈમાધોપુરથી ભાજપના સાંસદ સુખબીર સિંહ જોનપુરીયાનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તે પાણી ભરેલા ખેતરના કાદવમાં બેઠાં છે. તેમાં તે કોરોનાથી બચાવ માટે કાદવને ઈમ્યૂન સિસ્ટમ વધારનારું ગણાવતાં દેખાય છે. જોનપુરીયાના જમણા હાથમાં શંખ છે અને તે દાવો કરે છે કે તે બે મિનિટ સુધી શંખ વગાડી શકે છે. તેનાથી ઈમ્યૂન સિસ્ટમ મજબૂત થાય છે અને કોરોનાનો ચેપ નહીં લાગે. જ્યારે અગાઉ કેન્દ્રીયમંત્રી અર્જુન મેઘવાલે કહ્યું હતું કે પાપડ ખાવાથી કોરોના નહીં થાય.
ભારતમાં મૃત્યુ વધવાની ઝડપ દુનિયાથી બમણી
1 જુલાઈ પછી રોજ સરેરાશ 1.4%ના દરે મૃત્યુ વધ્યાં, જોકે દુનિયામાં 0.7%ના દરે વધ્યાં. ભારતમાં અત્યાર સુધી દુનિયાના ફક્ત 6.6% મૃત્યુ થયાં છે. પણ, હવે રોજ દુનિયાનાં 20% મૃત્યુ ભારતમાં જ થવા લાગ્યાં છે. દેશમાં કોરોનાથી 50 હજાર લોકોના મૃત્યુ થયા છે.
દેશમાં દર્દી પણ દુનિયાથી દોઢ ગણી ઝડપે વધી રહ્યા છે
1 જુલાઈ બાદ ભારતમાં રોજ સરેરાશ 1.7%ના દરે દર્દી વધી રહ્યા છે, જ્યારે દુનિયામાં 1.2%ના દરે વધ્યા. ભારતમાં દુનિયાના કુલ 12% દર્દી થઈ ચૂક્યા છે.
પણ, હવે દરરોજ દુનિયાના 27% દર્દી ભારતમાં મળવા લાગ્યા છે.
હવે શું: દર્દીઓ અને મૃત્યુની ઝડપ આવી જ જળવાઈ રહેશે તો 30 ઓગસ્ટ સુધી 36 લાખ દર્દી અને 70 હજાર મૃત્યુ થઈ શકે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Y46Au9
Comments