રાજધાની દિલ્હીમાં સ્વતંત્રતા દિવસની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ગુરુવારે જવાનોએ લાલ કિલ્લા પર ફુલ ડ્રેસ રિહર્સલ કર્યુ હતું. જોકે રિહર્સલ દરમિયાન ભારે વરસાદ પડ્યો હતો પણ સુરક્ષાદળોનો જુસ્સો જરાય ડગમગ્યો નહીં અને ભારે વરસાદ વચ્ચે પણ જવાનોએ રિહર્સલ પૂર્ણ કર્યુ.
કોરોના સંકટને લીધે આ વખતે 15 ઓગસ્ટના આયોજનની ખાસ તૈયારીઓ કરાઈ છે. આ વખતે મહેમાનીનો સંખ્યામાં કાપ મુકાયો છે. સાથે જ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવવા માટે લોકોને દૂર-દૂર બેસાડવાની યોજના છે. સૂત્રો મુજબ આ વખતે સ્વતંત્રતા દિવસ સમારોહ માટે ઓપન પાસ જારી કરાયા નથી. ઉપરાંત લોકોના બેસવા અને કાર્યક્રમ સ્થળે સુરક્ષા વ્યવસ્થામાં પણ ફેરફાર કરાયા છે.
- આ વખતે પ્રાચીરની બંને બાજુ ફક્ત 150 મહેમાનો હશે, પહેલાં 300થી 500 બેસતા હતા.
- અનેક વીઆઈપી ફોરગ્રાઉન્ડમાં ખુરશીઓ પર બેસશે.
- ત્રણેય સેનાના જવાન પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓનર આપશે. તેમાં આશરે 22 જવાન અને અધિકારીઓ સામેલ રહેશે. રાષ્ટ્રીય સેલ્યૂટમાં તેમની સંખ્યા 32 રહેશે.
- કોરોનાને લીધે જવાનો ચાર હરોળમાં ઊભા રહેશે અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2E1NspH
Comments