દેશમાં નવા દર્દી કરતા વધુ સાજા, મહારાષ્ટ્રમાં 6 લાખ કોરોનાગ્રસ્ત, દેશમાં સોમવારે 52,886 નવા દર્દી મળ્યા, 59,097 સાજા થયા
દેશમાં કોરોનાના દર્દી 27 લાખની નજીક પહોંચી ગયા છે. સોમવારે 52,886 હજાર નવા દર્દી મળ્યા હતા. રાહતના સમાચાર એ છે કે આ દરમિયાન આશરે 6 હજાર વધુ એટલે કે 59,097 દર્દી સાજા થયા હતા. 24 કલાકમાં વધુ 889 મૃત્યુ સાથે કુલ મૃતકાંક 51,840 થઈ ગયો છે. તેની સાથે મૃત્યુદર 1.92% એ પહોંચી ગયો હતો.
મહારાષ્ટ્રમાં 8,493 નવા દર્દી મળ્યા હતા જે ચાલુ મહિનામાં કોઈ પણ એક દિવસમાં સૌથી ઓછા છે. તેની સાથે જ ત્યાં ચેપગ્રસ્તોની સંખ્યા 6 લાખને વટાવી ગઈ હતી. દેશમાં 19,68,638 દર્દી સાજા થઈ ચૂક્યા છે એટલે કે કોરોનાને હરાવનારાની સરેરાશ 73.04% થઈ ગઈ છે. મંગળવારે દેશમાં સાજા થનારાની સંખ્યા 20 લાખને પાર થઈ શકે છે.
દિલ્હીમાં હોટલ, જિમ, સાપ્તાહિક હાટ શરૂ કરવા અંગે આજે નિર્ણય
દિલ્હીમાં હોટલ, જિમ, સાપ્તાહિક હાટ ફરી શરૂ કરવા અંગે દિલ્હી ઈમરજન્સી મેનેજમેન્ટની બેઠકમાં નિર્ણય લેવાઈ શકે છે. અધિકારીઓએ જણાવ્યું કે સીએમ કેજરીવાલ ચાલુ મહિનાની શરૂઆતમાં તેના વિશે પ્રસ્તાવ રજૂ કરી ચૂક્યા હતા જેને ઉપરાજ્યપાલ અનિલે સંમતિ આપી ન હતી.
બિહારમાં લૉકડાઉન 6 સપ્ટેમ્બર સુધી વધ્યું
બિહાર સરકારે કોરોનાના ચેપને રોકવા માટે લૉકડાઉન 6 સપ્ટેમ્બર સુધી વધારી દીધું છે. પશ્ચિમ બંગાળમાં દુર્ગાપૂજા માટે કુમારટુલીથી આયોજકો પાસે દુર્ગા મૂર્તિઓ પહેલાથી જ પહોંચાડી દીધી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/312VSWS
Comments