
રાજસ્થાન કોંગ્રેસમાં સંકટ મોચકની ભૂમિકા અદા કરવાના બદલામાં હાઈકમાન્ડે પૂર્વ કેન્દ્રીય મંત્રી અજય માકનને રાજસ્થાન મહાસચિવ પ્રભારી બનાવ્યા છે.સચિન પાયલટની બળવાખોરી પછી રાજસ્થાન કોંગ્રેસમાં 35 દિવસો સુધી ચાલેલી રાજકીય ખેંચતાણમાં માકન ગેહલોત કેમ્પમાં હાઈકમાન્ડના પ્રતિનિધિ તરીકે ફ્રન્ટ સીટ પર રહ્યા હતા. આ પહેલા તેઓ રાજ્યસભા ચૂંટણી દરમિયાન થયેલી વાડાબંધીમાં પણ હાજર રહ્યા હતા.
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રવિવારે મોડી સાંજે અજય માકનને રાજસ્થાન કોંગ્રેસના પ્રભારી જનરલ સેક્રેટરી બનાવવાની જાહેરાત કરી હતી. ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટિના જણાવ્યા પ્રમાણે, માકન અવિનાશ પાંડેનું સ્થાન લેશે. કોંગ્રેસે 3 મેમ્બર્સની કમિટિની રચના કરી છે. કમિટિમાં સીનિયર પાર્ટી લીડર અહેમદ પટેલ, કેસી વેણુગોપાલ અને અજય માકન સામેલ છે. કમિટિ રાજસ્થાનમાં હાલના મુદ્દાઓને જોશે અને તેનું નિરાકરણ શોધશે.
માકનને નવી જવાબદારી આપવાના 3 કારણ
1. અજય માકને રાજ્યમાં રાજકીય સંકટ દરમિયાન સતત ધારાસભ્યો પાસેથી ફીડબેક લીધો. તેને હાઈકમાન્ડ સુધી પણ પહોંચાડ્યો. અશોક ગેહલોત સાથે માકનનો જૂનો સંબંધ રહ્યો છે. માકન દિલ્હીમાં સાંસદ હતા. ત્યારે ગેહલોત AICCમાં મહાસચિવ રહી ચુક્યા છે. તે 2013માં રાજસ્થાનની સ્ક્રિનિંગ કમિટિના ચેરમેન પણ રહી ચુક્યા છે. આ રીતે તે રાજસ્થાન કોંગ્રેસના મોટાભાગના ધારાસભ્યો અને પદાધિકારીઓના પહેલાથી જ સંપર્કમાં રહ્યા છે.
56 વર્ષના માકનને રાહુલ ગાંધીના ઘણા અંગત માનવામાં આવે છે. UPA સરકારમાં તે કેન્દ્રીય મંત્રી રહી ચુક્યા છે. તે પાર્ટી પ્રવક્તા પણ રહી ચુક્યા છે. તે બે વખત લોકસભા સાંસદ, બે વખત કેન્દ્રીય રાજ્યમંત્રી અને દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ તરીકેની જવાબદારી પણ સંભાળી ચુક્યા છે.
પાયલટ જૂથે પ્રિયંકા ગાંધીને અવિનાશ પાંડેને હટાવવાની માંગ કરી હતી.
અવિનાશ પાંડે સત્તા અને સંગઠનમાં તાલમેલ ન કરી શક્યા
સીએમ ગેહલોત અને કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સચિન પાયલટ વચ્ચે થઈ રહેલા વિવાદોનો ન તો ઉકેલ લાવી શકાય છે અને ન તો હાઈકમાન્ડ સુધી પહોંચાડી શકાય છે. આનાથી કેન્દ્રીય નેતૃત્વ પાંડેથી નારાજ રહ્યું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીએ જાન્યુઆરીમાં જ સત્તા અને સંગઠન વચ્ચે યોગ્ય તાલેમલ બનાવવા માટે આઠ સભ્યોની સમિતિની રચના પણ કરી હતી, જેના અધ્યક્ષ પ્રદેશ પ્રભારી અવિનાશ પાંડેને બનાવાયા હતા. પરંતુ પાંડેએ કોઓર્ડિનેશન માટે ક્યારે મિટિંગ બોલાવી નથી. દોઢ વર્ષથી પાંડે રાજકીય નિમણૂક કરાવી શક્યા નથી.
કોણે શું કહ્યું?
PCC અધ્યક્ષ ગોવિંદસિંહ ડોટાસરાએ કહ્યું કે, અજય માકનને કોંગ્રેસ મહાસચિવ ઈન્ચાર્જ રાજસ્થાન બનવા માટે શુભેચ્છાઓ. તેમના લાંબા રાજકીય અનુભવનો લાભ નિશ્વિત રીતે રાજસ્થાનમાં સત્તા અને સંગઠનને મળશે.
AICC મહાસચિવ, અવિનાશ પાંડેએ કહ્યું કે, સીએમ ગેહલોત અને સચિન પાયલટ અને અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે કામ કરતી વખતે સકારાત્મક અનુભવ રહે. તમામની એકતાના કારણે 2018માં કોંગ્રેસની સરકાર બની. હું તમામનો આભાર વ્યક્ત કરું છું.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2PY3HXp
Comments