ભાજપ-કોંગ્રેસની 'હેટ સ્પીચ' વચ્ચે ફેસબુકની નિષ્પક્ષતા અંગે સ્પષ્ટતા,આજે ફાઇનલ યર અને સેમેસ્ટરની પરીક્ષા અંગે ચુકાદો
શુભ પ્રભાત. આજે મંગળવાર 18 ઓગસ્ટ છે. જો તમે ગઈકાલે અગત્યના સમાચાર ચુકી ગયા હોય અથવા આજે કયાં સમાચાર અગત્યના હશે તે જાણવા ઈચ્છતા હોય તો આપના માટે અમારી આ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ પ્રસ્તુત છે...
સૌથી પહેલા જાણીએ કે આજે કઈ ઘટના આકાર લેવાની છે....
- સુપ્રીમ કોર્ટમાં નક્કી થશે કે ડિગ્રી માટે અંતિમ વર્ષ (Final Year) અને સેમેસ્ટરના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવી પડશે કે નહીં. કોર્ટ UGCની ગાઈડલાઈન સામે વિદ્યાથીઓની અરજી પર સુનાવણી કરી રહી છે.
- સુશાંત સિંહ રાજપૂત કેસમાં CBIએ પોતાના અધિકાર ક્ષેત્ર અંગે સ્પષ્ટતા ઈચ્છે છે. આ માટે તેણે સુપ્રીમ કોર્ટમાં એક અરજી પણ દાખલ કરી છે. આ અરજી પર પણ આજે સુનાવણી થશે.
- રાષ્ટ્રીય રમત-ગમત પુરસ્કાર માટે સ્પોર્ટ મંત્રાલયની ખાસ સમિતિની આજે બીજો અને અંતિમ દિવસ છે. આજે જ અર્જુન તથા ખેલ રત્ન પુરસ્કારની જાહેરાત થઈ શકે છે.
- BCCI આજે IPLના નવા ટાઈટલ સ્પોન્સરની જાહેરાત કરશે. આ રેસ (RACE)માં ટાટા સન્સ સૌથી આગળ છે.
- માલદીવ અને ભારત વચ્ચે આજથી ટ્રાવેલ બબલ (Travel Bubble) એટલે કે હવાઈ યાત્રાની શરૂઆત થશે. ટ્રાવેલ બબલ બન્ને દેશ વચ્ચે હવાઈ સેવા માટે તૈયાર કરવામાં આવેલો એર કોરિડોર હોય છે. કોરોનાને પગલે જે પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા તે સ્થિતિમાં આવશ્યક શરતો સાથે બન્ને દેશ પરસ્પર આ સેવાની શરૂઆત કરી શકે છે.
- ઉત્તર પ્રદેશ માધ્યમિક શિક્ષણ બોર્ડના જણાવ્યા પ્રમાણે ધોરણ 10 અને 12ના ઓનલાઈન ક્લાસિસ આજથી શરૂ થશે.
આ વાત થઈ આજની, હવે જોઈએ ગઈકાલના અગત્યના સમાચાર....
કોંગ્રેસ અને ભાજપની 'હેટ સ્પીચ'માં ફેસબુક ફસાયુ
એક 'હેટ સ્પીચ' કોઈ પણ નેતાને હેડલાઈન બનાવી દે છે. નેતા આ 'હેટ સ્પીચ'ને લઈ સમાચારોમાં આવતા હોય છે. પણ આ વખતે આ 'હેટ સ્પીચ'ના વિવાદમાં ફેસબુક ફસાઈ ગયુ છે. હકીકતમાં અમેરિકાના એક અખબારે એવો દાવો કર્યો હતો કે ફેસબુકે ભાજપના નેતાઓની 'હેટ સ્પીચ' વાળી પોસ્ટ સામે કાર્યવાહી કરવામાં જાણી જોઈને ઉપેક્ષા કરી. આ દાવા બાદ તો ભાજપ અને કોંગ્રેસ એક-બીજાની સામે આવી ગયા. કોંગ્રેસ આ મુદ્દે તપાસ કરવા સંયુક્ત સંસદીય સમિતિ (JPC) બનાવવાની માંગ કરી રહી છે. બીજી બાજુ ભાજપે કહ્યું છે કે રાહુલ ગાંધી કોંગ્રેસની ઉપર કોઈ નિયંત્રણ રાખી શકતા નથી. બન્ને પક્ષ વચ્ચે વિવાદનો ભોગ બનેલા ફેસબુકે પણ પોતાની તરફથી સ્પષ્ટતા કરવી પડી છે કે તે કોઈપણ મુદ્દે નિષ્પક્ષ રહે છે.
કોંગ્રેસ નેતૃત્વમાં પરિવર્તનને લઈ ફરી વિવાદ
કોંગ્રેસ નેતૃત્વ એ નક્કી કરી શકતુ નથી કે તેમના હવે પછીના અધ્યક્ષ કોણ છે? ગાંધી પરિવારના ખાસ નેતા રાહુલના નામ પર જ સતત રટણ થઈ રહ્યું છે. બીજી બાજુ કેટલાક નારાજ નેતા લીડરશિપને લઈ કેટલાક પ્રશ્નો સર્જી રહ્યા છે. આ વખતે નવો પ્રશ્ન પક્ષમાંથી બરતરફ કરવામાં આવેલા સંજય ઝા તરફથી આવ્યો છે. તેમણે દાવો કર્યો છે કે આશરે 100 નેતાએ સોનિયા ગાંધીને નેતૃત્વ બદલવા માટે એક પત્ર લખ્યો છે. જોકે, ઝા દ્વારા જે દાવો કરવામાં આવ્યો છે તેને પક્ષે સંપૂર્ણપણે નકારી દીધો છે. પક્ષ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું છે કે ફેસબુક-ભાજપ વચ્ચેની સાંઠગાંઠથી ધ્યાન હટાવવા માટે આ પ્રકારના દાવા કરવામાં આવી રહ્યા છે.
ગાયિકીના 'રસરાજ' સુરોની દુનિયાથી અલવિદા
જાણિતા શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજનું સોમવારે 90 વર્ષની ઉંમરે અવસાન થયુ છે. પહ્મ વિભૂષણ પંડિત જસરાજ છેલ્લા કેટલાક સમયથી પરિવાર સાથે અમેરિકામાં રહેતા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા. 28 જાન્યુઆરી 1930ના રોજ હરિયાણાના હિસારમાં જન્મેલા પંડિત જસરાજ એવા પરિવાર સાથે સંબંધ ધરાવતા હતા કે જે 4 પેઢીથી શાસ્ત્રીય સંગીતની પરંપરાને આગળ વધારી રહી હતી. તેઓ 14 વર્ષની ઉંમરમાં જ તબલા શીખી લીધા હતા. ત્યારબાદ તેમણે ગાયિકીની તાલીમ મેળવી હતી.
કમલા હેરિસે ભારતીય મૂળની સબરીનાની પ્રેસ સેક્રેટરી (Press Secretary) તરીકે નિમણૂક કરી
અગાઉ ભારતીય મૂળની કમલા હેરિસ અમેરિકાની ચૂંટણીમાં ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બન્યા. હવે તેમણે ભારતીય મૂળની મહિલા સબરીના સિંહને પોતાના પ્રેસ સેક્રેટરી બનાવ્યા છે. સબરીના અમેરિકામાં કોઈ પણ ઉપરાષ્ટ્રપતિ ઉમેદવારની પ્રેસ સેક્રેટરી બનનારી સૌ પ્રથમ ભારતીય અમેરિકી વ્યક્તિ છે. વર્ષ 1940માં અમેરિકામાં વંશીય ભેદભાવ (Racial Discrimination) સામે જે આંદોલન થયુ હતું તેનું નેતૃત્વ કરનાર સરદાર જેજે સિંહ સબરીનાના દાદા હતા. આ આંદોલન બાદ અમેરિકામાં પ્રત્યેક વર્ષ 100 ભારતીયના ઈમિગ્રેશનને મંજૂરી મળી હતી.
બિહારમાં ચૂંટણી પૂર્વે નેતાઓની અદલા-બદલી, નીતિશ 3-1થી આગળ
વિવિધ રાજકીય પક્ષોમાં નેતાઓની અદલા-બદલી ચૂંટણી નજીક છે તેના સંકેત આપી દે છે. બિહારમાં પણ કંઈક આવું જ જોવા મળી રહ્યું છે. ચિરાગ પાસવાન નીતિશની મુશ્કેલી વધારી રહ્યા હોય તેવું દેખાય છે તો જીતનરામ માંઝી પણ નવા રાજકીય સમીકરણો ગોઠવવામાં વ્યસ્ત દેખાય છે. સોમવારે ચાર નેતાઓએ પોતાના પક્ષને રામ રામ કહી દીધા..
શૂટિંગ કોચ જસપાલ રાણાને દ્રોણાચાર્ય એવોર્ડ
શૂટિંગ કોચ જસપાલ રાણા અને હોકી કોચ રોમેસ પઠાણિયા સહિત 13 કોચ આ વર્ષ દ્રોણાચાર્ય એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. રાણાના કોચિંગ હેઠળ મનુ ભાકર, સૌરભ ચૌધરી અને અનીષ ભાનવાલા જેવા વિશ્વ કક્ષાના શૂટર મળ્યા છે. 15 રમતવીરોને મેજર ધ્યાનચંદ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. સ્પોર્ટ મંત્રાલયની 12 સભ્યની ખાસ સમિતિના પ્રથમ દિવસની બેઠકમાં આ નામોની જાહેરાત થઈ હતી. આજે બેઠકનો બીજો દિવસ હશે. ત્યારબાદ રાજીવ ગાંધી ખેલ રત્ન તથા અર્જુન એવોર્ડ વિજેતાઓના નામની જાહેરાત કરવામાં આવશે.
સુશાંત કેસમાં વધુ એક નવો ખુલાસો
અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસમાં દિન પ્રતિ દિન નવા-નવા ખુલાસા આવી રહ્યા છે. આજે પણ વધુ એક નવો ખુલાસો સામે આવ્યો છે. હવે તેમના મિત્ર અને સીરિયલ પવિત્ર રિસ્તાના ડિરેક્ટર કુશલ ઝવેરીએ એક વ્હોટ્સએપ ચેટ જારી કરી દાવો કર્યો છે કે સુશાંત ડિપ્રેશનમાં ન હતો. આ સાથે એવી પણ માહિતી આવી રહી છે કે વ્હોટ્સએપ ચેટ 1 અથવા 2 જૂન વચ્ચેનું છે. તેને સુશાંત તથા કુશલ વચ્ચે ચેટ પર થયેલી અંતિમ વાતચીત પણ કહેવામાં આવી રહી છે.
છેલ્લા 60 વર્ષમાં 10 જીવલેણ વાઈરસ (Virus) આવ્યા, કોણ કેટલુ જોખમી
છેલ્લા 60 વર્ષમાં માનવીએ જેટલા પણ વાઈરસનો સામનો કર્યો છે તે પૈકી કોરોના પહેલો એવો વાઈરસ છે કે જે વિશ્વના 215 દેશ તથા દ્વીપો સુધી પોતાનો ફેલાવો ધરાવે છે. આ અગાઉ કોઈ વાઈરસ આટલો વ્યાપક ફેલાવો ધરાવતો ન હતો. અલબત કોરોનાને લઈ રાહતની વાત એ છે કે તેનો મૃત્યુ દર (Death Rate) અન્ય સંક્રમણોની તુલનામાં ઘણો ઓછો છે. કોરોનાની ઝપટમાં આવેલા લોકો પૈકી 3.5 ટકા લોકોએ જીવ ગુમાવ્યા છે. સૌથી ઘાતક જો કોઈ વાઈરસ હોય તો તે મારબર્ગ (Marburg) હતો. આ વાઈરસના સંક્રમણની ઝપટમાં આવેલા લોકો પૈકી 80% લોકોના મૃત્યુ થયા હતા.
વધતી ગરમીને લીધે નોકરીઓ પર જોખમ
વિશ્વ હવામાન સંસ્થા (World Meteorological Organization)ના અંદાજ પ્રમાણે વર્ષ 2100 સુધીમાં પૃથ્વીનું તાપમાન 3થી 5 ડિગ્રી સેલ્સિયસ વધી જશે. જો આમ થશે તો પૃથ્વીના અનેક વિસ્તારોમાં માનવીએ વસવાટ કરવો એટલો સરળ નહીં રહે. ભારતની સ્થિતિ પણ કંઈક આવી જ હોઈ શકે છે.આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન (International Labor Organization) દ્વારા એક અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે, જેમાં એવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે કે ગરમીના વધતા સ્તરને લીધે વર્ષ 2030 સુધીમાં દક્ષિણ એશિયામાં 4.3 કરોડથી વધારે નોકરી સંકટમાં આવી જશે. તેની સૌથી વધારે અસર ભારત પર થઈ શકે છે, કારણ કે વર્ષ 2030 સુધી વધતી ગરમીથી 3.4 કરોડ લોકોની નોકરીને અસર થઈ શકે છે.
NEET અને JEEની વર્ષ 2020 માટેની મુખ્ય પરીક્ષા મોકૂફ નહીં રહે
NEET અને JEEની વર્ષ 2020ની મુખ્ય પ્રવેશ પરીક્ષાઓને મોકૂફ રાખવાની અરજીને સુપ્રીમ કોર્ટ દ્વારા નકારી દેવામાં આવી છે. હવે 1લી સપ્ટેમ્બરથી 6ઠ્ઠી સપ્ટેમ્બર JEEની મુખ્ય પરીક્ષા યોજવામાં આવશે. આ ઉપરાંત 13 સપ્ટેમ્બરના રોજ નિર્ધારિત સમયે જ NEET 2020 યોજવામાં આવશે. ન્યાયમૂર્તિ અરુણ મિશ્રા, ન્યાયમૂર્તિ બીઆર ગવઈ અને ન્યાયમૂર્તિ કૃષ્ણ મુરારીની બનેલી ખંડપીઠે અરજી અંગે ચુકાદો આપતા કહ્યું કે જીવનને આ રીતે અટકાવી શકાય નહીં. આપણે સુરક્ષાના યોગ્ય ઉપાયો સાથે આગળ વધવુ પડશે, વિદ્યાર્થીઓના ભવિષ્યને દાવ પર લગાવી શકાય નહીં. આ સાથે કોર્ટે અરજી કરનાર વિદ્યાર્થીઓને પણ પૂછ્યુ હતુ કે શુ તમે પરીક્ષા રદ્દ કરાવી તમારું એક વર્ષ બગાડવા માંગો છો?
ઈતિહાસની દ્રષ્ટિએ આજનો દિવસ. ચાલો જાણીએ...
દેશને આજે પ્રથમ IIT મળી હતી
18 ઓગસ્ટ 1951ના રોજ ભારતને પહેલી IIT એટલે કે ઇન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી પ્રાપ્ત થઈ હતી. કોલકાતા પાસે ખડગપુર ખાતે આ સંસ્થાનું ઉદઘાટન કરવામાં આવ્યુ હતું. આજે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પૂર્ણતિથિ છે. 18 ઓગસ્ટ 1945ના રોજ તાઈવાનની નજીક એક વિમાન દુર્ઘટનામાં નેતાજીનું મૃત્યુ થયુ હતું. જોકે, તેમનું મૃત્યુ એક રહસ્ય છે અને તેને લઈ અવાર-નવાર પ્રશ્ન ઉઠતા રહ્યા છે. નેતાજીનો જન્મ 23 જાન્યુઆરી 1897ના રોજ કટકમાં થયો હતો. વર્ષ 1920માં ઈગ્લેન્ડમાં ઈન્ડિયન સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરી હતી. આજે ગુલઝારનો જન્મ દિવસ છે. બિહારના રાજકારણમાં નેતાઓની એક પક્ષથી બીજા પક્ષમાં અવર-જવર જારી છે. રાજકારણના બદલાતા સમીકરણો વચ્ચે ગુલઝારની આ બે પંક્તિ.....
ફિર સે બાંટો તાશ કે પત્તે
ફિર સે કટ ફોર સીટ કરો
રમ્મી કા એક ખેલ ચલા છે પાર્લિયામેન્ટ કેસિનો મેં!
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3axeqBu
Comments