પરમાણુ બોમ્બના હુમલાને 75 વર્ષ, 1.36 લાખ પીડિત બચ્યા, જીવનભર આ માટે લોકોને જાગૃત કર્યા, કોરોનાથી અડચણ

જાપાનના હિરોશિમા પર 75 વર્ષ પહેલાં 6 ઓગસ્ટ, 1945ના રોજ અમેરિકાએ પરમાણુ બોમ્બ ‘લિટલ બોય’ ઝીંક્યો હતો. તેમાં 1.40 લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ત્યારે આડઅસરનો સામનો કરી રહેલી પેઢી હવે લુપ્ત થવાની અણીએ છે. જાપાનમાં ફક્ત 1,36,700 જ એવા લોકો છે જે એ વિનાશની સાક્ષી પૂરે છે. આ બધા 80થી 90 વર્ષના છે. આ તમામ લોકો કોઈ ને કોઈ અસાધ્ય રોગથી પીડિત છે.
તાજેતરમાં એક સરવેમાં 78 ટકા પીડિતોએ સ્વીકાર્યુ કે જીવનભર તેઓ પોતાના અનુભવ જણાવી દુનિયાને પરમાણુ હુમલાનું નુકસાન જણાવતા રહ્યા પણ હવે તેમની વયને લીધે ઊભા થયેલા પડકારો તથા મર્યાદાઓને લીધે તેઓ આવું કરી શકી રહ્યા નથી. જ્યારે 63.1 ટકા પીડિતોએ કહ્યું કે કોરોનાને લીધે પરમાણુ નિ:શસ્ત્રીકરણ અભિયાન જોરશોરથી ચાલી રહ્યું નથી. મોટી વાત તો એ છે કે પીડિત હોવા છતાં જાપાનના લોકો જ નથી ઈચ્છતા કે તેમનો દેશ પરમાણુ શસ્ત્રોને પ્રોત્સાહન આપે. સરવેમાં 71.4 ટકા પીડિતોએ સ્વીકાર્યું કે જાપાને પણ પરમાણુ નિ:શસ્ત્રીકરણ સંધિને મંજૂરી આપવી જોઈએ.
દર વર્ષે વૉર મેમોરિયલ પર મૃત લોકોને શ્રદ્ધાંજલિ અપાય છે અને પરમાણુમુક્ત દુનિયાનો સંકલ્પ લેવાય છે. મૌન રખાય છે. ચાલુ વર્ષે કોરોનાના ચેપને લીધે કાર્યક્રમ સ્થગિત કરાયા છે. અમુક કાર્યક્રમ વર્ચ્યુઅલ યોજાશે.
US-રશિયા ઘટાડી રહ્યા છે, ભારત-ચીનમાં પરમાણુ હથિયાર વધી રહ્યાં છે, દુનિયામાં કુલ 13,400
દેશ | તહેનાત | અન્ય | 2020માં | 2019માં |
અમેરિકા | 1750 | 4050 | 5800 | 6185 |
રશિયા | 1570 | 4805 | 6375 | 6500 |
યુકે | 120 | 95 | 215 | 200 |
ફ્રાન્સ | 280 | 10 | 290 | 300 |
ચીન | - | 320 | 320 | 290 |
ભારત | - | 150 | 150 | 130-140 |
પાકિસ્તાન | - | 160 | 160 | 150-160 |
ઈઝરાયલ | - | 90 | 90 | 80-90 |
ઉત્તર કોરિયા | - | 30-40 | 30-40 | 20-30 |
કુલ | 3,720 | 9,680 | 13,400 | 13,865 |
(સ્ત્રોત : સ્ટૉકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટનો તાજેતરનો રિપોર્ટ)
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3kfR0Fl
via IFTTT
Comments