માઇક્રો-બ્લોગિંગ સાઇટ ટિ્વટર વાંધાજનક કન્ટેન્ટ પર રોક લગાવવાના નામે બેવડું વલણ અપનાવી રહી છે. તેનું ઉદાહરણ બુધવારે રાત્રે જોવા મળ્યું કે જ્યારે ટિ્વટરે ભગવાન શ્રીરામ અને અયોધ્યામાં બની રહેલા રામમંદિરને સંભવિત સંવેદનશીલ કન્ટેન્ટ ગણાવી એક વીડિયો સેન્સર કરી દીધો જ્યારે ઇસ્લામિક જૂથ દ્વારા હિન્દુ ધાર્મિક સ્થળ વિરુદ્ધ દેખાવો અને વાંધાજનક નારા દર્શાવતી તસવીર કોઇ જ ચેતવણી વિના બેધડક ચાલવા દીધી.
બન્યું એવું કે અમેરિકામાં રામજન્મભૂમિ શિલાન્યાસ ઉત્સવ સમિતિના અધ્યક્ષ જગદીશ સિહાનીએ ન્યુયોર્કના ટાઇમ્સ સ્ક્વેર પરના એક ડિસ્પ્લેનો 9 સેકન્ડનો વીડિયો ટિ્વટ કર્યો હતો. તેમણે ટિ્વટમાં કહ્યું, ‘આજે ટાઇમ્સ સ્ક્વેર પર આપણા રામમંદિર અને રામજીને જોઇને મને ઘણું ગૌરવ થયું. આવો, આજે રાત્રે 7.30 વાગ્યે આ લાઇફટાઇમ ઇવેન્ટનો ઉત્સવ મનાવીએ.’ ટિ્વટરે એવા મેસેજ સાથે આ વીડિયો હટાવી દીધો કે આ મીડિયાની સામગ્રી સંભવિતપણે સંવેદનશીલ છે.
ટાઇમ્સ સ્ક્વેર પર વીડિયો ડિસ્પ્લે ઇસ્લામિક જૂથો તથા અન્ય લોકોના વિરોધ બાદ બંધ કરી દેવાયું. જોકે, અમેરિકી મુસ્લિમ કાઉન્સિલે બુધવારે ટાઇમ્સ સ્ક્વેર પર વિરોધ કર્યો અને તેની તસવીરો ટિ્વટર પર પોસ્ટ કરી તો ટિ્વટરે તે તસવીરો ઘણા વાંધાજનક શબ્દો હોવા છતાં પ્રદર્શિત થવા દીધી. તેના પગલે ટિ્વટર પર બેવડા વૈચારિક માપદંડ અપનાવવાનો આક્ષેપ થઇ રહ્યો છે.
ટિ્વટર એકાઉન્ટ હેકરની સુનાવણીમાં પોર્ન ક્લિપ
અમેરિકામાં પૂર્વ પ્રમુખ બરાક ઓબામા, ટેસ્લાના સીઇઓ ઇલોન મસ્ક સહિતની હસ્તીઓના ટિ્વટર એકાઉન્ટ હેક કરનાર સગીર માસ્ટરમાઇન્ડ ગ્રેહામ ઇવાન ક્લાર્કની વર્ચ્યુઅલ સુનાવણી દરમિયાન હેકર્સે જોરદાર હંગામો કર્યો હતો. આ દરમિયાન તેણે પોર્ન ક્લિપ ચલાવી દીધી અને લાઉડ મ્યુઝિક વગાડ્યું, જેથી જજે ઓનલાઇન સુનાવણી બંધ કરવાની ફરજ પડી. તેના પર ક્લાર્ક સહિત 3 લોકો સામે 130 હાઇપ્રોફાઇલ સેલિબ્રિટી એકાઉન્ટ હેક કરીને સંખ્યાબંધ લોકો સાથે છેતરપિંડી કરવાનો આરોપ છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2EZmorA
via IFTTT
Comments