અફઘાનિસ્તાનના કંધાર અને હેલમંડ પ્રાંતના હજારો લોકોએ ગુરુવારે પાકિસ્તાન વિરુદ્ધ દેખાવો કર્યા. હજારો પશ્તૂન લોકોએ પાકિસ્તાન નજીકની ચમન-સ્પિન બોલ્ડાક સરહદ પર પાકિસ્તાની સુરક્ષાદળોના નિર્દોષ લોકો પર ફાયરિંગ સામે રોષ વ્યક્ત કર્યો હતો. સરહદી વિસ્તારોમાં રહેતી પશ્તૂન વસતી જ્યારે ગત અઠવાડિયે ઈદના પ્રસંગે ખરીદી માટે નીકળી હતી ત્યારે પાક. તરફથી ગોળીબાર કરાયો હતો.
અફઘાનિસ્તાને કહ્યું કે પાક.દળોએ તોપથી નાગરિકોના વિસ્તારોમાં ગોળીબાર કર્યો હતો. વિદેશ મંત્રાલયે પણ આ કૃત્ય સામે નારાજગી વ્યક્ત કરી હતી. વિસ્તારમાં બંને તરફથી લાંબા સમયથી સરહદ ખોલવાની માગ કરાઈ રહી છે. તેનાથી તે પોતાના સંબંધીઓને મળી શકે અને ખરીદી પણ કરી શકે, પરંતુ પાકિસ્તાની સુરક્ષાદળ એવું કરવાની છૂટ આપતા નથી. ગત અઠવાડિયે અફઘાન લોકો જ્યારે સરહદ પાર કરવા એકઠા થયા હતા તો થોડીક બોલાચાલી બાદ પાકિસ્તાની સુરક્ષાદળોએ તેમના પર ગોળીબાર કરી દીધો હતો.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3icXMdc
via IFTTT
Comments