વેક્સિનમાં ગરબડથી નારાજ એથિક્સ કાઉન્સિલના વરિષ્ઠ ડોક્ટરનું રાજીનામું, કહ્યું - ના ટ્રાયલ, ના નૈતિકતાનું પાલન
કોરોનાવાઈરસ અંગે દુનિયામાં સૌ પ્રથમ વેક્સિન બનાવવાનો દાવા કરનારા રશિયાને વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વેક્સિન પર સવાલ ઉઠાવાયા પછી હવે પોતાના જ દેશમાં વિરોધ સહન કરવો પડી રહ્યો છે. વેક્સિન બનાવવામાં ગરબડ અને મેડિકલ એથિક્સનું પાલન ન કરવાથી નારાજ આરોગ્ય મંત્રાલયની નેશનલ કાઉન્સિલના સભ્ય અને વરિષ્ઠ ડોક્ટર એલેક્ઝેન્ડર કુશલિને પદ પરથી રાજીનામું આપી દીધું છે. શ્વાસ રોગના જાણીતા નિષ્ણાત ડો. કુશલિને વેક્સિન બનાવવાની પ્રક્રિયા સામે વાંધો ઉઠાવીને રાજીનામું આપ્યું છે. તેમણે કહ્યું કે, વેક્સિન બનાવવામાં મેડિકલ એથિક્સનું ગંભીર ઉલ્લંઘન થયું છે. ડો. કુશલિને કહ્યું કે, ‘રાજકીય દબાણમાં વેક્સિનની ઉચિત ટ્રાયલ થઈ નથી કે કોઈ મેડિકલ જર્નલમાં વેક્સિન સાથે જોડાયેલી માહિતી પ્રકાશિત કરાઈ છે.’
બે ડોક્ટર્સ પર લગાવ્યા આરોપ
ડો. કુશલિને કહ્યું કે, આખી પ્રક્રિયામાં બે ડોક્ટર મુખ્ય રીતે સામેલ હતા. ગામાલિયા સેન્ટર ફોર એપિડેમોલોજી એન્ડ માઈક્રોબાયોલોજીના ડિરેક્ટર પ્રો. એલેક્ઝેન્ટર ગિન્ટ્સબર્ગ અને રશિયાના આર્મીના ટોચના વાઈરોલોજિસ્ટ પ્રો. સર્ગેઈ બોરિશેવિક. આ બંનેની ટીમે જ વેક્સિન તૈયાર કરી છે અને મંજૂરી આપનારી ટીમમાં પણ તે હતા.
ડો. કુશલિને કહ્યું કે, ‘મારા પર કંઈ ન કહેવાનું દબાણ બનાવાઈ રહ્યું હતું. હું પૂછવા માગું છું કે, શું તમે રશિયન ફેડરેશન લેજિસ્લેશન અને ઈન્ટરનેશનલ સયન્ટિફિક કમ્યુનિટીની ગાઈડલાન્સનું પાલન કર્યું છે? જો હા, તો તેને જણાવતા કેમ ડરો છો. મેં કોઈ દવા બનાવવા માટે આટલા નિયમોનું ઉલ્લંઘન આજ સુધી જોયું નથી.’
વેક્સિન સુરક્ષિત હોવાની ગેરન્ટી નહીં : ડો. કુશલિન
ડો. એલેક્ઝેન્ડર કુશલિન રશિયાના આરોગ્ય મંત્રાલયની એથિક્સ કાઉન્સિલના સભ્ય હતા. તેમણે કોરોનાવાઈરસની આ વેક્સિન બનાવવામાં કરાયેલી ગરબડ વિરુદ્ધ આ કાઉન્સિલમાંથી રાજીનામું આપી દીધું છે. ડો. કુશલિને કહ્યું - ‘વેક્સિન સ્પૂતનિક-વી માટે જરૂરી મંજૂરી પણ લેવાઇ નથી અને તેની જાહેરાત ઉતાવળે કરાઈ છે. આટલી બધી ગરબડના કારણે આ વેક્સિનના સુરક્ષિત હોવાની હાલ કોઈ ગેરન્ટી નથી. આ અગાઉ વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ વેક્સિનના યોગ્ય હોવા પર સવાલ ઉઠાવ્યા હતા’.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3aoeBza
via IFTTT
Comments