બે વર્ષમાં મહિલાનું પેટ વધીને 19 કિલોનું થયું, ઊંઘ પણ આવતી નથી કે ચાલી શકતી નથી, ડોક્ટર પણ બીમારી વિશે અજાણ છે
ચીનમાં રહેતી મહિલા હુઆંગ ગુઓશિયાન અલગ જ પ્રકારની બીમારીથી પીડિત છે. છેલ્લા બે વર્ષમાં તેનું પેટ વધીને 19 કિલો વજનનું થઇ ગયું છે. હુઆંગે કહ્યું કે, મારું પેટ એટલું વધારે ભારે થઇ ગયું છે કે હું રાતે સૂઈ કે હલન-ચલન કરી શકતી નથી. મારા બાળકોનું ધ્યાન પણ રાખી શકતી નથી. પેટનો આકાર પણ સતત વધી જ રહ્યો છે.
હુઆંગ બે બાળકોની માતા છે. તેણે કહ્યું કે, મારું વજન 54 કિલોગ્રામ છે, તેમાં 19 કિલો પેટનું વજન સામેલ છે. તે શરીરના 36 ટકા જેટલું છે. છેલ્લા 2 વર્ષથી હું આ વજન સહન કરી રહી છું. બે વર્ષ પહેલાં પેટમાં પીડા થતા મેં ડોક્ટરની સલાહ લીધી હતી. દવાઓથી પેટની પીડા તો ઓછી થઇ ગઈ પણ તેની સાઈઝ વધતી જ રહે છે.
આર્થિક તંગીનો પણ સામનો કરી રહેલી હુઆંગ ઘણી હોસ્પિટલના પગથિયાં ચડી ચૂકી છે, પણ કોઈ ફાયદો થયો નથી. હવે તે દેશના અગ્રણી ડોક્ટર સાથે સારવાર કરાવવા માગે છે આ માટે તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ મૂકી છે. પોસ્ટને કારણે તેને સવા ત્રણ લાખ રૂપિયાનું ફંડ મળ્યું છે. તેને આશા છે કે, આટલા રૂપિયામાંથી સારવાર થઇ જશે.
હુઆંગ આની પહેલાં લિવર સિરોસિસ, ઓવેરીયન કેન્સર અને ટ્યુમર સામે પણ લડી ચૂકી છે. હજુ સુધી કોઈ ડોક્ટરને તેના પેટ વધવાનું કારણ ખબર પડી નથી.
હુઆંગે પોતાની તકલીફો વિશે જણાવ્યું કે, હું જ્યારે ઘરની બહાર નીકળું છું તો લોકો મને ગર્ભવતી સમજી લે છે. શારીરિક અને માનસિક સ્ટ્રેસને લીધે મને ગુસ્સો આવે છે. ઊંઘ પૂરી ન થવા પર મારી સ્વભાવ પણ ખરાબ થઇ રહ્યો છે. ઘરમાં દાદા-દાદી કામમાં મદદ કરે છે. મને આશા છે કે, હું પહેલાંની જેમ જ સ્વસ્થ થઈ જઈશ.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3aitRxD
via IFTTT
Comments