જર્મન ફૂટબોલ ક્લબ બાયર્ન મ્યૂનિખે સતત આઠમી વાર હોમ લીગનું ટાઈટલ જીત્યું. બાયર્ન મ્યૂનિખે બુંદેસલીગામાં વેર્ડર બ્રેમેનને 1-0થી હરાવ્યું. રૉબર્ટ લેાનડોસ્કીએ 43મી મિનિટે ગોલ કર્યો. તેના લીગની સિઝનમાં 31 ગોલ થઈ ગયા છે. બાયર્નની લીગમાં 2 મેચ બાકી છે. ટીમ પહેલા જ ચેમ્પિયન બની હતી. જીત્યા બાદ ખેલાડીઓએ 42 હજારની ક્ષમતાવાળા ખાલી સ્ટેડિયમમાં ઉજવણી કરી હતી.
જર્મનીમાં સ્પોર્ટ્સ ઈવેન્ટ શરૂ થઈ ચૂકી છે. પરંતુ ફેન્સની એન્ટ્રી પર પ્રતિબંધ છે. આ બાયર્નની સિઝનમાં સતત 11મી જીત છે. તેના 32 મેચમાં 76 પોઈન્ટ છે. તે બીજા નંબરે રહેલી બોરુસિયા ડૉર્ટમંડ (66)થી 10 પોઈન્ટ આગળ છે. બાયર્ન બીજી ટીમ બની જેણે યુરોપની કોઈ પણ ટોપ-5 લીગમાં સતત 8 ટાઈટલ જીત્યા હોય. આ અગાઉ યુવેન્ટ્સે ઈટાલિયન લીગ સીરી-એમાં આમ કર્યું હતું.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2YM0PAN
via
Comments