ઓસ્ટ્રેલિયા-વેસ્ટઈન્ડીઝ વચ્ચે ઓક્ટોબરમાં યોજાનારી ત્રણ મેચની ટી20 સીરિઝ સ્થગિત થઈ છે. હવે 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર વચ્ચે યોજાનારી IPL દરમિયાન કોઈ ઈન્ટરનેશનલ મેચ રમાઈ ન હતી. ટી20 લીગ શરૂ થયા પછી ઈન્ટરનેશનલ ક્રિકેટના કાર્યક્રમ પર પણ તેની અસર દેખાઈ છે. 1940 પછી પ્રથમ વખત આ દાયકા એટલે કે, 2010થી 2019 વચ્ચે સૌથી ઓછી ટેસ્ટ રમાઈ. આટલું જ નહીં, વનડેની મેચમાં પ્રથમ વખત ઘટાડો નોંધાયો નથી. લીગમાં ખેલાડીઓને મોટી આવક થાય છે. જેના કારણે આ બંને ફોર્મેટને બચાવા માટે આઈસીસીએ 2019થી ‘વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ’ અને 2020થી ‘વર્લ્ડ કપ સુપર લીગ’ની શરૂઆત કરી છે.
જોકે, ટી20 ઈન્ટરનેશનલમાં 700 ટકાનો ઉછાળો
ટી20 લીગના કારણે ભલે ટેસ્ટ અને વનડે મેચ ઓછી રમાતી હોય, પરંતુ ટી20 ઈન્ટરનેશનલ મેચમાં ઘટાડો થયો નથી. 2000ના દાયકામાં 16 ટીમ વચ્ચે કુલ 127 ટી20 ઈન્ટરનેશનલ રમાઈ હતી. જ્યારે 2010ના દાયકામાં ટીમોની સંખ્યા વધીને 72 મેચની સંખ્યા વધીને 897 થઈ છે.
2008માં IPLની સફળતાએ અન્ય દેશોને તક આપી2008માં BCCIએ IPLની શરૂઆત કરી. આજે બોર્ડને 90% રેવેન્યુ IPLથી થાય છે. આઈપીએલની જો વર્તમાન સીઝન ન રમાતી તો બીસીસીઆઈને લગભગ 4 હજાર કરોડનું નુકસાન થતું. ઓસ્ટ્રેલિયામાં 2011માં બિગ બેશ લીગ, વિન્ડીઝ બોર્ડે 2013માં CPL-પાક.એ 2016માં PCLની શરૂઆત કરી છે.
બોર્ડર અને અખ્તરે IPLના આયોજન પર સવાલ ઉઠાવ્યા
ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન એલન બોર્ડરે કહ્યું કે, BCCI ક્રિકેટ ચલાવી રહ્યું છે. જેના કારણે IPLને મહત્ત્વ અપાઈ રહ્યું છે. વર્લ્ડ ટૂર્ના.ના બદલે ઘરેલુ ટૂર્નામેન્ટને પ્રાથમિકતા અપાઈ રહી છે. પાક.ના પૂર્વ ફાસ્ટ બોલર અખ્તરે પણ કહ્યું હતું કે, IPLના કારણે ટી20 એશિયા કપ અને ટી20 વર્લ્ડ કપને ટાળવામાં આવ્યો.
ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ટી20 સીરિઝ પણ નહીં રમાય, આવતા વર્ષે રમાશે આ સીરિઝ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઓક્ટોબરમાં ત્રણ મેચની ટી20 સીરિઝ યોજાવાની હતી. જોકે, આ દરમિયાન યુએઈમાં આઈપીએલનું આયોજન થવાનું છે. આથી આ સીરિઝ પણ નહીં રમાય. ટીમ ઈન્ડિયાએ ડિસેમ્બરમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાનું છે. આ દરમિયાન ટીમે ચાર ટેસ્ટ અને ત્રણ વનડે સીરિઝ રમવાની છે. જેમાં એક ડે-નાઈટ ટેસ્ટનો પણ સમાવેશ થાય છે. પછી ટી20 સીરિઝ રમાઈ શકે છે.
ટેસ્ટ : છેલ્લા દાયકામાં 464 મેચ રમાઈ
વર્ષ | મેચ | ટીમ |
1940 | 45 | 6 |
1950 | 164 | 7 |
1960 | 186 | 7 |
1970 | 198 | 7 |
1980 | 266 | 7 |
1990 | 347 | 9 |
2000 | 464 | 11 |
2010 | 433 | 12 |
વન ડે: છેલ્લા દાયકામાં સૌથી વધુ 24 ટીમો ઉતરી
વર્ષ | મેચ | ટીમ |
1970 | 82 | 9 |
1980 | 516 | 9 |
1990 | 933 | 14 |
2000 | 1405 | 24 |
2010 | 1287 | 23 |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Dd671P
via
Comments