3 મહિનામાં ઈ-સ્પોર્ટ્સ પર સટ્ટાબાજીમાં 40 ગણાનો વધારો નોંધાયો, આ વર્ષે રેવન્યૂ 1 લાખ કરોડ જેટલી રહી શકે છે
કોરોના વાઈરસના કારણે સ્પોર્ટ્સ ઈવેન્ટ માર્ચથી રદ છે. જોકે ધીમે-ધીમે ઈવેન્ટ્સ ફરી શરૂ થવા લાગી છે. આ દરમિયાન લોકોનો રસ ઈ-સ્પોર્ટ્સમાં વધ્યું છે. રમત પર સટ્ટો રમતા લોકો હવે ઈ-સ્પોર્ટ્સ પર ધ્યાન આપવા લાગ્યા છે. સ્પોર્ટ્સ બુક પિનકલના ટ્રેડિંગ ડિરેક્ટર માર્કો બ્લૂમે કહ્યું કે,‘અમેરિકામાં ઈ-સ્પોર્ટ્સ પર સટ્ટાબાજીનો પ્રારંભ 2010માં થયો હતો. તે સમયે અઠવાડિયામાં 100 ડૉલર (7600 રૂપિયા)નો સટ્ટો લાગતો.’કોરોનાને કારણે અંદાજે 38 લાખ કરોડ રૂપિયાની ગ્લોબલ ગેમ્બલ ઈન્ડસ્ટ્રી ઈ-સ્પોર્ટ્સ પર નિર્ભર થઈ. માર્ચથી બુકમેકર્સની ઈ-સ્પોર્ટ્સ પર બેટિંગમાં 40 ગણાનો વધારો થયો છે. સમગ્ર વિશ્વમાં ઈ-સ્પોર્ટ્સની ગેમ્બલ રેવન્યૂ વર્ષના અંતસુધીમાં બમણી થઈ અંદાજે 1 લાખ કરોડની થઈ શકે છે.
કમાણી માટે ઘણા રાજ્યો સટ્ટાબાજીને મંજૂરી આપશે
કેસિનો મેનેજમેન્ટ કંપની ફિફ્થ સ્ટ્રીટ ગેમિંગના મુખ્ય કાર્યકારી અધિકારી સેઠ શોએરે કહ્યું કે,‘મને આશા છે કે ઉત્તરી અમેરિકામાં આગામી 5-10 વર્ષમાં ઈ-સ્પોર્ટ્સ બેટિંગ કરવા મામલે એનએફએલ અને એનબીએ મામલે ત્રીજા સ્થાને આવી જશે.’ ટેક્સની કમાણી વધારવા માટે ઘણા અન્ય રાજ્યો ઈ-સ્પોર્ટ્સ પર સટ્ટાબાજીને મંજૂરી આપી શકે છે. પ્રિન્સટેન પબ્લિક અફેર્સ ગ્રૂપના બિલ પાસ્કરેલે કહ્યું કે,‘મને આશા હતી કે 3-4 રાજ્ય સ્પોર્ટ્સ બેટિંગની મંજૂરી આપી શકે છે. પરંતુ હવે આ બમણું થઈ શકે છે.’
અમેરિકામાં કોર્ટે 2018માંસટ્ટાબાજીને માન્યતા આપી હતી
અમેરિકન કોર્ટે 2018માં સટ્ટાબાજીને માન્યતા આપવાની જાહેરાત કરી હતી. નેવાદામાં 1949થી સટ્ટાબાજી થઈ રહી હતી. 2016માં પ્રથમ ઈ-સ્પોર્ટ્સ બેટિંગનો પ્રારંભ થયો હતો. 2017માં વધુ 2 ટૂર્નામેન્ટ પર સટ્ટાબાજીનો પ્રારંભ થયો હતો. આ વર્ષે નેવાદામાં 13 ઈ-સ્પોર્ટ્સ લીગ પર સટ્ટો લગાવવાની મંજૂરી મળી. નેવાદા ગેમિંગ કંટ્રોલ બોર્ડના ચીફ ઈન્ફોર્સમેન્ટ ડિવિઝન જેમ્સ ટેલરે કહ્યું,‘લોકો સટ્ટો લગાવવા માગે છે. અમે આપેલું લાયસન્સ કસ્ટમર્સને આ તક આપે છે. ઈ-સ્પોર્ટ્સની વિશેષતા એ છે કે ખેલાડી ઘરે બેસીને ગમે ત્યાં રમી શકે છે.’
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3fu2Fx6
via
Comments