ઈન્ડોનેશિયાની ઓળખ બની ચુકી છે બેડમિન્ટન, ઓલિમ્પિકના તમામ 7 ગોલ્ડ મેડલ આ જ રમતમાં, દેશમાં 10 લાખથી વધુ એક્ટિવ ખેલાડી
ઈન્ડોનેશિયા ઓલિમ્પિક સમિતિના અધ્યક્ષ રાજા સાપ્તા ઓક્ટોહારીએ કહ્યું, ‘તમે જ્યારે બેડમિન્ટન બોલો છો, તમે ઈન્ડોનેશિયા બોલો છો.’ આ રમત દેશનો એક ભાગ છે. ઈન્ડોનેશિયાને તમામ 7 ઓલિમ્પિક ગોલ્ડ આ રમતમાં જ મળ્યા છે. આગામી ઓલિમ્પિક માટે ખેલાડીઓએ મહેનત શરૂ કરી દીધી છે. જકાર્તાના ટ્રેનિંગ સેન્ટર અને કોર્ટ મહિનાથી બંધ હતા. દેશના મુખ્ય ખેલાડીઓ વચ્ચે ઈન્ટરનેશનલ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું છે. અધિકારીએ કહ્યું કે, ‘તેનું લક્ષ્ય ખેલાડીઓને કંટાળાની સ્થિતિથી બચાવવા અને ટ્રેનિંગ પ્રોગ્રામના પરિણામ દેખાડવાનું હતું.’
બેડમિન્ટન 1992માં પ્રથમ વખત ઓલિમ્પિકમાં સામેલ થયું
1972 મ્યુનિચ ઓલિમ્પિકમાં બેડમિન્ટનને પ્રદર્શન રમત તરીકે સામેલ કરાઈ હતી. 1991 બાર્સિલોના ઓલિમ્પિકમાં બેડમિન્ટનને પૂર્ણ રમત તરીકે સામેલ કરાઈ. સુસી સુસાંતી મહિલા સિંગલ્સ જીતીને ઓલિમ્પિક ગોલ્ડ જીતનારી દેશની પ્રથમ ખેલાડી બની હતી. આ વખતે મેડલ પણ મળ્યો અને દેશનો ઝંડો પણ લહેરાવ્યો. આ દરમિયાન બધાનું ધ્યાન સુસાંતીની આંખમાંથી નિકળતા અશ્રુ પર હતું. થોડા દિવસ પછી તેના મિત્ર(હવે પતિ) એલન બુડીકુસુમાએ પુરુષ સિંગલ્સનો ગોલ્ડ જીત્યો. સુસાંતી સારી ટ્રેનિંગ માટે બાળપણથી જ ઘરથી દૂર જકાર્તા આવી ગઈ હતી.
રિયોની વિજેતા નત્સિરના જન્મ પહેલાં માતા બિંજ-વોચિંગ કરતી હતી
રિયો ઓલિમ્પિકની મિક્સ્ડ ડબલ્સ ગોલ્ડ મેડલિસ્ટ લિલિયાના નત્સિર પણ 12 વર્ષની વયે જકાર્તા આવી ગઈ હતી. નત્સિરે ટોન્ટોવી અહેમદ સાથે મળીને ગોલ્ડ જીત્યો હતો. તેની માતા બેડમિન્ટન ખેલાડી ન હતી, પરંતુ તેણે આ રમતનો ઘણો શોખ હતો. નત્સિરના જન્મથી પહેલા તે મોડી રાત સુધી બેડમિન્ટન મેચોની બિંજ-વોચિંગ કરતી હતી. 34 વર્ષની આ ખેલાડીએ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ 4 ગોલ્ડ મેડલ જીત્યા છે.
1958માં થોમસ કપ જીત પછી દેશમાં પ્રખ્યાત થઈ રમત
19મી સદીના અંતે ઈંગ્લેન્ડે બેડમિન્ટનના નિયમ બનાવ્યા. પછી આ રમત એશિયામાં ફેલાવા લાગી. ઈન્ડોનેશિયામાં 10 લાખથી વધુ એક્ટિવ બેડમિન્ટન ખેલાડી છે. 1958માં ઈન્ડોનેશિયાએ થોમસ કપ જીત્યો. દેશમાં રમતને પ્રસિદ્ધ કરવામાં મહત્ત્વનું યોગદાન રહ્યું.
ખેલાડી પોતાની માન્યતા અનુસાર પ્રાર્થના કરે છે
જકાર્તાના તાંગ્કાસ ક્લબના માલિક યુપ્પીએ કહ્યું કે, દેશના ખેલાડી ક્લબમાં પ્રેક્ટિસ શરૂ કરતા પહેલા પોતાની ધાર્મિક માન્યતા અનુસાર પ્રાર્થના કરે છે. હવે નેશનલ ટીમની ટ્રેનિંગ પહેલા પણ ખેલાડી આમ કરે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/340EC6p
via
Comments