ચેમ્પિયન્સ લીગમાં બાયર્ન મ્યુનિખ સામે 2-8ના કારમા પરાજય પછી સ્પેનિશ ફૂટબોલ ક્લબ બાર્સેલોના પોતાની ટીમના મોટાભાગના ખેલાડીઓને વેચી શકે છે. જોકે, તે એક ખેલાડીને હજુ પણ પોતાની સાથે રાખવા માગે છે અને તે છે લિયોનેલ મેસી. જોકે, મેસી તાત્કાલિક ક્લબ છોડવા માગે છે.
બ્રાઝીલ સ્પોર્ટ્સ ચેનલ એસ્પોર્ટે ઈન્ટેરેટિવોના રિપોર્ટ અનુસાર, મેસી બીજી ક્લબમાં જવા માગે છે. જો આમ થયું તો મેસી 20 વર્ષમાં પ્રથમ વખત તે બાર્સેલોના છોડશે. મેસીએ સપ્ટેમ્બર, 2000માં 13 વર્ષની ઉંમરે એક પેપર નેપકિન પર બાર્સિલોના સાથે કરાર કર્યો હતો. તેણે 2004થી સીનિયર ટીમમાં રવાનું શરૂ કર્યું હતું. મેસીના ઈંગ્લિશ ક્લબ માન્ચેસ્ટર સિટી કે ફ્રેન્ચ ક્લબ પીએસજી સાથે જોડાવાના સમાચાર છે.
આ ક્લબોમાં મેસીને ખરીદવાની સ્પર્ધા
- માનચેસ્ટર સિટી : ઈંગ્લિશ ક્લબ માન્ચેસ્ટર સિટી પણ ચેમ્પિયન્સ લીગમાં ફેંકાઈ ગઈ છે. તે આ વખતે ઘરેલુ પ્રીમિયર લીગ પણ જીતી શકી નથી. કોચ પેપ ગુઆર્ડિઓલા અગાઉ બાર્સિલોનાને કોચિંગ આપી ચુક્યા છે. તેઓ મેસીને ક્લબ સાથે જોડીને માન્ચેસ્ટર સિટીને ચેમ્પિયન બનાવવા માગે છે.
- ઈન્ટર મિલાન : ઈટાલિયન ક્લબ છેલ્લા અનેક વર્ષોથી મેસીને પોતાની સાથે લેવા માગે છે. મેસીના હરીફ રોનાલ્ડો પણ ઈટાલીની યુવેન્ટસ તરફથી રમે છે. આથી ઈન્ટર મેસીને જોડીને ફરી વખત બંને ક્લબ વચ્ચે રાઈવલરી શરૂ કરવા માગે છે. ઝેવિયર જાનેટી ઈન્ટર મિલાન બોર્ડના વાઈસ પ્રેસિડન્ટ છે.
- નેવેલ્સ ઓલ્ડ બોય્ઝ : આર્જેન્ટિનાની આ ક્લબ મેસીની પ્રારંભિક ક્લબ છે. તે 6 વર્ષની વયે આ ક્લબ સાથે જોડાયો હતો અને 500 ગોલ કર્યા હતા.
- અલ-સાદ : કતરની ક્લબના મેનેજર બાર્સિલોનાના પૂર્વ કેપ્ટન જાવી છે. કતરમાં વર્લ્ડ કપ પણ છે. આથી ક્લબ મેસીને લેવા માગે છે.
1180 કરોડ સાથે મેસી દુનિયાનો સૌથી શ્રીમંત ફૂટબોલર છે
મેસી દુનિયાનો સૌથી શ્રીમંત ફુટબોલર છે. મેસીએ ગયા વર્ષે રોનાલ્ડો કરતાં 11 મિલિયન પાઉન્ડ (રૂ.108 કરોડ) વધુ કમાયા છે. મેસીની કમાણી રૂ.1180 કરોડ છે, જ્યારે રોનાલ્ડોની કમાણી રૂ.1072 કરોડ છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/316iSo0
via
Comments