BCCI આઈપીએલની વર્તમાન સીઝનના ટાઈટલ સ્પોન્સર માટે ટૂંક સમયમાં જ અરજીઓ મગાવી શકે છે. બોર્ડે વીવોને ખસેડવાની ગુરુવારે આધિકારીક જાહેરાત કરી છે. જોકે, કરાર 2022 સુધીનો છે. હવે કંપની સાથે આગામી સીઝનમાં નવેસરથી કરાર થઈ શકે છે. વીવો દર વર્ષે સ્પોન્સર તરીકે રૂ.440 કરોડ આપે છે. નવા ટાઈટલ સ્પોન્સરની રેસમાં બાયજુ, એમેઝોન, રિલાયન્સ જિયો અને કોકાકોલા ઈન્ડિયા છે. જોકે, કોરોનાના કારણે અત્યાર કંપનીઓ આર્થિક મંદીમાં છે. આથી નવા કરારમાં બોર્ડને 440 કરોડ મળવા મુશ્કેલ છે. બાયજુ ટીમ ઈન્ડિયાની પહેલાથી જ સ્પોન્સર છે. થોડા દિવસો અગાઉ કંપનીએ વિવિધ રોકાણકારો પાસેથી રૂ.3700 કરોડ મેળવ્યા છે. બાયજુના અધિકારીએ કહ્યું કે, કંપનીએ ડીલ માટે રૂ.300 કરોડ રાખ્યા છે. કોકાકોલા ઈન્ડિયાએ કહ્યું કે, અમે ક્રિકેટમાં સતત રોકાણ કરતા રહેવા માગીએ છીએ. કોઈ અંતિમ નિર્ણય પર પહોંચતા પહેલા અમે વધુ માહિતીની રાહ જોઈ રહ્યા છીએ.
ફ્રેન્ચાઈઝી ગેટ મની અને સ્પોન્સરશિપથી થનારા નુકસાનની ભરપાઈ ઈચ્છે છે
બોર્ડ એક બાજુ વીવોના સ્થાને બીજો સ્પોન્સર શોધી રહ્યું છે, બીજી તરફ અનેક ફ્રેન્ચાઈઝીએ પોત-પોતાની માગ મુકી છે. એક ફ્રેન્ચાઈઝી ગેટ મનીથી થનારા નુકસાનની ભરપાઈ ઈચ્છે છે, કેમ કે આ વખતે મેચ ફેન્સ વગર થવાની છે. બીજા એક ફ્રેન્ચાઈઝી વીવોના ખસ્યા પછી બોર્ડ પાસેથી પૈસા માગ્યા છે. દરેક ફ્રેન્ચાઈઝીને સ્પોન્સર તરફથી લગભગ રૂ.20-20 કરોડ મળતા હતા.
એસઓપી ધ્યાનમાં રાખવી પડશે, એક કેસથી ઈવેન્ટ બરબાદ થઈ જશે
કિંગ્સ ઈલેવન પંજાબના સહ-માલિક નેસ વાડિયાએ કહ્યું કે, ભલે સ્પોનસરની વાત થઈ રહી છે, પરંતુ અમારે બોર્ડ પાસેથી મળેલા એસઓપીનું ખાસ ધ્યાન રાખવું પડશે. કેમ કે, કોવિડ-19નો એક કેસ ટૂર્નામેન્ટ દરમિયાન આવી ગયો તો આખી ઈવેન્ટ બરબાદ થઈ જશે. અનેક ફ્રેન્ચાઈઝીએ બોર્ડ દ્વારા અપાયેલી એસઓપીમાં રાહત માગી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3gAAoGf
via
Comments