ચીનની મોબાઈલ કંપની વીવો આઈપીએલના ટાઈટલ સ્પોન્સરમાંથી ખસી ગઈ છે. હવે ટૂર્નામેન્ટ દરમિયાન ચીનની કંપનીઓની જાહેરાત ટીવી અને ડિજિટલ પ્લેટફોર્મ પર પણ જોવા નહીં મળે. ચીન પ્રત્યે લોકોના નકારાત્મક વલણના કારણે વિવિધ કંપનીઓએ આ નિર્ણય લીધો છે. ગયા વર્ષે ટીવી અને ડિજિટલ જાહેરાતથી સ્ટાર ઈન્ડિયાને રૂ. 2200 કરોડની આવક થઈ હતી. વીવો અને ઓપોએ ગયા વર્ષે ટૂર્નામેન્ટ દરમિયાન જાહેરાત પાછળ રૂ.240 કરોડ ખર્ચ્યા હતા. બાર્કના રિપોર્ટ મુજબ ગયા વર્ષે આઈપીએલ દરમિયાન ટો-10 સૌથી વધુ જાહેરાત આપનારી કંપનીઓના લિસ્ટમાં આ બંને કંપની છે. જોકે, તહેવારોની સિઝનના કારણે રૂ.1500થી 1700 કરોડની જાહેરાતો બ્રોડકાસ્ટરને મળી શકે છે.
ધોનીએ પ્રેક્ટિસ શરૂ કરી, ટીમ 22મીએ રવાના થશે
આઈપીએલની ટીમો 20 ઓગસ્ટ પછી યુએઈ રવાના થશે. ચેન્નઈ સુપર કિંગ્સ 22મીએ રવાના થશે. અનેક ફ્રેન્ચાઈઝીએ અલગ-અગલ શહેરોમાં રહેતા પોતાનાં ખેલાડીઓના કોવિડ-19 ટેસ્ટ કરાવવાનું શરૂ કરી દીધું છે. બોર્ડના એક અધિકારીએ કહ્યું કે, નેગેટિવ રિપોર્ટની સાથે ખેલાડીઓનું આગમન સારું છે. ત્યાર પછી એસઓપી અંતર્ગત યુએઈ જતાં પહેલા દરેકના બે ટેસ્ટ થશે. જોકે, અનેક ફ્રેન્ચાઈઝી ચાર ટેસ્ટ કરાવી રહી છે. ખેલાડીઓને પરિવારને સાથે લઈ જવા પર પ્રતિબંધ નથી, પરંતુ મોટાભાગના ખેલાડી શરૂઆતમાં તેમને સાથે લઈ જવા માગતા નથી. અનેક ટીમોએ મેડિકલ ટીમ વધારી છે, કેમ કે ટૂર્નામેન્ટ દરમિયાન દર પાંચમા દિવસે ટેસ્ટ થશે. આ દરમિયાન ચેન્નઈ સુપરકિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ રાંચીમાં પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. તેણે રાંચીના ઈન્ડોર હોલમાં બોલિંગ મશીન સાથે પ્રેક્ટિસ કરી. ધોનીએ ગયા વર્ષે જુલાઈમાં વર્લ્ડ કપ પછી કોઈ ઈન્ટરનેશનલ મેચ રમી નથી. જોકે, તેણે સન્યાસની જાહેરાત કરી નથી, એટલે આઈપીએલમાં સારું પ્રદર્શન કરશે.
વીવો પ્રો કબડ્ડી લીગના ટાઈટલ સ્પોન્સરમાંથી પણ ખસ્યું
વીવોએ આ વર્ષ માટે પ્રો કબડ્ડી લીગના ટાઈટલ સ્પોન્સરમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે. વીવોએ 2017થી 2021 માટે લીગ સાથે રૂ.300 કરોડમાં કરાર કર્યો હતો. એટલે કે, તેનાથી લીગને દર વર્ષે 60 કરોડ મળે છે. કંપની દર વર્ષે દેશમાં માર્કેટિંગ અને પ્રમોશન પાછળ લગભગ રૂ.1 હજાર કરોડ ખર્ચે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3gG4aJs
via
Comments