કોરોનાને પગલે દુનિયાભરમાં ક્રિકેટ સહિતની સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ રદ કરવાની ફરજ પડી હતી. હવે લૉકડાઉન પછી પહેલીવાર ક્રિકેટ રસિયાઓ માટે આનંદના સમાચાર છે. આઠમી જુલાઈથી ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે ત્રણ ટેસ્ટની શ્રેણી શરૂ થઈ રહી છે.
આ ટુર્નામેન્ટ માટે કોરોના વાઈરસના પગલે કડક નીતિનિયમો પણ લાગુ કરવામાં આવ્યા છે. જેમ કે, આ વખતે ખેલાડીઓ એકબીજા સાથે હાથ નહીં મિલાવે, હાઈ-ફાઈવ નહીં કરે અને ભેટશે પણ નહીં, પરંતુ કોણી ટકરાવશે, જ્યારે બોલરો બોલ પર થૂંક નહીં લગાવી શકે. આ ઉપરાંત ત્રણેય મેચના સ્થળ બાયો-સિક્યોર એન્વાયર્મેન્ટને ધ્યાનમાં રાખીને પસંદ કરાયા છે. આ સિરીઝમાં વેસ્ટ ઈન્ડિઝ પછી ઈંગ્લેન્ડે પણ ‘બ્લેક લાઈવ્સ મેટર’ લોગો ધરાવતી ટી-શર્ટ પહેરીને રંગભેદનો વિરોધ કરવાનો નિર્ણય કર્યો છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2ZBkeVw
via
Comments