લા લિગામાં ટોપ પર ચાલી રહેલી બાર્સેલોનાએ ત્રણ મહિના બાદ કમબેક કરતા પ્રથમ મેચમાં જ રિયલ મલોરકાને 4-0થી માત આપી. સ્પેનિશ ફૂટબોલ લીગમાં બાર્સેલોના તરફથી અર્તુરો વિડાલે બીજી, માર્ટિન બ્રેથવેટે 37મી, જૉર્ડી અલ્બાએ 79મી અને લિયોનેલ મેસ્સીએ 90+3મી મિનિટે ગોલ કર્યા.
મેસ્સીએ 98 દિવસ બાદ મેદાન પર કમબેક કર્યું. તે લીગમાં સતત 12મી સિઝનમાં 20 કે તેથી વધુ ગોલ કરનાર પ્રથમ ખેલાડી બન્યો. મેસ્સીએ 2 આસિસ્ટ પણ કર્યા.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2MYni8q
via
Comments