ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ)એ કોરોના વાઈરસના કારણે નુકસાનને ઘટાડવા માટે વધુ 40 કર્મચારીઓને છૂટા કર્યા છે. સીએ દ્વારા બજેટમાં 200 કરોડનો કાપ મુકવામાં આવશે. સીએ અને અન્ય સ્ટેટ એસોસિએશન દ્વારા અત્યારસુધીમાં 200 લોકોને છૂટા કરવામાં આવ્યા.
કેવિન રૉબર્ટ્સના સ્થાને સીએના વચગાળાના સીઈઓ બનનાર હૉકલે નવી યોજના સાથે આવ્યા છે. તેમણે કહ્યું કે,‘કર્મચારીઓ સામે રજૂ કરવામાં આવેલી યોજનામાં વાર્ષિક બજેટમાં 200 કરોડના કાપ સંબંધિત ખર્ચાની ઓળખ કરવામાં આવી. જેથી કોવિડ-19ની અસરને ઘટાડી શકાય.’ શેફિલ્ડ શીલ્ડ, માર્શ કપ, મહિલા ક્રિકેટ લીગ, બિગ બેશ લીગ, મહિલા બીગ બેશ લીગને યથાવત્ રાખવામાં આવી છે. અંડર-15, અંડર-17 અને ઓસ્ટ્રેલિયા-એ આગામી વર્ષ સુધી વિદેશ પ્રવાસે નહીં જાય.
સ્ટીવ વૉના મેનેજરે દિવ્યાંગ ક્રિકેટરો માટે ફંડ ભેગુ કર્યું
ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ વૉના મેનેજર હર્લે મેડકાફે ભારતીય દિવ્યાંગ ક્રિકેટરોની મદદ માટે 1.5 લાખ રૂપિયાનું ફંડ ભેગુ કર્યું. એસોસિએશનના સચિવ રવિ ચૌહાણે જણાવ્યું કે, મેડકાફની મદદના ભાગ રુપે 1.5 લાખનું ફંડ ભેગુ કરાયું. આ રકમ 30 જરૂરિયાતમંદ ખેલાડીઓને મોકલાયા. દરેક ખેલાડીને 5-5 હજાર રૂપિયા મળ્યા.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2BjJSpg
via
Comments