ભારતીય ફૂટબોલ ટીમના પૂર્વ કેપ્ટન ગૌરમાંગી સિંહ લૉકડાઉનના કારણે ઘરે જ છે. રમત બંધ હોવાના કારણે તેઓ ઓર્ગેનિક ખેતી કરી રહ્યાં છે. ઘરની પાસે જ તેમનું એક એકર જેટલું કિચન ગાર્ડન છે. તેઓ 2 વર્ષથી ખેતી કરી રહ્યાં છે. તેમણે કહ્યું-‘લૉકડાઉન દરમિયાન મે અને મારા પરિવારે સાથે મળી આ કામને આગળ વધાર્યું. અમે મરચા, હળદર, અદરક, મકાઈ, દૂધી ઉગાળવાનું કામ કર્યું. ’ હાલ હીરો સેકન્ડ ડિવિઝન લીગ એફસી બેંગલુરુ યુનાઈટેડના મુખ્ય કોચ ગોરમાંગીએ આ સમયગાળાને પોઝિટિવ અનુભવ ગણાવ્યો. તેમણે કહ્યું-‘હું રોજ ઘણા કલાકો સુધી કામ કરું છું. તેનાથી હું મેન્ટલ અને ફિઝિકલ રીતે પોતાને ફિટ રાખી શકું છું. લૉકડાઉન દરમિયાન મારો ખેતીમાં રસ વધ્યો અને ભવિષ્યમાં આ ફિલ્ડમાં વધુ કામ કરવા માગીશ.’
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2YA2LME
via
Comments