ઓસ્ટ્રેલિયન મોટોજીપી દરમિયાન ફ્રેન્કો મોબ્રિડેલી અને જોહાન જર્કીની બાઈક સામ-સામે અથડાઈ ગઈ. એ સમયે તેમની સ્પીડ 320 કિમી પ્રતિ કલાકની હતી. અથડામણ એટલી ભયાનક હતી કે, બાઈકર્સ અને બાઈક હવામાં ઉછળીને દૂર જઈને પડ્યા. જોકે, કોઈને ગંભીર ઈજા થઈ નથી. આ દુર્ઘટનાથી ઈટાલીના રેસર વેલેન્ટિનો રોસીનો પણ ચમત્કારિક બચાવ થયો. અથડામણ પછી એક બાઈક કૂદતી રોસીની નજીકમાંથી પસાર થઈ હતી. જો એ તેની બાઈક સાથે અથડાતી તો મોટી દુર્ઘટના થઈ શકતી હતી. ડુકાટીના આન્દ્રેયા ડોવિજિયોસો પ્રથમ, સુઝુકીના જોઆન મિર બીજા અને ડુકાટીના જેક મિલર ત્રીજા સ્થાને રહ્યા.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3138PzW
via
Comments