આઈપીએલ ન ફક્ત બીસીસીઆઈ માટે પણ ખેલાડીઓની દૃષ્ટિએ પણ મહત્ત્વપૂર્ણ છે. બે મહિના ટુર્નામેન્ટમાં ઊતરી ખેલાડીઓ ઈન્ટરનેશનલની તુલનાએ વધુ પૈસા કમાઈ લે છે. 2008માં તેની શરૂઆત થઇ હતી. ટુર્નામેન્ટની 13મી સિઝન કોરોનાને લીધે દેશની બહાર રમાશે. 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર વચ્ચે લીગ મેચો યુએઈમાં રમાશે. ભારતીય સુકાની વિરાટ કોહલી, મહેન્દ્રસિંહ ધોની અને રોહિત શર્મા 120 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી ચૂક્યા છે. આ ઈન્ટરનેશનલ મેચ અને કોન્ટ્રાક્ટથી મળતી રકમથી 200 ટકા વધુ છે. કોહલીએ 214 ટકા વધુ કમાણી કરી છે. આ કારણે જ દુનિયાભરના ખેલાડીઓ આ લીગમાં રમવા માગે છે.
આ રીતે ઈન્ટરનેશનલ મેચની રકમ નક્કી કરાઈ
વર્તમાન સમયમાં ટેસ્ટ રમતા બોર્ડ તરફથી 15 લાખ, વન-ડે રમતાં 6 લાખ અને એક ટી-20 મેચ રમવા પર 3 લાખ રૂપિયા મેચ ફી ચૂકવાય છે. 2008થી અત્યાર સુધી ત્રણેય ખેલાડીઓની રમતની સંખ્યાના આધારે કુલ રકમ નક્કી કરવામાં આવી. તેમાં સેન્ટ્રલ કોન્ટ્રાક્ટથી મળેલી 13 વર્ષની રકમ પણ ઉમેરવામાં આવી.
મહેન્દ્રસિંહ ધોની(સુકાની ચેન્નઈ): આઈપીએલમાં એક મેચના 72 લાખ મળે છે, સૌથી વધુ
મહેન્દ્રસિંહ ધોનીએ 2008થી અત્યાર સુધી 67 ટેસ્ટ, 254 વન-ડે અને 89 ટી-20 ઈન્ટરનેશનલ મેચો રમી છે. આ 410 મેચથી ફી તરીકે 27.8 કરોડ રૂપિયા મળ્યા. આ ઉપરાંત સેન્ટ્રલ કોન્ટ્રાક્ટથી 19.8 કરોડ રૂપિયા મળ્યા. અેટલે કે કુલ 47.6 કરોડ રૂપિયા. એટલે કે એક ઈન્ટરનેશનલ મેચથી ધોનીએ 11.6 લાખ રૂપિયાની કમાણી કરી. જ્યારે આઈપીએલમાં 190 મેચ રમતાં ધોનીએ 137.8 કરોડ રૂપિયા કમાયા. એટલે કે ઈન્ટરનેશનલથી 289 ગણા વધુ. તે લીગની એક મેચથી લગભગ 72 લાખ કમાય છે.
વિરાટ કોહલી (સુકાની બેંગ્લોર): લીગની એક મેચથી 71 લાખ રૂ.ની કમાણી, તે 57 લાખ વધુ
કોહલીએ 2008થી 86 ટેસ્ટ, 248 વન-ડે અને 82 ટી-20 મેચ રમી છે. ફી તરીકે 30.1 કરોડ મળ્યા. સેન્ટ્રલ કોન્ટ્રાક્ટથી 28.8 કરોડ મળ્યા. એટલે કે કુલ 58.9 કરોડ રૂપિયા. એક ઈન્ટરનેશનલ મેચથી 14 લાખ મળ્યા, જ્યારે આઈપીએલની 13 સિઝનથી કોહલીને 126.2 કરોડ મળ્યા. તે લીગની એક મેચથી 71 લાખ રૂપિયાની કમાણી કરે છે.
રોહિત શર્મા(સુકાની મુંબઈ): રોહિતને એક ઈન્ટરનેશનલ મેચના 13 લાખ મળ્યા, 57 લાખ ઓછા
રોહિતે 13 વર્ષમાં 32 ટેસ્ટ, 220 વન-ડે અને 103 ટી-20 મેચ રમી છે. ફી તરીકે 21 કરોડ મળ્યા. સેન્ટ્રલ કોન્ટ્રાક્ટથી 25.7 કરોડ મળ્યા. કુલ 46.7 કરોડ. એક ઈન્ટરનેશનલ મેચથી લગભગ 13 લાખ મળ્યા. જ્યારે આઈપીએલની 188 મેચમાં રોહિતને 131.6 કરોડ મળ્યા. તે એક લીગ મેચ રમીને જ 70 લાખ રૂપિયાની કમાણી કરે છે.
લીગમાં ટોપ-10 કમાણીવાળા ત્રણ વિદેશી ખેલાડીઓ પણ છે, રૈના ચોથા ક્રમે
આઈપીએલથી કમાણી મામલે ધોની પ્રથમ, રોહિત બીજા અને કોહલી ત્રીજા ક્રમે છે. ઉપરાંત કોઈ અન્ય ખેલાડી 100 કરોડ રૂપિયાથી વધુની કમાણી ન કરી શક્યા. રૈના(99.7 કરોડ) ચોથા, ગંભીર(94.6 કરોડ) પાંચમા, દક્ષિણ આફ્રિકાનો ડીવિલિયર્સ(91.5 કરોડ) છઠ્ઠા, યુવરાજ(84.6 કરોડ) સાતમા, વિન્ડિઝનો નરેન(82.7 કરોડ) 8મા, ઓસ્ટ્રેલિયાનો વોટસન(77.1 કરોડ) 9મા અને ઉથપ્પા(75.2 કરોડ) 10મા ક્રમે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Pr540m
via
Comments