મેક્સિકો-લેટિન અમેરિકામાં માઇનિંગ ઠપ, સપ્લાય ચેન ખોરવાતા ચાંદીમાં તોફાની તેજી, 9 વર્ષ બાદ 65,000: સોનુ 55,000 નજીક
સોના-ચાંદીમાં તેજીનો માહોલ જામ્યો છે. કોરોના મહામારીના કારણે સોના-ચાંદીના સપ્લાય અટક્યા હોવાથી તેમજ મેક્સિકો અને લેટિન અમેરિકામાં માઇનિંગ કામગીરી ઠપ હોવાના કારણે ચાંદીમાં ધુંઆધાર તેજી થઇ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી ઉછળી 25 ડોલર તરફ કૂચ કરી 24.40 ડોલર ક્વોટ થઇ રહી છે. જ્યારે સ્થાનિક બજારમાં ચાંદી નવ વર્ષ બાદ ફરી રૂ.65000ની સપાટી પહોંચી છે. સપ્ટેમ્બર 2011માં ચાંદી 65000 થયા બાદ ફરી રૂ.1500ના સુધારા સાથે રૂ.65000 બોલાઇ ગઇ છે. ચાંદીની સાથે સોનું પણ ચમક્યું છે. અમદાવાદ ખાતે સોનું રૂ,500 ઉછળી 55000 નજીક 54700 બોલાઇ ગયું છે.
કોરોના સામે લડવા મોટા ભાગના દેશો બીજા સ્ટીમ્યુલસ પેકેજની યોજના ઘડી રહ્યાં છે જેના કારણે સલામત રોકાણ માટે હેજફંડ્સ, HNI ઇન્વેસ્ટર્સ, સેન્ટ્રલ બેન્કોની ખરીદી સોના-ચાંદી તરફ ડાઇવર્ટ થઇ છે. હાજર બજારની સાથે વાયદામાં પણ તોફાની તેજી જોવા મળી છે. એમસીએક્સ ખાતે ચાંદી ડિસેમ્બર વાયદો 67000ની સપાટી કુદાવી 67204 જ્યારે સપ્ટેમ્બર વાયદો 65398 ક્વોટ થઇ રહ્યો છે. જ્યારે ઓગસ્ટ સોનું રૂ.52792 ક્વોટ થતો હતો. વૈશ્વિક બજારમાં દિવાળી સુધીમાં ચાંદી 27 ડોલર તથા સ્થાનિકમાં રૂ.75000 સુધી જઇ શકે છે. માર્ચમાં ચાંદીએ વર્ષનું તળિયું દર્શાવ્યા બાદ સરેરાશ બમણી વધી છે.
શેર, સોના-ચાંદીમાં તેજી-મંદીની પેટર્ન બદલાઇ
ઇક્વિટી માર્કેટ તેમજ સોના-ચાંદીમાં તેજી-મંદીની પેટર્ન લાંબા સમયગાળા બાદ બદલાઇ છે. સામાન્ય રીતે ઇક્વિટી માર્કેટમાં તેજીનો ટ્રેન્ડ ચાલતો હોય ત્યારે સોના-ચાંદીમાં રિવર્સ પેટર્ન એટલે કે મંદીનો તબક્કો જોવા મળે છે. જ્યારે સોના-ચાંદીમાં તેજી થાય ત્યારે ઇક્વિટી માર્કેટમાં નેગેટિવ ટ્રેન્ડ જોવા મળે પરંતુ છેલ્લા કેટલાક સમયથી ઇક્વિટી, સોના-ચાંદીમાં તેજી પેરેલલ ચાલી રહી છે. વૈશ્વિક સ્તરે જિઓ પોલિટિકલ ઇશ્યુના કારણે ઇક્વિટી માર્કેટમાં અનિશ્ચિતત્તાનો માહોલ છે જેના કારણે રોકાણકારો સોના-ચાંદીને પ્રાધાન્ય આપી રહ્યાં છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/338TTSo
Comments