ફ્યૂચર બ્રાન્ડ ઈન્ડેક્સમાં પ્રથમ વખત ભારતની બે બ્રાન્ડ, રિલાયન્સ એન્ટ્રી લેતાંની સાથે જ સીધી બીજા ક્રમે પહોંચી, ટીસીએસ 65મા નંબરે
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ફ્યૂચર બ્રાન્ડ ઈન્ડેક્સ 2020માં રિલાયન્સ પ્રથમ વખત સ્થાન મેળવી સીધા બીજા ક્રમે પહોંચી છે. દિગ્ગજ બ્રાન્ડ્સને પાછળ પાડી રિલાયન્સ વિશ્વની બીજા નંબરની સૌથી મોટી બ્રાન્ડ બની છે. ઈન્ડેક્સમાં બીજી ભારતીય કંપની તાતા કન્સલ્ટન્સી(ટીસીએસ) છે. જેણે પ્રથમ વખત 65મું સ્થાન હાંસલ કર્યુ છે. અગાઉ 2018ના ઈન્ડેક્સમાં એપલ ચોથા નંબરે હતી. આ વખતે નંબર વન બની છે. મુખ્ય વાત એ છે કે ટોપ-10ની અન્ય બ્રાન્ડની તુલનાએ રિલાયન્સની માર્કેટકેપ સૌથી ઓછી છે.
ઈન્ડેક્સમાં નોંધ– આગામી વખતે રિલાયન્સ નંબર વન પર આવશે
રિલાયન્સની ઉપલબ્ધિ પર ઈન્ડેક્સમાં લખવામાં આવ્યું છે કે, આ વર્ષનું નવું સભ્ય સૌથી વિશિષ્ટ છે. ભારતમાં સૌથી વધુ નફો ધરાવતી કંપનીઓમાં રિલાયન્સ સન્માનિત અને નૈતિક રૂપે વ્યવહારિક કંપનીના રૂપે જોવામાં આવી રહી છે. જે ગ્રોથ, ઈનોવેટિવ પ્રોડક્ટ, અને સર્વશ્રેષ્ઠ કસ્ટમર સર્વિસ માટે પણ જાણીતી છે. લોકો તેની સાથે મજબૂત ભાવનાત્મકતા સાથે જોડાયેલા છે. જેની સફળતાનો શ્રેય મુકેશ અંબાણીના ફાળે જાય છે. અંબાણીએ એક એવી ડિજિટલ કંપની સ્થાપી છે કે, જે ગ્રાહકોની તમામ જરૂરિયાતો પૂરી કરી રહી છે. કંપની આગામી ઈન્ડેક્સમાં ટોપ પર આવી શકે છે.
15 બ્રાન્ડ પ્રથમ વખત યાદીમાં
ઈન્ડેક્સમાં વિશ્વની ટોચની 100 બ્રાન્ડ સામેલ થઈ છે. જેમાં 15 બ્રાન્ડ પ્રથમ વખત આ યાદીમાં સામેલ થઈ છે. જેમાંથી સાતએ ટોપ-20માં સ્થાન મેળવ્યું છે. પ્રથમ વખત સામેલ થનારી કંપનીઓમાં પેપાલ, ડેનહેયર, સઉદી અરામ્કો વગેરે છે.
ફ્યૂચર બ્રાન્ડ ઈન્ડેક્સ
આ ઈન્ડેક્સનું છઠ્ઠું વર્ષ છે. માર્કેટકેપ મુજબ પસંદ કરવામાં આવેલી પીડબ્લ્યુસીની ટોપ-100 કંપનીઓની નાણાકીય શક્તિ ઉપરાંત પરસેપ્શન મુજબ રેન્કિંગ આપે છે.
ટોપ-10 બ્રાન્ડ- બ્રાન્ડ પરસેપ્શન મહત્વપૂર્ણ
કંપની | રેન્ક 2020 | રેન્ક2018 | માર્કેટકેપ લાખ કરોડ રૂ.માં |
એપલ | 1 | 4 | 83.47 |
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ | 2 | પ્રથમ વખત | 7.05 |
સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ | 3 | 9 | 17.55 |
એનવીડિયા કોર્પ | 4 | 10 | 12.07 |
કીચો મોઉતાઉ | 5 | 2 | 14.77 |
નાઈકી | 6 | 6 | 9.67 |
માઈક્રોસોફ્ટ | 7 | 12 | 90 |
ASML હોલ્ડિંગ્સ | 8 | પ્રથમ વખત | 8.47 |
પેપાલ | 9 | પ્રથમ વખત | 8.4 |
નેટફ્લિક્સ | 10 | 15 | 12.37 |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2DGaja8
Comments