રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના જોરદાર પ્રદર્શન વચ્ચે કેટલાક બ્રોકરેજીસ હવે આ શેરને બદલાયેલા દ્રષ્ટિકોણથી જોઈ રહ્યા છે. રિલાયન્સના શેરને મોંઘા ગણાવીને બે બ્રોકરેજ હાઉસે સ્ટોકની ભલામણ ડાઉનગ્રેડ કરી છે. બંને બ્રોકરેજ હાઉસે અગાઉ તેને ખરીદવાની સલાહ આપવામાં આવી હતી, પરંતુ એક હવે તેમાં હોલ્ડ કરવાનુ કહે છે. તેમજ રિલાયન્સનો શેર આઉટપર્ફોર્મ સ્ટોક દર્શાવાઈ રહ્યો છે.
એડવાઇઝ ફાઇનાન્શિયલ સર્વિસે અમેરિકન ટેક કંપનીઓ ફેસબુક, એપલ, એમેઝોન, નેટફ્લિક્સ અને ગુગલની સરખામણીએ રિલાયન્સના શેર મોંઘા થયા છે તેમ કહીને કંપનીના શેર હોલ્ડ કરવાનુ સૂચન કર્યું છે. જ્યારે રિલાયન્સની આવક હજી પેટ્રોકેમિકલ અને રિટેલ બિઝનેસમાં આવી રહી છે. બંને સેગમેન્ટમાં કોરોના કાળની વિપરિત અસર થઈ છે. બ્રોકરેજ ફર્મે કહ્યું છે કે, રિલાયન્સના શેરમાં વધારો જિયોમાં ફેસબુક, ગુગલ વગેરેના રોકાણને કારણે છે. પરંતુ હવે કંપની પાસે કોઈ મોટી જાહેરાતો બાકી નથી. તેથી, હવે તેમાં સાવચેત રહેવું જોઈએ.
કંપનીનું રિઝલ્ટ 30 જુલાઈના રજૂ થશે
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે 23 જુલાઈના પ્રથમ ત્રિમાસિક પરિણામો રજૂ કરવાની જાહેરાત કરી હતી. પરંતુ બાદમાં તારીખ લંબાવી 30 જુલાઈ છે. 30 જુલાઈના ગુરૂવાર અને એક્સપાયરી હોવાથી માનવામાં આવી રહ્યુ છે કે, કંપનીના પરિણામો નકારાત્મક રહેશે. અને શેરમાં પ્રેશર જોવા મળશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/30V91Qp
Comments