SGSTના વળતરોને ડી-લિન્ક કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય, સ્ટાર્ટ અપને સહાય 20 લાખથી વધારીને 30 લાખ, MSMEને ફોરેન ટેક્નોલોજી માટે સપોર્ટ
ગુજરાત સરકારે શુક્રવારે નવી ઉદ્યોગ નીતિની જાહેરાત કરી હતી. નવી નીતિનો આશય વધુ રોજગાર સર્જનનો તથા મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં નવા ઇનોવેશન્સને તથા સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવાનો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવી ઉદ્યોગ નીતિની જાહેરાત કરતા જણાવ્યું હતું કે દેશમાં 2019માં થયેલા પ્રસ્તાવિત મૂડી રોકાણમાં 51 ટકા માત્ર ગુજરાતમાં થયાં હતાં. નવી નીતિનો આશય ગુજરાતના વેપાર-ઉદ્યોગ જગતને આત્મનિર્ભર બનાવવાનો છે. વધુમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર્સ સ્થાપવા માટે ખાનગી કંપનીઓ અને સંસ્થાઓને 5 કરોડની સહાય નવી પોલિસી મુજબ મળશે. વૈશ્વિક સ્તરે રાજ્યની નવી ઉદ્યોગ નીતિ પર વિશેષ કવરેજ...
હાઇલાઇટ્સ
- દેશમાં પ્રસ્તાવિત મૂડી રોકાણ 48 ટકા તો ગુજરાતમાં 333 ટકા વધ્યું
- રાજ્યમાં બેરોજગારીનો દર દેશમાં સૌથી ઓછો
- નવી ઉદ્યોગ નીતિની વિશેષતાઓ
- કોર સેક્ટર અને સનરાઇઝ સેક્ટર્સ માટેની જોગવાઈઓ
- મૂડી રોકાણના 12 ટકાના ધોરણે કેપિટલ સબસિડીની મોટી ઘોષણા
- MSMEસેક્ટર માટેની જાહેરાતો
- સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન
- ઉદ્યોગ નીતિની મહત્ત્વની બાબતો
ઇન્ડસ્ટ્રીઝને પ્રોત્સાહનથી બેરોજગારી દર નીચો, MSMEનો પૂરતો સપોર્ટ
દેશના તમામ રાજ્યોની તલુનાએ ગુજરાતમાં બેરોજગારી દર નીચો, ગુજરાતામાં બેરોજગારી દર 3.4 ટકાથી પણ ઓછો છે. ભારત સરકાર તેમજ અન્ય રાજ્યો દ્વારા ઔદ્યોગિક એકમોને આપવામાં આવી રહેલા પ્રોત્સાહનના કારણે બેરોજગારી દર નીચો આવી રહ્યો છે. મોટા ભાગના સેક્ટરમાં ગુજરાત ટોચનું રાજ્ય છે. માત્ર મેન્યુફેક્ચરિંગમાં જ નહિં નિકાસમાં પણ મહત્વનું સ્થાન ધરાવે છે જેના કારણે બેરોજગારી દર નીચો રહ્યો છે. રોજગારી માટે સૌથી મોટો સ્ત્રોત એમએસએમઇ રહ્યો છે.
વિવિધ યોજનાઓની રૂપરેખા: 2014-15થી અત્યાર સુધી MSMEની સંખ્યામાં 60 ટકાનો વધારો થયો
થ્રસ્ટ સેક્ટર
વૈશ્વિક રોકાણના વલણો ઇન્ટિગ્રેટેડ વેલ્યુ ચેઇન્સને વધુ મજબૂત બનાવવાની જરૂરીયાત, નિકાસ, કેન્દ્રની પોલિસીઓ, નીતિ આયોગ વગેરેને ધ્યાનમાં રાખી 15 થ્રસ્ટ સેક્ટરની યોજના કરવામાં આવી છે. જેમાં બે મોટા જૂથમાં વિભાજિત કરવામાં આવશે. જેમાં કોર સેક્ટર અને સનરાઇઝ સેક્ટરનો સમાવેશ
થયો છે.
કેપિટલ સબસિડી
જીએસટીનો અમલ થયો ત્યારથી ઔદ્યોગિક એકમોને તેમના ઉત્પાદિત માલના રાજ્યની અંદર વેચાણ ઉપર નેટ SGST મુજબ વળતર આપવામાં આવી રહ્યું છે. જેના પરિણામે રાજ્યની અંદર જ વેચાયેલા માલ ઉપર ટેક્સની ગણતરી કરવામાં મુશ્કેલીઓ હળવી બનાવવાનો પ્રયાસ છે. મોટો ઉદ્યોગોને રાજ્યના ઔદ્યોગિક એકમો સ્થાપિત કરવા માટે કેપિટલ સબસીડી તરીકે ફિક્સ કેપિટલ ઇનવેસ્ટમેન્ટ એટલે કે મૂડી રોકાણના 12 ટકાના દરે રોકડ રકમ આપવામાં આવશે. આ લાભ વાર્ષિક 40 કરોડની મર્યાદામાં 10 વર્ષ સુધી આપવામાં આવશે. નવા ઉદ્યોગોને પાંચ વર્ષ માટે ઇલેક્ટ્રિસિટી ડ્યૂટી ભરવામાંથી છૂટ આપવાનું ચાલુ રાખવામાં આવ્યું છે.
એમએસએમઇ
- કેન્દ્ર સરકારે એમએસએમઇ માટે રજૂ કરેલ વ્યાખ્યાના આધારે મોટી સંખ્યામાં ઔદ્યોગિક એકમો એમએસએમઇ પોલિસીનો લાભ મેળવી શકશે.
- MSMEને મળવા પાત્ર ધિરાણની રકમના 25 ટકા સુધીની અને વધુમાં 35 લાખ સુધી કેપિટલ સબસિડી મળવાપાત્ર રહેશે.
- 7વર્ષના સમયગાળા સુધી પ્રતિ વર્ષ ટર્મ લોન પર લાગતા વ્યાજ 7 ટકા અને મહત્તમ રૂ.35 લાખ સુધીની વ્યાજ સબસીડી મળવાપાત્ર રહેશે.
- મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં અનુસુચિત જાતિ-શારીરિક વિકલાંગ ઉદ્યોગસાહસિકો, મહિલા અને સ્ટાર્ટઅપને વધારાની 1 ટકા વ્યાજ સબસીડી તથા 35 વર્ષથી નાના યુવા ઉદ્યોગસાહસિકોને લોન મંજૂર થયાના દિવસે 1 ટકા વધારાની વ્યાજ સબસીડી મળવા પાત્ર છે.
- વિદેશી પેટન્ટેડ ટેક્નોલોજીઓને અપનાવવા માટે કુલ ખર્ચના 65 ટકા સુધીની નાણાંકિય સહાય આપવામાં આવશે. જે વધુમાં વધુ 50 લાખ સુધીની સહાય રહેશે.
- એમએસએમઇ યુનિટોમાં રૂફટોપના ઉપયોગથી સોલાર પાવર પ્રક્રિયાને વધુ સરળ અને આકર્ષક બનાવવાના ઉદેશ્ય છે.તેમજ યુનિટ પાસેથી વધારાની સૂર્યઉર્જા માટે પ્રતિ યુનિટ 1.75 થી વધારી 2.25 પ્રતિ યુનિટ આપવામાં આવશે.
- સરકારી જમીન લાંબાગાળાની લીઝ ઉપર આપવામાં આવશે. જમીની બજાર કિંમતના 6 ટકા લીઝ રેન્ટ પર આપવામાં આવશે.
- એમએસએમઇ તથા મોટા ઉદ્યોગોને જે-તે તાલુકામાં ઔદ્યોગિક વિકાસના આધારે ઇન્સેન્ટીવ આપવામાં આવશે.
ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો 17 ટકા
- દેશમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો 17 ટકા રહ્યો છે. જે અન્ય રાજ્યોની તુલનાએ મોખરાનું સ્થાન ધરાવે છે. રાષ્ટ્રીય આંકડાઓ પર નજર કરીએ તો ગુજરાત અનેક સેક્ટરમાં અન્ય રાજ્યોથી ઘણું આગળ છે.
- સ્ટેટ સ્ટાર્ટ અપ રેન્કિંગ 2018માં ગુજરાતે બેસ્ટ પર્ફોમર સ્ટેટ તરીકે માન્યતા પ્રાપ્ત કરી હતી.
- વર્ષ 2019માં લોજિસ્ટિક્સ પર્ફોમન્સ ઇન્ડેક્સ અને લોજિસ્ટિક્સ ઇઝ અક્રોસ ડિફરન્ટ સ્ટેટ્સ ઇન્ડેક્સમાં ગુજરાતે ટોચનું સ્થાન મેળવ્યું છે.
- 2019-20માં ગુજરાતે અગાઉના વર્ષની તુલનાએ જીડીપીમાં 13 ટકાની વૃદ્ધિ નોંધાવી, સતત ડબલ ડિજિટમાં ગ્રોથ રેટ
વિદેશી રોકાણકારો ગુજરાતમાં રોકાણ કરવા પ્રેરાશે
- ગુજરાત સરકારે નવી ઓદ્યોગિક પોલિસી રજૂ કરી, વિદેશી રોકાણકારો ગુજરાતમાં રોકાણ કરવા આતુર
- કેમિકલ્સ, ફાર્મા, ટેક્સટાઇલ, સિરામિક્સ, ઓટો તથા ઓટો કમ્પોનન્ટ્સ, પ્લાસ્ટિક, એનર્જી, પાવર તથા ફુડ પ્રોસેસીંગમાં ગુજરાત ટોચના સ્થાને
- ગુજરાતમાં 2019માં 49 બિલિયન ડોલરનું આઇઇએમ મૂ઼ડીરોકાણ આવ્યું, દેશના કુલ આઇઇએમના 51 ટકા હિસ્સા સાથે ગુજરાત ટોચના સ્થાને
- ગુજરાતમાં ગતવર્ષની સાપેક્ષમાં 333 ટકાનો મૂડીરોકાણમાં વધારો થયો.
- ગુજરાતે ગતવર્ષની તુલનામાં નાણાંકિય વર્ષ 2019-20માં FDIના ઇનફ્લોમાં 240 ટકાનું સૌથી વધુ નેશનલ ઇન્ક્રીમેન્ટ મેળવ્યું.
- ગુજરાતમાં 2014-15થી અત્યાર સુધી MSMEની સંખ્યામાં 60 ટકાનો વધારો થયો, ગુજરાતમાં અત્યારે 35 લાખ જેટલા લધુ, નાના અને મધ્યમ ઉદ્યોગો આવેલા છે.
સ્ટાર્ટ-અપ્સને અનેક રાહતો
- સ્ટાર્ટઅપને સીડ સપોર્ટ 20 લાખથી વધારીને 30 લાખ સુધીનો કરાયો
- સસ્ટેનન્સ એલાઉન્સ એક વર્ષ માટે પ્રતિ માસ 10000થી વધારી 20000 કરાયું
- એક ટકા વધારાની વ્યાજ સબસીડી પુરી પાડવામાં આવશે
- સમાજમાં નોંધપાત્ર પ્રભાવ ઉભો કરી શકે તેવા સ્ટાર્ટઅપને વધારાની 10 લાખ સુધીની ગ્રાન્ટ
- સોફ્ટ સ્કિલ માટે સ્ટાર્ટઅપ એકમોને એક લાખ સુધીનું ભંડોળ રિએમ્બર્સમેન્ટ સ્વરૂપે આપવામાં આવશે.
- માન્યતા પ્રાપ્ત નોડલ ઇન્સ્ટીટ્યુટ્સને પ્રતિ સ્ટાર્ટઅપ દીઠ રૂ.1 લાખની મોન્ટોરિંગ સહાય
- અન્ય દેશોમાંથી રિલોકેટ કરવાની યોજના બનાવી રહેલ કંપનીઓને ગુજરાતમાં ઉત્પાદન એકમ શરૂ કરવા કેસ ટુ કેસ ઇન્સેન્ટિવ્સ અપાશે.
- રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર્સ સ્થાપવા માટે ખાનગી કંપનીઓ અને સંસ્થાઓને 5 કરોડની સહાય અપાશે
- રાજ્યમાં પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રિયલ પાર્ક બનાવવા માટે ખાનગી ડેવલપર્સને ફિક્સ્ડ કેપિટલ ઇનવેસ્ટમેન્ટના 25 ટકા (30 કરોડ સુધી) ઇન્સેન્ટિવ અપાશે.
- ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ દ્વારા ઓછામાં ઓછી 50 ટકા વેસ્ટ રિકવરીની પધ્ધતિને અનુસરતા
- ઉદ્યોગોને 50 ટકા (75 લાખ સુધી ) કેપિટલ સબસિડી અપાશે
- કોમન એન્વાયર્મેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ માટે કુલ પ્રોજેક્ટ કોસ્ટના અત્યારના 25 ટકાથી વધારીને 40 ટકા સહાય પુરી પડાશે જે મહત્તમ 50 કરોડ સુધીની મર્યાદામાં રહેશે.
- કૌશલ્ય અને તાલીમ અંગે ઔદ્યોગિક એકમોને સહાય
- રાજ્યની અંદર અને રાજ્ય બહાર માલની સરળતાથી હેરફેર કરવા માટે ગરૂડની રચના કરવામાં આવી
- સરકાર સબંધિત પ્રશ્નો, મંજૂરીઓ માટે સિંગલ પોઇન્ટ કોન્ટેક્ટ માટે અલગ રિલેશનશીપ મેનેજર્સ નિમણુંક કરાશે
- ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ વાતાવરણને મજબૂત કરવા માટે એક માળખું તૈયાર કરવામાં આવશે.
- રાજ્યમાં પારદર્શીતાને વેગ આપવા માટે સેન્ટ્રલાઇઝ્ડ ઇન્સ્પેક્શન સિસ્ટમનો નવતર પ્રયોગ હાથ ધરાયો.
- જૂની પોલિસીમાં જે પ્રોજેક્ટ અમલીકરણના વિવિધ તબક્કે છે તેને ઉત્પાદન અને પ્રોજેક્ટ પૂર્ણ કરવા નવી પોલીસી જાહેર થયાના એક વર્ષ સુધીનો સમય આપવામાં આવશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3kohFQq
Comments