ફાર્મા, ટેક્સટાઇલ, કેમિકલ્સ, ઓટોથી માંડીને એગ્રીકલ્ચર ક્ષેત્રે હબ બની રહેલું ગુજરાત ધીરે ધીરે હોટલ અને ટુરિઝમ ઇન્ડસ્ટ્રીમાં પણ હરણફાળ ભરી રહ્યું છે. સાંસ્કૃતિક, પ્રાકૃતિક, ધાર્મિક, આર્થિક અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓથી ધમધમતા અમદાવાદ-તેની આસપાસના વિસ્તારમાં તાજ, કોર્ટયાર્ડ મેરિયોટ્સ સહિત નેશનલ અને ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સની સાત લક્ઝુરિયસ હોટલ્સના પ્રોજેક્ટ્સ આકાર લઇ રહ્યા છે.
વિદેશી મૂડીરોકાણ પ્રવાહ અને સતત વધતો વિદેશી પ્રવાસીઓનો પ્રવાહ જોતાં એકથી દોઢ વર્ષમાં અંદાજિત કુલ રૂ. 2500 કરોડનું મૂડીરોકાણ ધરાવતાં તમામ પ્રોજેક્ટ લોન્ચ થઇ જશે. 1200 નવા રૂમ્સ ઉમેરાવા સાથે કુલ કેપેસિટી 4000 રૂમ્સ થઇ જવાની ધારણા છે. સિંધુભવન રોડ ઉપર તાજ હોટલ અને કોર્ટયાર્ડ બાય મેરિયોટ્સ, આઇટીસી નર્મદા તેમજ ગાંધીનગરની લીલા વર્ષાન્ત સુધીમાં લોન્ચ થવાની ધારણા છે.
અમદાવાદનો હોટલ ઉદ્યોગ એટ એ ગ્લાન્સ
- છેલ્લા પાંચ વર્ષમાં અમદાવાદમાં હોટલ માર્કેટ 51 ટકાના દરે ગ્રોથ કરી રહ્યું છે. અન્ય નાની મોટી 360થી પણ વધુ હોટલ્સ ધરાવે છે અમદાવાદ
- 2013-14માં 1500 ક્લાસિફાઇડ હોટલ રૂમ્સ હતાં તે સંખ્યા 2018ના અંત સુધીમાં બમણી એટલેકે 3000 આસપાસ થઇ ગયા છે.
- આગામી થોડા વર્ષોમાં વધુ 1200 બ્રાન્ડેડ હોટલ રૂમ્સ ઉમેરાય તેવી શક્યતા છે. તે જોતાં અમદાવાદનું હોટલ માર્કેટ ભારતમાં મુખ્ય માર્કેટ્સમાં સ્થાન મેળવવા સજ્જ છે.
- કોવિડ-19 પહેલાની સ્થિતિ અનુસાર અમદાવાદમાં આશરે રૂ. 4000ના એવરેજ રેટ ધરાવતી હોટલ્સનો રૂમ ઓક્યુપન્સી રેશિયો 63 ટકા રહ્યો હતો.
- સાણંદ, બેચરાજી (વિઠલાપુર) સહિત સંખ્યાબંધ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર્સ ડેવલોપ થવા ઉપરાંત તહેવારોમાં સહેલાણીઓની સંખ્યા જોતાં પણ ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ ઘણો ઊંચો છે.
- અમદાવાદમાં હાલ 28 ટોચની હોટલ્સમાં 2860 રૂમ્સ ઉપલબ્ધ છે. જેમાં રૂ. 7000થી માંડીને રૂ. 50000ના પ્રેસિડેન્સિયલ સ્વીટ્સનો સમાવેશ થઇ જાય છે.
હોટલ ઇન્ડસ્ટ્રીમાં પણ અમદાવાદ ટૂંકાગાળામાં હબ બની શકે
ગુજરાત હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિયેશનના પ્રેસિડેન્ટ નરેન્દ્ર સોમાણીએ જણાવ્યું કે, કોવિડ-19 પછી પરિસ્થિતિ ધીરે ધીરે થાળે પડી રહી હોવાથી હોટલ ઇન્ડસ્ટ્રી માટે પણ ગ્રોથની શક્યતા વધુ છે. 2020-21 પછી હોટલ ઇન્ડસ્ટ્રીઝમાં વધુ મૂડીરોકાણ અને પ્રવાસીઓનું પ્રમાણ વધશે તેવો આશાવાદ સેવાય છે.
હોટલ્સની કેપેસિટી અને રોકાણ
હોટલ | રૂમ્સ | રોકાણ* |
તાજ હોટલ સિંધુભવન રોડ | 315 | 600 |
કોર્ટયાર્ડ બાય મેરીયોટ, સિંધુભવન | 155 | 300 |
ધ લીલા પેલેસ, ગાંધીનગર | 300 | 550 |
આઇટીસી નર્મદા, વસ્ત્રાપુર | 307 | 600 |
(નોંધઃ * આંકડા અંદાજિત રૂપિયા કરોડમાં દર્શાવે છે. કોવિડ-19 ક્રાઇસિસ દરમિયાન વિલંબના કારણે તેમાં વધારો થયો હોવાની સંભાવના છે. સ્રોતઃ હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસો., ગુજરાત સરકાર)
હોટલ્સમાં કેવી હશે ફેસેલિટીસ
- તાજ હોટલ્સમાં ફેસેલિટીસ: 315 રૂમ્સ, ઓલ- ડે ડિનર, સ્પેશિયાલિટી રેસ્ટોરન્ટ, ટી લોન્જ બેન્ક્વેટ અને કોન્ફરન્સ હોલ્સ ઉપરાંત સ્પા, સ્વીમિંગ પુલ અને ફિટનેશ સેન્ટર
- આઇટીસી નર્મદા: 307 રૂમ્સ, રેસ્ટોરન્ટ્સ, કોફી હાઉસ, બેન્ક્વેટ હોલ, પાર્ટી હોલ, સ્વીમિંગ પૂલ, સ્પા- ફિટનેસ સેન્ટર
- ધ લીલા પેલેસ, ગાંધીનગર: 300+ રૂમ્સ, મિટિંગ, કન્વેન્શન હોલ્સ, એક્ઝિબિશન સેન્ટર્સ, કોન્ફરન્સ હોલ, સેમિનાર રૂમ્સ.
- કોર્ટયાર્ડ બાય મેરિયોટ્સ: 100+ રૂમ્સ, બેન્ક્વેટ અને કોન્ફરન્સ હોલ્સ ઉપરાંત સ્પા, સ્વીમિંગ પુલ અને ફિટનેસ સેન્ટર
- શેરેટોન ગ્રાન્ડ, એસપી રીંગ રોડ: એસપી રીંગ રોડ ઉપર ભાડજ નજીક સૂચિત પ્રોજેક્ટ તૈયાર થશે. તે મેરેજ હોલ સહિતની તમામ ફેસેલિટીસથી સજ્જ હશે.
ઓક્યુપન્સી રેટમાં અમદાવાદ પાછળ
શહેર | ઓક્યુપન્સી રેટ |
મુંબઇ | 77.1 |
નવી દિલ્હી | 72.5 |
ગોવા | 71.8 |
કોલકાતા | 70.8 |
જયપુર | 67.9 |
બેંગલુરુ | 66 |
ચેન્નાઇ | 65 |
અમદાવાદ | 63.9 |
ગુજરાતમાં ટૂરિસ્ટ પ્રવાહ
વર્ષ | સંખ્યા કરોડ |
2015-16 | 3.83 |
2016-17 | 4.48 |
2017-18 | 5 |
2018-19 | 6.5 |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2DKF65H
Comments