સોશિયલ મીડિયા કંપની ટિ્વટરે ખુલાસો કર્યો હતો કે તેણે જાહેરાત મારફતે લાભ મેળવવાની લાલચમાં યુઝર્સના ફોન નંબર અને ઈ-મેલ આઈડીનો દુરુપયોગ કર્યો હતો અને હવે તેના લીધે એક તપાસ મામલે અમેરિકી ફેડરલ ટ્રેડ કમિશન(એફટીસી)ને 1,878 કરોડ રૂપિયાનો દંડ ચૂકવવો પડી શકે છે.
ટિ્વટરને એફટીસીએ 28 જુલાઈએ ફરિયાદ કરી હતી, જેમાં કહ્યું હતું કે કંપનીએ એફટીસીની સાથે 2011માં થયેલા સંમતિના આદેશનો ભંગ કર્યો છે. 2011ની સંમતિ અનુસાર યુઝર્સની અંગત માહિતીઓની સુરક્ષા વિશે કંપની યુઝર્સને ગેરમાર્ગે નહીં દોરે.
ટિ્વટરે સોમવારે તેની બીજા ત્રિમાસિકના નાણાકીય ફાઈલિંગમાં કહ્યું હતું કે આ આરોપ 2013થી 2019 દરમિયાન જાહેરાત માટે કંપનીના ફોન નંબર અને ઈમેલ આઈડી સંબંધિત ડેટાના દુરુપયોગ અંગેનો હતો. ટિ્વટરે કહ્યું કે કંપનીને અંદાજે આ મામલે સંભવિત નુકસાન 1,125 કરોડ રૂપિયાથી 1,875 કરોડ રૂપિયા(15 કરોડ ડોલરથી 25 કરોડ ડોલર) વચ્ચે થઈ શકે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3k6uaA1
Comments