Skip to main content

નિષ્ણાતો પાસે જાણો શું છે ચાર્ટર, શું છે તમારા અધિકાર અને કર્તવ્ય, ટેક્સપેયર્સનું ચાર્ટર લાવનાર ભારત વિશ્વનો ચોથો દેશ

CA નવીન ગુપ્તા અને CA કીર્તિ જોષીના જણાવ્યા અનુસાર અગાઉ બજેટમાં ટેક્સપેયર્સ ચાર્ટર લાવવાની જાહેરાત કરી હતી. લગભગ છ મહિનામાં સરકારે તેને નક્કર આકાર આપ્યો છે. આ સાથે ભારત ટેક્સપેયર્સનું ચાર્ટર લાવનાર વિશ્વનો ચોથો દેશ બન્યો છે. ભારત અગાઉ અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયાએ તેનો અમલ કર્યો છે. ટેક્સપેયર્સ ચાર્ટર નિર્ધારિત કરે છે કે, જ્યાં સુધી કરદાતાએ કરચોરી અથવા ગેરરીતિ આચર્યા છે.

તર્કસંગત વર્તનનો અધિકાર
આવકવેરા વિભાગે તમામ કરદાતાઓ સાથે સૌજન્ય, આદર સાથે વર્તન કરવુ પડશે.સત્યનિષ્ઠા અને પ્રમાણિક વ્યવહારો થશે. કાયદા અનુસાર વાજબી અને ન્યાયી નિર્ણય લેવા પડશે.

પ્રામાણિકતા તરીકે માન આપવુ
જ્યાં સુધી કોઈની સામે પુરાવા ન મળી આવે ત્યાં સુધીકરદાતાને પ્રમાણિક ગણવામાં આવશે. અને તેણે આપેલી માહિતી સંપૂર્ણ અને સાચી છે. માહિતીની તપાસમાં સમય લઈ રહ્યો હોય તો તેનો અર્થ એ નથી કે, તમે અપ્રમાણિક છો.

નિશ્ચિતતાનો અધિકાર
તમને કર અંગેની મુશ્કેલીઓ વિશે માહિતી પ્રદાન કરવી, શક્ય તેટલી વહેલી તકે માહિતી આપવી. પૂછપરછ અને તપાસ સંબંધિત કરદાતાના ઇન્ટરવ્યુ માટે યોગ્ય સમય અને સ્થાન પ્રદાન કરાવવુ.

માહિતી લેવાનો અધિકાર
કરદાતાના કાનૂની અધિકારો, કરવેરા ચાર્જ અને લાભો વિશે સમજણ આપવામાં મદદ કરશે. સ્પષ્ટ અને સરળ ભાષામાં અપડેટ કરેલી માહિતી વિભાગની વેબસાઇટ અથવા છાપેલા ફોર્મમાં ઉપલબ્ધ કરાવવી પડશે.

વધુ ટેક્સ ન વસૂલવાનો અધિકાર
વિભાગ કરદાતા સાથે તમામ કામમાં પ્રમાણિકતા સાથે વ્યવહાર કરવો પડશે.બાકી ટેક્સની રકમ જ ચૂકવવામાં આવશે. તમામ કપાત, ક્રેડિટ, અને અન્ય ચીજોની યોગ્ય મંજૂરી

રેટ્રોસ્પેક્ટિવ ન ભરવાનો અધિકાર
સમય-સમય પર કાયદા બદલાતા રહે છે. એક સામાન્ય સિદ્ધાંત છે કે, આ પ્રકારના બદલાવ માત્ર આવક વધવા, સામાન-સેવાનો સપ્લાય કે લેવડ-દેવડ પર લાગૂ થાય છે.

ખર્ચ ઘટાડવાનો અધિકાર
તમારા ટેક્સ ચૂકવણીને સમજવું અને તમારા માટે સરળ બનાવવું. તમારા કર ચૂકવણી સબંધમાં વર્કલોડ, સમય અને મહેનતને ઘટાડવા માટે સરળ બનાવવું.

રિપ્રેઝન્ટકરવાનોઅધિકાર
ટેક્સેશન બાબતમાં અથવા વિભાગની સાથે ડિલિંગમાં તમે જાતે રિપ્રેઝન્ટ કરી શકો છો. અથવા કોઇ બીજા વ્યક્તિની મદદ પણ અવશ્ય લઇ શકો છો.

ટેક્સપેયર્સનુ કર્તવ્ય

  • પ્રમાણિક રહો
  • નિયમોનુ પાલન કરો, આવકવેરા વિભાગ સાથે ડીલ કરતી વખતે સહયોગ આપો
  • કાયદા અનુસાર, રેકોર્ડ જાળવો
  • નિયત સમય પર યોગ્ય અને તમામ દસ્તાવેજો અને ટેક્સ જમા કરાવો
  • પરિસ્થિતિઓમાં બદલાવ આવતાં આયકર વિભાગને માહિતી આપો
  • પોતાના કરદાયિત્વ અને નિયમોનુ પાલન ન કરવાના પરિણામો અંગે જાણકારી રાખો.
  • દિલ્હી સ્થિત એનઈસી હવે કરદાતાઓ અને આકારણી કેન્દ્રો વચ્ચે ટચ પોઇન્ટ બનશે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/341XYIj

Comments

Popular posts from this blog

करोड़ों की मालकिन हैं कातिल फिगर वाली निया शर्मा, एक एपिसोड के लिए लेती हैं इतनी फीस

सोशल मीडिया पर एक्टिव रहने वाली निया शर्मा (Nia Sharma) आए दिन अपनी पर्सनल और प्रोफेशनल लाइफ की तस्वीरें शेयर करती रहती हैं. from Zee News Hindi: Entertainment News https://ift.tt/39c4YDJ

એક કરોડ કેસ થતા 180 દિવસ લાગ્યા, માત્ર 43 દિવસમાં વધીને 2 કરોડ થયા; અમેરિકા, બ્રાઝિલ અને ભારતમાં જ 50% દર્દી

દુનિયામાં રવિવારે કોરોના વાઈરસના સંક્રમણનો આંકડો 2 કરોડ થઈ ગયો છે. 31 ડિસેમ્બરે પહેલો કેસ સામે આવ્યા પછી 1 કરોડ કેસ થવામાં 180 દિવસ લાગ્યા હતા. માત્ર 43 દિવસમાં જ 1 કરોડથી વધીને કેસ 2 કરોડનો આંકડો વટાવી ગયા છે. કુલ કેસમાં માત્ર અમેરિકા, બ્રાઝિલ અને ભારતમાં જ 50% એટલે કે 1 કરોડથી વધુ દર્દી છે. ઉત્તર અમેરિકામાં 85% સંક્રમિત માત્ર USમાં દુનિયામાં હાલ સૌથી સંક્રમિત મહાદ્વીપ ઉત્તર અમેરિકામાં છે. અહીંયા સંક્રમણના 60 લાખ 62 હજાર 281 કેસ નોંધાયા છે. જેમાંથી 32 લાખ 30 હજાર 863 લોકો સાજા થઈ ચુક્યા છે, જ્યારે 2 લાખ 33 હજાર 895 લોકોના મોત થઈ ચુક્યા છે. અહીંયા 85% સંક્રમિત માત્ર અમેરિકામાં છે. દક્ષિણ અમેરિકામાં બ્રાઝિલમાં સૌથી વધુ દર્દી દક્ષિણ અમેરિકામાં સંક્રમણના અત્યાર સુધી 47 લાખથી વધુ કેસ નોંધાયા છે. જેમાં 20 લાખ 94 હજાર 293 લોકો સાજા થઈ ચુક્યા છે. સાથે જ 1 લાખ 58 હજાર 387 લોકોના મોત થયા છે. અહીંયા સૌથી સંક્રમિત બ્રાઝિલ છે, જ્યાં 30 લાખ 13 હજારથી વધુ દર્દી છે. એશિયામાં સૌથી વધુ કેસ ભારતમાં એશિયામાં 49 લાખ 57 હજાર 753 દર્દી છે. જેમાંથી 43% કેસ માત્ર ભારતમાં છે. અહીંયા સંક્રમણના 21 લાખથ...

23મી માર્ચે લગ્ન, 25મીએ લૉકડાઉન, જાન 52 દિવસ સુધી ફસાઈ, પછી ક્વોરન્ટીન કરી, 71 દિવસ પછી ગૃહપ્રવેશ

હિમાચલપ્રદેશના ઉના જિલ્લાના સુનીલકુમાર જાન લઈને કોલકાતા ગયા હતા. ધૂમધામથી લગ્ન થયાં, પરંતુ તેમને ખબર ન હતી કે લગ્ન થતાં જ કોરોના વાઈરસ તેમની જિંદગીને 71 દિવસ માટે લૉક કરી દેશે. સુનીલકુમાર 20મી માર્ચે 18 જાનૈયાને લઈને ટ્રેનમાં કોલકાતા ગયા હતા. 23મી માર્ચે બંગાળી રીતરિવાજથી સુનીલ, સુનિપ્તાના લગ્નનાં બંધનમાં બંધાયાં. 25મી માર્ચે રિટર્ન ટ્રેન હતી, એ જ દિવસે લૉકડાઉન જાહેર થયું. પછી સમગ્ર જાન કોલકાતાથી કાશીપુરમાં જ છોકરીવાળાને ત્યાં ફસાઈ ગઈ. આ સ્થિતિમાં પાછું આવવું મુશ્કેલ હતું કારણ કે, તમામ વાહનવ્યવહાર સેવા બંધ હતી. આ સ્થિતિમાં મૂંઝાઈ ગયેલા જાનૈયા જિલ્લા તંત્ર અને રાજ્ય સરકારને વિનંતી કરતા રહ્યા. જોકે, તેમનું ઘરે જવું શક્ય ના બન્યું. લગ્નનાં કપડાંમાં ઠાઠમાઠથી ગયેલા જાનૈયાઓએ એક રૂમમાં રહેવું પડ્યું. છોકરીવાળાના ઘરે રાશન પણ ખતમ થઈ ગયું. છેવટે ઉના જિલ્લા તંત્રે અને હિમાચલ સરકારના કાને વાત પહોંચી અને ભોજન-પાણીની વ્યવસ્થા થઈ. તમામ જાનૈયાને ડિસ્ચાર્જ સ્લીપ આપી આ દરમિયાન રાહતના સમાચાર આવ્યા કે સોલનમાં એક બસ કોલકાતાથી આવી છે. એટલે જાનૈયાએ જિલ્લા તંત્રનો સંપર્ક કર્યો અને તેમણે પણ ફસાયેલા લોકો માટ...