Skip to main content

નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં દેશની દિગ્ગજ કંપનીઓના પરિણામો એક દાયકામાં સૌથી ખરાબ રહ્યાં

કોરોના વાયરસને પગલે નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમા દેશની દિગ્ગજ કંપનોના પરિણામો એક દાયકામાં સૌથી ખરાબ રહ્યા છે. પરંતુ તેમ છતાં 2/3 કંપનીઓના પ્રદર્શન અપેક્ષા કરતાં સારા રહ્યા છે. કંપનીઓ પોતાનો ખર્ચ ઘટાડવામાં સફળ રહી છે. એનએસઈ નિફ્ટી50 ઈન્ડેક્સની 47 કંપનીઓમાંથી 40 કંપનીઓની જૂન મહિનામાં પૂરા થયેલા ક્વાર્ટરમાં આવક 40 ટકા ઘટી છે. તેમ છતાં, આમાંની બે તૃતીયાંશ કંપનીઓએ પ્રોફિટ વિશ્લેષકોના અંદાજ કરતાં વધુ તેમજ સારા પરિણામો મેળવ્યા છે.

આઇઆઇએફએલના રિસર્ચ હેડ અભિમન્યુ સોફતે જણાવ્યું હતું કે, વાસ્તવમાં અમે આ ક્વાર્ટરને રાઈટ ઓફ કરી હતી. પરંતુ નિફ્ટીની મોટાભાગની કંપનીઓએ ધારણા કરતા સારા પરિણામ આપ્યા છે.

બ્લૂમબર્ગના એક અહેવાલ મુજબ, ભારતીય કંપનીઓનું પ્રદર્શન એટલું ખરાબ નથી જેટલું અપેક્ષિત હતું. ટેકનોલોજીની વધતી માંગ વચ્ચે પાંચ સૌથી મોટી ટેક્નોલોજી કંપનીઓમાંથી ચાર કંપનીની આવક વધવાની અપેક્ષા છે. 2013 બાદનો આ સેક્ટર માટે સૌથી મોટો ઉછાળો છે. તેવી જ રીતે ફૂડ કંપનીઓ, બેંકો, ટેલિકોમ અને ઓટો કંપનીઓએ પણ આવકથી આશ્ચર્યચકિત કર્યા છે.

આગામી વર્ષે કંપનીઓની આવકમાં સંભવિત વૃદ્ધિને પગલે માર્કેટ એડજસ્ટ થઈ ચૂક્યાં
મોતીલાલ ઓસ્વાલ સિક્યોરિટીઝ લિમિટેડના રિસર્ચ હેડ ગૌતમ દુગ્ગડે જણાવ્યું હતું કે, જો આ નાણા વર્ષના બીજા ભાગમાં પણ પરિસ્થિતિમાં સુધારો નોંધાશે, તો પણ નફો પાછલા નાણાકીય વર્ષને સમકક્ષ રહેશે. કેટલાક રાજ્યોમાં ચાલી રહેલા લોકડાઉનને કારણે આ કંપનીઓનો નફા ગતવર્ષ કરતાં ઘટ્યો છે. બજારમાં ટૂંકાગાળાની અનિશ્ચિતતાને જોતા, કેટલાક બ્રોકર્સે બે વર્ષની ટાર્ગેટ પ્રાઈસ આપવાનું શરૂ કર્યું છે. કેટલાક બ્રોકર્સ અનુસાર, આગામી એપ્રિલથી શરૂ થનારા નાણા વર્ષમાં કંપનીઓની કમાણીમાં રિકવરી થવાના આશાવાદ સાથે શેરના ભાવો એડજસ્ટ થઈ ચૂક્યા છે.

કંપનીઓનો આવકનો અંદાજ

સેક્ટર આવક
ઓટો -1.10%
બેંક-NBFC 7.90%
વીમો 5.50%
મૂડી બજારો -0.20%
ઇન્ફ્રાસ્ટ્રક્ચ. 6.60%
રિયલ એસ્ટેટ -9.70%
આઇટી -0.10%
એનર્જી -1.60%
સિમેન્ટ -2.10%
કેમિકલ્સ 20.00%
ફાર્મા -2.60%


કંપનીઓનો વાસ્તવિક નફો

સેક્ટર નફો
ઓટો- -
બેંક-NBFC 11.20%
વીમો -11.20%
મૂડી બજારો -4.70%
ઇન્ફ્રાસ્ટ્રક્ચર 283.40%
રિયલ એસ્ટેટ 62.40%
આઈટી 6.60%
એનર્જી -7.40%
સિમેન્ટ 50.40%
કેમિકલ્સ 60.80%
ફાર્મા 17.70%

સ્થિતિ સુધરી નિષ્ણાતોનો અંદાજ

  • મજબૂત માગ, રિમોટ વર્કિંગની વ્યવસ્થાથી સોફ્ટવેર નિકાસકારને લાભ, ફાર્મા કંપનીઓની સ્થિતિ સુધરી.
  • કેઆર ચોક્સી ઈન્વેસ્ટમેન્ટના એમડી દેવેન ચોક્સી અનુસાર, સરકારની પહેલથી ગામડામાં આવકો વધતા ગ્રામીણ વ્યવસ્થામાં સુધારો નોંધાયો.
  • મોટાભાગની કંપનીઓ ઘરેથી કામ કરી રહી હોવાથી ખર્ચ ઘટતાં સફળતા મળી. આગળ પણ જારી રહેશે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2EdNmuW

Comments

Popular posts from this blog

करोड़ों की मालकिन हैं कातिल फिगर वाली निया शर्मा, एक एपिसोड के लिए लेती हैं इतनी फीस

सोशल मीडिया पर एक्टिव रहने वाली निया शर्मा (Nia Sharma) आए दिन अपनी पर्सनल और प्रोफेशनल लाइफ की तस्वीरें शेयर करती रहती हैं. from Zee News Hindi: Entertainment News https://ift.tt/39c4YDJ

એક કરોડ કેસ થતા 180 દિવસ લાગ્યા, માત્ર 43 દિવસમાં વધીને 2 કરોડ થયા; અમેરિકા, બ્રાઝિલ અને ભારતમાં જ 50% દર્દી

દુનિયામાં રવિવારે કોરોના વાઈરસના સંક્રમણનો આંકડો 2 કરોડ થઈ ગયો છે. 31 ડિસેમ્બરે પહેલો કેસ સામે આવ્યા પછી 1 કરોડ કેસ થવામાં 180 દિવસ લાગ્યા હતા. માત્ર 43 દિવસમાં જ 1 કરોડથી વધીને કેસ 2 કરોડનો આંકડો વટાવી ગયા છે. કુલ કેસમાં માત્ર અમેરિકા, બ્રાઝિલ અને ભારતમાં જ 50% એટલે કે 1 કરોડથી વધુ દર્દી છે. ઉત્તર અમેરિકામાં 85% સંક્રમિત માત્ર USમાં દુનિયામાં હાલ સૌથી સંક્રમિત મહાદ્વીપ ઉત્તર અમેરિકામાં છે. અહીંયા સંક્રમણના 60 લાખ 62 હજાર 281 કેસ નોંધાયા છે. જેમાંથી 32 લાખ 30 હજાર 863 લોકો સાજા થઈ ચુક્યા છે, જ્યારે 2 લાખ 33 હજાર 895 લોકોના મોત થઈ ચુક્યા છે. અહીંયા 85% સંક્રમિત માત્ર અમેરિકામાં છે. દક્ષિણ અમેરિકામાં બ્રાઝિલમાં સૌથી વધુ દર્દી દક્ષિણ અમેરિકામાં સંક્રમણના અત્યાર સુધી 47 લાખથી વધુ કેસ નોંધાયા છે. જેમાં 20 લાખ 94 હજાર 293 લોકો સાજા થઈ ચુક્યા છે. સાથે જ 1 લાખ 58 હજાર 387 લોકોના મોત થયા છે. અહીંયા સૌથી સંક્રમિત બ્રાઝિલ છે, જ્યાં 30 લાખ 13 હજારથી વધુ દર્દી છે. એશિયામાં સૌથી વધુ કેસ ભારતમાં એશિયામાં 49 લાખ 57 હજાર 753 દર્દી છે. જેમાંથી 43% કેસ માત્ર ભારતમાં છે. અહીંયા સંક્રમણના 21 લાખથ...

23મી માર્ચે લગ્ન, 25મીએ લૉકડાઉન, જાન 52 દિવસ સુધી ફસાઈ, પછી ક્વોરન્ટીન કરી, 71 દિવસ પછી ગૃહપ્રવેશ

હિમાચલપ્રદેશના ઉના જિલ્લાના સુનીલકુમાર જાન લઈને કોલકાતા ગયા હતા. ધૂમધામથી લગ્ન થયાં, પરંતુ તેમને ખબર ન હતી કે લગ્ન થતાં જ કોરોના વાઈરસ તેમની જિંદગીને 71 દિવસ માટે લૉક કરી દેશે. સુનીલકુમાર 20મી માર્ચે 18 જાનૈયાને લઈને ટ્રેનમાં કોલકાતા ગયા હતા. 23મી માર્ચે બંગાળી રીતરિવાજથી સુનીલ, સુનિપ્તાના લગ્નનાં બંધનમાં બંધાયાં. 25મી માર્ચે રિટર્ન ટ્રેન હતી, એ જ દિવસે લૉકડાઉન જાહેર થયું. પછી સમગ્ર જાન કોલકાતાથી કાશીપુરમાં જ છોકરીવાળાને ત્યાં ફસાઈ ગઈ. આ સ્થિતિમાં પાછું આવવું મુશ્કેલ હતું કારણ કે, તમામ વાહનવ્યવહાર સેવા બંધ હતી. આ સ્થિતિમાં મૂંઝાઈ ગયેલા જાનૈયા જિલ્લા તંત્ર અને રાજ્ય સરકારને વિનંતી કરતા રહ્યા. જોકે, તેમનું ઘરે જવું શક્ય ના બન્યું. લગ્નનાં કપડાંમાં ઠાઠમાઠથી ગયેલા જાનૈયાઓએ એક રૂમમાં રહેવું પડ્યું. છોકરીવાળાના ઘરે રાશન પણ ખતમ થઈ ગયું. છેવટે ઉના જિલ્લા તંત્રે અને હિમાચલ સરકારના કાને વાત પહોંચી અને ભોજન-પાણીની વ્યવસ્થા થઈ. તમામ જાનૈયાને ડિસ્ચાર્જ સ્લીપ આપી આ દરમિયાન રાહતના સમાચાર આવ્યા કે સોલનમાં એક બસ કોલકાતાથી આવી છે. એટલે જાનૈયાએ જિલ્લા તંત્રનો સંપર્ક કર્યો અને તેમણે પણ ફસાયેલા લોકો માટ...