Skip to main content

Posts

Showing posts with the label SportDivya Bhaskar

વ્હેર અબાઉટ ક્લોઝ હેઠળ ચેતેશ્વર પૂજારા, રવીન્દ્ર જાડેજા સહિત 5 ને NADAની નોટિસ

નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (NADA)એ પ્રથમવાર નેશનલ રજીસ્ટર્ડ ટેસ્ટિંગ પૂલ (NRTP)માં સામેલ 5 ભારતીય ક્રિકેટર્સને નોટિસ પાઠવી છે. NADAએ ચેતેશ્વર પૂજારા, રવીન્દ્ર જાડેજા, કેએલ રાહુલ, સ્મૃતિ મંધાના અને દીપ્તિ શર્માને નોટિસ પાઠવી છે. આ તમામે વ્હેર અબાઉટ ક્લોઝ હેઠળ છેલ્લા 3 મહિનાની માહિતી NADAને આપી નહોતી. બીસીસીઆઈએ સ્પષ્ટતા કરતા કહ્યું કે- પાસવર્ડમાં રહેલી ખામીને કારણે ક્રિકેટર્સ માહિતી ના મોકલી શક્યા. NADAના ડિરેક્ટર જનરલ (ડીજી) નવીન અગ્રવાલે કહ્યું,‘BCCIના NRTPમાં સામેલ 5 ક્રિકેટરો દ્વારા પોતાનું સરનામું ના મોકલવા પર ઈ-મેલ મોકલી ખુલાસા કર્યા હતા. સોફ્ટરવેરમાં વ્હેર અબાઉટ ફોર્મ ભરવાના 2 જ વિકલ્પ છે. ખેલાડી પોતે કે બોર્ડ તેમની તરફથી માહિતી ઓનલાઈન ભરી શકે છે. એવું બની શકે છે ક્રિકેટર્સ પાસે ફોર્મ ભરવાનો સમય ના હોય. તેથી BCCIએ આ માહિતી આપવાની જવાબદારી લીધી છે.’ Download Dainik Bhaskar App to read Latest Hindi News Today NADA issues notice to 5 including Cheteshwar Pujara, Ravindra Jadeja under Where About Clause from Divya Bhaskar https://ift.tt/2YqxyLO via

BCCIના કર્મચારીઓ હવે મીડિયા સાથે વાત નહીં કરી શકે, સસ્પેન્ડ કરાશે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ પોતાના કર્મચારીઓને મીડિયા સાથે વાત કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. બોર્ડે મહત્ત્વપૂર્ણ માહિતી લીક ના થાય તે માટે આ પ્રતિબંધ લગાવ્યો છે. કર્મચારીઓ દોષી હશે તો કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી છે. સેક્રેટરી જય શાહે મુંબઈ હેડક્વાટર્સ અને બેંગલુરુ સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમીના 100 કર્મચારીઓને ઈ-મેલ મોકલ્યો જેમાં લખ્યું કે,‘અમને ખબર પડી છે કે અમુક કર્મચારીઓ મીડિયામાં જઈ ઈન્ટરવ્યૂ આપી રહ્યાં છે. આ એમ્પલોઈ કોન્ટ્રાક્ટ વિરુદ્ધ છે, તેના કારણે બોર્ડની મહત્ત્વપૂર્ણ માહિતીઓ લીક થવાનું જોખમ રહે છે.’ ઇ-મેલમાં લખ્યું છે કે, કર્મચારીઓ ભવિષ્યમાં મંજૂરી વગર મીડિયા સાથે વાત કરશે તો કાર્યવાહી કરાશે. સેલેરી વગર સસ્પેન્ડ કરવાની કે કોન્ટ્રાક્ટ રદ કરવાની ચેતવણી આપવામાં આવી છે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today BCCI employees will no longer be able to speak to the media, will be suspended from Divya Bhaskar https://ift.tt/3d1fZaG via

ઈંગ્લેન્ડ પાસેથી 23 કરોડની લોન લીધી, તે પ્રવાસ માટે નથી: રિકી

ક્રિકેટ વિન્ડીઝ (CWI)એ વાતને ફગાવી છે જેમાં દાવો કરાયો છે કે તેણે ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ પાસેથી 23 કરોડ રૂપિયાની રકમ ઈંગ્લેન્ડનો પ્રવાસ કરવા માટે લીધી છે. આ રકમ મે મહિનામાં બોર્ડની પૈસાની તંગીના કારણે લેવામાં આવી. CWIના અધ્યક્ષ રિકી સ્કીરિટે અન્ય એક અહેવાલોને ફગાવ્યા જેમાં આ રકમ જુલાઈમાં આઈસીસી ચેરમેનના પદ માટે ઈંગ્લેન્ડના કોલિન ગ્રેવ્સની મદદ કરવા માટે લીધી છે. આઈસીસીની એથિક્સ કમિટી આ મામલે તપાસ કરશે. વિન્ડીઝ ટીમ 3 મેચોની ટેસ્ટ સીરિઝ રમવા માટે ઈંગ્લેન્ડ પહોંચી ચૂકી છે. પ્રથમ મેચ 8 જુલાઈથી રમાશે. સ્કીરિટે કહ્યું કે- પ્રવાસને મંજૂરી ત્યારે આપવામાં આવી, જ્યારે ખેલાડીઓ અને સ્ટાફની સુરક્ષા ઉપાયો અંગે અમારી મેડિકલ ટીમે સહમતિ વ્યક્ત કરી. આ નિર્ણયમાં પૈસાની લેવડ-દેવડ સામેલ નથી. CWIએ એપ્રિલમાં આઈસીસી પાસેથી વાર્ષિક ભાગીદારીમાંથી 23 કરોડ રૂપિયા એડવાન્સમાં માગ્યા હતા. દરે વર્ષ જાન્યુઆરી અને જુલાઈમાં દરેક બોર્ડને આ રકમ આપે છે. સ્કીરિટે કહ્યું કે,‘કોરોનાને કારણે બોર્ડની સ્થિતિ બગડી છે. આઈસીસીની એપ્રૂવલ મળવામાં સમય લાગી રહ્યો હતો. આઈસીસીની ગેરન્ટી પર ઈસીબી રકમ આપવા તૈયાર થયું. જુલાઈમા

જોકોવિચની ચેરિટી ટેનિસ ઈવેન્ટમાં હજારો ફેન્સ આવ્યા, સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ

વિશ્વના નંબર-1 ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચના ફાઉન્ડેશન બૉકમ દેશોમાં એડ્રિયા ટૂર નામથી ચેરિટી ટેનિસ ટૂર્નામેન્ટ યોજી રહ્યું છે. સર્બિયામાં આ ટૂર્નામેન્ટ જોકોવિચના બેલગ્રેડ ટેનિસ ક્લબમાં યોજાઈ. ઈવેન્ટ જોવા હજારો ફેન્સ પહોંચ્યા. ટૂર્નામેન્ટ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનો ભંગ થયો. જોકોવિચે ફેન્સનો બચાવ કરતા કહ્યું કે,‘જીવન આમ જ ચાલતુ રહે છે. એકવાર ફરી ફેન્સ સામે રમવાનો અનુભવ શાનદાર રહ્યો. અન્ય દેશોની સરખામણીએ અમારા દેશની પરિસ્થિતિ અને ઉપાયો જુદા છે.’ સર્બિયામાં 12,175 કેસ હતા અને 252 મોત થયા છે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today Djokovic's charity tennis event drew thousands of fans, breaking social distance from Divya Bhaskar https://ift.tt/2C5ultO via

ઈજાના કારણે ફેડરર વર્તમાન સિઝનમાંથી બહાર, યુએસ ઓપન-ફ્રેન્ચ ઓપન નહીં રમે

સ્વિત્ઝર્લેન્ડના રોજર ફેડરર ઈજાના કારણે 2020ની સિઝનથી બહાર થયો છે. 20 વખતનો ગ્રાન્ડસ્લેમ ચેમ્પિયન ફેડરરે ફેબ્રુઆરીમાં ડાબા ઘૂંટણની સર્જરી કરાવી હતી. તે તેની રિકવરીના તબક્કામાંથી પસાર થયો હતો. 38 વર્ષીય ફેડરર ઓગસ્ટમાં યુએસ ઓપન અને સપ્ટેમ્બર અંતમાં ફ્રેન્ચ ઓપનમાં ભાગ નહીં લે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today from Divya Bhaskar https://ift.tt/2zl71aj via

હાર્દિક પંડ્યાના રમવાથી ભારતને ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટમાં ફાયદો: ઈયાન ચેપલ

ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન ઈયાન ચેપલે કહ્યું કે, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ સીરિઝમાં રમવા માટે હાર્દિક પંડ્યા ભારત માટે મહત્ત્વપૂર્ણ ખેલાડી સાબિત થશે. ચેપલે કહ્યું,‘જો પંડ્યા ઉપલબ્ધ રહે છે તો ટીમને મદદ મળશે. તે દબાણ વધારવા માટે ભારત માટે એક વધારાનો બોલિંગ ઓપ્શન બની શકે છે. એવા સમયે જ્યારે મુખ્ય બોલરોને આરામની જરૂર રહેશે.’ ટીમ ઈન્ડિયા વર્ષના અંતે ઓસ્ટ્રેલિયા પ્રવાસે 4 ટેસ્ટની સીરિઝ રમશે. પંડ્યાએ તાજેતરમાં પીઠની ઈજાના કારણે ટેસ્ટ ક્રિકેટને પડકારજનક ગણાવી હતી. બીજા સ્પિનરને અંતિમ 11માં સ્થાન મળી શકે ચેપલે કહ્યું કે,‘પંડ્યા પાસે સિડનીમાં થનારી મેચ અગાઉ પ્રારંભિક 3 ટેસ્ટ મેચમાં પોતાની ઓવરોની સંખ્યા ધીમે-ધીમે વધારવાની તક રહેશે. સિડનીમાં તે ત્રીજા ઝડપી બોલરની ભૂમિકા ભજવી શકે છે, જેથી બીજા સ્પિનરને અંતિમ 11માં સ્થાન મળી શકે.’ ચેપલે કહ્યું કે- સિલેક્ટર્સે સ્પિનર અશ્વિન, જાડેજા અને કુલદીપમાંથી કોઈની પસંદગી માટે ચર્ચા કરવી પડશે. અશ્વિનનો રેકોર્ડ શાનદાર છે પરંતુ ઓસ્ટ્રેલિયામાં નહીં. બાયો સિક્યોરની સાથે થનારી મેચમાં લાળથી જોખમ નથી: પોલોક દ.આફ્રિકાના પૂર્વ ઝડપી બોલર શૉન પોલોકે કહ્યું કે- બાયો સિ

બ્રેકના કારણે ખેલાડીઓ ઓછા દિવસમાં વધુ મેચ રમશે, એવામાં ઈજાની શક્યતા 25% વધી: રિસર્ચ

ફૂટબોલના કમબેક બાદ ખેલાડીઓના ઈજાગ્રસ્ત થવાની શક્યતાઓ વધી છે. માર્ચમાં કોરોના વાઈરસના કારણે તમામ મોટી ઈવેન્ટ સ્થગિત કરાઈ છે. 16 મેના જર્મન લીગ બુંદેસલીગા શરૂ થઈ. પ્રથમ દિવસે 6 મેચ રમાઈ અને 8 ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા. તે પછી ખેલાડીઓ સતત ઈજાગ્રસ્ત થતા રહ્યાં, કારણ કે તેઓ મહિનાઓ સુધી મેદાનથી દૂર હતા. જર્મન ક્લબ બાયર્ન મ્યૂનિખે 1 મહિનામાં 7 મેચ રમવાની છે. સામાન્ય સ્થિતિમાં એક ટીમ મહિનામાં 4-5 મેચ રમે છે. અમેરિકન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પ્લેટફોર્મ ઝોન-7એ 35 ક્લબો પર રિસર્ચ કરી જેમાં સામે આવ્યું કે, 30 દિવસમાં 7-8 મેત રમતા ખેલાડીઓની શક્યતા 4-5 મેચ રમતા ખેલાડીઓ કરતા 25% વધી જાય છે. આ ઉપરાંત ગત 2 સિઝનમાં જે ઈન્ટરનેશનલ મેચોના કારણે નાની પ્રી-સિઝન રાખવામાં આવી હતી, પ્રથમ હાફમાં અન્ય ક્લબની સરખામણીએ તેમના 75% ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા હતા. લંડનની એક્સરસાઈઝ ફિઝિયોલોજિસ્ટ ફ્લેમિનિયા રોનકાએ કહ્યું કે,‘બ્રેકના કારણે ખેલાડીઓએ 15% ફિટનેસ ગુમાવી દીધી છે. જે તેમણે ઓછા સમયમાં પરત મેળવવી પડશે.’ સ્પેનિશ લીગ લા લિગા 11 જૂનથી, ઈંગ્લિશ પ્રીમિયર લીગ 17 જૂનથી અને ઈટાલિયન લીગ સીરી-એ 20 જૂનથી શરૂ થઈ રહી છે. ઈટાલિયન લીગ

અમાન્ડાએ રચ્યો ઈતિહાસ, 2 કેટેગરીમાં ટાઈટલ ડિફેન્ડ કરનારી પ્રથમ ફાઈટર

બ્રાઝિલની અમાન્ડા નુનેસએ યુએફસી 250માં કેનેડાની ફેલિશિયા સ્પેન્સરને હરાવી ઈતિહાસ રચ્યો. તે 2 કેટેગરીમાં ટાઈટલ ડિફેન્ડ કરનારી પ્રથમ ફાઈટર બની ગઈ છે. નુનેસ 2016માં બેન્ટમવેટ કેટેગરીમાં ચેમ્પિયન બની હતી. 2018માં તેણે ફેદરવેટ કેટેગરીમાં ટાઈટલ જીત્યું હતું. તે મહિલા કેટેગરીમાં સૌથી વધુ 13 ફાઈટ જીતનાર ખેલાડી છે. તેણે 8 ટાઈટલ જીત્યા છે. જે મહિલા કેટેગરીમાં સૌથીવધુ છે. તે ફાઈટમાં અત્યારસુધી 20 કરોડ રૂપિયા જીતી ચૂકી છે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today Amanda makes history, first fighter to defend title in 2 categories from Divya Bhaskar https://ift.tt/2UlVQ8H via

કબડ્ડી લીગના આયોજન પર જોખમ, લીગ ના થવાથી 500 કરોડ રૂપિયાનું નુકસાન

કોરોનાના કારણે પ્રો-કબડ્ડી લીગના આયોજન પર જોખમ તોળાઈ રહ્યું છે. વર્તમાન સિઝનનો પ્રારંભ જુલાઈમાં થવાનો હતો. એપ્રિલમાં ખેલાડીઓની હરાજી થવાની હતી, આયોજકોને લીગથી દરવર્ષે લગભગ 500 કરોડનો ફાયદો થાય છે. તેમને આ રકમ સ્પૉન્સર થકી મળી છે. ગત દિવસોમાં આયોજન અંગે વીડિયો કોન્ફ્રન્સિંગ થકી કબડ્ડી ફેડરેશનની બેઠક થઈ. જેમાં ફેન્સ વગર નવેમ્બર-ડિસેમ્બરમાં ટૂર્નામેન્ટના આયોજન અંગે ચર્ચા થઈ. લીગની 7 સિઝન યોજાઈ ચૂકી છે. એક શહેરમાં આયોજનની તૈયારી, 14 દિવસનું ક્વોરન્ટીન પણ આયોજન પર અંતિમ નિર્ણય રમત મંત્રાલય અને ગૃહ મંત્રાલય તરફથી ગ્રીન સિગ્નલ મળ્યા બાદ જ થશે. આ અંગે ગાઈડલાઈન પણ તૈયાર કરી લેવામાં આવી છે. ગાઈડલાઈન પ્રમાણે, જે રાજ્યમાં કોરોના દર્દીઓની સંખ્યા ઓછી હશે ત્યાં આયોજન કરાશે. એક જ શહેરમાં ફેન્સ વગર જ આયોજન કરવામાં આવશે. તમામ ખેલાડીઓને 14 દિવસ ક્વોરન્ટીનમાં રાખવામાં આવશે. મેચ દરમિયાન સેનિટાઈઝેશન પણ કરવામાં આવશે. ખેલાડીઓને 50 કરોડ, જ્યારે રેફરીને 90 લાખનું નુકસાન લીગમાં 12 ટીમમાં 200થી વધુ ખેલાડી સામેલ હોય છે. હરાજીમાં 50 કરોડ ખર્ચ થાય છે. જો લીગનું આયોજન થશે તો ખેલાડીઓને 50 કરોડનું નુકસાન થશે. લીગ

ચેસ બોર્ડની સરખામણી પિચ સાથે કરતા ચહલે કહ્યું- કમબેક કરવા ઉત્સુક છું

હવે ધીમે-ધીમે બધુ અનલૉક થવા લાગ્યું છે ત્યારે ટીમ ઈન્ડિયાનો લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ મેદાન પર પરત ઉત્સુક છે. તે કહે છે કે, હવે તો ખાલી ક્રિકેટ શરૂ થઈ જાય. ભલેને IPL યોજાય કે વર્લ્ડ કપ. ચહલ ગુરુગ્રામમાં પરિવાર સાથે સમય પસાર કરી રહ્યો છે. તેનું કહેવું છે કે, સ્થિતિ નિયંત્રણમાં આવવાની સાથે જ ટીમે પ્રેક્ટિસ શરૂ કરવી જોઈએ. તેણે ચેસ બોર્ડની સરખામણી ક્રિકેટ પિચ સાથે કરતા કહ્યું,‘ચેસ બોર્ડની જેમ પિચ પર લેગ સ્પિન, ગૂગલી, ફ્લિપર અને ડાઉન સ્પિન મારા હથિયાર એટલે કે રાજા, વજીર, હાથી અને ઘોડા છે.’ ચહલે ભાસ્કર સાથે ચર્ચા કરી. તેની સાથે વાતચીતના અંશ... સવાલ: ચેસ બોર્ડમાં તમારી પાસે ઘણાં હથિયાર હોય છે, તમે ચાલ ચાલતા હોવ છો, ક્રિકેટ પિચ પર તમારી પાસે કયા હથિયાર છે? ચહલ: ક્રિકેટ પિચ પર ચાર પ્રકારના વેપન્સ છે- લેગ સ્પિન, ગૂગલી, ફ્લિપર અને ડાઉન સ્પિન. જેનો સ્થિતિ અનુસાર ઉપયોગ કરું છું. જે એ વાત પર નિર્ભર કરે છે કે ક્યારે અને ક્યા બેટ્સમેનને કેવો બોલ નાખવો. સવાલ: એક્સપર્ટના મતે આપણે કોરોના સાથે જીવતા શીખવું પડશે. કોરોના સાથે ક્રિકેટમાં શું ચેન્જીસ જોવા મળશે? ચહલ: આ મુદ્દે આઈસીસીની ગાઈડલાઈન આવી છે.

12 ઓગસ્ટ 1948ના રોજ અંગ્રેજોને બ્રિટનમાં હરાવ્યા, બલબીર સિંઘ કહેતા કે- આ મારો અસલી આઝાદ દિન

વિખ્યાત હોકી ખેલાડી બલબીર સિંઘ સિનિયરનું સોમવારે સવારે 96 વર્ષની ઉંમરે પંજાબના મોહાલીમાં નિધન થઈ ગયું. છેલ્લા બે અઠવાડિયાથી તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. ભારત તરફથી 61 મેચમાં 246 ગોલ કરનારા બલબીર સિંઘ લંડન (1948), હેલસિંકી (1952) અને મેલબર્ન (1956) ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતનારી ભારતીય ટીમનો હિસ્સો હતા. તેમણે વિશ્વ ઓલિમ્પિક કમિટીના આધુનિક ઓલિમ્પિક ઈતિહાસના 16 મહાન ખેલાડીમાં સામેલ હતા. હોકી ટીમના પૂર્વ કેપ્ટન વાસુદેવન ભાસ્કરન અને અશોક કુમાર જણાવે છે કે, કેમ તેઓ મહાન હોકી ખેલાડી મનાય છે... પૂર્વ કેપ્ટને ભાસ્કરને કહ્યું- બલબીરની ફોરવર્ડ રમવાની સલાહ માની તો 1980માં અમે ફરી ગોલ્ડ જીત્યો છેવટે 1980 ઓલિમ્પિકમાં અમે ગોલ્ડ પણ જીત્યા હોકીમાં છેલ્લીવાર 1980માં ઓલિમ્પિકમાં ગોલ્ડ અપાવનારી ભારતીય હોકી ટીમના પૂર્વ કેપ્ટન વાસુદેવન ભાસ્કર કહે છે કે, બલબીરે દેશને એ સમયે સફળતા અપાવી હતી, જ્યારે ગણ્યાંગાંઠ્યા ખેલાડીઓને દેશનું પ્રતિનિધિત્વ કરવાની તક મળતી હતી. પતિયાલામાં 1970માં યુનિવર્સિટી સ્પોર્ટ્સ ઈવેન્ટમાં મારી તેમની સાથે મુલાકાત થઈ હતી. તેઓ યુવાન હતા અને સારા ખેલાડી હતા. એક કલાકના ક્લાસમાં તેમણે મને

જિબ્બુના નિધનનાં 22 વર્ષ બાદ પત્નીને મળી મદદ, ગોવિંદરાજ પેન્શનના ભરોસે પરંતુ તેની રકમ પણ ઓછી

ઈન્ડિયન ક્રિકેટર્સ એસોસિએશન પૂર્વ ફર્સ્ટ ક્લાસ ખેલાડીઓની મદદ માટે આગળ આવ્યું છે. એસોસિએશને ગત દિવસોમાં ખેલાડીઓની મદદ માટે ફંડિંગ શરૂ કરી હતી. કપિલ દેવ અને ગાવસ્કરે મદદ કરી. આઈસીએ દ્વારા 36 ખેલાડીઓને 31 લાખથી વધુની મદદ કરવામાં આવી. તેમાં 17 મહિલા ખેલાડી પણ છે. 3 પૂર્વ ક્રિકેટરની વિધવા પત્નીઓને મદદ મળી. 20 ખેલાડીઓને 1-1 લાખ, 8 ને 80-80 હજાર અને 8ને 60-60 હજારની મદદ કરવામાં આવી. આઈસીએ અધ્યક્ષ અશોક મલ્હોત્રાએ કહ્યું કે, આ પ્રારંભ છે, આગળ અન્ય ક્રિકેટરોને મદદ પહોંચાડવામાં આ‌વશે. મદદ મેળવનારા ખેલાડીઓની કહાણી... દેવરાજ ગોવિંદરાજ: નિવૃત્તિ બાદ લંડનમાં બસ ચલાવતા હતા ઝડપી બોલર દેવરાજ ગોવિંદરાજે 93 ફર્સ્ટ ક્લાસ મેચમાં 190 વિકેટ ઝડપી. હૈદરાબાદના ગોવિંદરાજને 1970-71માં વિન્ડીઝ ગયેલી ભારતીય ટીમમાં સ્થાન મળ્યું હતું. પરંતુ તેમને રમવાની તક મળી નહોતી. આ પ્રવાસ પર ટીમ ઈન્ડિયાએ પ્રથમવાર વિન્ડીઝમાં ટેસ્ટ સીરિઝ જીતી હતી. રમવાની તક ના મળવા પર 73 વર્ષીય ખેલાડીએ કહ્યું કે, તે સમયે ટીમમાં સારા સ્પિન બોલરો સંખ્યા સારી એવી હતી તેના લીધે તેમને ઈન્ટરનેશનલ ડેબ્યૂ કરવાની તક મળી નહોતી. તેઓ લંડનમાં જ નોકરી કરતા હતા

પૂર્વ ઝડપી બોલર સિડલે ટ્રાએથ્લૉન પૂર્ણ કરી, 1.5 કિ.મી. સ્વિમિંગ, 10 કિ.મી. રનિંગ કર્યૂં

ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર પીટર સિડલ મેલબોર્નના એલવુડ બીચ પર રનિંગ, સાઈક્લિંગ અને સ્વિમિંગ કરી રહ્યો છે. કોરોના વાઈરસના કારણે લૉકડાઉનમાં 35 વર્ષીય સિડલે ટ્રાએથ્લૉન પૂર્ણ કરી. આ મલ્ટી-સ્પોર્ટ રેસમાં સતત 3 એન્ડ્યૂરન્સ રેસ કરવાની હોય છે, જેમાં દોઢ કિ.મી. સ્વિમિંગ, 40 કિ.મી. સાઈક્લિંગ અને 10 કિ.મી. રનિંગ સામેલ છે. સિડલ 2012માં વેગન થઈ ગયો હતો. તેણે કરિયરમાં 67 ટેસ્ટ, 20 વન-ડે અને 2 ટી-20 રમી છે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today Former fast bowler Siddle completed the triathlon, running 1.5 km. Swimming, 10 km. Running from Divya Bhaskar https://ift.tt/2AVJY6p via

‘લાળ પર પ્રતિબંધ ટેમ્પરરી, પછી બધું અગાઉ જેવું થઈ જશે’, અનિલ કુંબલે આઈસીસી ક્રિકેટ કમિટીના ચેરમેન છે

આઈસીસી ક્રિકેટ કમિટીના ચેરમેન અનિલ કુંબલેએ કહ્યું કે, બોલ ચમકાવવા માટે લાળના ઉપયોગ પર પ્રતિબંધનો નિર્ણય ટેમ્પરરી છે. સ્થિતિ સામાન્ય થવા પર બધુ અગાઉ જેવું થઈ જશે. કુંબલેની અધ્યક્ષતાવાળી કમિટીએ સંક્રમણના જોખમથી બચવા માટે લાળના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવાનું સૂચન કર્યું. કમિટીએ કહ્યું કે, પરસેવાનો ઉપયોગ કરી શકાશે. કુંબલેએ કહ્યું કે,‘કૃત્રિમ પદાર્થના ઉપયોગ અંગે ચર્ચા થઈ પરંતુ જો તમે તેનો ઈતિહાસ જુઓ તો આ મામલે આપણે ઘણી ટીકા કરતા રહ્યાં છીએ.’ પ્રતિબંધથી બોલર્સની સ્કિલ્સમાં સુધારો થશે: રુટ ઈંગ્લેન્ડના કેપ્ટન જો રુટે માન્યું કે બોલ ચમકાવા માટે લાળના ઉપયોગને અટકાવવાથી સ્કિલમાં સુધાર થશે. તેમને પિચથી મદદ મેળવવા ઘણી મહેનત કરવી પડશે. રુટે કહ્યું કે,‘આ બોલરોની તરફેણમાં રહી શકે છે. તેમની સ્કિલમાં સુધારો થઈ શકે છે.’ Download Dainik Bhaskar App to read Latest Hindi News Today 'Saliva ban is temporary, then everything will be the same', says Anil Kumble, chairman of ICC Cricket Committee from Divya Bhaskar https://ift.tt/2Xl7FN6 via

ઈંગ્લિશ ક્લબ બર્નમાઉથના એક ખેલાડી સહિત 2 પોઝિટિવ, કુલ 8 કેસ

ઈંગ્લિશ ફૂટબોલ ક્લબ બર્નમાઉથના એક ખેલાડી સહિત 2 લોકોને કોરોના થયો છે. ઈંગ્લિશ પ્રીમિયર લીગના ખેલાડીઓ અને સ્ટાફના 996 લોકોનો ટેસ્ટ કરાયો છે. ગત અઠવાડિયે 6 પોઝિટિવ કેસ હતા. જેમાં ખેલાડી અને સ્ટાફ સામેલ હતા. કુલ 8 લોકો કોરોના પોઝિટિવના કેસ સામે આવ્યા છે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today from Divya Bhaskar https://ift.tt/3c0cGQu via

સાઈએ ખેલો ઈન્ડિયાના 2749 ખેલાડીઓને 8.25 કરોડ રૂપિયાનું એલાઉન્સ આપ્યું

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (સાઈ)એ ખેલો ઈન્ડિયાના ખેલાડીઓને 2020-21ના પ્રથમ ક્વાર્ટરનું એલાઉન્સ આપ્યું. સાઈએ 2749 ખેલાડીઓને 8 કરોડ 24 લાખ 70 હજાર રૂપિયા આપ્યા છે. કુલ 2893 ખેલાડીઓને આઉટ ઓફ પૉકેટ અલાઉન્સ (ઓપીએ) આપવાનું બાકી છે. અન્ય 144 ખેલાડીઓને મેના અંત સુધીમાં રકમ અપાશે. ખેલો ઈન્ડિયા ખેલાડીઓને દર મહિને 10-10 હજાર અલાઉન્સ તરીકે આપે છે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today from Divya Bhaskar https://ift.tt/2TzTfaO via

ટ્રેક અને ફિલ્ડ એથ્લિટ આજથી આઉટડોર ફિટનેસ ટ્રેનિંગ શરૂ કરી શકશે

ટ્રેક એન્ડ ફિલ્ડ એથ્લિટ સોમવારથી આઉટડોર ટ્રેનિંગ શરૂ કરી શકશે. પરંતુ હાલ તેઓ માત્ર ફિટનેસ ટ્રેનિંગ કરી શકશે. જેથી ઈજા ના થાય. ખેલાડી લૉકડાઉનના કારણે 2 મહિનાથી મેદાનથી દૂર છે. ભારતીય એથ્લેટિક્સ ફેડરેશન (એએફઆઈ)ના અધ્યક્ષ આદિલે સુમારિવાલાએ કહ્યું,‘એનઆઈએસ પટિયાલા, સાઈ સેન્ટર બેંગલુરુ અને ઉટીના તમામ એથ્લિટ આઉટડોર ફિટનેસ ટ્રેનિંગ શરૂ કરી શકશે. જોકે હાલ તેઓ સ્પેસિફિક ટ્રેનિંગ નહીં કરી શકે. એટલે કે તેઓ ટ્રેક પર રનિંગ અને થ્રોઈંગ એરિયામાં થ્રો નહીં કરી શકે. આ પ્રેક્ટિસ તેઓ થોડા દિવસ પછી શરૂ કરી શકશે.’ ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાઈ કરી ચૂકેલા જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ કહ્યું,‘હું ઘણો ખુશ છું. આ ભલે ધીમી શરૂઆત છે. પરંતુ કંઈ તો શરૂ થયું.’ નીરજ 18 માર્ચથી પટિયાલામાં છે. હિમા દાસ પણ પટિયાલામાં છે. જ્યારે રેસ વૉકના ખેલાડી સાઈ સેન્ટર બેંગલુરુમાં છે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today Track and field athletes will be able to start outdoor fitness training from today from Divya Bhaskar https://ift.tt/36yvd5h via

IPL રદ થશે તો 9 દેશના 188 ખેલાડીઓને 612 કરોડ રૂપિયાનું નુકસાન

કોરોનાને કારણે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ને ટાળવામાં આવી છે. લીગ રદ થાય તો 9 દેશના 188 ખેલાડીઓને 612.65 કરોડ રૂપિયાનું નુકસાન થશે. ભારત બાદ સૌથી વધુ નુકસાન ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને થશે. આ 6 દેશના ખેલાડીને સૌથીવધુ નુકસાન દેશ રકમ (કરોડ રૂપિયામાં) ભારત 358.55 ઓસ્ટ્રેલિયા 86.75 વિન્ડીઝ 58.75 ઈંગ્લેન્ડ 47.50 દ.આફ્રિકા 34.60 અફઘાનિસ્તાન 14.00 કોહલીને બેંગલુરુથી 17 કરોડ મળવાના છે IPL ક્રિકેટની સૌથી મોટી લીગ મનાય છે. કોરોનાના કારણે ટૂર્નામેન્ટ સ્થગિત છે. જો સિઝન રદ થાય તો ભારત બાદ સૌથી વધુ નુકસાન ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને થશે. 124 ભારતીય ખેલાડીને 358 કરોડનું નુકસાન થશે, જ્યારે ઓસ્ટ્રેલિયાના 17 ખેલાડીને 87 કરોડનું નુકસાન થશે. લીગમાં ઈંગ્લેન્ડના 13, વિન્ડીઝના 12, દ.આફ્રિકાના 10, ન્યૂઝીલેન્ડના 6, અફઘાનિસ્તાનના 3, શ્રીલંકાના 2, નેપાળના 1 ખેલાડી સહિત કુલ 188 ખેલાડી ઉતરશે. સૌથી મોંઘા ખેલાડીઓનું લિસ્ટ ખેલાડી દેશ રકમ કરોડ રૂપિયામાં કોહલી ભારત 17 કમિન્સ ઓસ્ટ્રેલિયા 15.5 ધોની ભારત 15 રોહિત ભારત 15 પંત ભારત 15 નારાયણ વિન્ડીઝ 12.5 સ્મ

22 વર્ષીય નાઓમી વિશ્વમાં સૌથી વધુ કમાણી કરનાર મહિલા ખેલાડી બની, ચાર વખતની ટૉપર સેરેનાને પાછળ છોડી

જાપાનની 22 વર્ષીય ટેનિસ ખેલાડી નાઓમી ઓસાકા વિશ્વામાં સૌથી વધુ કમાણી કરતી મહિલા ખેલાડી બની ગઈ છે. ફોર્બ્સ મેગેઝીન અનુસાર, ઓસાકાએ એક વર્ષમાં પ્રાઈઝમની અને એન્ડોર્સમેન્ટથી 284 કરોડ રૂપિયાની કમાણી કરી. જે અમેરિકન ખેલાડી અને 4 વખતની સૌથીવધુ કમાણી કરનારની યાદીમાં રહેલી સેરેના વિલિયમ્સે 11 કરોડ રૂપિયા વધુ છે. ઓસાકાની કમાણી કોઈપણ મહિલા ખેલાડીથી સૌથી વધુ છે. સેરેનાએ 1999માં જ્યારે પ્રથમ ગ્રાન્ડ સ્લેમ જીત્યો હતો, ત્યારે નાઓમી એક વર્ષની હતી રસપ્રદ વાત એ છે કે સેરેનાએ 1999માં જ્યારે પ્રથમ ગ્રાન્ડ સ્લેમ જીત્યો હતો, ત્યારે નાઓમી એક વર્ષની હતી. 19 વર્ષ બાદ ઓસાકાએ વિલિયમ્સને હરાવી યુએસ ઓપનમાં પ્રથમ ગ્રાન્ડ સ્લેમ જીત્યો હતો. યાદી આવતા અઠવાડિયે જાહેર થશે. 9 વર્ષમાં 5 વાર શારાપોવા, 4 વાર સેરેના ટોપ પર રહી વર્ષ ખેલાડી રકમ કરોડ રૂપિયામાં 2011 શારાપોવા 190.00 2012 શારાપોવા 205.96 2013 શારાપોવા 220.40 2014 શારાપોવા 185.44 2015 શારાપોવા 225.74 2016 સેરેના 219.64 2017 સેરેના 205.20 2018 સેરેના 137.56 2019 સેરેના 222.92 2020 ઓસાકા 284.24 Download

એક્સિડન્ટલી પહેલી વખત હાઈલાઇટ્સ રેકોર્ડ કર્યા બાદ આજે વર્લ્ડના સૌથી મોટા ક્રિકેટ આર્કાઇવિસ્ટ બનેલા રોબ મૂડીની કહાની

2020. નવા દાયકાનું પહેલું વર્ષ ક્રિકેટ ચાહકો માટે ઘણું પ્રોમીસિંગ હતું. ઇન્ડિયન પ્રીમિયર લીગ, T-20 વર્લ્ડ કપ, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ, એશિયા કપ અને તે સિવાય અન્ય બાઇલેટરલ સીરિઝ પણ ખરી. જોકે આમાંથી કંઈપણ શરૂ થાય તે પહેલા કોરોના મહામારીએ દુનિયા અટકાવી દીધી. તમામ એક્ટિવિટી બંધ થઈ ગઈ. આવા સમયે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ આર્કાઇવિસ્ટ રોબ મૂડી પોતાના ક્લેક્શન દ્વારા મુશ્કેલ સમયમાં ફેન્સ અને ક્રિકેટર્સનું લોકડાઉનમાં એન્ટરટેનમેન્ટ પૂરું પાડે છે. ક્રિકેટ લવર્સ જેઓ યૂટ્યૂબ પર જૂના વીડિયો જોવે છે તેમણે 'રોબેલિન્ડા' (robelinda2) લોગો વાળા વીડિયો ચોક્કસ જોયા હશે. આજકાલ એડમ ગિલક્રિસ્ટ, શેન વોર્ન, શોએબ અખ્તર, વગેરે ક્રિકેટર્સ ટ્વિટર પર આવા વીડિયોની ડિમાન્ડ કરે છે અથવા તો તેના પર ટિપ્પણી કરતા જોવા મળે છે. 42 વર્ષીય રોબ પાસે છેલ્લા 35 વર્ષમાં ઓસ્ટ્રેલિયામાં રમાયેલી તમામ ક્રિકેટ મેચનું ફૂટેજ છે, જે તેમણે જાતે રેકોર્ડ કર્યું છે. રોબના વીડિયોઝ પર લોકોએ 30 મિલિયન કલાકથી વધુ સમય પસાર કર્યો છે. આ વીડિયોઝને 740 મિલિયન જેટલા વ્યૂઝ મળ્યા છે. રોબે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં પોતાની અત્યાર સુધીની જ